હમેશાં પ્રગતિ કરવી એ જ મારા સાચા જીવનની ગતિ છે...

આજકાલ બસ ચારેકોર એક જ ચર્ચા ચાલી રહી છે તે છે રોડ રસ્તાઓ ઉપર ટ્રાફીક પોલીસનો ડર!
આર ટી ઓના નવા નિતિ નિયમો દેશમાં લાગુ પડી ગયા પડી લોકો દંડની રકમથી ગભરાય છે.. લોકો જેવા રોડ ઉપર ટ્રાફીક પોલીસ જુએ છે બસ તેમને જાણે જંગલમાં ઉભેલા સિંહના ટોળાં જેવો ડર તરત પેસી જાયછે! હવે મારુ શું થશે!
હેલ્મેટ વગર વાહન ચલાવવું, લાઇસન્સ પાસે ના હોવું, પી યુ સી વગર વાહન ચલાવવું, કે નશો કરીને વાહન ચલાવવું એ ગેરકાયદેસર છે હાલ હવે પહેલાની જેમ રહ્યુ નથી કે ખીસ્સામાંથી પાંચ પચ્ચીસ રુપિયા ટ્રાફીક પોલીસને આપી દો ને દંડમાથી મુક્તી મેળવો! પણ હવે આ નવા કાયદા સખ્ત બની ગયાછે માટે કોઇપણ માણસે વ્હીકલ ચલાવતી વખતે હવે પાસે વ્હીકલના દરેક પેપરો હાજર લઇ ને ફરવુ પડશે જો આમાં એકાદ પણ ચીજ નહી હોય તો ઓછામાં ઓછા રુપિયા પાંચસો તમારા ગયા જ સમજો.હાલ આજકાલ પી યુ સી કઢાવવા ખુણે ખોચરે વ્હીકલનોની લાઇનો પડવા લાગી છે માટે લોકોને કલાકો સુધી તાપ વરસાદમાં ઉભુ રહેવુ પડતુ હોયછે તેમજ હેલ્મેટ ખરીદવા ટુ વ્હીલરના શોરૂમમાં તેમજ દુકાનમાં ભીડ જોવા મળી રહીછે અત્યાર સુધી બધુ ગમે તેમ ચાલતુ હતુ પણ હવે તે જરાય નહી ચાલે..દરેક રાજયમાં, દરેક શહેરોમાં આ કાયદો લાગુ પડી ચુક્યોછે..
જનતા હવે ધીરે ધીરે આ બાબતે જાગ્રત બનતી જાયછે કે સલામતી માટે આ બધુ ખરેખર જરુરી તો છે પણ ઘણા લોકો તેમ પણ કહેછે કે દેશની આ સરકારનું દેશના વિકાસ માટે પૈસા એકઠા કરવા માટેનું આ કાવતરુછે! પણ જે હોય તે આપણે હવે આ બાબતે સજાગ રહેવુ જરુરીછે નહી તો એક દિવસ આ ચીજો વગર આપણુ પણ ચલન ફાટયું જ સમજો..
ને હવે આવા કડક કાયદાઓની સાથે સાથે પબ્લીક ને ટ્રાફીક પોલીસ વચ્ચે નાનુ મોટુ ઘર્ષણ થવાની પુરી શક્યતા રહેલી છે, પરંતુ આમ છતાંય છેવટે તો આપણુ કંઇજ નથી ચાલવાનું! કારણકે દેશનો કોઈ પણ કાયદો એ કાયદો જ હોયછે તે દેશના દરેક નાગરિકે તેનુ પાલન કરવાનું હોયછે.
બસ તમારે ઉપરની વિગતો ધ્યાનમાં રાખવી કે રોડ ઉપર વ્હીકલ ચલાવતી વખતે વ્હીકલના દરેક પેપરો સાથે રાખવા જોઇએ ને સાથે માથે એક હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ..આમેય આપણી સલામતી એજ તો આપણુ સારુ જીવન છે.

Read More

મા બાપ એટલે શું!
આજ કાલના છોકરાંઓને જરાય ખબર પડતી નથી કે મા બાપ એટલે શું! પરંતુ જુના જમાનાના લોકો સારી રીતે જાણતા હશે કે માબાપ એટલે સર્વ..બધાજ દેવ દેવતાઓ તેમનામાં સમાઇ જાય એટલે જ માબાપ..કહેવાય છે કે પ્રથમ વંદન માતાપિતાને ને બીજુ વંદન ભગવાનને ને ત્રીજુ વંદન તમારા ગુરુને, પણ જો તે ખરેખર ગુરુ જેવુ જ્ઞાન, આચાર, સંસ્કાર ધરાવતા હોય તો જ ગુરુ! પણ આજના ગુરુઓ તો ઘણા અંતર્યામી હોયછે જે આપણે નથી ઇચ્છતા તે પણ તે કરી બેસે છે...ગુરુનું બીજુ નામ તે જ ભગવાન જે આપણને સારા સંસ્કાર આપે, સાચી સલાહ આપે, ને આપણને સારુ એવુ જીવન જીવવાનું જ્ઞાન આપે તે જ સાચા ગુરુ કહેવાય...
જયાં સુધી આપણી પાસે આપણા માબાપ છે ત્યા સુધી આપણને કોઇ જ ચિંતા હોતી નથી કારણકે આપણી બધી જ ચિંતાઓ તેઓ જ પોતાના માથે લઇ લેતા હોયછે..
વરસો પહેલા આજકાલ જેવા ઘરડાંઘર હતા નહી કારણકે દરેક માબાપ પોતાના સંતાનો સાથે જ સંપથી રહેતા હતા સૈ સાથે મળીને જ જમવા બેસતા ને નવરાશના સમયે વાતો પણ સાથે જ હસી મજાકથી કરતાં, પણ આજે માબાપ સહેજ પોતાના છોકરાંને કંઇક કહે તે જરાય ગમતુ હોતુ નથી ને ઉપરથી પાછા તેમને જ સંભળાવે કે અમારી જીંદગીમાં તમારે માથુ જરાય મારવું નહીં તમને ફાવે તો અમારી સાથે રહો નહી તો જાવ ઘરડાઘરમાં! ઘણા અખબારોમાં સમાચારો આજ કાલ છપાય છે કે ફલાણા માબાપે સંતાનોના ત્રાસથી આપઘાત કર્યો..કોઇ નદીમાં પડે તો કોઇ ઉચી બિલ્ડીંગ ઉપરથી કૂદે તો ઝેરી દવા પી ને મરે..શુ જમાનો છે આજનો! કહેવત છે કે ઘરડાં વગર ઘર ના ચાલે ને ઘરડાં જ ગાડુ વાળે આ કહેવતો ઘરડાંએ ખોટી નથી કહી! સાચે જ તે કહેવતો પછી યાદ આવેછે કે જયારે તેઓ આપણી વચ્ચેથી કાયમ માટેથી ચાલ્યા જાયછે ને પછી જ તેમની સાચી કિંમત આપણને જાણવા મળે છે કે માબાપ એટલે શું! જવાનીનું જોશ ને બે પૈસો હાથ ઉપર હોય એટલે લોકો પોતાના માબાપને ભુલી જતા હોયછે..પણ બેટા દુનિયામાં તને બધુ જ મળશે પણ એક માબાપ તને ફરી વારંવાર કદી નથી મળવાના.
તે આજના યુવાનોએ યાદ રાખવા જેવુ છે..પહેલા ના સમયમાં છોકરો પોતાના માબાપને ચારેય ધામ જાત્રા કરાવતો હતો ને આજનો છોકરો પોતાના સંતાનોને માબાપના ભરોસે ઘેર મુકીને આબુ અંબાજી પાવાગઢ ફરીને આવેછે પોતે ફરી આવશે પણ સાથે તેના માબાપ હોય તો તેને જરાય ગમતુ નથી કારણકે સાથે હોય તો જરાક તેના રંગમાં પણ ભંગ પડે તેવુ તે માને છે!
હુ એમ નથી કહેતો કે તમે તેમની દરરોજ પૂજા કરો કે આરતી ઉતારો પણ બસ તેમને તેમની બાકી જિંદગીમાં જરાય દુ:ખ ના આપો કારણે તેમને તેમની આખી જીંદગી તમારા જ માટે ઘણુ દુ:ખ વેઠીને તમને મોટા કર્યા છે તમને વાંચતા લખતા શિખવાડયુ માટે હવે તેમને જરાય દુ:ખ ના પડે તે તમારે જોવાનુ છે તેથી તમે પણ તેમની જગ્યાએ એકવાર તો આવવાના જ છો કારણકે તમારે પણ તમારાં છોકરાંને તમારે જ મોટા કરવાના છે ભણાવવાના પણ છે ને તેથી જ તમને પણ તેમના દુ:ખનો અહેસાસ એક દિવસ થવાનો જ છે.
માટે જ જયાં સુધી તમારા માબાપ તમારી સાથેછે ત્યા સુધી તમે ચિંતા મુકત રહેશો ને જયારે તેઓ તમારી સાથે નહી હોય તો તમારી ને તમારા પરિવારની જીંદગી તમારે જ સાચવવાની છે.

Read More

આજના આધુનીક જમાનામાં માનવ વસ્તીનો ઘણો જ વધારો જોવા મળે છે તેમજ સાથે સાથે રોડ કે રસ્તાઓ ઉપર વાહન વ્યવહારમાં પણ ઘણો જ વધારો જોવા મળે છે..
આજે કોઇ પણ નવુ ટુ વ્હીલર કે ફોર વ્હીલર લેવુ એટલુ બધુ સહેલુ થઈ ગયુ છે કે આજ સામાન્ય માનવી કે સામાન્ય નોકરી ધંધો કરતો માનવી હોય તો પણ તેને ફકત હજાર રૂપિયા ભરીને એટલે લોનથી તાત્કાલીક ટુ વ્હીલર મળી શકે છે...આજે સાયકલનો જમાનો રહ્યો જ નથી બસ પેટ્રોલથી ચાલતા નાના ટુ વ્હીલર તેમજ નાની સામાન્ય બાઇક મેળવવી ઘણી સહેલી થઈ ગઈ છે.
તમને આવડે કે ના આવડે..અથવા તમારી પાસે લાઇસન્સ હોય કે ના હોય પણ તમે એકવાર ખરીદી ને તમારા ઘરે લાવી શકોછો. કહેવાનો અર્થ એટલો જ છે કે આમ સહેલાઇથી મળતા આવા ટુ વ્હીલર વધવાથી રોડ કે રસ્તાઓ ઉપર ટ્રાફીકની સમસ્યામાં પણ એકંદરે વધારો જોવા મળી રહ્યો છે..ને સાથે સાથે આપણી જિંદગીનો પણ હવે સલામત ઉપર એક મોટી ચિંતાનો વિષય બની જાય છે..જયાં જુઓ ત્યાં બસ ચારેય બાજુ ટ્રાફિકની બુમો સંભળાય છે..ઘરેથી ઓફીસ જવુ હોય કે ઓફિસથી ઘરે જવુ હોય તો આપણે હવે અડધો કલાક વહેલા નીકળવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.
આજ કાલ ચોમાસાની સિઝન જોરશોરથી ચાલી રહી છે...જયાં જાવ ત્યાં રોડ કે રસ્તાઓ ઉપર પાણી ભરાયેલા હોયછે..તેમજ ખાડા તો એટલા મોટા હોયછે કે વ્હીકલ ચલાવવું પણ એક અઘરુ થઈ પડે છે...રોડ રસ્તાઓ ઉપર હવે આપણી સલામતી બિલકુલ રહી જ નથી...એવામાં જો બાકી હોય તો તે છે ગાયોના ટોળાં! જયાં ને ત્યા રોડ ઉપર ગાયો આમ તેમ તેમની મરજી પ્રમાણે ફરતી જોવા મળે છે..કયારેક વચ્ચે ઉભેલી હોય તો કયારેક સમુહમાં બેઠેલી હોય..આવી ગાયોનો ત્રાસ ઘણો જ વધી ગયો છે દિવસે તો ઠીક પણ રાત્રે તો અમુક કાળી ગાયો તો ઘણીવાર નજરમાં દેખાતો પણ નથી ને ત્યારે એકસીડન્ટનો શિકાર તે અથવા તો વ્હીકલ ચલાવનાર બની જતા હોયછે! કારણકે રોડ ઉપર લાઇટો હોતી નથી ને કમજોર દ્રષ્ટિવાળા આવા એકસીડન્ટનો શિકાર બનતા હોયછે..આ માટે શહેરના દરેક તંત્રએ આની ખાસ નોંધ લેવી જોઇએ..પણ કોને આની પડી હોયછે! આમાં તો વ્હીકલ ચલાવનારાઓએ જ કાળજી રાખવાની જરુર છે..આવ્યા ને ગયા સલામત તો ઠીક નહી તો ભાગ્યા તમારા હાથ પગ...ગાયો એક એવુ પ્રાણી છે કે તેને ગંદકી ગમતી નથી ખાવા પીવા તે ગમે ત્યા જશે પણ ઉભા રહેવા કે બેસવા માટે તેને કોરી જમીન જોઇએ...એતો સે કોઇ જાણતા હશો તેથી જ તે રોડ ઉપર આવીને ઉભી રહેછે અથવા બેસી જાયછે...ઉપરથી ગાય એ ક્રુષ્ણ ભગવાનનું વાહન કહેવાય આપણને વાગે તો ઠીક પણ તેને વાગવુ ના જોઇએ..એવી પણ આપણી માન્યતા હોયછે માટે આપણે તેને બચાવતા બચાવતા આગળ વધીએ છીએ...ચાલો એ તો આપણે સમજ્યા કે ગાય એ એક માતાનું જ સ્વરુપ છે પણ કેટલેક સુધી! આપણી પણ આનાથી સલામતી જોખમાય છે..તેથી જ તંત્રએ જ તેનુ ધ્યાન આપવુ જોઇએ જેથી વાહન ચાલકોને કોઇ જાતની તકલીફ ના પડે..આગળ પછી તો છે ને બચાવનારો આપણો ક્રુષ્ણ ભગવાન..હજાર હાથવાળો!!!!

Read More

આજે ગુજરાત રાજયમાં જો વધુ પ્રખ્યાત મંદિરો હોય તો તે છે અંબાજીનું મંદિર ને પાવાગઢનું કાળીકા મંદિર..આ બે મંદિર એવા છે કે વાર તહેવારે હજારો કહો કે લાખો કહો પણ એટલા બધા ભક્તો તેના દર્શન કરવા જાયછે જાણે રોડ કે રસ્તાઓ ઉપર કીડીઓની લાઇનો જતી હોય! આની પાછળ મુખ્ય કારણ એ છે કે તેમની શ્રધ્ધા વિશ્વાસ ને પ્રેમની ભાવના..માણસ કયારે વધુ મંદિરે જાય કે તેની મનોકામના એકવાર પુરી થઈ હોય..ત્યારબાદ તેને તે માતાજી ઉપર અતુટ વિશ્વાસ ને શ્રધ્ધા બેસી જાયછે પછી તેને ગમે તેટલી તકલીફો ચાલતા આવતી હોય પરંતું તે હોંશે હોંશે જાય જ છે જાણે માતાજીને બુલાયા હૈ તેવુ તેણે લાગે છે તેઓ સતત દર તહેવારે પછી તે પૂનમ હોય કે બીજા માતાજીના કોઇ પણ તહેવાર હોય પણ તે એકલો અથવા એક જુથ સાથે તે ચાલી નીકળી જાય છે..તમે વિચાર કરો કે બહુ પહેલા જમાનામાં લોકો આવા ચાલતા જતા ન હતા એસ ટી બસ કે કોઇ પોતાના સાધનથી તેઓ અંબાજી કે પાવાગઢ જતા પણ આજરોજ લોકો બે જોડ કપડા ને બીજા થોડા સરસામાન લઇને નીકળી પડે છે.. આવામાં ઘણા ખાલી દર્શન કરવા જતા હોય છે તો ઘણા તેમને રાખેલી બાધા પુરી કરવા પણ જતા હોયછે સાથે માતાજીને ધરાવા એક સાડી સાથે નાળિયેર દિવો ને એક પેકેટ અગરબતી લઇ જતા હોયછે આમ તો ત્યા આવી દરેક ચીજો મળી જતી હોયછે પણ ઘરેથી લઇ જવુ ઘણુ અગત્યનું ગણાય છે. કયારેક ત્યા મળતી સાડીઓ માતાજીને ચઢાવેલી જ પાછી દુકાનમાં વેચવા પાછી આવેછે માટે ઘરેથી લઇ જવી સારુ. રોજબરોજ માતાજીને હજારો સાડીઓનો ચઢાવો થતો હોયછે તો તમને વિચાર થશે કે આટલી બધી આવેલી સાડીઓનું મંદિરવાળા કરતા હશે શું! જી હા આ બધી આવેલ સાડીઓના વેચાણ માટે મંદિર તરફથી એક સ્ટોલ રાખવામાં આવેછે જયા લોકોને સસ્તા ભાવે પ્રસાદી રુપે તેનુ વેચાણ થાયછે. ઘણાલોકો એમ પણ કહેછે કે આવી પ્રસાદીરુપે મળેલી સાડી પહેરવાથી મનને ઘણો જ આનંદ ને સંતોષ મળતો હોયછે..ઘણા ભકતો આવી સાડીઓ ઘેર પહેરવા માટે લાવતા હોયછે તો ઘણા લોકો ઘેર વેચવા માટે પણ લાવતા હોયછે. ભલે જેની જેવી નિતી..કોઇ પહેરે તો કોઇ વેચીને બે પૈસો કમાય..આમ તો આવુ ચાલ્યા જ કરવાનું આપણે એક વાર માતાજીને સાડી માનતા નામે ચઢાવીએ પછી તેનુ શુ થાયછે તે આપણે જોવાની જરુર નથી જ.
પણ એક વાત ચોક્કસ જો તમારા મનમાં કોઇ એવી ઇચ્છા હોય ને જો તે સમયે પુરી થાય તો તમે પણ માતાજીને એક સાડી માનતાના નામે ચઢાવી શકોછો..પણ તેને માટે જરુરી નથી કે અંબાજી કે પાવાગઢ ચાલતા જ જવુ પડે..ગમે તેમ તમે જઇ શકોછો..બસ તમારી ચુદડી ત્યા પહોચવી પડે.માતાજી હાજરા હજુર છે ને તે દરેકની ચુદડી સ્વીકારે છે...જય માતાજી સૈનુ ભલુ કરો.

Read More

આજે કોઈ ઘર એવુ નથી કે તે ઘરમાં ઝગડા..કંકાસ..મારામારી ના થાય કે કદી ના થઇ હોય..આજે માણસ માણસને ઓળખવામાં ઘણો સમય થતો હોયછે અરે વરસો એકબીજાની સાથે રહીને થાય પણ તો પણ એકબીજાના સ્વભાવને ઓળખતા નથી કોઇ ગરમ સ્વભાવનું હોય તો કોઇ ઠંડા સ્વભાવનું હોય પણ જો બંન્ને ગરમ સ્વભાવના પતિ પત્ની હોય તો એકબીજાને સમજવામાં પણ તકલીફ પડે છે તેમજ ઘરમાં અવારનવાર ઝગડા ને કંકાસ પણ વારંવાર થતો હોયછે પણ જયારે કોઇનો ગરમ સ્વભાવથી વાત કરતુ હોય તો સામેવાળી વ્યક્તિએ ઠંડા સ્વભાવે કામ લેવું જોઇએ..તો વધતો ઝગડો વધુ આગળ જઇને મોટુ સ્વરુપ ના લઇ શકે...પણ આજે દરેક ખોરાક પણ તીખો ને તમતમતો થઇ ગયો છે ને કોઇ પણ ચીજમાં તીખાશ ના હોય તો કોઇને ખાવાનું પણ ના ભાવે...માંસમટન પણ આપણો સ્વભાવ બદલી શકે છે
આવો જ એક ઝગડો અમદાવાદમાં પતિ પત્ની વચ્ચે થયો હતો..આથી પત્નીને મનમાં ઘણુ દુ:ખ થયુ હતુ તેથી તેને પતિનુ ઘર છોડીને પોતાના બે છોકરા સાથે તે ચાલી નીકળી..હવે ઘર છોડયા પછી જવુ કયાં! એ પણ એક સવાલ તેના મનમાં ઉપસ્થીત થયો..ચારેય બાજુ રસ્તા બંધ હતા જઇ જઇને કયાં જવું! બસ તેને તો તે જ સમયે બાળકો સાથે પોતાનુ કિમતી જીવન જ ટુંકાવી નાખવાનો એક ભયંકર વિચાર તેના મગજમાં આવી ગયો..રેલ્વે સ્ટેશને જઇને કોઇ એક ટ્રેનમાં જઇને બાળકો સાથે બેસી ગઇ
ટ્રેન અમદાવાદથી ઉપડી..ધીરે ધીરે એક પછી એક સ્ટેશનો આવવા લાગ્યા ને પછી એક મોટુ મોટુ જંકશન..સ્ટેશન આવ્યુ ટ્રેન તેની ગતી જરાક ધીમે કરીને ચાલી રહી હતી..કારણકે સ્ટેશન હવે નજીકના સમયમાં જ આવવાનું હતું તે મોકો જોઇને પેલા બહેને પોતાના બે બાળકોને સીટ ઉપરથી ઉભા કર્યા ને ત્રણેય કંપાટમેન્ટના દરવાજે આવીને ઉભા જેવુ સ્ટેશન નજીક આવ્યુ કે તુરંત ત્રણેય એક સાથે ચાલુ ટ્રેને આપઘાતના વિચારે ઉતર્યા..બધા એક સાથે પ્લેટફોર્મ ઉપર પટકાયા આ જોઇને બાજુમાં પસાર થતા એક નેક પોલીસકર્મી એ દોડી ને ટ્રેક નીચે આ ત્રણેયને પડતા બચાવ્યા..આ પોલીસને તેમની હિંમતને દાદ આપવી પડે...જો આ પોલીસકર્મી ના હોત તો આ ત્રણમાંથી કોઇ એક બે ટ્રેકની અંદર આવી ગયુ હોત...ત્યારબાદ આ બધાને એક રુમમાં બેસાડીને પુછપરછ કરી કે કેમ આમ આપઘાત કરવાનો વિચાર આવ્યો! પેલા બહેનની પોતાની બધી આપવીતી કહી સંભળાવી..તુરંત શહેરની નારી સુરક્ષા કેન્દ્રમાં ફોન કર્યો ને તે લોકોના આવ્યા પછી આ ત્રણેયને નારી સુરક્ષા કેન્દ્રમાં લઇ ગયા જેથી તેમને થયેલી માનસિક અસર ઉપર કોઇ સારવાર કરી શકાય તેમજ તેમને જરા આશરો પણ મળી રહે.
આભાર એક ભગવાનનો કે આ ત્રણેયની જીંદગી એકવાર તો બચી ગઇ...શાબાશ પોલીસમેન.
આ એક સમાચાર છે.

Read More

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ઘણા સમય પહેલા દેશની ચોખ્ખાઇ માટે એક અભિયાન બહાર પાડયું હતું
ભારત સ્વચ્છ અભિયાન...
થોડાક દિવસ દેશમાં ચાલયું ને ફરી પાછુ લોકો તેને ભુલી ગયા..માથે ગાંધી ટોપી સફેદ કપડા ને હાથમાં લાંબુ ઝાડું લોકો આવો વેશ પહેરીને ગામ શહેર રોડ ને રસ્તા ઉપર આવીને કચરો વાળવા નીકળી પડયા હતા રોજ આવા સમચાર ન્યુઝ પેપરોમાં પહેલા પાને ને સાથે ફોટા સાથે સમાચારો આવતા હતા..ત્યારે આપણને એવુ લાગતુ હતુ કે ખરેખર આપણો દેશ બદલાઇ રહયોછે..વિકાસની સાથે સાથે સ્વચ્છતા પણ હવે ભારતમાં જોવા મળશે!લોકો સુધરી રહયા છે હવે પોતાના ઘરના આંગણા તેમજ મહોલ્લા કે પોળ બધુ જ સાફ સુધરુ દેખાઇ રહયું છે..પણ તે એક બે ને ત્રણ દિવસ જેવુ દેખાયુ પછી પાછુ હતુ ને તેમનુ તેમ પાછુ ફરી એજ થઇ ગયુ!
સરકારી ઓફિસો..પ્રાઇવેટ કોમ્પલેક્ષો મકાનોની દિવાલો ઉપર ફરી પાછી એજ વિમલની લાલ પીચકારીઓ! એજ મસાલાના પ્લાસટીક..બીડી સિગારેટના થુથા..જયાં ને ત્યાં હતુ તેમને તેમ..એક ફિલમ હતી તેનુ શિર્ષક હતુ (હમ નહી સુધરેગે) એજ સુત્ર આજ વધુ સાચુ પડતુ જાયછે..જાહેર રોડ ઉપર કાગળના ટુકડા પ્લાસટીકના શાક ભરવાના ઝભલા નજરે પડતા હોયછે..કોઇ પણ ગામમાં ફરો મોટા શહેરમાં ફરો કદાચ અંદરથી જરા ચોખ્ખુ દેખાય પણ તેની અંદર પ્રવેશ કરો તો એજ કચરાના ઢગલા ને ચોફેર ગાયોના ધણ...જેઓ મોઢામાં કાગળ કે પ્લાસટીકના ટુકડા ખાતી નજરે પડેછે..યુરોપના કોઇ પણ દેશમાં ફરો પણ તમને કયાંય ગંદગી જોવા નહી મળે કારણકે ત્યાં વિમલ નથી પાનપરાગ નથી તુલસી નથી કે 135 તમાકુ નથી કે 300 પણ તમાકુ નથી જે કંઇ છે તે આપણા એશીયા ખંડમાં જ છે...કહેવાનો મતલબ એશીયા ખંડના કોઇપણ દેશમાં ફરો ચારેય બાજુ ગંદકી...પરંતુ બીજા દેશોમાં જે કંઇ હોય પણ આપણે આપણા દેશને ચોખ્ખો બનાવવાનો છે..તેના માટે આપણે એક સાથ થવાની જરુરછે આમ આ કામ કરવા એકલે હાથે કદી તાડી નહી પડે તેથી મોદીજી કહેછે કે સબકા સાથ સબકા વિકાસ...પણ મોદીજી એક કલાક બોલીને ચાલ્યા ગયા ને બે દિવસ આપણે તેમના કામ કરીશુ પણ પછી પાછુ આપણે હતા ત્યાના ત્યા જ રહેવાના છીએ..કારણકે આપણે આપણા વિચારોને મજબુત બનાવતા નથી..થશે..હશે..ને ચાલશેમાં જ રહીએ છીએ..આપણને સારા વિચાર તો આવેછે પણ આપણે તેનુ યોગ્ય રીતે પાલન કરતા નથી એજ આપણી નબડાઇ છે જે આપણે બદલતા નથી..સારી વાતો સૈ કોઇ કરેછે પણ તે કામ કરવા આપણે આગળ આવતા નથી બસ આપણે જબાનથી જ કામ લઇએ છીએ કે એ ભાઇ આમ કરો..એ ભાઇ તેમ કરો પણ પોતાની જાત બિલકુલ ઘસતા નથી...મોરારીબાપુ તેમની કથામાં આપણને ઘણુબધુ સારુ સારુ કહેછે જે આપણે આપણા જીવનમાં ઉતારવુ જોઇએ પણ મંડપમાંથી ઘેર ગયા પછી પાછા આપણે હતા તેવા જ રહીએ છીએ..એજ લોકોની વાતો..એજ આપણુ અભિમાન..ને આપણા કર્મો..કથાકાર નવ દિવસ કથા કરે કે અઢાર દિવસ પણ આપણામાં કોઇ સારો બદલાવ આવતો નથી...તેઓ બોલ્યા..સાંભળ્યુ ને કાઢી નાખ્યુ!..
તો બને તેટલો કચરો ઓછો થાય તેમ પગલાં ભરવા જોઇએ..અથવા તો કચરાનો બને તેમ જલદી નિકાલ કરવો જોઇએ..ગમે તેમ કચરો ફેકવો ના જોઇએ બલ્કે જયાં ડસ્ટબીન પડયુ હોય તેમાં જ કચરો નાખવો જોઇએ..આવા સારા કામની પહેલ જો આપણે પહેલા કરીશુ તો તે જોઇને બીજા પણ જરુર કરશે...કચરો કચરાપેટીમાં જ નાખવાનો આગ્રહ રાખો ને ભારતને અતિ સુદર બનાવો કે આપણે સૈ સાથે મળીને બનાવીએ...
પણ છેવટે તો પેલુ ફિલ્મી નામ જ આગળ આવવાનુ છે કે હમ (કભી) નહિ સુધરેગે!!!!

Read More

ભારતમાં લગભગ પચ્ચાસ ટકા લોકો ગરીબી રેખા નીચે જીવન વિતાવેછે...
કદાચ આનાથી વધુ પણ હોય શકેછે પણ આનાથી ઓછા તો નહી હોય..
તમે જોશો તો મંદિરો..મંઝીદો..બસ સ્ટેનડ..રેલવે સ્ટેશન..રોડની ચોકડીઓ ઉપર આવી જગ્યાએ આવા લોકોનો મેળાવડો જામેલો હોયછે..ગંદા કપડાં, પગમાં પગરખાં નહી, ગમે તેવા લાંબા વાળ, હાથમાં એક નાની વાડકી..કમરમાં ઉચકેલું તેમનુ નાનુ બાળક..હાથ ફેલાવીને તમારી આગળ પાછળ ફરતા હોયછે..બસ આપો આપો ને કંઇક આપો.
ઘરે મા માંદીછે દવાના પૈસા નથી..ભુખ લાગીછે ખાવાના પૈસા નથી..ઘેર જવુછું બસનુ ભાડુ નથી..આવા અનેક કારણો બતાવીને તેઓ પોતાના માટે ભીખ માગતા હોયછે..આ દરેક બહાણાં લગભગ ખોટા હોયછે પણ કોઇ બે પાંચ કે દશ રુપીયા આપે તે માટે કંઇક તો ખોટુ બોલવુ જોઇએ બાકી ખાલી હાથ ફેલાવે તો લોકો કંઇક પણ આપ્યા વગર ચાલ્યા જાય.
પણ ઘણીવાર તેમની ગરીબીની પણ મજબુરી હોયછે માગીને ખાવુ તે તેમનો ધર્મ બની જતો હોયછે પણ ઘણા ખરા આર્થિક પરિસ્થિતી જોતા મજબુત પણ હોયછે પણ માંગવાની તેમની આદત હોયછે પોતે ભીખ નહી માંગે પણ તેમના નાના બાળકોને માંગવાની ટેવ પાડી દેછે..કદાચ તમે નહી માણી શકો પણ ઘણાખરા રોજીદા આવા ભિખારીઓ રોજના પાંણસો રુપીયાનુ પરચુરણ પોતાને ઘેર લઇને જાયછે એટલેકે મહિને પંદર હજાર રુપીયાની કમાણી કરેછે જયારે એક ગરીબ ઘરનો છોકરો જો ખાનગી કંપનીમાં નોકરી કરે તો તે માંડ પાંચ કે સાત હજાર મહિને કમાતો હોયછે..ઘરેથી કંપનીમાં આવે જાય તેનુ ભાડુ કે પેટ્રોલ હજાર પંદરસો પણ તેને બાદ કરવા પડે ને બાકી જે વધે તે તેનો ચોખ્ખો પગાર કહી શકાય..
એટલે કે નોકરી કરતા છોકરા કરતા આવા ભિખારીઓ વધુ કમાતા હોયછે
ટ્રેનોમાં ફરતા ભિખારીઓ વધુ કમાતા હોયછે..મફત મુસાફરી ને જાત જાતની ટ્રેનની અદલાબદલી કરવાની
ઘણીવાર આ ટ્રેનમાં તો ઘણીવાર પેલી ટ્રેનમાં(મફત જનતા બાપુ ગાડી)
ચાલો સૈ સૈ પોતાના નસીબનું ખાયછે
હમણાં જ શ્રાવણ માસનો એક છેલ્લો દિવસ ગયો ત્યારે અમદાવાદમાં અમુક સેવાભાવી યુવકોએ ભેગા થઇને જે રોડની ચોકડીઓ ઉપર નાના બાળકો રોજ ભીખ માંગેછે તે દરેકને ભેગા કરીને એક જાણીતી હોટલમાં પ્રેમથી સૈને સ્વાદિષ્ટ જમવાનુ આપ્યુ..તેઓને
પૈસા આપવા તેના કરતા સૈને ભોજન કરાવવુ તે તો અતિ ઉતમ કહેવાય...
હર હર મહાદેવ...

Read More