રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 7
બે દિવસ ચાલવાવાળી પુજાનો આજે છેલ્લો દિવસ છે.રુહીના ઘરમાંથી રુહી અને તેની સાસુએ ઉપવાસ રાખ્યો છે;તે પણ માત્ર ફરાળ કરીને.રુહીને સવારથી તબિયત ઠીક નથી લાગતી.રુહી કોઇને કહેવા માંગે છે;પણ કોઇ સાંભળી નથી રહ્યું.
" મમ્મી મને ઠીક નથી લાગી રહ્યું;હવે મારાથી નહીં બેસાય."
"બસ બેટા આ છેલ્લું જ છે;પછી ડુબકી લગાવીને ગંગાસ્નાન કરીને જમવાનું."
"પણ મારાથી નહીં ત્યાંસુધી બેસાય,ખબર નહીં પણ કઇંક થાય છે."
અંતે પુજા સમાપ્ત થાય છે.રુહીના સાસુએ ગંગામાં ડુબકી લગાવીને ગંગાસ્નાન કરવાની માનતા માની છે.તે જઇ નહીં શકે.
"મારાથી નહીં જવાય.આ ઉપવાસને કારણે ચક્કર આવે છે.મારી જગ્યાએ રુહી અથવા અદિતિ જશે.આ ઉંમરે પગ લપસ્યોને તો કાયમનો ખાટલો આવી જશે."
અદિતિ તેની મમ્મીની વાત સાંભળીને ભડકે છે.
"હા તો હું તો હવે સાસરવાસ દિકરી કહેવાઉને મમ્મી તારા ઘરની વહુ તો રુહીભાભી છે.તે જશેને."
"હા એ બરાબર છે.રુહી જ જશે.જઇશને બેટા?" રુહીને આધાત લાગે છે.તેની તબિયત સારી નથી.તેને ડુબકી નથી લગાવવી.તે તેની મમ્મીને સાઇડમાં લઇ જઇને કહે છે.
"મમ્મી મારાથી નહીં જવાય."
"બેટા ધર્મની વાતમાં ના ન પડાય.તારા સાસુની વાત સાચી છે અગર આ ઉંમરે જો હાડકા ભાંગ્યાને તેમના તો તારી જ તકલીફો વધશે.જા બેટા પાંચ જ તો ડુબકી લગાવવાની છે."
"સારુ મમ્મી."
રુહી ગંગા નદીમાં ડુબકી લગાવવા જાય છે.તે ધીમેધીમે નદીમાં અંદર જાય છે.જેવું તે નદીમાં પગમુકે છે.પાણી એકદમ ઠંડુ છે.તે માંડમાંડ પગ મુકે છે.તે હિંમત કરીને એક ડુબકી લગાવે છે.તેના પુરા શરીરમાં લખલખુ પસાર થઇ જાય છે.બીજી ડુબકીમાં તેની તબિયત થોડી વધારે ખરાબ થાય છે.ત્રીજી અને ચોથી ડુબકીમાં તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
છેલ્લી ડુબકીમાં ના થવાનું થાય છે.રુહીને ફરીથી તે એટેક આવે છે.તે ના તો કઇ બોલી શકે છે,ના તો હાથ પગ હલાવી શકે છે.એક થી બે મીનીટ રુહી સ્થીર થઇ જાય છે.રુહી ધીમેધીમે પાણીમાં ગરકાવ થઇ રહી છે.પાણીમાં પરપોટા બને છે.તે ઉપર નથી આવતી.
"મમ્મી." આરુહ જોરથી ચીસ પાડે છે.
"રુહી." બધાં ડરીને ચીસો પાડે છે.આજુબાજુ બધાં ભેગા થઇ જાય છે.પાણીનો ધસમસતો પ્રવાહ આવે છે.તે તેને ખેંચીને લઇ જાય છે બધાંથી દુર.આદિત્ય દોડીને જાય છે.પણ કોઇ સમજે તે પહેલા રુહી તેમની નજર સામેથી અદ્રશ્ય થઇ જાય છે.અદિતિ એકદમ સ્વસ્થ છે તે આ અકસ્માતને દુર્ઘટનામાં ફેરવવાનો પ્લાન વિચારી લે છે.
"રુહીભાભી ડુબ્યા નથી.તેમણે આત્મહત્યા કરી છે."
"શુ બકવાસ કરે છે!" આદિત્ય ગુસ્સે થાય છે.
"બકવાસ નથી સત્ય છે; જે તમને નથી દેખાતું.ડુબતો માણસ બચાવો બચાવોની બુમો પાડે,કે હાથપગ મારે.રુહીભાભી તો જાણે સમાધી લેતા હોય તેમજ પોતાની જાતને પાણીમાં સમાવી લીધાં."
"અદિતિબેટા તમે આ અકસ્માતને કેમ અાત્મહત્યામાં ઠેરવવાની કોશીશ કરો છો.મને જાણ છેકે રુહી તમને પહેલેથી પસંદ નથી આજે તો હદ જ થઇ ગઇ.આ બધી વાતો કરવાની જગ્યાએ આપણે પોલીસને જાણ કરવી જોઇએ."રુહીના પપ્પાને આધાત લાગ્યો છે;પણ તે સ્વસ્થતા જાળવીને અદિતિને ટોકે છે.
" અંકલ મને કઇ બોલવાથી કશુંજ નહીં થાય.સચ્ચાઈ થોડી બદલાઇ જાય છે."અદિતિ મોઢું મચકોડે છે.
"માફ કરજો વેવાઇ;પણ મને અદિતિની વાતમાં કંઇક દમ તો લાગે છે."રુહીના સાસુ.
" બેન મારી દિકરી એટલી નબળી નથીકે તેને આત્મહત્યા કરવી પડે.તે લડી શકે તેટલી હિંમતવાળી છે."રુહીના પપ્પા પોતાની દિકરીનો પક્ષ લે છે.
અહીં રુહીનો એટેક પુરો થાય છે.હવે તેને ધ્યાન આવે છે કે તે તણાઇ રહી છે.તે બચાવો બચાવોની બુમો પાડે છે અને હાથપગ મારીને તરવાની કોશીશ કરે છે;પણ પાણીનો પ્રવાહ એકદમ વધારે છે અને તે તરી નથી શકતી.અચાનક તેનું માથું એક પથ્થર સાથે અથડાય છે અને તે ડુબી જાય છે.
આદિત્યને વિશ્વાસ નથી આવતો કે રુહી તેનાથી દુર જઇ શકે છે આ રીતે.તે ત્યાં હાજર પોલીસને જાણ કરે છે.
"આપણે આ બધી ચર્ચા પછી કરીએ તો સારું. પહેલા પોલીસને જાણ કરીએ."
તે ત્યાં વ્યવસ્થામાં હાજર પોલીસને જાણ કરે છે.પોલીસ તેમના તરવૈયાઓની અને રેસ્કયુ ટીમને તાત્કાલિક જાણ કરે છે.તે લોકો આવે છે.તરવૈયાઓ અંદર સુધી જઇને ચેક કરે છે.રેસ્કયુ ટીમ પણ બોટમાં દુર સુધી તપાસ કરે છે;પણ રુહી મળતી નથી.
"સર પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે તેઓ તણાઇને ક્યાંય દુર સુધી જતાં રહ્યા હશે.મને નથી લાગતું કે તેઓ જીવતા હશે."રેસ્કયુ ટીમ.
"મને પણ એવું જ લાગે છે;પણ તમે ફરિયાદ નોંધાવીને રાખો અમને કઇ સમાચાર મળશે તો તમને જણાવીશું."પોલીસ
આદિત્યની મમ્મી તેને એક સાઇડ લઇ જાય છે.
" બેટા પોલીસ ફરિયાદ નોંધાવીશતો વારંવાર તારે કામ ધંધો છોડીને અહીં આવવું પડશે અને આમપણ આટલી મોટી નદીમાં તેનું બચવુ અશક્ય લાગે છે.ચલ માની લઇએ કે આ એક અકસ્માત છે તો."
"તો શું કરું આ આરુહની હાલત જોઇ છે મમ્મી. રડીરડીને ખરાબ થઇ ગઇ છે.તે કેવી રીતે રહેશે રુહી વગર?આપણે બધાં પણ શું કરીશું?"
"હા તો તું પૈસા આપીને અહીંના કોઇ માણસને તેનો ફોટો આપીને કહી દે શોધવા,અગર તે મળી જાય તો." આપણને જાણ કરે."
આદિત્ય અને રુહીના મમ્મીપપ્પા બે દિવસ ત્યાં રોકાય છે અને બધે જ તપાસ કરે છે;પણ રુહી ક્યાંય નથી મળતી.આદિત્ય રુહીના મમ્મીપપ્પા પાસે આવે છે.
"જુઓ મમ્મી પપ્પા એક સત્ય સ્વિકારી લો કે રુહી હવે આપડી વચ્ચે નથી રહી.તેણે આત્મહત્યા કરી છે અને તે જ સત્ય છે.અહીં વધારે રોકાવાનો કોઇ અર્થ નથી.તેના કરતાં મુંબઇ જઇને તેની અંતીમક્રિયા કરી લઇએ."આદિત્યની વાત સાથે રુહીના મમ્મી પપ્પા પણ સહમત થાય છે.
તે લોકો મુંબઇ પરત ફર છે.તે રુહીના અપમૃત્યૃના સમાચાર બધાંને જાણ કરે છે.તેની પાછળની ક્રિયા કરે છે,બેસણું રાખે છે.રુહીના એક મોટા ફોટા પર હાર ચઢાવીને ડ્રોઇંગરૂમમાં તેને એક ખુણામાં સ્થાન આપી દેવાય છે.
આદિત્ય તો એક બે દિવસમાં નોર્મલ થઇને દુકાનપર જવા લાગે છે.તે લોકોને અારુહનું નામ આપીને ચુપ કરાવે છે.
રુહીની વર્ષો જુની નોકરાણી જે આ બધું સાંભળ્યા પછી તરત જ સમજી જાય છે કે આ આત્મહત્યા નહીં પરંતુ તે જ એટેક છે જે તેને આવતા હતાં.કદાચ ડુબકી લગાવતા પણ તેને તે જ થયું હશે.તે આ વાત ઘરમાં બધાંને જણાવવાની કોશીશ કરે છે;પણ ઘરમાં કોઇ તેમની વાત સાંભળવા માંગતુ નથી.
તે આ વાત રુહીના મમ્મીપપ્પાને જણાવવાનું નક્કી કરે છે.તે એક દિવસ રજા લઇને રુહીના ઘરે જાય છે.ત્યાં તેમના મમ્મીપપ્પા દુખી વદને બેસેલા છે.તે રુહીના સાસરીના જુના નોકરાણીને ઓળખતા હોય છે.તે તેમને બેસવા કહે છે.
તે નોકરાણી ત્યાં બેસે છે.
"સાહેબ મારે તમને રુહીબેન વીશે કઇંક કહેવું છે."
"હા બોલોને બેન." રુહીના મમ્મી પપ્પાને આશ્ચર્ય થાય છે કે તેઓ શું કહેવા માંગતા હશે?
તે રુહીને થતી તકલીફ વીશે વિગતવાર જણાવે છે.રુહીના મમ્મી પપ્પા જે આ વાત સાંભળીને ખુબ જ આધાત પામે છે.તેમને રુહીએ આ વાત ક્યારેય નથી કરી.
"ઓહ આ તો એક ખુબ જ રેર બિમારી છે;પણ તેનો ઇલાજ શક્ય છે.કાશ તેણે એક વાર મને કહ્યું હોત."
"સાહેબ માફ કરજો.તેઓ તો આવ્યા હતાં તમારી પાસે ઇલાજ કરાવવા માટે, પણ તમે જ તેમની વાત ના સાંભળી."
ડૉ.શ્યામ ત્રિવેદીને તે દિવસની વાત યાદ આવે છે.જ્યારે રુહી તેમની ક્લિનિકમાં આવી હતી.તે તેની તકલીફ વીશે કહી રહી હતી અને કેવી રીતે તેમણે તેને ભગાવી દીધી હતી.તેમને ખુબ જ અફસોસ થાય છે.
"હે ભગવાન,રુહીના પપ્પા આ શું કર્યુ તમે?બહેન તમારો ખુબ ખુબ આભાર ,પણ હમણાં આ વાત કોઇને ના કરશો.અમારી ખુબ જ બદનામી થશે."
રુહીના સાસરીના જુના નોકરાણી ત્યાંથી જતા રહે છે.
"રુહીના પપ્પા આ શું કર્યુ તમે? તમારી દિકરીની વાત જ ના સાંભળી તમે.હવે આ વાત બહાર ના આવવા દેતા નહીંતર આપણા દિકરાનું ભવિષ્ય પણ બગડશે."
અહીં હરિદ્વારમાં .....
એક રૂમ જે કદાચ હોસ્પિટલના રૂમ જેવો લાગે તેમાં એક ડોક્ટર અને નર્સ બેડ પાસે ઉભા છે.પલંગ પર સુતેલી સ્ત્રીની સારવાર કરવા માટે.ડોક્ટર અને નર્સના ચહેરા પરથી સાફ જોઇ શકાય છે કે તે પેશન્ટની હાલત અતિશય ગંભીર છે.
શું તે નોકરાણી આ વાત ખાનગી રાખશે?
જાણવા વાંચતા રહો..