Premam - 13 in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | પ્રેમામ - 13

પ્રેમામ - 13

હર્ષના મિત્રો વિધિને શોધવામાં લાગી ગયેલાં. છેલ્લે શહેર છોડ્યું ત્યારે તેની એક મિત્રને આ વિશે જાણકારી આપતી ગયેલી. તેની મિત્ર પાસેથી જાણવા મળ્યું કે, " એ દુર પહાડો તરફ નીકળી ગઈ છે. જ્યાં માત્ર કુદરત અને કુદરતની કરામાતો હોય. તેને જીવનમાં હવે મોહ નહોતો રહ્યો. કદાચ, તેણે બૈરાગી બની જવાનું નિર્ણય પણ કરી લીધું હોય. અને કદાચ, જીવનથી એણે થાકી જઈને હાર માની લીધી હોય. બસ એણે મને જતી વખતે એક પત્ર આપેલું. એક મિનિટ અહીં જ હતું. તેણે એમ પણ કહ્યું હતું કે, કોઈ હર્ષ આવશે મારી તલાશમાં. તમે જ હર્ષ છો?"


"નાહ હું હર્ષ તોહ નથી. પરંતુ, હું હર્ષનો બેસ્ટ ફ્રેન્ડ છું." આલોક એ કહ્યું."સોરી મને વિધિએ આ પત્ર માત્ર અને માત્ર હર્ષના હાથમાં સોંપવાનું કહ્યું હતું."
"હર્ષ હવે આ દુનિયામાં રહ્યો નથી. માટે જ હું આવ્યો છું વિધિની શોધમાં. આ વાક્યા વિશે જાણકારી આપવા માટે. તમે આ પત્ર મને આપશો તોહ, મારા માથ પરનું ભાર હળવું થશે."
"ઓહ! હર્ષ નથી રહ્યો? મને દુઃખ છે એના ગયાનું. વિધિએ એના વિશે મને જાણકારી આપી હતી. જે આખો દિવસ એના વિશે જ વિચાર્યા કરતી. હર્ષને એક ક્ષણ જોઈ લેવા માટેની એની તલબ! એનું રડવું બસ તેણે માત્ર દુઃખ અને દુઃખ જ જોયું છે. તે જીવી રહી હોવા છતાં જીવીત નહોતી. બસ આનાથી વધારે હું કંઈજ બોલી શકવાની નથી. આ પત્ર છે. કદાચ, તમારા કામમાં લાગી જાય."*વિધિનું હર્ષને પત્ર*

પ્રિય હર્ષ. મને ખબર છે કે તું આજેય મને પ્રેમ કરે છે. અને હું પણ તને અનહદ ચાહું છું. આ વાતની જાણકારી તને કદાચ મળશે ત્યાં સુંધીમાં હું દુર નીકળી ગઈ હોઈશ. કદાચ, તારો ઇંતેજાર કરતી હોઈશ. કદાચ, જીવન અને તારી યાદોથી હારી ગઈ હોઈશ. કદાચ, પ્રભુના સરણમાં મસ્તક ઝુકાવી દીધું હશે. હું પાક્કાપણે કંઈજ કહી શકું નહિં. મારું આ જીવન હવે મારું રહ્યું નથી. બસ આ જીવનમાં તારી યાદો અને એ યાદોના કારણે મળી રહેલી પીડા છે. દુર પહાડો! અહીંના પહાડોમાં સાક્ષાત કુદરત વશે છે! એવું મેં સાંભળ્યું છે. કદાચ તેનું અનુભવ પણ કરી લઈશ. બસ આનાથી વધારે હું તને શું લખી શકું? તું મને મારાથી પણ વધારે જાણે છે. અઢળક પ્રેમ સાથે હવે રજા લઈશ.


આ નાનકડાં પત્રમાં એ સાફ થઈ ગયું હતું કે, વિધિ પીડામાં હતી. પ્રેમની પીડા એક સારા-ભલા વ્યક્તિને પણ ખેંચી જતી હોય છે. અને વિધિ સાથે પણ કંઈક આવું જ થયું હતું. કદાચ, આ પીડાની દવા કુદરતના નિકટ જઈને મળી રહેવાની હતી.


"અબે યાર હવે ક્યાં શોધવી આને? પહાડો? અરે પહાડો તો દુનિયાભરના છે ભારતમાં. ક્યાં પહાડો તરફ વધીશું?" અભીએ કહ્યું.
"એક મિનિટ. એક વખત હર્ષએ મને આ વિશે જાણકારી આપી હતી. ઓહ! મળી ગઈ જગ્યા. ચલો." આલોક એ કહ્યું."પણ ક્યાં?""તમે આવો મારી સાથે. હું તમને લાંબી સફર પર લઈ જવાનો છું."

આમ, વિધિને શોધવા માટે આ મિત્રોની ટોળકી નીકળી પડે છે. કહેવાય છે ને? કે રહસ્યને રહસ્ય રહેવા દેવામાં જ મજા છે. બસ આલોક આવું જ કંઈક કરી રહ્યો હતો. વિધિ ક્યાં હશે? એ એક રહસ્ય હતું. અને એ રહસ્યનું ઉત્તર માત્ર આલોક પાસે હતું. બસ રહસ્યને જ્યારે તમે વધારે ખોદવા મથતાં રહો તોહ રહસ્ય તમને અક્સર ખાઈ જતું હોય છે. બરહાલ તોહ આ પ્રેમ કથામાં પ્રેમનો અર્થ એટલે વિરહ એવું છે. વિરહની પીડામાં ઝુરતાં હોવા છતાં જો પ્રેમના નિકટ તમે જઈ શકો! તોહ, તમે ખરેખર પ્રેમ કર્યું એવું કહેવાય.

ક્રમશઃ


Rate & Review

Heena Suchak

Heena Suchak 2 years ago

Ahir Ashwin

Ahir Ashwin 2 years ago

SMIT PATEL

SMIT PATEL 2 years ago

Nathabhai Fadadu

Nathabhai Fadadu 2 years ago

Kajal Manvar

Kajal Manvar 2 years ago