પ્રોફેશનલ લાઈફમાં એક પિડિયાટ્રિશ્યન છું. પણ અરબન ગુજરાતી વાર્તા લખવી અને લોકો સુધી પહોંચાડવી એ જ મારુ પેશન છે. કનૈયાલાલ મુનશીજી અને ખાસ કરીને તેમની રચના "ગુજરાતનો નાથ" મારા માટે પ્રેરણાનો સ્ત્રોત રહી છે. "હેલ્યુસિનેશન" નામની મારી રહસ્યમયી રચના પુસ્તક રૂપે પ્રકાશિત પણ થઈ છે. મારી ૪ નવલિકાઓને દિવ્ય ભાસ્કરના "રસરંગ" કૉલમમાં સ્થાન મળ્યું છે.મારી વાર્તાની ફિડબેક તમે મને આ નંબર અથવા આ મેઈલ વડે પહોંચાડી શકો છો. વાચકો હંમેશા મને સ્ટોરી લખવા માટે પ્રેરણા આપે છે. 9033017576 udavatherat93@gmail.com

"प्यार" एक शब्द नहीं पर एक लम्हे में मानो सदिया जीना है..!!
प्यार का प्रत्यक्ष या परोक्ष अनुभव करने वाले हर व्यक्ति के लिए कुछ पंक्ति..!!

Read More
epost thumb

"નજરની ધાર શબ્દોથી વધારે રાખી છે,
આ એક ક્ષણની કિંમત અમૂલ્ય મેં આંકી છે,

ને આ તલબ છે કલમની, કાગળ સિવાય કોણ સમજે?,
ફક્ત અને ફક્ત તને અનુભવવા,
આ ૨ ઈંચની દૂરી બનાવી રાખી છે..!! "

#પ્રેમ
#romance
#lovestory
#truelove

Read More

આજ ના સમાજની એક કડવી વાસ્તવિકતા,

"સુઘડ વસ્ત્રોમાં સજ્જ, ભણેલી ગણેલી તે વ્યકિતની સૌ ને દેખાતી એ સજ્જનતા,
પાસેથી પસાર થઈ એક સ્ત્રી, ને સજ્જનતા ની આંખોમાં ઉભરાઈ કોઈ ના દેખાય એવી 'દુષ્ટતા'."
#દુષ્ટ

Read More

કળિયુગની એક સચોટ વાસ્તવિકતા આજે જાણે કે મને સમજાઈ,
'સ્પષ્ટ' વિચારોથી જોયું તો દરેક વ્યક્તિમાં'અસ્પષ્ટ' છબી દેખાઈ"
#અસ્પષ્ટ

Read More

"જાત, ધર્મ અને વૈભવથી આ કાળા માથાળો
હરખાયો તો,
અરીસામાં ચેહરો જોયો તો દંભ, કપટ ને ઈર્ષાના 'બહુરૂપી' ભાવથી ખરડાયો તો.
એક જ ક્ષણમાં ઈશ્વરે સૈ ભેદ દૂર કરી દીધા,
નાના મોટા સૌ માથા કવચ(માસ્ક)થી ઢાંકી
'એકરૂપ' કરી દીધા.
નાના મોટા સૌ માથા કવચ(માસ્ક)થી ઢાંકી
'એકરૂપ' કરી દીધા. "

#એકરૂપ

Read More

"ફક્ત તમારા પગલાં મારા ઘરે લાવવા,
સઘળું ય મારું લૂંટાવી દીધું છે,
ઈંટોનું ચણતર પતે નહિં ત્યાં સુધી 'કામચલાઉ ધોરણે',
આ દિલને મકાન બનાવી દીધું છે."
#કામચલાઉ

Read More

નાનપણમાં ક્યાંક વાંચેલું,

વિશ્વાસ રૂપી શ્વાસ કદી તૂટતો નથી,
અને જો તૂટે તો બંધાતો નથી,
અને જો બંધાય તો તેમાં ગાંઠ રહી જાય છે..!
#વિશ્વાસ

Read More

લક્ષણ ને "લખ્ખણ" નું ઘેલું લાગે,
માતૃભાષાને પણ "ગામઠી ભાષા" વ્હાલી લાગે..!
#લક્ષણ

વૃધ્ધાશ્રમનો રસ્તો "શુકનિયાળ" દિકરાએ બતાવ્યો,
છેલ્લો રોટલો તેમ છતાં પણ "અપશુકનિયાળ" મનાતી દિકરીએ જ ખવડાવ્યો.
#અપશુકનિયાળ

Read More

"મને મારા અસ્તિત્વ પર 'ઘમંડ' છે,
તારા નામમાં છુપાયેલો મારો અર્થ 'પ્રચંડ' છે.! "
#પ્રચંડ