Hey, I am on Matrubharti!

પ્રેમ એટલે શુ ?
પ્રેમ એટલે જે ...દિલ થી શરુ થઇ ને આંખો માં ઉતરે...
જે દૂર હોવા છતાં પણ ....નજીક લાગે
જે બોલ્યા વગર જ સમજી જવાય ...
જે હાર માં પણ જીત નો અનુભવ કરાવે એ પ્રેમ છે ...
પ્રેમ એટલે ...જે દિલ થી દિલ ને જોડે ..
જે ફૂલો ને સુવાસ આપે ....જે વાદળ ને વરસાદ આપે ...
જે ચાંદ ન ચાંદની આપે .....જે સૂર્ય ને તેજ આપે ...

જે જીવ ને શિવ બનાવે ,,,,,અને આખાય બ્રહ્માંડ ને જોડે એજ તો પ્રેમ છે ....

પ્રેમ એ રાધા ને શ્યામ બનાવે.... ને શ્યામ ને રાધા બનાવે...

ભગવાન ને પણ પ્રેમ પામવા અવતાર લેવો પડે ....ને ગોકુલ ની કુંજ ગલી માં રાધા રાધા કહી ને ભટકવું પડે એજ તો છે પ્રેમ ....

લખતા લખતા કલમ પણ તૂટી જાય ,,,,,શાહી પણ ખૂટી જાય ...

તો પણ હર્ષદ ના દિલ માં રહી ને લખાવે એજ તો છે પ્રેમ ...

જય શ્રી કૃષ્ણ .....દોસ્તો

Read More