Rudrani ruhi - 2 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ - 2

રુદ્રની રુહી... - ભાગ - 2

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 2

રુહી પાછી યાદોની દુનિયામાં ખોવાયેલી છે.

આદિત્યનું લગ્ન માટેનું પ્રપોઝલ રુહીને અંદરથી હચમચાવી મુકે છે.ત્રણેય બહેનપણીઓ તેમના નીયત બસસ્ટેન્ડ પર ઉતરે છે.


"રુહી ભુલી જા તેને. તું ખુબ જ સુંદર છે.તને આ દુનિયાનો બેસ્ટ છોકરો મળી જશે."

"રીતુ તું જાણે છેને.હું તેને કેટલો પસંદ કરું છું.તે કેટલો હેન્ડસમ છે.તેનો પરિવાર ખુબ જ વેલનોન અને વેલ સેટ છે.તું મારા ઘરની પરિસ્થિતિ જાણે છે.અને જો તે લોકો પણ આ વાત જાણતા હોય અને છતાપણ મને તેમના ઘરની વહુ બનાવવા માંગતા હોય તો ખોટું શું છે? અને મહત્વની વાત તે પણ મને પસંદ કરે છે." રુહી દલીલ કરે છે.

"રુહી હું અત્યાર સુધી જેટલા છોકરાઓને મળી છું અને ઓળખુ છું.તેના પ્રમાણે કહું છું કે આ લગ્નમાં તું ખુશ નહીં થાય.હું તને મારી બહેન માનું છું.બાકી તારી મરજી."

રુહી રીતુથી નારાજ થઇને પોતાના ઘરે જતી રહે છે.તેના મમ્મીપપ્પા તેની રાહ જોઇને બેસેલા હોય છે.

"કેવો રહ્યો મારી પરીનો લાસ્ટ ડે?"

રુહી ગુસ્સામાં રડતા રડતા પોતાના રૂમમાં જવાબ આપ્યા વગર જતી રહે છે.

"આને શું થયું?"

" તેની અને રીતુની લડાઇ થઇ હશે.કઇ નવું નથી.દર બીજા દિવસે આ જ સ્થિતિ હોય છે.અને પાછા હતા એમના એમ."

રુહી તેના રૂમમાં જઇને રડે છે.તે કન્ફયુઝ છે.

"હે ભગવાન શું કરું?રીતુ મારી બેસ્ટી કહે છે કે હું આ લગ્ન માટે ના પાડુ કેમકે હું ખુશ નહીં રહુ.અને બીજી બાજુ આદિત્ય જેને હું ખુબ જ પસંદ કરું છું."

બહુ વિચાર્યા પછી તે આદિત્યને સીધો ફોન જ લગાવી દે છે મીસકોલ મારવાની જગ્યાએ.

"હાય રુહી તે મને મીસકોલ માર્યો હોત તો પણ ચાલત."

"ના મારે વાત કરવી હતી.તારી સાથે બે મીનીટ માટે."

"હા બોલને રુહી."

"આદિત્ય હું તને ખુબ જ પસંદ કરું છું.અને તારી સાથે લગ્ન કરવા એ મારું સૌભાગ્ય હશે.પણ રીતુ મારા માટે મારી બહેનપણી નહીં બહેન છે."

"હા તો?"

"તેને તારા વીશે કોઇ ગેરસમજ થઇ છે તો તે મને ના પાડે છે તારી સાથે લગ્ન કરવા માટે.તો તેની ના પર હું હા પાડવા નથી માંગતી."

"રુહી એ પણ હોઇ શકે કે તને આટલો સારો અને સારા ઘરનો છોકરો મળી રહ્યો છે.તેથી તેને તારી ઇર્ષા થતી હોય તારી.જે પણ હોય મારી પાસે એક આઇડીયા છે.તેને મનાવવાનો."

" રીતુ એવી છોકરી નથી.પણ તું કહે છે તેમ એક વાર આપણે તે પ્લાન અમલમાં મુકીએ.શું પ્લાન છે?"

"તું ચાર ટીકીટ લઇ આવ મુવીની.આ રવિવારે આપણે મુવી જોવા જઇશું.ત્યાં હું તમને બહાર લઇ જઇશ.સાથે સમય વીતાવીશુ તો તે માની જશે.બોલ કેવો લાગ્યો પ્લાન?"

"એકદમ સરસ.હું કાલે જ જઇને ટીકીટ લઇ આવું."

"બાય."

અંતે રવિવાર આવી જાય છે.રીતુ,કિરન અને રુહી થીયેટરમાં પહોંચી જાય છે.ત્યાં આદિત્ય આવે છે.બ્લુ જીન્સ અને બ્લેક ટીશર્ટમાં તે સોહામણો લાગે છે.

"આ અહીં શું કરે છે?"

"રીતુ મે તેને મળવા બોલાવ્યો છે.પ્લીઝ એકવાર તેને મળીલે."

"હાય ગર્લ્સ.સોરી હું પાંચ મીનીટ મોડો છું.હેય તમારા ત્રણેય માટે આ ગીફ્ટ." આદિત્ય ત્રણેયને એકસરખી સાઇઝ અને પેકીંગ વાળા બોક્ષ આપે છે.તે ગીફ્ટ ખોલે છે.તેમા એકસરખા ખાલી જુદાજુદા કલરવાળા ત્રણ ઇમીટેશન સેટ હોય છે.તે ત્રણેય મુવી જોવે છે અને પછી એક સારી રેસ્ટોરન્ટમાં આદિત્ય ત્રણેયને નાસ્તો કરાવે છે.

કિરન અને રુહી તેનાથી ઇમ્પ્રેસ થાય છે.પણ રીતુ હજીપણ ઇમ્પ્રેસ નથી થઇ.

રીતુને કિરન સાઇડમાં લઇ જાય છે.

"રીતુ છોડને.આપણને શું?આપણે ત્રણ પાક્કી સહેલીઓ છીએ.પણ કોઇની આટલા અંગત વાતમાં અાપણે ના બોલવું જોઇએ.આપણને તો ફ્રીમાં મુવી,નાસ્તો અને ગીફ્ટ મળીને."

રીતુ કિરનની વાતથી ચુપતો થઇ જાય છે.પણ તે હજી આ લગ્ન માટે સહમત નથી.તે ત્રણેય ઘરે પહોંચે છે.

" રુહી.તારે આ લગ્ન કરવા હોય તો કર.પણ મારું માનવું છે કે તું એ ખુશીઓ નહીં મેળવી શકે જે કદાચ તે સપનામાં જોઇ હશે કે જેની તે આશા રાખી હશે.હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હું ખોટી પડુ.અને તું હંમેશા ખુશ રહે."

અત્યારના સમયમાં

" ઓ રુહી કયાં ખોવાઇ જાય છે વારંવાર.આ ત્રીજી વાર કીધું મારી પુજા અને ભોગની થાળી આપ.અને આ આરુહને ટ્યુશનની બુક્સ આપ.આજકાલ તું બહુ ખોવાયેલી રહે છે." રુહીના સાસુ.

"મોમ.યાર બહુ સ્લો મોશન છે તું.મારો ટાઇમ થઇ ગયો છે.જલ્દી કરને."

"હા બાબા લે આ તારી બુક્સ."

આરુહ બુક્સ લે છે.તેટલાંમાં તેના પપ્પા આવે છે.

"મોમ પપ્પા આવી ગયા.હાય પપ્પા."તે તેના પપ્પાના ગળે મલીને ટ્યુશનમાં જતો રહે છે.

"રુહી બેટા મારી સંધ્યા પુજાનો સમય થઇ જશે કેટલી વાર?"

"રુહી કયા વિચારોમાં ખોવાયેલી રહે છે.મમ્મીને તેમને જે જોઇએ છે તે આપી દે ચલ."રુહીના પતિનો અવાજ થોડો મોટો થઇ જાય છે.રુહી થોડી સહેમી જાય છે.તે જલ્દી તેમને જોઇતી વસ્તુઓ આપી દે છે.

બધું કામ પતાવીને રુહી તેના રૂમમાં આરામ કરવા જાય છે.આમ તો ઘરમાં નોકર,રસોઇયાની ફોજ છે.પણ રુહીના કામ ચાલુને ચાલુ જ રહે છે.તેટલાંમાં તેનો પતિ અંદર આવે છે.અને દરવાજો બંધ કરે છે.

"રુહી ડાર્લિંગ સોરી બહાર જરા મોટેથી બોલ્યો.ડાર્લિંગ મારે અાજે રાત્રે બહારગામ જવા નીકળવાનું છે.રાજસ્થાનમાં એક્ઝિબીશન છે.હા તો એક અઠવાડિયાનો મારો સામાન પેક કરી દે ને.અને હા કપડાં રીપીટ ના કરતી લાસ્ટ ટાઇમવાળા."

"હા કરી દઉં બેગ પેક." રુહી ઉભી થાય છે.તેનો પતિ તેને ખેંચે છે તેને તેની તરફ પલંગ પર.
"હજી હમણાં નથી જવું.મારા હ્રદયની રાણી.આવ મારી પાસે."

થોડી આનાકાની બાદ રુહી પણ તેના પતિની બાંહોમાં ખોવાઇ જાય છે.થોડીવાર પછી તેનો પતિ તો ધસધસાટ સુઇ જાય છે.રુહી પાછી પોતાની યાદોની દુનિયામાં ખોવાઇ જાય છે.

* * *

અહીં હરિદ્વારમાં...

રુદ્ર નાહીને તૈયાર થઇને શીવજીની પુજા કરે છે.પછીતે ગાડી લઇને નિકળે છે ગુસ્સામાં.રુદ્ર તેમના ઘરે પગના મુકવાનો નિયમ લઇ ચુક્યો છે એટલે તે બજારમાં આવેલી તેમની ઓફિસ જાય છે.

રુદ્ર તેમની ઓફિસ પહોંચે છે.જયાં કાકાસાહેબના માણસો તેને રોકે છે.

"તમને અંદર જવાની પરવાનગી નથી."

"અચ્છા રુદ્રને રોકીશ.કોનામાં આટલી તાકાત છે?"

રુદ્ર અંદર પગ મુકે છે.તેની સાથે જ પહેલવાન જેવા દેખાતા મજબુત ચાર પાંચ માણસો આવીને તેને રોકે છે.રુદ્ર તેના થોડાક જ પંચથી તેમને પછાડીને ધુળ ચટાડે છે.અને અંદર જઇને સીંહની જેમ ગર્જે છે.

"કાકાસાહેબ."

"આવી ગયો દિકરા.તારી જ રાહ જોતો હતો.જો તારા ગરમ મગજને ઠંડુ કરવા માટે મે પહેલેથી ઠંડુ મંગાવ્યુ છે.લે પીને ઠંડો થા."

"હદ થઇ ગઇ કાકાસાહેબ.આટલી નીચ હરકત.આટલા નીચે પડશો તમે.મને આશા નહતી."

"હા તે જમીન પર ખેતી ભલે તે કરી હોય પણ તે જમીનતો તારી જ છેને.તને નુકશાન પહોંચાડવુ જ મારું ધ્યેય છે.હા હા."

"પણ તે નિર્દોષ ખેડૂતોએ શું બગાડ્યુ હતું તમારું?"

"કશુંજ નહીં.એટલે જ તો તેમને બે વર્ષ બેઠા બેઠા ખાઇ શકે તેટલું મળી ગયું છે."હવે ચોંકવાનો વારો રુદ્રનો હતો.

"અને હવે જા જતી વખતે બારણુ બંધ કરતો જજે.અને હા જયાંસુધી તું મારી વાત નહીં માને ત્યાં સુધી આ બધું ચાલુ જ રહેશે.અને મારી વાત માનીશ તો તારી જ ભલાઇ છે.અને હા કયાં સુધી એકલો લડીશ?"

રુદ્ર ગુસ્સામાં બહાર જતો રહે છે.તેને સામે કાકીમાઁ મળે છે.રુદ્ર તેની કાકીસાહેબને માઁની જેમ જ માને છે.
રુદ્ર કાકીમાઁને પગે લાગે છે.તે લોકો બહાર એક બાકડા પર જઇને બેસે છે.
"કાકીમાઁ."
રુદ્ર કાકાસાહેબની હરકત વીશે જણાવે છે.

"તારા કાકાસાહેબ નહીં સુધરે.પણ એ બધું હું ના જાણું.હું તો એ જ જાણું કે તું પરણી જા તને એક યોગ્ય જીવનસાથી મળી જાય.કયાંસુધી એકની એક ભુતકાળની વાત યાદ કરીને સ્ત્રીઓને નફરત કરીશ."

"કાકીમાઁ.તમને,મમ્મીને અને દેવીમાઁને છોડીને મને એકપણ સ્ત્રી પર ભરોસો નથી.આવજો."

શું કારણ છે રુદ્રની સ્ત્રીઓ માટેની નફરત અને અવિશ્વાસ નો?

કેમ રુહી વારંવાર તેની યાદોની દુનિયામાં ખોવાઇ જવાનું?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Binita

Binita 2 months ago

Ashwini Patel

Ashwini Patel 12 months ago

Bhimji

Bhimji 1 year ago

Appy Shingala

Appy Shingala 1 year ago