દિલ દરિયા જેવું રાખજો સાહેબ, નદીઓ સામેથી મળવા આવશે... વ્યક્તિ શું છે એ મહત્વ નું નથી પણ એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વનું છે ..

આપવા હોય તો ખુશીથી જખમો આપજો!

પરંતુ વહાલમાં વીંટાળીને વેદના ના આપતા!!

કૃષ્ણનું મુખ અને હોઠ ક્યાંથી લાવશો .. ? ?
મેળામાં બહુ બહુ તો વાંસળી મળશે ..

તું ખરેખર લાખોમાં એક હોઇશ એમ હવે પ્રતીત થાય છે!

તારા માટે લખેલા મારા શબ્દોની પણ હવે ચોરી થાય છે!!

શ્રદ્ધા મને તો છે જ કે જે છે તે પ્રેમ છે!

શંકા તને જો હોય તો ભીતર તપાસને!!

પામવું કયાં જરુરી છે !
કોઇને ચાહતા રહેવું એ જ ઘણું છે !!

કહેવું કયાં જરુરી છે !
કોઇ અનુભવે છે એ જ ઘણું છે !!

ઝાકળ ના બિંદુ સમાન મારા શબ્દો છે
નથી સાચવી શકતો કે નથી આપી શકતો !!!

હું સૂર ઢોળું ને
તું વીણી લે તો ગીત કહેવાય!!
હું શ્વાસ છોડું ને
તું ઝીલી લે તો પ્રીત કહેવાય!!

પ્રેમ એટલે !
કોઈના વિશ્વાસ ને
એક લાંબી ખામોશી થી
નિસ્વાર્થ ભાવે નિભાવવું !!

પ્રણયનું પ્રતિબિંબ શું મળ્યું મને તારી બે આંખોમાં ,
ભૂલી ગયો છું ખૂદને તારી એ પળ બે પળની વાતોમાં .

એ પણ શું જીદ હતી જે તારી ને મારી વચ્ચે એક હદ હતી !

મુલાકાત તો શક્ય નહોતી પણ મહોબત બેહદ હતી !!