કૃષ્ણ પુજારણ ,કૃષ્ણ પ્રેમી, કૃષ્ણ કૃપા પ્યાસી,વિરહીણી રાધા

હારી જાવ એટલી
કમજોર નથી હું
પણ થાકું પણ નહિ એટલી
મજબૂત પણ નથી હું

કોઈ સ્ત્રી કમાતી ના હોય
તો તે નાની ના કહેવાય
તેણે તમને સાચવવા
બાળકો ના ઉછેર માટે
પોતાની ઈચ્છા મારી હોય
તે તમારું ઘર નું બધું કરે,
પોતે બીમાર હોય તો પણ
તમારું ધ્યાન રાખે
તમારી નાની ઈચ્છા પૂરી
કરે, પોતે તકલીફ વેઠી
તમને સાચવે, પોતાનું
મન મારે આ શું
તેની કોઈ નોકરી નથી?
બદલા માં તમારી પાસે
કઈ જ અપેક્ષા ના રાખે
બધું ભૂલી તમારા મય જ
રહે એ શું ઓછુ છે?

Read More

બધાં નું મન સાચવવા માં
ખુદ નું મન ભૂલી ગઈ
બધાં નું દિલ રાખવા માં
ખુદ નું દિલ તોડી બેઠી
બધાં નું નસીબ બનાવવામાં
ખુદ નું નસીબ ખોઈ બેઠી
આટલું કરવા છત્તા પણ
અંતે તો એ જ સાંભળ્યું
કે તો તારી ફરજ
અમે તારા પર કરેલા
ઉપકાર નો બદલો ચૂકવે તું
અમને જન્મ આપ્યો
તો ફરજ નિભાવે તું
શું સ્ત્રી ની કિંમત
આટલી જ?

Read More