call center - 22 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૨૨)

કોલ સેન્ટર (ભાગ-૨૨)

ફરીમેં પહેલી બાજુ નજર કરી પણ ત્યાં કોઈ દેખાય રહ્યું ન હતું.મેં અને પલવી એ આથમતા સૂર્યના પ્રાકૃતિક સૌંદર્ય માણવાની મોજ લીધી.આજ પલવી મારી સાથે ખુશ હતી,અમે બંને સારી હોટલમાં જઈને રાત્રીનું ડિનર લઇ ફરી અમારી રૂમમાં આવી ગયા.

************************************

થોડીજવારમાં ધવલનો મેસેજ આવ્યો તું ક્યાં છે?હું મારી રૂમમાં જ...!!તું જલ્દી મારી રૂમમાં આવ,માનસીના રૂમ પર પાયલ આવી છે.!!માનસીને તેણે કઈ કર્યું તો નથી ને?

નહિ અનુપમ..!!!સાંભળ હું તને વાત કરું,પાયલ માનસીના રૂમમાં આવી ત્યારે હું મારી રૂમમાં નિંદર લઇ રહ્યો હતો,અચાનક કોઈ સામ સામે ગાળો આપી રહ્યા હોઈ એવો મને અવાજ આવ્યો.હું ઝબકીને જાગી ગયો આવી ગાળો કોણ બોલી રહ્યું છે,તે જોવા હું ઉભો થયો ત્યાં જ મારી નજર બાથરૂમની બારી પર ગઇ.પાયલ અને માનસીનો અવાજ હોઈ એવું મને લાગ્યું.હજુ પણ બંને તેની રૂમમાં જ છે.અનુપમ અને ધવલ બાથરૂમની બારી નજીક આવ્યા.

પાયલ કહી રહી હતી કે તે મારી જિંદગીની પથારી ફેરવી નાંખી,આ નાનકડી એવી છોકરી પર પણ તને દયા ન આવી કે આનું શું થશે?મને ખબર છે વિશાલના પૈસા જોઈને તું એના પ્રેમમાં પડી છો,પણ તેના પૈસાને હું તને ટસ પણ નહીં કરવા દવ.

અને તું એમ માને છો કે હું વિશાલને છુટાછેડા આપી દવ એટલે તું તેની સાથે લગ્ન કરી લશ.તું એ વેહમાં જરા પણ નહીં રહેતી વિશાલને હું છૂટાછેડા આપીશ તો પણ તેને હું બરબાદ કરીને આપીશ.તેને હું રોડ પર લાવી દશ,તને વિશાલે કહ્યું જ હશે કે મારી પાસે પ્રુફ છે.એ તો એક છે એ શિવાયના પણ ઘણા બધા મારી પાસે પ્રુફ છે,જે વિશાલને જેલના સળિયા પાછળ ધકેલી દેશે.તું તો હજુ હમણાં જ આવી તેના જીવનમાં પણ હું તો તેના જીવનમાં ઘણા વર્ષોથી છું.તે શું કરે છે,ક્યાં જાય છે,અત્યાર સુધી તેણે શું કર્યું છે તે બધી જ માહિતી મારી પાસે છે,અને તેજુરીની ચાવી પણ મારી પાસે છે.

તું કરી લે પ્રેમ,મન ભરીને પ્રેમ કરી લે,તું પહેલું સુખ પણ માણીલે,મને અફસોસ નથી.પણ તને અને વિશાલને હું બરબાદ કરીને જ છુટાછેડા આપીશ.
તને શું ખબર પડે સૌભાગ્યવતી કોને કહેવાય તને શું ખબર હોઈ સિંદૂરની મહત્વ તને તો ફક્ત પ્રેમ અને પૈસો દેખાય છે.શાયદ વિશાલ પાસે કાલ પૈસા ન હોઈ તો તું તેને છોડી પણ દે.

પ્રેમ શું છે પહેલા તું શીખી લે પછી કોઈને પ્રેમ કરવા દોડજે,તું જે પ્રેમ કરી રહી છો ને તે ફક્ત વાસના છે એકબીજા પ્રત્યેનું આકર્ષણ છે,લગ્ન પછીની જિંદગી
અને લગ્ન પહેલાની જિંદગીમાં જમીન આસમાનો ફરક છે.માનસી પાયલની થોડી નજીક આવી.

હા,હું જાણું છુ,કે વિશાલ પ્રત્યે મારી આ વાસના છે,
અમારી વચ્ચે આકર્ષણ છે,લગ્ન પછીની જિંદગી મને પણ જીવતા આવડે છે,હું વિશાલના પૈસાને પણ પ્રેમ કરું છુ અને વિશાલને પણ,ગમે તેવી પરિસ્થિતિ આવે હું વિશાલને મારો પતિ બનાવીને રહશ.

વાહ,મને એમ હતું કે તારી જીભ થોડી નાની છે,પણ તારી જીભ તો સાપને પણ ડરાવે તેવી છે,પણ હું સાપથી થોડી ઉપર છું,એ પણ તને શાયદ ખબર જ હશે,એટલે બોલવામાં થોડું તું ધ્યાન રાખ વિશાલ મારો પતિ છે.

હા,તો શું થયું તે તારો પતિ છે તો એ આજ મારો પ્રેમી પણ છે,અને હા,તે તને છુટાછેડા આપી રહ્યો છે,શા માટે તને ખબર જ છે,કે તે મારી સાથે લગ્ન કરવા માંગે છે.

શરીરમાં એક હાડકું છે,તૂટતા વાર નહિ લાગે..!!!બોલતા પહેલા થોડું વિચારીને બોલ,મને ખબર છે તું કોની છોકરી છે,હું તારા પરિવારને પણ જાણું છું.
એટલે બોલવામાં થોડું ધ્યાન રાખ.

મારે અને તારે વિશાલ સાથેનો ઝઘડો છે,મારા અને તારા પરિવાર સાથે નહિ...!!તારામાં તાકાત હોઈ એટલી લગાવી દે વિશાલને તારી તરફ કરવા હું પણ મારા પ્રેમમાં તેને પાગલ કરવા મારામાં જેટલી તાકાત છે એ લગાવી દશ.

તું નહિ સમજે હું પણ જોય લશ,કહીને ફટાક કરતો દરવાજો ખોલી દરવાજાની બહાર પાયલ નીકળી ગઇ.માનસી હજુ પણ તે જ જગ્યા પર ઉભી હતી.

અનુપમ મને લાગે છે આ ઝઘડો હવે બંધ થવાને નામ નહીં લે...!!!મને પણ ધવલ એવું જ લાગે છે,એકેય બાજુ કોઈ નમતું મેકવા ત્યાર નથી.પાયલને વિશાલ સાથે છૂટાછેડા લેવા નથી,અને માનસીને વિશાલસર સાથે જ લગ્ન કરવા છે.

હું તારી રૂમમાં બે વાર આવી ગયો પણ તું દેખાય રહ્યો ન હતો.તું ક્યાં હતો?હું અને પલવી બંને બહાર ફરવા ગયા હતા.અલ્સોર તળાવ જ્યાં આપણે બંને પહેલા ગયા હતા ત્યાં.

વાહ રે...!!!તું તો મારાથી પણ ઘણો આગળ નીકળી ગયો.શું પલવી એ તને "હા"પાડી દીધી.?નહિ તે મારી પરીક્ષા લઇ રહી છે,જો હું તેને ખુશ કરું અને તેને મારા પ્રત્યે પ્રેમ થાય તો તે સામે આવીને મને કહેશે કે અનુપમ હું તને પ્રેમ કરું છું.

વાહ,જલ્દી તને તારી પલવી મળી જાય તેવી શુભેચ્છા..!!

અને તને પણ..!!નહિ અનુપમ મેં હાર નથી માની પણ મને નથી લાગતું કે માનસી હવે મારી સાથે લગ્ન કરશે.કેમ?બસ એમ જ આ બધા ઝઘડામાં મારી હાલત શું છે તે હું કોઈને કઈ પણ શકતો નથી.કોઈને હું કવ કે માનસીને હું પ્રેમ કરું છુ,તો લોકો મને પાગલ કહીને બોલવશે,જે સ્ત્રી કોઈ અન્ય પુરુષને પ્રેમ કરે છે,તે તને કેવી રીતે પ્રેમ કરી શકે.

નહિ ધવલ તું હાર ન માન,જો માનસી એક પરણેલ પુરુષને પ્રેમ કરી શકે છે,તો તું કેમ ન કરી શકે,માનસીના તો હજુ લગ્ન પણ થયા નથી.વાહ,અનુપમ આજ ફરી તે મારી આંખો ખોલી દીધી.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)

Rate & Review

Bhakti

Bhakti 8 months ago

Paresh Patel

Paresh Patel 1 year ago

Rajiv

Rajiv 2 years ago

nihi honey

nihi honey 3 years ago

Himanshu P

Himanshu P 3 years ago