શબ્દોના પ્રેમમાં પડવાનો પ્રયાસ કરું છું.....

સંબંધોના સમીકરણો બધાના અલગ વર્તાય છે,
એકને સારા ને બીજાને નરસા પણ દેખાય છે..

એક બે ઉપદેશ ભૂલથી પણ જો આપી દો કોઈને,
ત્યારથી જીવન પર તમારા બારીકાઈથી નજર રખાય છે..

જીવો અને જીવવા દો બસ કહેવા ખાતર જ છે,
જીવન પર બીજાના ધ્યાન આપ્યા વગર ક્યાં રહેવાય છે ?

સામાજિક પ્રાણીની હરોળમાં એમ જ આવી ગયા આપણે,
સ્વાર્થ સિવાય સામાજિક કશેય ક્યાં થવાય છે !!

શરતો સાથે જીવવાની મજા જ અલગ હોય છે,
સરળતાથી મળી જાય એની કિંમત ક્યાં સમજાય છે ?

ડગર હો આકરી તોય આનંદમય થાય છે,
મંઝિલે પહોંચ્યા પછી તો એકલા પડી જવાય છે..

© હિના દાસા

-HINA DASA

Read More

જગતિયું તો સૌ કરે, શબ્દનું જમણ કરીએ તો નહી ચાલે !!
જીવતા "શબદીયા" જેવું કંઈ કરી લઈએ તો નહીં ચાલે !!

ભૂલો ઘણી કરી છે, કર્મોની પણ અનેક ગડી છે,
પડળ બધા ખોલી પુનઃસુધારણા કરીએ તો નહીં ચાલે !!

હશે અનેક ફરિયાદો કોઈને, પોતાના ગયા હશે રોઈ રોઈને,
આપણે પણ ફરિયાદો થોડી ડામી દઈએ તો નહીં ચાલે !!

યાદ બધા દુઃખો જ રહે છે, સ્મરણ ભૂલોના જ કહે છે,
સુખની પળો આપનારની ભૂલ બક્ષી દઈએ તો નહીં ચાલે!!

સગાની યાદી, વ્હાલામાં ઉમેરી દઈએ તો નહીં ચાલે !!
પારકા થયેલાને બેસણા પહેલા સારા કહીએ તો નહીં ચાલે !!

© હિના દાસા

Read More

કોઈ જો ઉપનામ રાખવાનું થાય તો હું
"સ્ત્રી" રાખી લઈશ,
યુનિકનેસ મળી જે ઈશ્વરદત એ બધી
"ફ્રી" પાછી આપી દઈશ...

ફરી આવવું છે ધરા પર નારી બનીને જ પણ,
હવે અવતરવાનું થશે ફરી, તો શરતો બધી
"પ્રિ" માંગી લઈશ..

અપેક્ષાઓને સૌની પહોંચી નથી વળાતું
આજીવન હવે,
વસંત જ ન આવે એવું પાનખરનું એક
"ટ્રી" વાવી દઈશ..


આટ આટલો પ્રેમ, સુખ ને ભૌતિકતા તો આપી,
બીજું જોઈએ શુ ?
શું ઘટે છે ? કહેનારને ઈચ્છા, સમય ને મોકળાશના ટેગ
"થ્રિ" આપી દઈશ...

© હિના દાસા

Read More