i am hetal joshi gujrati/ hindi writer....

લાગે છે હવે મારી ઉંમર થઈ ગઈ
ઝડપ થી ચાલતા અને દોડતા મારા પગ હવે
ધીમે ધીમે અને સંભાળી ને ચાલે છે
અંધારા માં પણ સઘળું જોઈ શક નાર મારી આ આંખો ક્યારેક અજવાળા માં પણ જોવા હવે તકલીફ અનુભવે છે
બધા સ્વાદ ની શોખીન મારી આ જીભ હવે સ્વાદ કરતા વધુ આરોગ્ય નું વિચારે છે
આખી આખી રાત ના ઉજાગરા કરનાર શરીર હવે
સમય સર સુવા અને ઉઠવાના નિયમ પ્રમાણે ચાલે છે
રંગબેરંગી કપડાંઓ આજે પણ મને ગમે છે પણ મન હવે અમુક રંગો ને જ પંસદ કરે છે
શરીર ની કાળજી આપો આપ આ મન રાખતું થઈ ગયું છે
લાગે છે હવે મારી ઉંમર થઈ ગઈ છે
શું થયું થઈ ગઈ ઉંમર મારી તો પણ હું જીવન ને તેના અંત સુધી એને એજ આનંદ થી જીવી લઈશ હું
હું મારી જિંદગી ની દરેક ક્ષણ વીતે એ પહેલા એને હું પુરેપુરી જીવી લઈશ હું મારી આ જિંદગી ની દરેક પળો ને હું આનંદ અને ઉત્સાહ થી જીવી લઈશ હું
મૃત્યુ ની રાહ માં નહીં પણ જિંદગી ની ચાહ માં હું જીવનને જીવી લઈશ હું
મારી ઉંમર ને પણ ભૂલી જીવન ને નવી જ રીત થી હવે એને જીવી લઈશ હું
મારી ઉંમર ને પણ ભૂલી ને જીવન જીવી લઈશ હું
હેતલ. જોષી... રાજકોટ

Read More

એ પણ શું દિવસો મજાના હતા
વાતે વાતે રિસાઈ જતા ઘર આખું માનવવા આવતું
એ પણ શું દિવસો મજાના હતા
ઝઘડો કરી શેરી માં અને ઘરમાં શાંતિ થી આવીને સંતાઈ જતા
એપણ શું દિવસો મજાના હતા
મન ઉડ્યા કરે આકાશ માં અને જમીન પણ જાણે સપનો સાથે તર્યા કરતા
કોઈ કામ જાણે અશક્ય ન લાગતું અને દિવસ -રાત મોજ થી જીવતા
એ પણ શું દિવસો મજાના હતા
દુઃખ -તકલીફ દૂર રહેતા સુખ સાથે જીવન જીવતા
એ પણ શું દિવસો મજાના હતા
સ્કૂલે જવામાં કેવા નખરા કરતા ન જવા નાટક અને બહાના પણ કરતા
એ પણ શું દિવસો મજાના હતા
નાની વાતો માં ખુશ થઈ જતા અને નાની વાતો માં દુઃખી પણ
મન પડે ત્યારે હસી લેતા અને મન પડે ત્યારે રોઈ પણ લેતા
એ પણ શું દિવસો મજાના હતા
દુનિયા માં બાદશાહ બની ફરતા અને ઘર માં સહેનશાહ બની રહેતા કેવા એ મજાના દિવસો હતા
એ તો બાળપણ ના મજાના દિવસો હતા
એ તો બાળપણ ના મજાના દિવસો હતા
હેતલ. જોષી... રાજકોટ
Happy children day to all children 🙏🙏😊😊💐💐💐🥰🥰

Read More

પળવાર માં આ શું કરી ગયો
કેમ કાળ પણ વેરી બની ગયો
ક્ષણો ખુશીઓની વીતતી હતી
પરિવાર સાથે આનંદ ચાલતો હતો
સેલ્ફી અને ફોટાઓ પાડી રહયા હતા
આનંદ અને ખુશીઓની પળો લોકો માણી રહયા હતા
તો શું થયું આ કાળ ને જે લોકો પર વરસી ગયો
ખુશીઓની ક્ષણો એ માતમ માં ફેરવી ગયો
ભરખી ગયો સહુને એ પળવાર માં
એતો મોતનો આંતક પળવાર માં મચાવી ગયો
થયા ઘણા પરિવાર વિખુટા અહીં
વિખેરાઈ ગયા કંઈક માનવી ના માળા અહીં
શોધે નહીં જડે એ હવે એતો પ્રભુ શરણે થઈ ગયા
વાંક કાળ બનેલા કુદરતનો કે માનવી નો
જે હોય તે પણ આજે ઘણા પરિવાર વિખેરાઈ ગયા
રાહ જોઈ રહેલા બાળકો માતા -પિતા થી વિખુટા થઈ ગયા
ઘણા પરિવાર દિપક પણ બુઝાઈ ગયા
આપી જખ્મો જીવન ભર ના કાળ હવે કેમ શાંત થઈ ગયો
રહીગઈ બસ એ ચીસો કાન માં સદાય ને માટે અને એક ખોટ જીવન ભર માટે એ દઈગયો
આ કાળ પણ કેવો વેરી થઈ ગયો પળવાર માં આ શું કરી ગયો
કેમ કાળ પણ વેરી બની ગયો
હેતલ. જોષી... રાજકોટ
ૐ શાંતિ 🙏🙏🙏પ્રભુ દિવગત આત્માને શાંતિ આપે અને પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના 🙏🙏😞😞😔😔💐💐

Read More

મૂકીને ગયા લોકો ફરી મળતા નથી
ગયા પછી એ પાછા વળતા નથી
રાહ જોવો ગમે એટલી તમે એની
એ ક્યારેય ફરી પાછા મળતા નથી
હેતલ. જોષી... રાજકોટ

Read More

ચૂપ ચાપ રહે છે જિંદગી
શોર થી કેમ ભાગે છે જિંદગી
ભીડ થી દૂર રહે છે જિંદગી
એકાંત માં ખુશ રહે છે જિંદગી
હેતલ. જોષી...રાજકોટ

Read More

નવા વર્ષે ની શરૂઆત....
આજકાલ દિવાળી અને નવા વર્ષે ની ધામધૂમ થી તૈયારીઓ થઈ રહી છે. ઘર ની સાફ -સફાઈ અને ઘરને સજાવવા માં ઘરના દરેક સભ્યો પોત પોતાની રીતે મદદરૂપ થવા પ્રયત્ન કરી રહ્યા છે
ઘર ને એક જાણે નવું રૂપ જ મળી જાય એ રીતે એને શરણગાવા માં આવે છે બાળકો માં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે વેકેશન ની મોજ સાથે નવા કપડાં, ફટાકડા અને મીઠાઈ ઓ મળવા થી ખૂબ જ ખુશ થયેલા જોવા મળે છે સાથે સાથે વડીલો માં પણ તહેવારો અનેરો ઉત્સાહ જોવા મળે છે ઘરના દરેક સભ્યો સાથે મળી ને આવનાર નવા વર્ષે ને ખૂબ ઉત્સાહ અને પ્રેમ થી વધાવે છે સાથે સાથે ઘર માં નવા વર્ષે માટે ધાર્મિક વિધિ પણ કરવામાં આવે છે લક્ષ્મી માતાજી ની પૂજા, ચોપડા પૂજા, નિવેદ જેવી ધાર્મિક વિધિ અને પૂજા પાઠ પણ પુરી શ્રદ્ધા અને ભાવપૂર્વક કરવામાં આવે છે આવનાર નવું વર્ષે સર્વે માટે સુખદાયી અને મંગળકારી રહે એવી ઈષ્ટ દેવતા ને પ્રાર્થના સાથે નવા વર્ષે ની શુભ શરૂ આત કરવામાં આવે છે
હેતલ. જોષી... રાજકોટ

Read More

શરમસાર થઈ ગયો કેમ કોઈ સંબંધ એક આજે
એક બાપ જ દીકરી માટે કેમ આટલો ક્રૂર થઈ ગયો આજે
પરી કહેવાતી જે દીકરી એ કેમ કોઈ વિધિ ની જે વસ્તુ બની ગઈ આજે
ધન અને પુત્ર માટે તો એ કેમ હોમાઈ ગઈ આજે
વળગાડ દીકરી ને નહીં પિતા ને લાગે છે
જે કોઈ અંધશ્રદ્ધા નો શિકાર લાગે છે
ફૂલ સમી દીકરી ની ક્રૂર હત્યા કરી એ કેમ વિચલિત ન થયો
શું બાપ અને દીકરીનો એ અમૂલ્ય સંબંધ આજે કોઈ વિધિ ના નામે ભેટ ચડી ગયો આજે
શું કહેવું આજે આ માનવી ને લોભ અને લાલચ માં કેમ આટલો વંશ થઈ ગયો આજે
પુત્ર ની લાલચ માં બાપ કેમ અંધ બની ગયો આજે
અવિશમણીય ઘટના બની જે આજે
બોધ પાઠ લઈ સમજે જો આ માનવી
એ જ શીખ આપી ગઈ આજે આ દીકરી
હેતલ.જોષી... રાજકોટ

Read More

સપના ઓ જો સાચા પડી જાય
તો જીવન કેવું સુંદર બની જાય
યાદ જેને કરતા હોય અને એ જ
જાણે હકીકત માં મળી જાય
હેતલ. જોષી... રાજકોટ

Read More