×

"પ્રેમ ભરી પ્રકૃતિ એ જ મારી વ્યક્તિત્વ ભરી આકૃતિ"

વિશ્વાસ ની અનાવૃષ્ટિ કરી,,
હવે સાંત્વના ના વરસાદ વરસાવાનું બંધ કર..!
હું મારી સાહસ ભરી ગરમી માં બરાબર છું.

-Hina modha.

Read More

ખરાબ moment ની ફરિયાદો કરવા કરતાં
સારી સારી moments ને ફરી-ફરી યાદ કરવી વધુ સુખદાયી હોય છે.

-Hina modha.

મજધારી નૈયામાં હું જિંદગીને તરાવા બેઠી
હાલકડોલક નાવ મારી ડૂબવા લાગી
સાગરની લહેરો આકાશ ને અડવા લાગી
ને એ ગગનચુંબી વાયરો ધરા ને સાવ ઉડાડી જાણ્યો
નભ કેરા નક્ષત્રો દિશા ખોઈ બેઠાં
ને ત્યાં જ અદ્ધવચે રહેલી નાવ અચાનક દિશા ભાળી ગઈ
કિનારાની ખબર નથી પણ મિનારો દેખાવા લાગ્યો
છેલ્લે છેલ્લે પણ લહેરો એ એનું કામ કર્યું મહેર વરસાવી
ત્યારે ખબર પડી જિંદગી નો કોઈ જ કિનારો નથી હોતો એતો અફાટ દરિયો જ છે..!!
ડુબવાનો જેને ડર ના હોય ને તરવાની જેને હોંશ હોય એ જ સાચો તરવૈયો છે.


-Hina modha

Read More

ધારણાઓ બાંધી લેવા કરતા હકીકતે શુ થયું હશે કે શું હશે એ જાણવા માટે પ્રયત્ન કરવો જોઈએ..!!
બાકી negativity નો પહાડ બની જતો હોય છે.


-Hina Modha.

Read More

Problems ગણ્યા કે ગણાવ્યા રાખ્યાં કરતા
Solve કરવાથી ઓછા થતા હોય છે..!

-Hina modha.

હક માંગતા પહેલા
ફરજ નિભાવતા આવડવી જોઈએ.
પણ આપણે બધાં "take &give" ની જનરેશન ના..,,
એમાં પણ હવે તો ખાલી "take" જ રહી ગયું..બાકી બધું વંટોળ ની જેમ જતું જાય છે....!!!!!!!!
(કુદરત તો ક્યારેક વાવજોડું સર્જે છે એ પણ મોસમ સાથે
આપડે બધા બિનમોસમ હોનારત ખડી કરી ને જ બેઠા હોઈએ છીએ..!!!)

-Hina modha.

Read More