Love Secrets - 6 - last part in Gujarati Fiction Stories by Hitesh Parmar books and stories PDF | Love Secrets - 6 (સીઝન ફિનાલે)

Love Secrets - 6 (સીઝન ફિનાલે)આજે તો રાજ સમય થી વહેલો જ ઓનલાઇન થઈ ગયો ...

"અરે મને જમવાનું તો બનાવવા દે..." ગૌરી એ કહેલું.

"સારું સારું... બનાવી લે" રાજે લખેલું.

"એટલે એવું છે ને કે મારા ફાધર ડ્રિંક કરે છે..." એને લખ્યું.

"હા તો પાગલ, એટલા માં તો કઈ રડવા નું હશે..." રાજે લખ્યું.

"વાત બસ એ જ નથી... યાર," એને લખેલું.

"મેં મામાના ઘરે રહું છું... મોટા મામાં લોકો ને મારે નથી બનતી..." એને લખ્યું.

"એકવાર ની વાત છે... મારો મામા નો છોકરો વીરેન્દ્ર અને મે વાંચતા હતા... તો એને મારી પાસે અશ્લીલ માગણી કરેલી..." એને રડમસ રીતે જ લખ્યું હશે...

"એની તો ..." રાજ ગાળ બોલતા અટકી ગયો.

"હમમ... ત્યારથી તું નાના મામા સાથે, નાના નાની એમ એકલાં રહો છો એમ ને..." રાજ એ કહ્યું.

"હમમ..." એને લખ્યું.

"દેખ, હવે તું એની આજુ બાજુ પણ ના જતી હો" રાજે લખ્યું.

"હા..." એને લખ્યું.

"દેખ, હવે તું બિલકુલ ના રડતી પ્લીઝ... મે તને રડતા નહિ જોઈ શકતો..." રાજે લખ્યું.

"સારું..." એને લખ્યું.

એ પછી તો રાજે એણે કંઈ કેટલે સુધી બસ એમ જ કહ્યા કર્યું કે તું એના થી દૂર રહજે, તારું ધ્યાન રાખજે એમ!

"યાર એન્જેલ, મને તારી બહુ જ ફિકર થાય છે!!" રાજે મેસેજ કર્યો.

"કેમ?!" રાજની સો - કોલ્ડ એન્જેલ એ સ્વાભાવિક જ પૂછ્યું.

"કેમ કે તું બહું જ પાગલ છું..." રાજે ઉદાસ વાળું ઇમોજી 😔 મોકલ્યું.

"એ તો હું છું જ!" એણે એક અલગ જ અદાથી કહ્યું તો રાજને એની ઉપર બહુ જ પ્યાર આવી ગયો.

એના જ વિચારો અને પ્યારમાં બંને ઑફ લાઈન થયા અને ઊંઘી ગયા.

❤️❤️❤️❤️❤️

"જો તું પ્લીઝ મારી સાથે વાત ના કર..." નેક્સટ ડે અચાનક જ ગૌરીનો તેવર સાવ જ બદલાય ગયો.

"અરે પણ બાબા તને થયું છે શું?! રાજે કહ્યું તો એના શબ્દોથી એ સાફ જાહેર થતું હતું, જાણે કે એની ઉપર આભ તૂટીને પડ્યો હોય!

"મારાથી હંમેશા તું દૂર રહેજે..." ગૌરી એ તાકીદ કરી.

"અરે પણ કેમ, શું થયું છે તને આમ અચાનક?!" રાજે જાણવું હતું.

બંને કૉલેજ માં એમના વર્ગમાં હતા.

પારુલ, જયશ્રી કે નીલમ?! કોને શું કર્યું કે કહ્યું હશે કે આ આટલી બધી અપસેટ થઇ ગઇ?! રાજ મનમાં વિચારી રહ્યો.

એણે આ બધા જ વિચારને એક બાજુ મૂકીને જે પહેલું કામ હતું એ વર્ગમાં બ્લેડ શોધવાનું કર્યું! પણ એણે બ્લેડ મળી જ નહિ! કેમ કે એ અગાઉ જ ગૌરી એ વર્ગમાં બધા જ પાસેથી એની અને એના ફ્રેન્ડ ની હેલ્પ થી બ્લેડ ફેંકવાઈ દીધી હતી!

અરે બાપા શું અલ્લડ છોકરી છે, નથી મરવા દેતી કે નથી જીવવા દેતી! રાજ વિચારી રહ્યો.

"દૂર જ જવું છે ને..." રાજે બધાની સામે જ ગૌરીની આંખોમાં આંખો નાંખી કહ્યું.

"એટલો દૂર ચાલ્યો જઈશ ને કે ક્યારેય પાછો જ નહિ આવું!" એણે કહ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો. એની તુરંત બાદ જ જ્યોત્સના પણ એની પાછળ પાછળ એણે મનાવા કે સંભાળવા ગઈ.

❤️❤️❤️❤️❤️

સૌ આઇટીઆઇ આવી પહોંચ્યા.

આજે રાજનો મૂડ બિલકુલ નહોતો. એણે થોડો સ્વસ્થ થતા કહ્યું, "રોહિત, બ્લે ડ છે?!" એણે કહ્યું તો રોહિતની બાજુમાં જ રહેલી ચંદ્રિકા, એની બાજુમાં જ રહેલી પારુલ અને છેલ્લે ખૂણામાં રહેલી જયશ્રી ના દિલમાં પણ એક સરવરાટી દોડી ગઈ!

"નથી, જાણે ટોપા!" રોહિતે વાત સાંભળી.

દૂર એના પીસી પર બેઠેલી ગૌરી પણ તો આ દૃશ્ય જોઈ જ રહી હતી, ઈવન એની આંખોમાં પણ તો આંસુ જ હતા!

આખીર એ શું વાત હતી કે બંનેને આમ જુદા થવું પડ્યું હતું?! બંને વચ્ચે શુરૂથી બહુ જ સારું તો ચાલે છે, આમ અચાનક કેમ ગૌરી એ દિલ પર પથ્થર મૂકીને રાજને એનાથી દૂર કર્યો હતો?! એમના લવને દૂર કરવા માટેનું કયું એ સિક્રેટ હતું?! કે સિક્રેટસ હતા?!

(સીઝન પૂર્ણ)

સીઝન 2ની એક ઝલક: ગૌરી ને જાણ થઈ ગઈ કે રાજ એના આંસુ જોઈ ગયો તો એ તુરંત જ બીજી બાજુ ફરી ગઈ! અરે પણ એણે પણ ખબર જ હતી કે રાજ એણે કેટલી હદે જાણે છે!

રાજ એના દર્દ અને માનસિક તાણમાં પણ ક્યારનો નોટિસ કરતો હતો કે ગૌરી એના ડાબા હાથને વારંવાર એની ઓઢણીની ઢાંકી રહી હતી!

રાજ ગૌંરીની પાસે ગયો. એને એની આંખમાં જોયું તો ગૌરીની આંખો વધારેને વધારે નમ થવા લાગી. ગૌરી જ્યારે રાજની આંખોના સાગરમાં ઊંડે સુધી જતી રહી કે તુરંત જ રાજે એની ઓઢણી હટાવી લીધી!

નીલમ, જયશ્રી, પારુલ અને ચંદ્રિકા બધા જ તથા રાજના બધા જ ફ્રેન્ડ એ જે જોયું તેઓ વિશ્વાસ નહોતા કરી શકતા!

Rate & Review

Ila

Ila 3 years ago

Moni

Moni 3 years ago

Rakesh Trivedi

Rakesh Trivedi 3 years ago

ashit mehta

ashit mehta 3 years ago

Suresh

Suresh 3 years ago

Share