call center - 24 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૨૪)

કોલ સેન્ટર (ભાગ-૨૪)

વાહ,વિશાલ જયારે મારી સાથે ફરવું હતું,જયારે મારી સાથે સેક્સની મજા લેવી હતી,ત્યાર તને પાયલ યાદ ન આવી કે ન તારી છોકરી પણ યાદ આવી કે ન તને તારું ઘર પણ યાદ આવ્યું.અને આજ આ બધું તને યાદ આવી રહ્યું છે.

*******************************

માનસી હું તારી જ સાથે લગ્ન કરવા માગું છું,હું તને પણ પ્રેમ કરું છુ,પણ તું મારી પરિસ્થિતિને સમજવાની કોશિશ કર.એકબાજુ પાયલ અને એક બાજુ તું બંને મને ખુબ પ્રેમ કરી રહ્યા છો.હું પણ બંનેને પ્રેમ કરી રહ્યો છું.

હા,હું એ જ કવ છું કે તું નક્કી કર પહેલા કે તારે કોની સાથે રહેવું છે,જો તું મને પ્રેમ કરીને મારી સાથે વિશ્વાસઘાત કરીશ તો મારાથી ખરાબ આ દુનિયામાં કોઈ સ્ત્રી નહિ હોઈ.તે જ મને તારી પાછળ પાગલ કરી છે,તે જ મને તારી સાથે લગ્ન કરવાના સપના બતાવ્યા છે,તો સાંભળી લે વિશાલ હું લગ્ન કરીશ તો તારી સાથે જ પછી ભલે ગમે તેવી પરિસ્થિતિ આવે.

માનસી હું પણ તારી સાથે જ લગ્ન કરવા માગું છું,પણ આ બધું,જવા દે હું નહિ બોલી શકું આગળ તેમ કહીને વિશાલ ડોર ખોલી દરવાજાની બહાર નીકળી ગયો,પણ વિશાલ મારી વાત તો સાંભળ..!!!પાછળ પાછળ માનસી પણ દોડીને ડોર સુધી ગઇ,થોડીવાર રહી ડોર બંધ કરી માનસી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

આજ અમારી મીટીંગનો પાંચમો દિવસ હતો,દરરોજની જેમ અમે બધા આજ પણ હાજર થઈ ગયા હતા,ગેસ્ટને આવાની રાહ જોઈ રહ્યા હતા.થોડીજવારમાં વિશાલ સરની સાથે અમારા ગેસ્ટ આવ્યા "વનરાજ માલવી" આજ તેંમનો વિષય હતો. "જીવનની બાજી કેમ જીતશો ?" થોડીવાર રહીને તેમણે તેમની વાત રજૂ કરી.

જીવન એટલે?

જીવન એક બાજી છે,અને તમારે તમારી જીવની બાજી ખેલી લેવાની છે,પણ જીવનની બાજી ખેલવામાં માણસ કાચો પડે તો કેટલી વાર તેને થઈ આવશે શા માટે જીવી રહ્યો છું?કોના માટે જીવુ છુ?
દર દસમાંથી નવ જણાં નોખા પ્રકારનું જીવન જીવે છે!આર્થિક બાબત બાજુએ મૂકીએ બીજી પણ અસંખ્ય બાબતોમાં કોઈને કોઈ બાબતમાં તેણે બીજા નો આધાર લેવો જ પડે છે,એનું કારણ છે,તેણે પોતે સ્વતંત્ર રીતે જીવવાનો વિચાર કર્યો હોતો નથી."હું મારું જીવન મારી રીતે જીવી શકું એવી ખુમારી કેળવી હોતી નથી",તેથી પરાવલંબન એ તેની જીવન જીવવાની પદ્ધતિ બની ગઈ હોઈ છે,અને એ બાબત એટલી બધી કોઠે પડી જાય છે કે એમાં કશું અજુગતું હોય એવું સમજાવાય પામતું નથી.

કદાચ તમે પંખી કે પ્રાણીની દુનિયામાં એક સભ્ય હોત તો આ પ્રશ્ન તમને નડત નહીં.ઇડું ફૂટે અને બચ્ચું પાંખો ફફડાવતા શીખે- એટલો વચ્ચેનો કાળ પંખીની માં તેની કાળજી રાખે છે.પાંખ ફફડાવાની આવડત આવી ગઈ કે તે માળો છોડીને પોતાનો રસ્તો કરી લે ત્યાં માં કે બાપ નો આશરો પુરો થાય.જીવન પોતાની રીતે માણી લેવાનો શરૂ ત્યાંથી થાય.એ ગાળો
માં-બાપના આશ્રયનો સમય આયુષ્યના પ્રમાણમાં ઠીક હોવાનો.જેવું પંખીનું તેવું જ પ્રાણીનું જેટલું રક્ષણ જરૂરી હોય તેટલું જ મળે તેથી વધુ નહિ.

પણ આપડે સૌ મનુષ્ય રહ્યા.તેથી માં-બાપની છત્ર છાયા નીચે ઘણા વરસો ગાળવા પડ્યા.તમને મમ્મી જ ખવરાવશે,તમારે ધોળું ટીશર્ટ પહેરવું હોઈ તો માં કહેશે એ બોવ ખરાબ થઈ જશે તું આ લાલ પહેરીને બહાર જા.મોટા ભાગની બાબતો માં-બાપ વિના કરી શકતા નથી.તમારા સુ:ખ દુઃખનો આધાર કોઈ બીજી જ વ્યક્તિ હોઈ છે.

પણ જેવા તમે કિશોર અવસ્થામાં પ્રવેશો છો કે પરિસ્થિતિ પલટાઈ જાય છે,તમારી પાસે અપેક્ષા રખાય છે,તારા કામ તારે જાતે ઉકેલી લેવાના છે.અત્યારે સુધીની ટેવ એક ઝાટકે ભગાવી દેવી હોઈ છે.એક ઝાટકે તરછોડી દેવાની માંગણી થતી રહે છે. એમાં થોડાં ઘણાં સફળ નીવડે છે,પણ મોટા ભાગના લોકો પરાવલંબી પણું છોડી શકતા નથી તેઓ સમક્ષ કોઈ મુશ્કેલી કે સમસ્યા કે મૂંઝવણ ખડી થાય ત્યારે તેમને થઈ આવે છે,કોઈક મને આમાંથી છોડાવા આવે તો સારું,કોઈ મારી આ મુશ્કેલી દૂર કરી આપે તો સારું,તેઓ પોતાના જીવનના નાના મોટા નિર્ણય લેતા નથી કોઈ એ નિર્ણય લઈ આપે એવી ઇચ્છા રાખે છે.

લલિતાને લઈને બહાર જવું છે પણ કઈ સાડી પહેરવી તેનો નિર્ણય લઈ શકતી નથી એટલે પતી ની સલાહ લેવી પડે છે

પરિણામે કેવું આવે,

માયા એક બેંકમાં નોકરી કરે છે.તેને ઠીક ઠીક પગાર મળે છે તેની પાસે એક સંસ્થા થોડુંક દાન માંગે છે ત્યારે તે કહે છે,મારે મારા વર ને પૂછવું પડે એને પૂછ્યા વિના મારાથી કશું કહેવાય નહીં.


નરેશ ને ત્રણ ચાર માંગા આવ્યા છે,પણ કઈ છોકરી સાથે વિવાહ કરવા તે નક્કી કરી શકતો નથી.મારા મા-બાપ જે નક્કી કરે તે ખરું.

જગદીશ ને બે નોકરીઓ મળે તેમ છે,કઈ નોકરીમાં વધારે લાભ થશે તે નક્કી કરવા સારુ તે કોઈ જોશી ની સલાહ લેવા જાય છે.

ઉમેશ નવી જગ્યા લેવા વિચારે છે,પણ ફ્લેટ ભાડે રાખવો કે ખરીદી લેવો તેની એને સમજ પડતી નથી એટલે કોને પુછું એમ તેનું મન સળવળ સળવળ થયા કરે છે.

આવા અનેક દ્રષ્ટાંતો જડી આવશે ટૂંકમાં આ બધી પરાવલંબીની નિશાનીઓ છે.વાસ્તવિકતા એ છે કે તમારા પ્રશ્નોનો હલ તમે કરો.તમારી મુશ્કેલી માંથી તમે જાતે પસંદ કરો.બીજાઓ પર આધાર ન રાખો તેને અનુસરો.તમે વધારે ખુમારી ભર્યું જીવન જીવી શકશો. તમારી સામે આવેલી પરિસ્થિતિમાં તમે બીજા માણસો પર આધાર ન રાખો.આમાંથી શ્રેષ્ઠ ઉકેલ કેવી રીતે થઈ શકે.તેની જવાબદારી તમે તમારા પોતાને ગણશો.એ જ સ્વાવલંબીપણું છે.

અલબત્ત આપણે સોએ સો ટકા સ્વાવલંબીનો આગ્રહ નહીં રાખી શકયે,હું એમ નથી કહેતો કે માંદા પડો તો જાતે જાતે દવા કરો એ માટે તમારે કુશળ તબીબ ની મદદ લેવી જ પડે.કોઈ કેસમાં હાજર થવાનું હોય તો નિપુણ વકીલની સલાહ જરૂરી લેવી પડે.તમારે ત્યાં ટીવી કે રેડિયો બગડી જાય તો જાતે તે રીપેર કરી લો એવી કોઈ ભલામણ ન હોઈ શકે દેખીતું છે કે હું મોચી જોડા જ બનાવે અને વણકર કપડા જ બનાવે.મોચી જાતે કપડા ચિવી લેવા કે વણકર જાતે જોડા સીવી લેવા એવું કહેવામાં કોઈ ઉચિતતા નથી.જે આવડત કુશળતા તમને વધારે સારા સ્વરૂમમાં સાંપડતી હોય તે જાતે કરવામાં મોંઘી પડે છે,આ પ્રકારનું બિન સ્વાવલંબન અત્યંત સહજ અને કુદરતી છે.

પણ તમારે જીવનની બાજી ખેલવાની હોય છે ત્યારે આ બાબતોનું કોઈ મૂલ્ય હોતું નથી એને કોઈ ગણતરી કરવાની રહેતી નથી પણ તમારા નિર્ણયો તમે સ્વતંત્રપણે લઈ શકો એટલા પ્રમાણમાં સ્વાવલંબન કરવું એ તમારા હિતમાં છે,તમને થતું હોઈ કે મારા કામને બીજાઓ કરી આપે કે મારા લેવાનો નિર્ણય અન્ય નક્કી કરે કે મારા સુખનો આધાર બીજી વ્યક્તિ છે,તો એ બધી પરાવલંબની નિશાનીઓ છે.

જીવનની કેટલીક બાબતો તમારા અંકુશમાં છે જેમ કે,

-કયા પ્રકારની વિચારસરણી ઘડવી એ તમે પોતે નક્કી કરી શકો છો.

-કેવા પ્રકારની લાગણી અનુભવવી એનો નિર્ણય કરવાનું તમારા વળમાં છે.

-કેવી રીતે વરતરવું એની દિશા ઠરાવવાની બાબત તમારા પર આધાર છે.

પણ,

પણ તમારા સિવાયની બાકીની દુનિયા કઈ રીતે વિચારશે કે વરતશે છે કે તેના પર તમારો કોઈ અંકુશ નહીં ચાલે..!!!

આમ હોવા છતાં મોટાભાગના લોકો ઊલટી રીતે જુએ છે,તેમને સતત થતું હોય છે આ દુનિયા પલટાઈ જાય તો કેવું સારું લોકોએ પોતાના વાણી-વર્તન બદલી નાખવા જોઇએ પણ પોતાને પલટવા માટે કંઈપણ કરવાની તૈયારી હોતી નથી.હકીકત એ છે કે તમે દુનિયાને પલટવાની ઝંખના રાખો ત્યારે તમે તમારા પરનો અંકુશ ગુમાવી બેસો છો.

એટલે એક બાબત સ્પષ્ટ છે,તમે પોતે નક્કી ઠરાવો તો તમે સ્વાવલંબીપણું હાંસલ કરી શકો છો.તે કઈ રીતે થઈ શકે એ માટે ત્રણ પગલાં આવશ્યક છે.

1. વાસ્તવિકતાનો સ્વીકાર કરો
2. સ્વાવલંબી થવાનું નક્કી ઠરાવો.
3. તે માટે જરૂરી કાર્યક્રમ અપનાવો.

આપ સૌનો ખુબ ખુબ આભાર,અમે બધાએ ઉભા થઈને વનરાજ માલવીનો આભાર માન્યો.

થોડીવારમાં જ વિશાલસર સ્ટેજ પર આવ્યા અને વનરાજ માલવીનો આભાર માન્યો,અમે બધા એક સાથે ભોજન લેવા માટે ગયા.આજ કોઈને કંઈ કામ ન હોઈ તો આપણે કોઈ બેંગ્લોરમાં સારી જગ્યા પર ફરવા જઇએ.

અફકોસ હું તો ફ્રી જ છું,"પલવી" આ માનસી અને ધવલ જો હા,પાડે તો જઇએ.થોડીવાર માનસીએ વિચાર કરી કહ્યું હા,હું પણ તમારી સાથે આવિશ.ધવલે પણ હકારમાં માથું ધુણાવ્યું.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)

Rate & Review

yogesh dubal

yogesh dubal 3 weeks ago

Rajiv

Rajiv 3 years ago

Toral Patel

Toral Patel 3 years ago

nihi honey

nihi honey 3 years ago

Vishal

Vishal 3 years ago