call center - 8 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૮)

કોલ સેન્ટર (ભાગ-૮)


હા,તો તું જાને મને શા માટે બોલાવા માટે આવ્યો છું.તમે બંને ફરો અને ઇશ્ક પણ કરો,નહી અનુપમ સાથે પલવી પણ આવી રહી છે.અનુપમ ઉભો થઇ ગયો તેને કહી દે અમે તમારી સાથે આવવા માટે તૈયાર છીએ અને હા,આ પહેલા આપણે બંને એક વાર તે પેલેસ પર જઈ આવ્યા છીયે તેને વાત ન કરતો. થોડીવારમાં જ બધા તૈયાર થઈને નીકળી ગયા.

****************************

અહી બેંગ્લોરનો આ પ્રખ્યાત મેહેલ છે,એ મહેલની આગળ ભવ્ય બગીચો છે.ત્યાં લોકોને રાજાના જમાનાના રથ પર સવારી કરાવીને બગીચામાં ફેરવે છે,તમે થોડીવાર માટે કોઈ રાજા હોય તેઓ તમને અનુભવ થાય છે.તે થોડીવારમાં બેંગ્લોરના વસંત નગર પેલેસ રોડની બાજુમાં પહોંચી ગયા,અને બેંગ્લોર પેલેસની અંદર
પ્રવેશ કર્યો.

'માનસી' આ રાજા શિકારના શોખીન હતા જય યમરાજે 300 વાઘ અને ઘણા બધા હાથીનો શિકાર કરેલો છે,તો શું આ હાથીના દાંતની ફૂલદાની બનાવેલી સાચી છે.હા,એ હાથીના દાંતમાંથી જ બનાવેલી છે. અહીં આપણી ઉપર જો લાકડાના પંખા છે,અહીં જો રાજા રવિ વર્માનાં ચિત્રો પણ છે,મને તેના ચિત્રો ખુબ પસંદ આવે છે.ઝીણી ઝીણી કોતરણી પણ લાકડા પર થયેલી છે.જો અહીં સામે મેદાન દેખાય છે,ત્યાં ઘણા કાર્યક્રમ થતા અને કાર્યક્રમ અહીંથી સ્ત્રીઓ થોડો પડદો હટાવી આ બારી ખોલીને જોતી.

આજ પહેલી વાર અનુપમ પલવીની નજીક જઈને બેઠો, અનુપમને લાગતું હતું કે પલવી પણ મારી નજીક આવવા માંગે છે,મને પ્રેમ કરવા માંગે છે.બંને બાજુમાં બેસીને બેંગ્લોર પેલેસ ની મીઠી વાતો કરી રહ્યા હતા.

ધવલ અને માનસી બંને હજુ પણ પેલેસને જોઇ રહ્યા હતા.ધવલ રાજા રવિવર્માના ચિત્રો જોય રહ્યો હતો.અચાનક ધવલે માનસીનો હાથ પકડ્યો અને તેણે તેની દિલની વાત આજ માનસીને કહી દીધી.

માનસી હું તને ખૂબ પ્રેમ કરું છું,ઘણા સમયથી તને કહેવા માંગતો હતો,પણ હું તને કહી નહોતો શકતો આઇ લવ યુ માનસી..!!!હું તારો હંમેશા માટે ખ્યાલ રાખીશ.

ધવલ તું આ શું કરી રહ્યો છે તેનું તને ભાન છે.તું મને પ્રેમ કરે છે,તું પહેલા મારો હાથ છોડ.તે મને સ્પર્શ કરવાની કોશિશ જ કેમ કરી.તું અરીસામાં તારું મો જો એકવાર.તારી પાસે એવું તો શું છે કે હું તને પ્રેમ કરું..? તારી પાસે એવું તો શું છે કે હું તારી તરફ આકર્ષાવ..?તારી પાસે એવું તો શું છે કે હું તને પ્રેમ કરવા લાગું?મને તો તું સાદો અને સરળ છોકરો લાગતો હતો,પણ તું મારી સાથે આવું કરીશ એ તો મેં સ્વપ્ને પણ વિચાર્યું નહોતું.તું મારો એક સારો ફ્રેન્ડ બનવાને પણ લાયક નથી.

પણ માનસી મેં તને ખોટું શું કહયું..?મારી મનની ઇચ્છા હતી તે મેં તારી સાથે શેર કરી તારે જો મને ના પાડવી હોય તો ના પાડી દે,પણ તું મને આ રીતે તરછોડી ન દે.હું તને ખૂબ પ્રેમ કરું છું અને કરતો રહીશ.તું સમજવાની કોશિશ કર ધવલ.મારામાં અને તારામાં ઘણો ફરક છે,તને કોઈ છોકરી ન મળતી હોય તો હું તને શોધી આપીશ,પણ તું મને પ્રેમ કરવાનું રહેવા દે.મારા પપ્પા પણ તને જોઈને તરત જ ડીલીટ કરી નાંખશે.તારે પાસે શું છે?

માનસી એવું નથી પૈસાથી પ્રેમ થાય.હું તને પ્રેમ કરું છું પૈસાને નહિ.પૈસા તો આજ છે ને કાલ નથી.તું ભલે મને પ્રેમ ન કરે પણ હું તને પ્રેમ કરતો રહીશ.એક સમય તું મને સામે આવીને કહીશ કે ધવલ હું તને ખૂબ પ્રેમ કરું છું.

તે ક્યારેય નહિ બને.તું તારા મન માંથી એ શબ્દને નીકાળી દે કે તું માનસીને પ્રેમ કરે છે.ધવલ આજ પછી હું તારી પાસે ફરકવાની પણ નથી.હું મેડેકોલ કોલસેન્ટર માં જોબ કરું છું એ મારા શોખ માટે કરું છું,મારે કોઈ એવા પૈસાની જરૂર નથી.

હું જાણું છું કે તું શોખ માટે આ મેડિકલ સેન્ટરમાં જોબ કરે છે,પણ હું પૈસાની વાત નથી કરતો પ્રેમની વાત કરું છું,તારા જીવનમાં ક્યારેક તો કોઈ સાથે તને પ્રેમ થશે નહિ.

એ મને ખબર નથી પણ તારા પ્રત્યે તો ક્યારેય મને પ્રેમ નહિ થાય.તારામાં એટલી તાકાત પણ નથી કે તું મારી સાથે લગ્ન કરી મારા ખર્ચ ઉપાડી શકે મારો શોખ તને ખબર જ છે,તને મારે કહેવાની જરૂર નથી,તું તો મેડિકોલ કોલસેન્ટરમાં મારી ખુરશીની બાજુમાં બેસે છે.

હું કેટલા પૈસા નો ડ્રેસ પહેરું છું,કેટલા પૈસાનો પર્ફ્યુમ મારા કપડાં પર કરું છું,અને કઈ કંપનીના પગમાં ચપલ પહેરું છું,તું જાણી લે..?તું જાણીશ ત્યારે તને ખબર પડશે કે આ તો મારા એક મહિનાનો પગાર એક દિવસમાં ખાય જશે,માટે તું મને પ્રેમ કરવાનું છોડી દે.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)

Rate & Review

yogesh dubal

yogesh dubal 5 months ago

Tarun

Tarun 3 years ago

Rajiv

Rajiv 3 years ago

Zalak Soni

Zalak Soni 3 years ago

Tina Tina

Tina Tina 3 years ago