હું વ્યવસાયે ડોક્ટર છું અને લેખન વાંચનનો શોખ નાનપણથી હતો. માતૃ ભારતી પર મારી રચનાઓ રજૂ કરીને મને આપ સહુ વાચકોનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે તે બદલ હું દિલથી આપ સર્વે વાચકમિત્રોનો આભાર માનું છું.મારી રચનાઓ વાંચીને આપના પ્રતિભાવ જરૂરથી આપશો હું હજુ શીખી રહી છું તેથી મારી રચનાઓમાં આપને કોઈ ત્રુટિ જણાય તો આપના સૂચનો અને માર્ગદર્શન આપશોજી તે હંમેશા આવકાર્ય રહેશે...

સતત કોઈને ખુચતું બીજાનું  ક્યારેક ને વળી ક્યારેક કોઈ ઝંખતું પોતાનું મહત્ત્વ,
ક્યારેક કોઈને લાગતું એ ભેંકાર શુન્યતા અને કોઈ માટે તો હૈયાને નિરાંત

પળેપળ એની અનુભૂતિ ભિન્ન સૌ માટે ને નોખો એનો લગાવ,
કોણ જાણે કેમ કોઈને ખૂબ વ્હાલું ને કોઈને માટે આકરી સજા એકાંત!!

સાથી,મિત્ર,સ્વજન ને સ્નેહી એવા બહુવિધરૂપે સૌ હડસેલતા આ એકાંતને,
પ્રેમ,સહકાર, આપ્તજનના સ્નેહને સૌ ચાહતા, ઝંખતા હૈયાની નિરાંતને

ગમતું ઘડી બેઘડી કોઈકને "સ્વ"ને ઓળખવા માટે કદાચ પણ
આબાલવદ્ધ સૌ કોઈ ઝંખતા સતત પોતિકાઓનો સથવારો

સુખનો સહિયારો દસ્તાવેજ અને દુઃખમાં પામે નિરાંત
એકમેકને હૈયાધારણ ક્યારેક ને ક્યારેક મળે હર્ષાશ્રુ

અનુભવ્યા પછી જ અસહ્ય લાગે, નથી એમાં નિરાંત
વિરહની વેદના વસમી લાગે સૌ કોઈને, અપ્રિય લાગે એકાંત!!

-ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી

Read More

મારા માટે મનગમતી ક્ષણો એટલે પોતીકા વ્યક્તિઓના નિઃસ્વાર્થ પ્રેમ નો અવિરત વરસાદ. હજુ માંડ માંડ એક બે ડગલાં ચાલતા આવડ્યું હોય ત્યાં જરાક અમથું વાગી જાય ને આપણા બોલાવ્યા પહેલા મમ્મીએ ઊભાં કરીને ફુંક મારી ને ફરી વ્હાલથી દોડતાં કરી દીધા હતા એ યાદ.મનગમતી ક્ષણો એટલે પોતાના માટે કંઈ લેવા ભેગા કરેલાં પૈસામાંથી પપ્પાએ અપાવેલ મનગમતી ગેમ. મનગમતી ક્ષણો એટલે નાનો હોવાં છતાં પોતાની પોકેટમની ના પાઈ પાઈ ભેગા કરીને તેમાંથી ભાઈ એ લાવી આપેલ ભેંટ. નાની અમથી વાતમાં મોટો ઝઘડો કરી લીધા પછી પણ એકબીજાને સાથે જમવા બોલાવતા ભાઈ બહેન કે મિત્રો. મનગમતી ક્ષણો એટલે પ્રથમ દ્રષ્ટિએ જ મનમાં વસી ગયેલા પ્રિયતમની હકારસુચક મુગ્ધ સ્માઈલ. ભીડ પડ્યે વણ બોલાવ્યે મદદ માટે દોડી આવતા મિત્રોનો સાથ.મનગમતી ક્ષણો એટલે લગ્ન પછી પ્રથમ વાર રસોઈ બનાવતી વખતે અચાનક જ બાહુપાશમાં જકડી લેતાં પતિ નો સ્પર્શ..ક્યારેક બહાર જતાં કોઈ અસહાય ધ્રુજતાં ઘરડાં માજીને હાથ ઝાલીને રસ્તો પાર કરાવી આપીએ ત્યારે મળતા એના અંતર નાં આશીર્વાદ. મનગમતી ક્ષણો એટલે નાની નાની વાતો માંથી મળતી આવી અગણિત ખુશીની પળો અને તેમને યાદ કરતા જ મળતો સુખદ અનુભવ....

Read More

#પશુ
કૃષ્ણ,કાનુડો તું વનમાળી,
ગોકુળમાં ગાયો ચારી ને વાંસળી ખુબ વગાડી,
ભક્તવત્સલ બની તમે સૌની અરજી સ્વીકારી,
ત્રાહી ત્રાહિ કરીને પોકારે તમને સૌ, વ્હારે આવજો અમારી,
પ્રભુ!આ કળિયુગમાં તો શાસકો છે ભ્રષ્ટાચારી,
લોકો બન્યા છે દુરાચારી ને વ્યભિચારી,
રડ્યા ખડ્યા મુઠ્ઠીભર સજ્જનો કરતા સૌની લાચારી,
પશુઓ મુંગા,ગાય અને સ્ત્રીઓ પામ્યાં હાલત બિચારી,
નિત્ય નિરંતર તેમને સૌ ત્રાસ પમાડતા અત્યાચારી,


જો આવ હવે તું ધરતી પર તો ખુબ કરજે તું તૈયારી,
પ્રભુ!અહીં ડગલે ને પગલે પરિક્ષા લેવાશે બહુ ભારી,
કોરોના પહેલાથી જ અહી સૌ દંભનો માસ્ક પહેરીને ફરે છે,
મોઢે મીઠી વાતો કરી એકમેકને સૌ પીઠમાં ખંજર ધરે છે,
પહેલા આ ધરતીને બનાવ તું ગોકુળ,મથુરા વૃંદાવન,
તો જ અહીં ટકી શકશે હવે માનવજીવન ...

માનવ મટીને બનેલા દાનવને માર્ગ ચીંધવા ,
"સંભવામિ યુગે યુગે" ને યથાર્થ કરવા,
વ્હારે આવો ગિરધારી તમે પાપીઓનો નાશ કરવા,
મોડું ન કરો હવે આ કપરી વેળા માંથી ઉગારવા...🙏🙏🙏

Read More

#આક્રમણ
આક્રમણ જ્યારે વિચારો તારા કરે મુજ મન વ્યગ્ર પર,
અસહ્ય વેદના અને અવ્યક્ત લાગણીઓનું ઘોડાપુર ઉમટે,
વ્યથિત મન,ને ઉદાસ ચહેરે પણ પ્રેમનો તરવરાટ અનુભવાય,
એ ક્ષણ માટે તારી યાદ માત્ર સક્ષમ છે મુજને સમૂળગી ભૂલવા માટે...

Read More

#બહુવિધ
કોરોનાકાળમાં માસ્ક આવ્યો પણ માણસના બહુવિધ ચહેરાઓ તો સમયે સમયે ગરજ અને મતલબ મુજબ પ્રગટ થયા કરે જ છે.

Read More

#ચુંબક
કર્મોનું ચુંબક,
રખે પીછો છોડતું
ચેત માનવી

ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી લિખિત વાર્તા "એકમેકનાં સથવારે ભાગ ૩" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19890909/along-with-eachother-3
આપના કિમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં...

Read More

#Dead
Not only those who have left breath,but
The persons who have accepted being slaves and have stopped living life for themselves are also dead.

#મૃત
બની રહી છું મૃત હું પળે પળ,
ઝંખતી મૃગજળ સમ તુજ પ્રેમને નિરંતર,
મુજ ચાતક ને ભીંજવી જા તુજ પ્રેમથી
સ્વાતિ નો મેહ બની બસ આવ એકવાર...

Read More

#हिम्मत
विफल परिस्थितियों को स्वीकार कर आगे बढ़ने की हिम्मत किसी भी वयक्ति को महानता कि और ले जाती है।