Rudrani ruhi - 6 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ - 6

રુદ્રની રુહી... - ભાગ - 6

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 6

રુહી,આદિત્ય,આરુહ અને બાકી બધાં હરિદ્વાર પહોંચે છે.રુહીના મમ્મી પપ્પા અને અદિતિનો પરિવાર પણ આવેલા છે.રેલવે સ્ટેશન પર એક મીની લકઝરી તેમને લેવા આવેલી છે.અનુષ્ઠાન અને મહાપુજાના કારણે શહેર પુરું ભરચક છે.રસ્તાઓ અને બજાર પણ ભરેલા ભરેલા લાગે છે.

રુહીને હરિદ્વાર આવીને એક અલગ જ લાગણી અને શાંતિ અનુભવાઇ રહી છે.ફાઇનલી તે લોકો ધર્મશાળા પર પહોંચે છે.રુહી ત્યાં હાજર તમામ વડીલોના અને તેના સાસુ સસરાના આશિર્વાદ લે છે.રુહી ઘરનું બનાવેલું ભોજન અને નાસ્તો બધાને આપે છે.

"અરે વાહ રુહી બેટા.ઘરનો બનાવેલો નાસ્તો લાવી છો.આમતો આ ભોજનશાળાનું જમવાનું સારું હતું પણ ઘરના ભોજનની ખુબ જ યાદ આવતી હતી.ચલો ચા મંગાવો અને ગોઠવાઇ જાઓ બધા.વાહ મજા આવશે આજે તો. થેંક યુ રુહી દિકરા."રુહીના સસરા તથા અન્ય વડિલો ખુબ જ ખુશ થાય છે.

"અમારી રુહી તો છે જ એવી.એકદમ સંસ્કારી અને કામઢી છે.જુઓને કેટલું બધું બનાવીને લેતી આવી.આદિત્ય તમે બધાં ફ્રેશ થઇ જાઓ.પછી આપણી મીનીલકઝરી લઇને હરિદ્વારમાં મંદિર,આશ્રમ અને ઘાટ જોઇ આવો.કાલથી તો બે દિવસ મહાપુજા છે.પછી તો પાછા જવાનું છે."રુહીના સાસુ રુહી પર ગર્વ લેતા બોલે છે.

" હા મમ્મી."

રુહી,આદિત્ય અને આરુહ નાહીને ફ્રેશ થઇને નિકળી જાય છે.હરિદ્વારમાં ફરવા અને દર્શન કરવા.રુહીને હરિદ્વારમાં પગ મુકતા જ એવી અનુભુતી આવી રહી છે કે જાણે તેનું જીવન બદલાવવાનુ હોય.

સૌથી પહેલા તેઓ દક્ષ મહાદેવ મંદિર જાય છે.તે એક ખુબ જ પ્રખ્યાત શીવજીનું મંદિર છે.રુહી શીવજીની પરમભક્ત છે.તે ખુબ જ પ્રાચિન મંદિર છે.જે રાજા દક્ષ પ્રજાપતિના નામ પરથી પડ્યું છે.તે દેવી સતીના પિતા હતાં.જેને દક્ષેશ્વર મહાદેવ મંદિર પણ કહેવાય છે.ત્યાં દક્ષ ઘાટ પણ છે.જયાં લોકો પવિત્ર ગંગા નદીમાં ડુબકી લગાવી શકે છે.

આજે રુદ્ર પણ હરિદ્વારમાં તેનું કામ પતાવતા પતાવતા રસ્તામાં જયાં પણ મંદિર અાવે ત્યાં દર્શન કરવાનું નક્કી કરે છે.રુહી પણ પુરી શ્રદ્ધાથી દર્શન કરે છે.પોતાના પરિવારની ખુશહાલી માટે અને શાંતિ માટે.તેમનું બહાર નિકળવુ અને રુદ્રનુ અંદર આવવું.ભીડમાં અજાણતા જ રુહી અને રુદ્રનો હાથ એકબીજાને અડી જાય છે.તે બન્ને જાણે વિજળીનો ઝટકો લાગ્યો હોય તેમ પાછા ફરીને જોવે છે પણ ભીડમાં કશુંજ જોઇ શક્તા નથી."

ત્યાંથી તેઓ મનસાદેવીનાં મંદિરમાં જાય છે.મનસા દેવીના દર્શન કરવા.જયાં એવું માનવામાં છે કે અહીં મનોકામના પુર્ણ થાય છે.રુહી મનોમન કઇંક કામના કરે છે.ત્યાંથી તેઓ ભારત માતા મંદિર જાય છે.જે કોઇ ભગવાનનું નહી પણ આપણા દેશ અને ફ્રીડમ ફાઇટરને સમર્પિત છે.ત્યારબાદ વૈષ્ણોદેવી મંદિર જે કાશ્મીરમાં આવેલું છે.તેની અહીં પ્રતિકૃતિ છે તે મંદિરમાં જાય છે.તે લોકો માયાદેવી મંદિર,ચંડીદેવી મંદિર,સ્વામી વીવેકાનંદ આશ્રમ અને પંતજલી યોગ પીઠની પણ મુલાકાત લે છે.

બધે ફરતા ફરતા સાંજ પડી જાય છે.છેલ્લે તે લોકો હરિદ્વારના સૌથી મહત્વના ધાર્મિક સ્થળ હરકી પૈડી પહોંચે છે.ત્યાં પવિત્ર ગંગાનદીનો ખળખળ વહેતો પ્રવાહ અને તેનો અવાજ મનને શાંતિ આપનાર છે.

હરી કી પૈડી એટલે વિષ્ણુ ભગવાનના ચરણ સમુદ્રમંથન પછી જયારે વિશ્વકર્માજી અમૃત માટે ઝગડી રહેલા દેવ અને દાનવોથી અમૃત બચાવીને લઇ જઇ રહ્યા હતાં.ત્યારે પૃથ્વી પર અમૃતના કેટલાંક ટીપાં ઢોળાઇને પડ્યા.તે સ્થળ ધાર્મિક મહત્વ ધરાવતા થઇ ગયાં.આ સ્થાન પણ તેમાંથી એક છે.અહીં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે તેવું માનવામાં આવે છે.

આદિત્ય ,રુહી અને આરુહ પણ અહીં આવીને ગંગામૈયાના દર્શન કરે છે.અહીં સંધ્યાઆરતીનો જે નજારો છે તે જોવા લાયક છે.રુદ્ર પણ અહીં જ આવેલો છે.તેનું આજનું કામ પતી ગયું છે.અહીં આવીને તેને સારું લાગે છે.એ સીવાય પણ તે સંધ્યા આરતીનો લહાવો માણવા માંગે છે.

આદિત્ય આરુહનો હાથ પકડીને તેને બધું બતાવી રહ્યો છે અને તેને બધું સમજાવી રહ્યો છે.રુહી ત્યાં બેસે છે.તેને અહીં ખુબ જ શાંતિ અને આનંદ મળી રહ્યો છે.રુહી લપસતા લપસતા બચે છે.આદિત્યને ગુસ્સો આવે છે.

"રુહી શું કરે છે? સાંચવીને ચાલને.હવે આરુહની જેમ તારો પણ હાથ પકડીને ચાલવું પડશે?"
રુહીને ગુસ્સો આવે છે.આદિત્ય બધાંની સામે તેની પર ગુસ્સો કરે છે એટલે.
"ના હો.હું મારું ધ્યાન સારી રીતે રાખી શકું છું.તમે જાઓ મને બેસવા દો અહીં થોડી વાર માટે."

"પપ્પા ત્યાં પેલા જ્યોતિષ છે.ચલોને આપણું ભવિષ્ય જાણીએ.પેલા દુકાન વાળા અંકલ કહેતા હતા કે બહુ મોટા વિદ્વાન જ્યોતિષ છે ચલોને." આદિત્ય અને આરુહ તે વિદ્વાન જ્યોતિષ પાસે જાય છે.તેમના દ્રારા પુછવામાં આવેલી બધી વીગત આદિત્ય જણાવે છે.તે જ્યોતિષ આદિત્ય અને આરુહની હસતરેખાનો અભ્યાસ કરે છે.
તે આરુહની સામે જોવે છે.

"બેટા તારું અત્યાર સુધીનું જીવન ખુબ જ સરળ રહયું પણ આગળ કદાચ તે ના પણ રહે.જીવનમાં જો કઠીન કે વીકટ સમય આવે તો ક્યારેય હિંમત નહીં હારવાનું.જે મજબુતાઇથી પરિસ્થિતિનો સામનો કરે છે મહાદેવજી હંમેશા તેમની મદદ કરે છે."

આરુહ કઇંક સારું સાંભળવા માંગતો હતો.આ બધું સાંભળીને તે દુખી થઇ જાય છે.પછી વારો આવે છે આદિત્યનો તે જ્યોતિષ જાણે નારાજ હોય તેવા સ્વરમાં બોલે છે.

"જે સત્ય હોય તે એક સમય જરૂરથી બહાર આવે છે.અંતમાં સત્યનો વીજય જ થાય છે.હવે મારી સાધનાનો સમય થઇ ગયો છે તો જાઓ."તે વિદ્વાન જ્યોતિષ સાધનામાં લીન થઇ જાય છે.

"અારુહ દુખી નહીં થવાનું.આ બધું હંમેશા સાચું પડે તે જરૂરી નથી હોતું.અને હા આમ પણ કઠીન પરિસ્થિતિતો તારે આવવાની જ છે."

"કેમ પપ્પા?"

"કેમ કે તું હાયર સ્ટાન્ડર્ડમાં આવીશ તો ભણવાનું પણ હાર્ડ થશે ને?'"બન્ને બાપ દિકરો એકબીજાને તાલી દઇને હસે છે.

રુદ્ર પણ ત્યાં આવે છે.તે આજે અહીં સંધ્યા આરતીમાં સામેલ થવા આવ્યો છે.તે વિદ્વાન જ્યોતિષને જોઇ રુદ્ર તેમને મળવા જાય છે.તે તેમને પગે લાગે છે.જ્યોતિષ આંખ ખોલે છે.
"રુદ્રાક્ષ આવ બેટા.સારું થયું તું આવ્યો.તે દિવસ એક વાત કહેવાની રહી ગઇ હતી."

"જી બોલો બાબા."

"રુદ્ર તારા જીવનનો ઉત્તમ સમય શરૂ થઇ ગયો છે.તારા ખાલી જીવનમાં ગમે ત્યારે ખુશીઓ દસ્તક દેશે.વિશ્વાસ રાખજે આત્મવિશ્વાસ.એક વાત જે હું તે દિવસે ના કહી શક્યો તે એ છે કે તારી સાથે જે આવ્યો હતો કદાચ તારો મિત્ર.તેના જીવનનો ખુબ જ કપરો કાળ શરૂ થયો છે.ખુબ જ વિકટ પરિસ્થિતિ આવશે.જો તેમા હિંમત રાખીને આગળ વધ્યો તો જીવનમાં અપાર સફળતા અને ઉજ્જવળ ભવિષ્ય છે.નહીંતર માત્ર અને માત્ર અંધકાર ધોર અંધકાર."

આ વાત સાંભળીને રુદ્ર અભિષેક માટે ખુબ ચિંતામાં આવી જાય છે.

* * *
કાકાસાહેબની હવેલી પર કાકાસાહેબનો એકમાત્ર યુવાન દિકરો શોર્યસીંહ ખુબ જ ગુસ્સામાં છે.

" પિતાજી સાંભળ્યું તમે?રુદ્રભાઇની એક ફોરેન કંપની સાથે વાત ચાલે છે.એક ખુબ જ મોટી ડીલ.પિતાજી અગર તે વાત સફળ રહી અને તે ડીલ ફાઇનલ થઇ ગઇ તો તે કોન્ટ્રાક્ટ તેમને મળશે.રુદ્રભાઇની કંપની ખુબ જ મોટી બની જશે.રુદ્રભાઇ મોટા બિઝનેસમેન બની જશે.પપ્પા તે ખેડૂતો પણ પછી આપણો નહીં તેમનો સાથ આપશે.પિતાજી બે કે ત્રણ મહિના પછી કદાચ તે લોકો અહીં આવશે ડીલ ફાઇનલ કરવા.તે લોકો અહીં રહેશે પરિસ્થિતિનું નિરિક્ષણ કરશે.બધું બરાબર રહયું તો ડીલ ફાઇનલ."

"શું કરું તો? રુદ્રને ક્યાંય પહોંચી શકાય તેમ નથી.તેની કોઇ કમજોર કડી નથી કે તે પકડીને તેને પહોંચી શકાય." કાકાસાહેબ તેમના દિકરાને શાંત પાડવાની કોશીશ કરે છે.

"છે તો ખરો પેલો અભિષેક."

"ખબરદાર શોર્ય અભિષેકના પિતાજી મારા ખાસ દોસ્ત છે અને તેમનો મારા પર ખુબ જ મોટો ઉપકાર છે.તેમણે તારો જીવ બચાવ્યો હતો ;તું નાનો હતો ને ત્યારે."

"તો શું કરીશું?"

" યોગ્ય સમયની રાહ જોઇશું. જલ્દી જ આપણે રુદ્રને આપણા સકંજામાં લઇશુ."

મહાપુજા શરૂ થઇ જાય છે.ઘાટ પર બધાં મહાપુજામાં જોડાયા છે.એકબાજુ રુદ્રાક્ષ સીંહ અને બીજી બાજુએ રુહી અને તેનો પરિવાર મહાપુજામાં સામેલ છે.બે દિવસ ચાલવાવાળી મહાપુજાનો આજે છેલ્લો દિવસ છે.

શું કાકાસાહેબ રુદ્રને નુકશાન પહોંચાડી શકશે?
રુદ્ર અને રુહી કેવીરીતે મળશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Bhimji

Bhimji 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Neepa

Neepa 1 year ago

Yashvi Nayani

Yashvi Nayani 1 year ago