×

આમ તો science ની વિદ્યાર્થીછું..પણ માતૃભાષા પ્રત્યે ખૂબજલગાવ છે એટલે વાંચનનોઅને લેખનનો શોખ પણ રાખું છું સંગીત પણ એટલું જ પ્રિય છે. અને હા inbox માં મેસેજ નહીં કરો એ વધુ ગમશે.️️

દુનિયાની બધી કવિતાઓ
એ પળ સામે પાણી ભરે,
જયારે...
અડધી રાતે ખાંસતી ડોશીને
ડોસો ધ્રુજતા હાથે પ્યાલો ધરે.

સમજી શકનાર વ્યક્તિના માથે
સમજવાની જવાબદારી
હંમેશા વધારે આવતી હોય છે

વાદળીનું પણ કેવું ??
બિલકુલ સ્ત્રી જેવું...
બંધાવું
વરસવું
અને
વિખાઈ જવું....
ઝીલવાની પાત્રતા સામે હોય
કે ન હોય, પણ આપી
દીધાનો સંતોષ
અદ્દભૂત હોય છે સ્ત્રીને....
ન આશ...
ન પ્યાસ...
થોડો વિશ્વાસ
ને ખાસ અહેસાસ...

આ છે સ્ત્રી

Read More

એનોય એક થાક છે , સમજી અગર શકો,

જ્યારે કપાય જાય છે અંતર કહ્યા વિના.

સૂરજ ઘર સંઘરેલ, ચોરી જળ સાયર તણાં;
અષાઢે ઓકેલ, કોઠે ન રયાં કાગડા !

ચોરી એવી વસ્તુ છે કે કોઈના ઘરમાં જરતી નથી, હજમ થતી નથી, તેનો દાખલો કે સૂર્ય પોતાનાં કિરણો વડે સમુદ્રનુ જળ, આઠ મહિના ચોર્યા કરે છે. પણ ચોમાસામાં અષાઢ મહિનામાં તે પાણી સૂર્યને ઓકી કાઢવું પડે છે. બીજાનું હરીને લઈ લીધેલું કાયમ કોઈ ભોગવી શકતું નથી.

Read More

લોકો ખારાશના કારણે
કાંઠેથી જ પાછા વળી ગયાં ..

બાકી ઉંડા ઉતર્યા હોત
તો મોતી પણ હતાં..!

જોયાં મુખ જળે, મીઠાંને જૂઠાં માનવી;
મીતર કોક મળે, કાચ સરીખા, કાગડા !

પાણીમાં મોઢું જોવાથી જેવું છે એવું કદી દેખાતું નથી, કારણ કે કૂવામાં, નદીમાં કે તળાવમાં મોઢું જોઈએ ત્યારે પવનથી પાણી હાલ્યા કરતું હોવાથી લાંબું, પહોળું, બેરંગું દેખાય છે. એમ જ સ્વાર્થી સ્નેહીઓ આપણે જેવા હોઈએ એવા કહેતા જ નથી. પણ કાચ જેવા સાચા મિત્રો કોઈક જવલ્લે જ મળે છે કે જે આપણા પરમ હિતેચ્છુ હોય છે અને જેનાથી આપણે જેવા હોઈએ તેવા જ દેખાઈએ છીએ, મતલબ કે આપણને આપણા ગુણ-અવગુણની ખરી ખાતરી કાચ જેવા મિત્રોથી જ થાય છે.

Read More