Rudrani ruhi - 4 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ - 4

રુદ્રની રુહી... - ભાગ - 4

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 4

અદિતિ આવે છે.રુહીની બધી જ ઇચ્છાઓ અને પ્લાન પર પાણી ફરી જાય છે.રુહીને ખબર છે કે અદિતિના ઓર્ડર અને મમ્મીજી એ અદિતિને સોંપેલુ કામનું લિસ્ટ તે જ દિવસથી શરૂ થઇ જશે.

" ભાભી મે આજે મારી જુની સહેલીઓને બોલાવી છે.કીટીપાર્ટી માટે.તો તમે તેમના માટે જમવાનું અને નાસ્તો બનાવી દેજો.અને તેમના નાના બાળકો છે તો તે અમને પરેશાન ના કરે તેનું ધ્યાન પણ તમે જ રાખશો.બાકી કાલથી આપણે પુરા ઘરની વન બાય વન રૂમની સફાઇ કરવાની છે.મમ્મી કહીને ગઇ છે.આમપણ બે જણામાં એટલું કામ તો હશે નહીં.કામવાળાને મફતનો પગાર આપવો તેના કરતા કામકરાવી લેવું." અદિતિ બેફિકર થઇને બોલે છે.

રુહીને આવી જ કોઇ વાતની આશા હતી.

"અદિતિબેન સારું શું બનાવવાનું છે અને કેટલા લોકો માટે તે જણાવી દેજો.અને બાળકો માટે શું બનાવવાનું છે તે પણ કહી દેજો."

અદિતિ એક લાંબુ લિસ્ટ આપે છે તે પ્રમાણે રુહી જમવાનું અને નાસ્તો તૈયાર કરે છે.સાંજે કીટીપાર્ટી શરૂ થઇ જાય છે.તેની લગભગ દસેક જેવી ફ્રેન્ડ્સ અને તેના નાના પાંચ બાળકો આવે છે.રુહી તેમના બધાંની સરભરામાં લાગી જાય છે.બાળકોને સાચવવામાં અને અદિતિના ઓર્ડર પુરા કરવા રુહીને સખત ગુસ્સો આવે છે.પણ તે કંટ્રોલ કરે છે.

અદિતિની ફ્રેન્ડ્સ રુહીને ઓલ્ડ ફેશન્ડ અને બહેનજી તથાં સ્લોમોશન કહે છે.ફાઇનલી રાતના અગિયાર વાગે બધાં વિદાય લે છે.કામવાળા તો હોતા નથી તેથી તે જાતે બધું કામ પતાવે છે.

રુહી બીજા દિવસે ગમે તેમ કરીને તેના પપ્પાને મળવાનું નક્કી કરે છે.સવારે આરુહ જ્યારે સ્કુલ જાય છે.ત્યારે તેના સાસુ સસરાનો રૂમ સાફ કરી લે છે.તે સાંજે પાક્કુ તેના પપ્પાને મળવાનું નક્કી કરે છે.આરુહ સાંજે બે ક્લાક માટે ટ્યુશનમાં જાય છે.રુહી તે પહેલા જમવાનું બનાવી લે છે.આરુહના જતા જ તે અદિતિને તેના પપ્પાને મળવા જવાની વાત કરે છે.

"હા હા ભાભી તમે જાઓ મને શું પુછવાનું."

"થેંક યુ અદિતિબેન.આરુહ આવે તે પહેલા હું આવી જઇશ.પણ કદાચ તે વહેલો આવે તો તેને દુધ ગરમ કરીને આપી દેશો?"

"હા ભાભી ચોક્કસ."

રુહી તેના પપ્પાને તેમની ક્લીનીક પર મળવા આવે છે.અત્યારે બહુ પેશન્ટ નથી હોતા એટલે રુહી સીધી તેમને મળવા અંદર આવે છે.

"પપ્પા."

"પરી." બાપ દિકરી એકબીજાને ગળે મલે છે.રુહી રડી પડે છે.

" શું થયું બેટા? તું ઠીક તો છે ને?"

"સારું છે તેમ કહું કે સાચું કહું?" રુહીની આંખોમાં દર્દ ઝલકાય છે.

"કેમ આવું બોલે છે બેટા?"

"પપ્પા આજે હું તમને એક પેશન્ટ તરીકે મળવા આવી છું.મને એક મનોચિકિત્સકની જરૂર છે."

"શું થયું દિકરી?"

"પપ્પા મને મારા હોવાનો અને મારા અસ્તિત્વ પર સવાલ થાય છે.એક હિન ભાવના આવી ગઇ છે મારા મનમાં કે હું ગુડ ફોર નથીંગ છું.સતત દરેક વ્યક્તિ દ્રારા મને તે વાત જતાવવામાં આવે છે.હંમેશા એવું લાગે છે કે હું ખુશ તો છું પણ ખુશ નથી.આદિત્ય મારી સાથે હોય તો પણ દુર લાગે છે.મને તે હંમેશા નીચી દેખાડે છે.વાતવાતમાં ઘરના દરેક મને મારી હિંમતને નીચે પાડી દે છે.આટલો મોટો બંગલો,આટ આટલા નોકર ચાકર છે."

"રુહી તને કોઇ મનોચિકિતસ્કની નહીં પણ દુર રહેવાની જરૂર છે.પેલી ટીવી સીરીયલથી.આ બધું તારા મનના ભ્રામક વિચારો છે.કેટલા સારા માણસો છે.ભગવાનના માણસો છે.અને આદિત્ય માટે આટલો મોટો સોનાચાંદીનો શો રૂમ સંભાળવો નાની વાત નથી.ઘરે આવતા થાકીને કંટાળી જાય માણસ."

"પપ્પા તમે સમજતા કેમ નથી.મારા ભ્રમ નથી.આ સિવાય પણ મને."

"ચુપ બસ હવે.એક ડોક્ટર તરીકે કહું તો દરેક વસ્તુ કે વાતમાં નેગેટીવ નહીં પણ પોઝિટિવ પાસા જોવો.અને ખુશ રહો."

"પણ પપ્પા મારી વાતતો સાંભળો.મને."

"ચુપ ચલ હવે આવી છો તો મમ્મીને મળતી જજે.મારે પેશન્ટ છે બહાર."

રુહી કઇંક કહેવા માંગતી હતી.પણ તેના પિતા તેની વાત સાંભળ્યા વગર જ તેને ત્યાંથી વિદાય આપે છે.જાણે એક મોટા આવવાવાળા તોફાનને ડૉ.શ્યામ ત્રિવેદી ટાળી દે છે.પણ થોડા સમય માટે.રુહી નીરાશ છે તે હવે તેની મમ્મીને પણ મળવા નથી માંગતી.તે તેની ગાડી તરફ જતી હોય છે.ત્યાં તેને તેની બેસ્ટ ફ્રેન્ડ કિરન દેખાય છે.જેના એક હાથમાં શાકભાજીની થેલી અને બીજા હાથમાં એક નાની બાળકીનો હાથ હોય છે.

"કિરન."

"રુહી કેમ છે તું?" બન્ને સહેલીઓ એકબીજાને ગળે મલે છે.
"હું ઠીક છું.કિરન ચાલને બાજુમાં કોફીશોપ છે.ત્યાં બેસીએ થોડી વાર."

તે બન્ને અને તેની દિકરી તે લોકો કોફીશોપમાં બેસે છે.રુહી કિરન અને તેની દિકરી માટે કોફી અને ચોકલેટ શેક ઓર્ડર કરે છે.
કિરનના કપડાં પરથી તેની આર્થિક પરિસ્થિતિ રુહી જાણી શકે છે.જ્યારે રુહીના કપડાં અને ઠાઠથી કિરન અંજાઇ જાય છે.

"હે રુહી તારે કેટલું સારું છે.એકદમ જલસા.મસ્ત લાઇફ."
"અચ્છા એવું તું કેવીરીતે કહી શકે?"

"રુહી તારા પરિવારની ગણના અા શહેરના ધનિક લોકોમાં થાય છે.તારે પૈસાની તો કોઇ ચિંતા નહીને.આખર તારીખે પૈસા જોડવાની તો કોઇ ચિંતા નહીને."

* * *


અહીં હરિદ્વારમાં.....

તે માણસ એક હાથે મોઢું દબાવે છે અને બીજા હાથે છરો તેના ગરદન પર ફેરવે છે.ચીત્તાની ઝડપે રુદ્ર તે છરાવાળા હાથ પર મુક્કો મારે છે અને છરો પાડી દે છે.અને તે માણસને જોરથી ગળે લગાવી દે છે.

"ઘણીવાર તો સાચે મને એવું લાગે છે કે તું મને મારી નાખવા માંગે છે.દરવખતે આવી રીતે એન્ટ્રી મારવી જરૂરી છે?"

"હા હા મરે તારા દુશ્મનો.હું તો ઢાલ છું તારી.તારા જીવન માટે હું પોતે મારી જાન દઇ દઉં.પણ તને કશું ના થવા દઉં."

"અભિષેક " રુદ્ર તેની સામે લાગણીઓ સાથે જોવે છે.

અભિષેક રુદ્રનો બાળપણનો અને એકમાત્ર દોસ્ત.તેનો ભાઇ કે તેનો પરિવાર.જેના માટે રુદ્ર કઇપણ કરી છુટવા તૈયાર છે.એ એક જ સ્થળ જયાં સીંહ જેવો રુદ્ર લાગણીમાં ભીંજાઇ જાય છે.

"રુદ્ર ચલને ઘાટ પર જઇએ,મહાદેવજીના દર્શન કરીએ અને સાંભળ્યું છે કે એક ખુબ જ વિદ્વાન જ્યોતિષ આવેલા છે.શીવજીના આરાધક છે.ચાલને આપણું ભવિષ્ય જાણીએ.બાળપણની યાદ તાજા કરીએ."

અભિષેક એક ડોક્ટર છે.તે મુંબઇમાં પ્રેક્ટિસ અને રીસર્ચ કરે છે.તેના પરિવારમાં તેના વૃદ્ધ પિતાજી જ છે.અભિષેક દર બે કે ત્રણ મહિને રજા લઇને રુદ્ર પાસે આવે છે.
"આ વખતે હું પુરો એક મહિના માટે આવ્યો છું.ખુબ જ મજા કરીશું."

"પછી પાછો બે ત્રણ મહિના માટે ગાયબ."
"ચલ હવે."

અભિષેક અને રુદ્ર મહાદેવજીના દર્શન કરીને ઘાટ પર જાય છે.તે પ્રવિત્ર ગંગામૈયાના દર્શન કરે છે.રુદ્રને અભિષેક સાથે અહીં આવવું બહુ ગમે છે.તેના મનને અદભુત શાંતિ મળે છે.

"ચાલ રુદ્ર તે રહ્યા તે વિદ્વાન જ્યોતિષ.ચાલ ભવિષ્ય જાણીએ."
"તું અહીં આવીને નાનો થઇ જાય છે."રુદ્ર આમતો જ્યોતિષમાં માનતો નથી.પણ આ જ્યોતિષના ચહેરા પરનું તેજ તેને આંજી દે છે.તે આપો આપ તેમની સામે ગોઠવાઇ જાય છે.

થોડા સમય સાધનામાં રહ્યા બાદ તે વિદ્વાન જ્યોતિષ આંખો ખોલે છે.તે રુદ્રની સામે જોવે છે.રુદ્ર તેની જન્મ તારીખ અને સમય જણાવે છે.તે ગુરુ તેની કુંડળીનો અને રુદ્ર તથાં અભિષેકની હસ્તરેખાનો અભ્યાસ કરે છે.તેમનો ચહેરો અત્યંત ગંભીર થઇ જાય છે.તે રુદ્રની સામે જોવે છે.

* * *


અહીં મુંબઇમાં.જી હા રુહી મુંબઇમાં જ રહે છે.

મુંબઇના એક કેફેમાં રુહી અને કિરન તેમના કોલેજની યાદોને કોફી સાથે માણી રહ્યા છે.

"રીતુ શું કરે છે? તેના કોઇ સમાચાર?"રુહી હરપળ તેની સહેલી રીતુને યાદ કરે છે.

"રીતુ હજી યુ.એસ છે.લાસ્ટ ટાઇમ જ્યારે તેનો ફોન આવ્યો ત્યારે મે તેને કહ્યું કે તને ફોન કરે.પણ તેને ફોન મુકી દીધો.તે હજી સુધી નારાજ લાગે છે.તારાથી."

રુહી ઉદાસ થઇ જાય છે.તેટલાંમાં તેના ફોનમાં રીંગ વાગે છે.અદિતિનો ફોન છે.
તે ફોન ઉઠાવે છે.

"હા બોલો અદિતિબેન."
"ભાભી જલ્દી ઘરે આવો એક મોટી ગડબડ થઇ ગઇ છે."તેના અવાજમાં ડર છે.

"પણ શું થયું અદિતિબેન?"
અદિતિ જે જણાવે છે.તે સાંભળીને રુહીના હોશ ઉડી જાય છે.તે ફટાફટ બીલ ચુકવીને તેના ઘરે જાય છે.

શું છે રુદ્રનું ભવિષ્ય કેમ તે ગુરુદેવ ગંભીર થઇ ગયાં?
શું આ વખતે અદિતિએ રુહીને કોઇ મોટી મુસિબતમાં ફસાવી છે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Geeta Nilesh

Geeta Nilesh 11 months ago

Jinu Kapuriya

Jinu Kapuriya 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago