પ્રેમ નો વેપારી છું... પ્રેમ ની લે વેચ કરવા આવ્યો છું... પ્રેમ વિશે થોડું જાણું છું... બાકી નું જાણવા આવ્યો છું... ફેસબુક માં - સાહિત્ય નાં સરનામે - પેજ પર આમંત્રણ તમામ સાહિત્ય રસિકો ને

#જરૂરિયાતમંદ

આજે જરૂરિયાતમંદ દરેક વ્યક્તિ છે, દરેક સરકાર છે, દરેક દેશ છે, આખું વિશ્વ છે અને તેનું કારણ અહીંયા વ્યક્ત કરવું હું જરૂરી નથી માનતો કેમકે બધા ને ખ્યાલ જ છે. નાના વ્યક્તિ ની નાની જરૂરિયાત અને મોટા વ્યક્તિ ની મોટી જરૂરિયાત. જરૂરિયાત નાં માપદંડ નાના મોટા હોઈ શકે પરંતુ તેનું મહત્વ સદૈવ સરખું જ રહેવાનું.ભૂખ્યા ને જરૂર ભોજન ની, દર્દી ને જરૂર દવા ની,પોતાના ગામ જવા તડપી રહેલા શરણાર્થી ઓ ને જરૂર વાહન ની અને સરકારી અધિકારી ઓ ની પરવાનગી ની.

જરૂરિયાત આધારિત એક એવું ચક્ર ચાલી રહ્યું છે કે જેમાંથી એક પણ કડી તૂટે તો આ શ્રુંખલા ખોરવાઈ શકે.બસ આ પરિસ્થિતિ માં લોકો ની જરૂરિયાત ને પૂરી કરવા માં મદદરૂપ બની અને #જરૂરિયાતમંદ લોકો ને મદદ રૂપ થઇ એ તે મહત્વનું છે.

"આશા રાખીએ જલ્દી કોરોના નો પ્રકોપ થશે મંદ
અને થશે સ્વનિર્ભર જે આજે છે જરૂરિયાતમંદ"

Read More

અચૂક વાંચવા જેવું પુસ્તક
..................................

નાં જાણે કેટલીય વાર વાંચ્યું આ પુસ્તક ,
તોય હૈયાને સંતોષ નાં થાતો સજનવા...

જેટલી વાર વાંચું ત્યારે એ પોતિકુ જ લાગે,
લાગે છે જાણે કોઈક જૂનો નાતો સજનવા...

Read More

આજ જાણે કે દરેક વ્યક્તિ ની હાલત છે નબળી
ગરીબ હોય કે પૈસાદાર તમામ છે જરૂરિયાતમંદ

પરિસ્થિતિ છે હાલ માત્ર થોડો સમય સાચવવાની
જે સાચવી જાય આ હાલત ને એ જ અકલમંદ

ચારે બાજુ વ્યાપેલો છે ડર અને ભય નો માહોલ
જો ચેતી ને રહેશું તો ફરી પાછો છવાશે આનંદ

લોકો ગમે તેટલા રહ્યા પૈસા વાળા છે ઘરો માં બંધ
શાંતિ અને પૈસા ની જરૂર સૌને, અંતે બધા જરૂરિયાતમંદ


#જરૂરિયાતમંદ

Read More

તમામ સ્ત્રીઓ ને સમર્પિત ✌️

***********************

દીકરી ઓ થકી ઘર લાગે રૂપાળું
ઉડી જાય સાસરે ને રહી જાય માળો

દીકરી માટે કહે છે કે બે ઘર ને તારે
પિયર ને માય મૂકી, સ્નેહ કરે હૂંફાળો

દીકરી હમેશા જ વહાલ નો દરિયો ને
બાપ દીકરી નો તો સંબંધ જ રૂપાળો !

#માળો

Read More

વાત નોખાં થવાની બસ આટલી જ કે,
એ માંગતી હતી મને કોઈ પણ રીતે છોડવા ને,
હું નહોતો માંગતો એને કોઈ પણ ભોગે તોડવા

Read More

#તોફાની

"ભગવાન શ્રી કૃષ્ણ " ✌️

નિર્જન જગ્યા ને સાંકડો રસ્તો
યાદ નથી કાઇ આજેય અમસ્તો,

યાદો કંઇક જોડાયેલી છે અહીંયા
પણ કુદરતે ઠુકરાવી બધી રિસ્વતો,

આજે પણ જાઉં છું એ જ જગ્યાએ
યાદ કરી ભૂતકાળ એકલો જ હસતો!

Read More

#શકિતશાળી

"માં" 🙏

નથી રહી પહેલા જેવી લોકો માં પાત્રતા,
માટેજ ક્યાંથી થાય હવે નિસ્વાર્થ મિત્રતા ?

સંબંધો "નિભાવવા" અને "નભાવવા" લાગે સરખા જ શબ્દો પણ એમાં બહુ ફરક છે. એને સમજવા મા આખું આયખું નીકળી જાય છે.