જો સંદર્ભ યથાર્થ હોય તો કોઈ એક શબ્દ કે વિધાન પણ એક કથાનકની ગરજ સારે છે.

સત્ય તો હંમેશા સદાબહાર છે,
કરુણા એ વાતની છે કે આપણી માન્યતાઓ આપણને સત્ય કરતા વધારે વ્હાલી છે.

હે પ્રભુ,
આજની મારી પ્રાર્થનામાં હું બધા મૂળાક્ષરો મોકલું છું,
મારા મનની ભાવના પ્રમાણે તું શબ્દો ગોઠવી લે જે.

Read More

શક્તિ બહાર ક્યાંય નથી પણ આપણી અંદર જ રહેલી છે, જરૂર છે માત્ર એના પરથી ધૂળ ખંખેરવાની.

સંબંધ ત્યાં જ ટકે છે જ્યાં પારસ્પરિક લાગણીઓ એકબીજાનો આદર કરે છે.

દુઃખ અને દર્દ તો બધા ભરીને પી જઈશ હું,
નહિ જીરવાય તો બસ એક તારો અભાવ..

ઈશ્વરે દરેક વ્યક્તિમાં કમ સે કમ એક બેનમૂન કસબ તો મૂકેલો જ હોય છે, સવાલ માત્ર એને ઓળખીને બહાર કાઢવાનો છે.

दूर तलक फैली है महज तनहाईया,
हुइ है यूं जब से तेरी ये रुसवाईया...

Question is not what life is,
rather what is not in the life.

એક બાજુ આપણે
એમ કહીએ છીએ
કે અજ્ઞાનતા વ્યાપક છે
અને બીજી તરફ
ગ્રંથાલયોમાં
હજારો પુસ્તકો
વાચકોની રાહ
જોતા પડ્યા છે.

Read More

જો આજે તમે પુસ્તક ખરીદવાની કિંમત નહિ ચૂકવો તો આવતીકાલે તમારે પુસ્તક નહિ ખરીદવાની કિંમત ચૂકવવી પડશે.