નિખાલસતા તમને શ્રેષ્ઠ નિર્ણાયક બનાવે છે, સ્વંય ઘટનાની પરોક્ષ રહી..ઘટના માં ગરકાવ થઈને લીધેલો અનુભવ સંવેદનોનો સાક્ષાત્કાર છે.પરમાત્મા વડે મળેલી પ્રમાણિકતા પુણ્યની મહેચ્છા માટે થતા😅 સ્વાર્થી દાન માફક વાપરવી જોઈએ.. ધગશ થી..!
અન્ય ને પોતાની આવડત ના માપદંડ માં માપવા કરતા સહજ માણસ સમજવા થી સાચા વ્યક્તિત્વ સુધી સરળતા જ પહોંચાડશે. હેલી અમરચોળી
#ashadhiheli #gujarati #article #gujarat #gujaratdiaries
#gujju #motivation #postoftheevening #gujjugram #gujrat #gujrati #gujjus #gujjurocks #gujjuquotes

Read More

સંજોગોનાં પોખણા કરીને લથબથ થયેલી પાંપણો;
સ્મિત ને પણ વ્હાલસોયા કુમકુમ-અક્ષત થી વધાવી જાણે છે..!
-Heli Amarcholi

Read More

ખરી ગયેલાપર્ણોએ..
મુળનાં કાનમાં કીધી હશે કંઈક વાત..!
ને પછી ખાલી થયેલા ઝાડમાં,
ખીલી હશે વસંતની અમીરાત.....!!!
:Heli

Read More

लफ्ज़ भी देख रहे थे चुपचाप उन नशीली आखोँको...!
आज बडे गौर से.. संवर के आई है खुद "खामोशी"। -Heli

સામાય ધસી જઈએ, આઘાંય  ખસી જઇએ,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય  વસી જઇએ.

આમેય   વિતાવવાની  છે  રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઈએ.

એકેક     કસોટીમાં     છે    પાર   ઉતરવાનું,
હર  શ્વાસ   કસોટી   છે,  એનેય  કસી જઇએ.

આ   ફીણ   તરંગોનાં  છે   શીખ  સમંદરની,
રેતાળ  કિનારા   પર  હેતાળ   હસી   જઇએ.

ઉત્કંઠ     હવામાં     છે    સંગાથ   સુગંધોનો,
હોવુંય   હવે   ઉત્સવ,  આકંઠ   શ્વસી  જઇએ.

– રાજેન્દ્ર શુકલ

Read More

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

– જગદીશ જોશી

Read More

ધબકતા હૈયામાં, ધગધગતો અંગાર...
નમણી નાર; લાગણી ને, આ શેનો શણગાર !!???
Heli

મૌન રહીને મંઝિલ સુધી પહોંચાય કેમ?!!,
ક્ષણે ક્ષણે અસંખ્ય ઉજરડા સહેતા રસ્તા ને પુછો...
એ થાય કેમ???
-Heli

લે આ મારી જાત ઑઢાડુ તને,
સાહેબા શી રીતે સંતાડુ તને!?,;
તુ ભલે દિલ માં રહે કે આંખમાં
કયાંય પણ નીચો નહિ પાડુ તને;
તું નહીં સમજી શકે તારી મહેક,
લાવ કોઈ ફુલ સુંઘાડુ તને...,;
કાઇ પણ બોલ્યા વગર જોયા કરૂં
મૌનની મસ્તી થી રંજાડુ તને;
તે નિકટથી ચંદ્ર જોયો છે કદી!???
આયનો લઈ આવ દેખાડું તને..
ઘર સુધી આવવાની જીદ ના કર
અરે ઘર નથી નહીંતર...
હું આવવાની ના પાડુ તને????

-ખલીલ ધનતેજવી

Read More