Bhedi Tapu - 19 in Gujarati Adventure Stories by Jules Verne books and stories PDF | ભેદી ટાપુ - 19

ભેદી ટાપુ - 19

ભેદી ટાપુ

[૧૯]

દોરડાંની સીડી

અનુવાદ

ડો. અમૃત રાણિગા

બીજે દિવસે; ૨૨મી મેએ, તેઓ નવા રહેઠાણમાં વ્યવસ્થા કરવા ગયા. હકીકતે તેઓ ગુફાની સાંકડી જગ્યામાંથી ગ્રેનાઈટ હાઉસની વિશાળ જગ્યામાં જવા આતુર હતા. ગુફાને તેઓ સાવ છોડી દેવાના હતા. ઈજનેર તેમાં કેટલીક વસ્તુઓ બનાવવા માંગતો હતો.

કપ્તાને પહેલાં તો ગ્રેનાઈટ હાઉસનો બહારનો ભાગ ક્યાં આવે છે તે જોવાનું નક્કી કર્યું. તે દરિયાકિનારે ગયો અને ફાંકુ પાડતી વખતે સ્પિલેટના હાથમાંથી ત્રિકમ પડી ગયું હતું તેની શોધ કરી. કેટલાક જંગલી કબૂતરો એ કાણામાંથી આવ-જા કરતાં હતાં.

હાર્ડિંગની યોજના એવી હતી કે જ્યાં પેલું ફાંકુ પાડ્યું ત્યાં પાંચ બારીઓ અને એક બારણું મૂકવું. બારીઓ તો બરાબર પણ બારણું શા માટે મૂકવાનું હતું તે ખલાસીને સમજાયું નહીં; સરોવરના કિનારા તરફથી આવવા-જવાનો રસ્તો તો હતો જ.

મિત્ર.હાર્ડિંગે અહ્યું, “જે રસ્તેથી આપણે સહેલાઈથી આવ-જા કરીએ છીએ, એ રસ્તેથી બીજાં પણ સહેલાઈથી આવી શકે, એટલા માટે હું એ માર્ગ બંધ કરી દેવા ઈચ્છું છું.

તો પહ્હી આપણે ક્યે રસ્તે દાખલ થઈશું?” ખલાસીએ પૂછ્યું.

આપણે એક દોરડાની નિસરણી અહીં મૂકશું. આપણે અંદર આવ્યા પછી એ નિસરણીને ખેંચી લઈશું, જેથી બીજા કોઈ પ્રવેશી શકે નહીં.

ખલાસી માનતો હતો કે આટલી બધી સાવચેતી રાખવાની જરૂર નથી. કારણ કે આ ટાપુમાં હિંસક પ્રાણીઓ કે માનવની વસ્તી નથી. આમ છતાં તેણે કપ્તાન સામે દલીલ કરી નહીં. ગ્રેનાઈટ હાઉસની પૂર્વ તરફની ભીંતમાં બારી-બારણાનું કામ ચાલુ થઈ ગયું. પાંચ બારી અને એક બારણા ઉપરાંત નાનાં નાનાં હવા પ્રકાશ માટેનાં કાણા પાડવાનું પણ નક્કી થયું.

પહેલું કામ બારીઓ અને બારણા માટે ફાંકા પડવાનું હતું. ત્રિકમથી દીવાલ તોડતાં ઘણો વિલંબ થાય તેમ હતો. કપ્તાન પાસે નાઈટ્રોગ્લિસરીન હજી પડ્યું હતું. તેની મદદથી તેણે બારી અને બારણા માટે નક્કી કરેલી જગ્યાએ દીવાલમાં કાણા પાડ્યાં. પછી ત્રિકમ વગેરે સાધનોથી ત્રનો યોગ્ય આકાર બનાવ્યો. આ બારી-બારણા પૂર્વદિશામાં હતા એટલે સવારના પહોરમાં આખી ગુફા પ્રકાશિત થઈ જતી. સૂરજના પ્રકાશને કારણે ગુફાનો ભેજ પણ સુકાઈ ગયો.

હાર્ડિંગની યોજના એવી હતી કે આખી જગ્યાને પાંચ વિભાગમાં વહેંચી નાખવી. ૩૦૦ ફૂટ લાંબુ રસોડું, ૪૦ ફૂટ લાંબો ભોજનખંડ, એટલી જ જગ્યાનો સૂવાનો ઓરડો, અંતે મુલાકાતીઓનો ઓરડો. એ ઉપરાંત કોઠાર જેમાં બધાં સાધનો અને ખાવાપીવાની સામગ્રી પડી રહે.

આ યોજના નક્કી થયા પછી તેનો અમલ કરવાનું શરૂ કર્યું. પહેલાં ઈંટો પાડવામાં આવી. અને એ બધી ઈંટો ગ્રેનાઈટ હાઉસની તળેટીમાં મૂકવામાં આવી. દોરીની નિસરણી તૈયાર ન થાય ત્યાં સુધી સરોવરને માર્ગે આવવા જવાનું રાખવું પડતું હતું. તેમાં ઘણો સમય બરબાદ થતો હતો અને ખૂબ થાક લાગતો હતો.

આથી કપ્તાને પહેલાં એક મજબૂત નિસરણી બનાવવાનું કામ હાથમાં લીધું. આ નિસરણી અત્યંત કાળજીપૂર્વક બનાવવામાં આવી. એ આખું કામ પેનક્રોફટના કુશળ માર્ગદર્શન નીચે સિદ્ધ કરવામાં આવ્યું. એ ઉપરાંત ક્રેનની જેમ વાપરી શકાય અને નીચેથી સામાન ઉપર ચડાવી શકાય તે માટે બીજાં દોરડાં બનાવવામાં આવ્યાં. આ દોરડાંની મદદથી ૮૦ ફૂટ નીચે ઢગલો કરેલી ઈંટો ગ્રેનાઈટ હાઉસમાં લાવી શકાતી હતી.

ઈંટો ઉપર સારી લીધા પછી ચૂના અને રેતી દ્વારા દીવાલો ચણી લેવામાં આવી. થોડા વખતમાં યોજના મુજબ રસોડું, ભોજનખંડ વગેરે ટીયર થઈ ગયા. ઈજનેર પોતે બધા કામમાં જાતે ભાગ લેતો હતો અને એ દ્વારા એના સાથીઓનો ઉત્સાહ વધારતો હતો. ખલાસી વચ્ચે વચ્ચે રમૂજ કરીને બધાને હસાવતો હતો. બધાને ક્પ્તાનમાં પૂરી શ્રદ્ધા હતી.

કપડાં અને જોડાનો પ્રશ્ન મહત્વનો હતો. વળી શિયાળો માથે આવતો હતો ત્યારે આ બધી વસ્તુઓ ખૂબ જરૂરી હતી. બધાને હતું કે યોગ્ય સમયે એ બની જશે. ખલાસી જાતજાતનાં સ્વપ્નાઓ જોતો હતો. આ ટાપુ ઉપર વાહન વ્યવહારનાં સાધનો, કોલસાની ખાણો અને ધાતુની ખાણો, જુદા જુદા ઉદ્યોગો માટે મશીન બનાવવાની ફેક્ટરી, આગગાડી, તાર-ટપાલ વગેરે ઊભાં કરવાની તેની કલ્પના હતી.

ઈજનેર તેની વાતો સાંભળતો અને તેને કદી પણ હસી કાઢતો નહીં. કપ્તાનને ખબર હતી કે આ ટાપુ પાસે આગબોટનો માર્ગ પસાર થતો નથી. એટલે બહારથી કદી કોઈ માળા મળવાની નથી. નાનકડી હોડીમાં બેસીને હજારો માઈલ કાપવા એ હાથે કરીને મોતના મુખમાં ધસી જવા જેવું હતું. બધો આધાર આ પાંચ જણાના બાવડાના બળ ઉપર હતો. એટલે ભારે પરિશ્રમ જરૂરી હતો. રોબિન્સન ક્રુઝોમાં બધું ચમત્કારથી તૈયાર થતું હતું. ત્યારે હકીકતે, આ લોકો ઉદ્યમી હતા. અને ઉદ્યમી માણસો જ સફળ થાય છે, જ્યારે આળસુ માણસો વિનાશ નોતરે છે.

હર્બર્ટ ભારે ઉદ્યમી હતો. તે બુદ્ધિશાળી અને ચપળ હતો. એ ઝડપથી વાતને સમજી જતો. કપ્તાનને એ છોકરા માટે મમતા જાગી હતી. હર્બર્ટ પણ કપ્તાનને આદરપૂર્વક જોતો હતો. પેનક્રોફટને એથી ઈર્ષા થતી ન હતી. નેબ તો નેબ જ હતો. હિંમત,ઉત્સાહ, ભક્તિ અને પરગજુંપણું- આ બધા ગુણો તેનામાં હતા. તેને પોતાના માલિકમાં અપાર શ્રદ્ધા હતી. પણ તે ઉત્સાહપૂર્વક જાહેરમાં કપ્તાનનાં વખાણ ક્પેન્રતોક્રોફટ અને નેબ બંને જીગજાન મિત્રો બની ગયા હતા.

ગિડીયન સ્પિલેટ દરેક કામમાં ભાગ લેતો અને તેની કુશળતા તેના સાથીઓ કરતાં ઓછી ન હતી. આથી ખલાસીને હંમેશા નવાઈ લાગતી ખબરપત્રી તરીકે ભારે હોશિયાર સ્પિલેટ માત્ર બુદ્ધિશાળી ન હતો; પણ એને દરેક હોશિયારીથી કરતાં આવડતું હતું.

૨૮મી મે એ દોરડાંની નિસરણી બરાબર ગોઠવવામાં આવી. નિસરણીની ઊંચાઈ ૮૦ ફૂટની હતી. સદ્ભાગ્યે હાર્ડિંગ તેને બે વિભાગમાં વહેંચી શક્યો હતો. અધવચ્ચે કરાડમાં ખાંચો હતો. એ ખાંચાને ત્રિકમ દ્વારા ખોદીને સરસ સપાટી તૈયાર કરવામાં આવી. અને અધવચ્ચે કુદરતી ઓટલો તૈયાર તાહી ગયો. ત્યાં તેમણે ૪૦ ફૂટની પહેલી નિસરણી બેસાડી. એથી લાંબી નિસરણી ખૂબ ઝોલાં ખાય અને ચડવું- ઉતરવું મુશ્કેલ પ્પડે, એમાંથી બચી ગયા. પહેલી નિસરણીને ઓટલા પાસે ખાંચ પાડીને બાંધી દીધી. પછી ત્યાંથી બીજી નિસરણી શરૂ થતી હતી.

તે નિસરણીનો નીચેનો છેડો ઓટલા સાથે બાંધ્યો હતો; અને ઉપલો છેડો બારણા સાથે બાંધી દેવામાં આવ્યો હતો. ૮૦ ફૂટમાં લગભગ ૧૦૦ પગથિયાં થતાં હતાં. આ સીડી ગોઠવ્યા પછી ગ્રેનાઈટ હાઉસમાં આવવું જવું સહેલું બની ગયું. પછીથી કપ્તાન એવું યંત્ર મૂકવાનો ઈરાદો ધરાવતો હતો, જેથી સીડી ઉપર વગર મહેનતે ચડ-ઉતર થઈ શકે. આવું હાઈડ્રોલિક સાધન બનાવવાની તેના મગજમાં યોજના હતી.

બધા થોડા વખતમાં નિસરણીથી ચડ-ઉતર કરવા ટેવાઈ ગયા. ફક્ત ચારપગા ટોપને ભારે મુશ્કેલી પડતી હતી. પણ ખલાસીએ ટોપને સીડી પર કેવી રીતે ચડવું-ઉતરવું તેની તાલીમ આપી. અંતે ટોપ પણ સર્કસના પ્રાણીની જેમ સીડીનો ઉપયોગ કરતો થઈ ગયો. કૂતરો તાલીમ લેતો હતો એ દરમિયાન ખલાસી તેને પોતાના ખભા પર બેસાડી ચડ-ઉતર કરવો.

આ કામ ચાલુ હતું ત્યારે ખોરાકની વ્યવસ્થા રાબેતા મુજબ ચાલતી હતી. રોજ સ્પિલેટ અને હર્બર્ટ થોડા કલાકો શિકાર કરવામાં વ્યતીત કરતા. નદીને પસાર કરવામાં મુશ્કેલી પડતી હતી. પણ તેના પર પુલ બાંધવાનું કામ આવતા વર્ષ ઉપર રાખ્યું હતું. વળી, દૂર પશ્ચિમનાં જંગલોમાં જવાનું પણ આવતી વસંતઋતુ સુધી મોકૂફ રાખવામાં આવ્યું હતું.

નજીકના જંગલમાં કાંગારુંઓ અને જંગલી ભૂંડ પુષ્કળ પ્રમાણમાં મળતાં હતાં. તીર કમ્થાને ભાલાથી શિકાર કરવામાં આ બંને જણા પારંગત થઈ ગયા હતા. વળી, હર્બર્ટે એવા સુગંધી છોડ શોધી કાઢ્યા હતા જેની વાસ સસલાઓને ખૂબ પ્રિય હતી.

પણ સસલાંઓ હાથ આવતા ન હતાં. હર્બર્ટ કેટલાક છોડ અને તેનાં પાન તથા મૂળિયાં ઓસડરૂપે વાપરી શક્ય તે માટે એકઠાં કરતો હતો એ જોઈને ખલાસીએ એકવાર કહ્યું:આ ટાપુ પર ડોક્ટર નથી તો પછી આપણે શા માટે માંદા પડીએ?”

આ દવાઓના સંગ્રહો ઉપરાંત હર્બર્ટને એક ચાનો છોડ પણ મળી આવ્યો હતો, જેમાંથી ચા જેવું પીણું બની શકતું હતું. અંતે શિકારીઓ સસલાના દર પાસે આવી પહોંચ્યા. આ મેદાનમાં સેંકડો સસલાનાં દર હતાં. એકાએક સેંકડો સસલા દરમાંથી નીકળી ભાગ્યાં. તેનો પીછો કરવામાં આવ્યો; પણ ટોપ પણ તેને પકડી શક્યો નહીં. બધી મહેનત નકામી ગઈ; પણ બન્ને જણા ત્યાં સંતાઈ રહ્યા અને અડધો ડઝન સસલાંને પકડ્યા ત્યારે જ જંપ્યા.

૩૧મી મેએ ગ્રેનાઈટ હાઉસમાં જુદા જુદા ખંડો તૈયાર થઈ ગયા. રસોડામાં એક ધુમાડિયું પણ તેમણે બનાવી નાખ્યું. જ્યારે આ બધી અંદરની ગોઠવણ થઈ ગઈ ત્યારે સરોવરનો માર્ગ પૂરી દેવાનું કામ કપ્તાને હાથમાં લીધું. પહેલાં તે ભાગ પથ્થરોથી પૂરી દીધો. અત્યારે હાર્ડિંગનો વિચાર ધોધ આગળ બંધ બાંધવાનો ન હતો. એટલે પાણી આ પોલાણમાં આવે તેમ ન હતું.

આથી આખો માર્ગ પથ્થરોથી પૂરી દીધા પછી તેણે ખડકોમાં ઘાસ અને છોડવાઓ વાવી દીધા. આ છોડ થોડા વખતમાં ઉગી જાય તેમ હતા અને ખીચોખીચ ઘાસ ઉગી જાય તેમ હતું. પછી એ રસ્તા ઉપર કોઈનું ધ્યાન પડે એમ ન હતું.

તે સાથે સરોવરમાંથી પાણી મળી રહે તે માટે તેમણે ગ્રેનાઈટ હાઉસમાં એક નાનકડો ખાડો તૈયાર કર્યો અને ધોધમાંથી પાણીની નીક ગુફા તરફ વાળી. આથી રોજ પચીસથી ત્રીસ ગેલન પાણી મળી રહે તેવી વ્યવસ્થા થઈ. આમ, તેમને હવે સરોવરમાં પાણી ભરવા જવું પડે એમ ન હતું.

શિયાળાની ખરાબ ઋતુ આવી રહી હતી. એટલે બારી બારણા બંધ કરી શકાય એવી વ્યવસ્થા કપ્તાને કરી. કાચ બનાવવાનું હજી શક્ય બન્યું ન હતું. સ્પિલેટે બારીઓની પાસે નાના કૂંડા મૂક્યાં હતા. તેમાં તેણે સુંદર ફૂલછોડ્યા ઉગાડ્યા. આથી ગ્રેનાઈટ હાઉસની શોભામાં અભિવૃદ્ધિ તાહી.

આ મહેલ જેવા મકાનમાં પૂરતી સલામતી હતી, તેઓ બધા અંદર આરામથી રહેતા હતા.નવરાશના વખતે બારી પાસે ઉભા રહી બહારનાં કુદરતી સૌંદર્યના દ્રશ્યો જોઈ શકાતાં હતાં. ક્ષિતિજની પેલે પાર સુધી નજર પડતી હતી. અખાત, ભૂશિર, નાનકડો ટાપુ અને મીઠું મીઠું ગર્જન કરતો પ્રશાંત મહાસાગર,બારીમાંથી જોઈ તેમના આનંદનો પાર રહેતો ન હતો. પેનક્રોફટ તો આ નિવાસને રમૂજમાં પાંચમાં માળનું રહેઠાણ ગણાવતો હતો.

***

Rate & Review

Yashpal Charniya

Yashpal Charniya 10 months ago

Gordhan Ghoniya
Nikunj Kantariya

Nikunj Kantariya 2 years ago

Bhimji

Bhimji 2 years ago

Work Foru

Work Foru 3 years ago