~Inal

માનસિક રીતે ઘવાયેલા પ્રયાગના મનમાં સવારથી એક કહેવત ઘર કરી ગયેલી,
*"સોના કરતાં તો ઘડામણ મોંઘુ"*
બીજાં દિવસથી તેણે _યોગ_ કરવાનું ચાલું કરી દીધું..
૨૧ જુન 'વિશ્વ યોગ દિવસ'?‍♀?‍♂
~ઈનલ✍

Read More

I love u કહેવામાં શું!? મને લાગે પ્રેમને દર્શાવવો પડે, કહેવું પડે, અહેસાસ કરાવો પડે એ પ્રેમ કેમ?
પ્રેમ તો મહેસુસ જ કરી શકાય, જેને દર્શાવવાની જરુર નથી આપો આપ દેખાય આવે જેમ પાપાનો પ્રેમ આપણા માટે..
જેનો પ્રેમ અશબ્દ છે ફક્ત મહેસુસ જ કરી શકાય એ છે પપ્પા, મારો પ્રેમ પણ અશબ્દ બની જાય જ્યારે હું પાપાને કેટલો પ્રેમ કરું સવાલ આવે...❤
~ઈનલ✍

Read More

Matrubharti

"ઉમંગભેર"

~ઈનલ
ફોનમાં વાત કરતાં કરતાં તેના માતાપિતાની લાડલી ને એક માત્ર સંતાન છાંયા ગભરાઈ ગઈને રડવા લાગી, ત્યાં જ તેમના પતિએ અવાજ કર્યો "મારી ટાઈ ક્યાં છે? (પતિનો અવાજ સાંભળતાં જ ફોન હાથમાંથી પડી ગયો) આ જે ઓફિસ વહેલાં પહોંચવાનું છે."
દોડીને ફટાફટ ટાઈ ગોતી આપી, તેમના પતિના ગુસ્સાના ડરથી તેના હાથ કાપતાં હતાં.
ઉમંગ મોબાઈલમા વાત કરતા જલદીમા ટિફીન ભૂલી ગયા.
ઓફિસમાં ટિફીન આપવાં પહોંચી તો ખબર પડી કે ઉમંગ તો ઓફિસે આવ્યાં જ નથી તેમના સગા હોસ્પિટલ માં છે જેથી હોસ્પિટલ ગયા છે.

જ્યારે હોસ્પિટલમા છાંયા પહોંચી ત્યાં સામે તેમનાં મમ્મીનો હાથ પકડેલ ઉમંગ આ જોઈ જાણે એની આંખના આંસુ આખોથી દુર થવાની રાહ જ જોતા હોય એમ પલકારોના પડે ઈ પેલા તેની આખો રડી પડી..

~ઈનલ "અમ્રુત-ઈચ્છા"

Read More

~ઈનલ

એના ઘરની હામે રે'તા મા વગરના બાળક આનંદને એની મા પણ યાદ ન આવે એમ નંદી રાખતી.
લગનના 5વરહ થ્યા પણ કોઈ સંતાન નો'તુ એમાં એની મા ના કસકસાટને લીધે દર્શન ઘેર રાતે બોવ જ મોડો આવતો.
એક હાઈજે હાહુના મેળા-ટોળાંથી કંટાળી નંદી આહુડા પાડતી એના રૂમ બાજુ જાતી'તી ત્યા દરવાજાનો બેલ વાગ્યો
દરવાજો ખોલતા જ હામે "દર્શન" ને "આનંદ".

~ઈનલ "અમ્રુત-ઈચ્છા"

#matrubharti #mb #bites #stories

Read More

~ઈનલ
મા નો સ્પર્શ આ કળિયુગમાં પણ નિષ્ઠાવાન બની રહેવાની શક્તિ પ્રદાન કરે છે..
માતાને ભગવાન સમોવડી કહીં ના શકું કેમ કે મારી મમ્મી જ મારા માટે તો મારી ભગવાન છે.
મને ઊજાળીત કરે તો એ છે મારી મમ્મીના આશીર્વાદ જે દુનિયાના બધાં જ પ્રકાશ કરતા ઊજળો છે..
ચોમાસામાં વરસાદ વરસે કે નહી કુદરત પર આધારિત છે પણ મા ના પ્રેમની વર્ષા વરસતી જ રહે જે પ્રકૃતિ લાગે છે..
મા શબ્દ નથી મા તો છે એક અક્ષર જે અક્ષર પાસે / સામે અક્ષરોનુ મુલ્યાંકન આકવુ ખરેખર મને તો અશક્ય લાગે છે..#inal #inalquote #માતૃત્વ_દિવસ #માં #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #mother
#inal #inalquote #માતૃત્વ_દિવસ #માં #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #mother
#yq #yourquote #gujaratiquotes #gujaratipoem #gujju #gujarat #ahmedabad #rajkot #somnath #veraval #una #surat #vapi #gujjujalso #gujjurocks #gujjulove #mummy #mommy #mammy #matrubharti #matrubharti_commyunity #mb #bite #bites

Read More