Rudrani ruhi - 9 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -9

રુદ્રની રુહી... - ભાગ -9

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 9

લગભગ એક મહિનો વીતી જાય છે.રુહીની સ્થિતિમાં કોઇ જ ફરક નથી પડતો.

રુહીની સુરક્ષાને ધ્યાનમાં લઇને રુદ્ર તેની ઓફિસજે ધરમાં હતી તે બીજી જગ્યાએ શીફ્ટ કરી દે છે.

"કાકા પહેલા અાપણે બે એકલા જ હતાં.હવે અાપણા ઘરમાં એક સ્ત્રી પણ છે જે બેભાન છે અને અત્યંત સુંદર પણ છે.હું નથી ઇચ્છતો કે મને મળવા આવતા માણસો તેને જોવે."

છેલ્લા એક મહિના દરમિયાન નર્સ જ્યારે કોઇ કામથી બહાર જાય ત્યારે રુદ્રને તેની પાસે બેસવાનો ચાન્સ મળતો.જેના કારણે તે જાણે કે અજાણે તે રુહી સાથે લાગણીઓથી જોડાઇ જાય છે.

"રુદ્રબાબા માફ કરજો.મારા આગ્રહને કારણે તમારે આ સ્ત્રીને અા ઘરમાં લાવવી પડી."

"કાકા તેને તે સ્ત્રી કહેવાની જગ્યાએ અનામીકા કહીને બોલાવીએ તો પછી તે ભાનમાં આવે પછી તેનું સાચું નામ જાણી લઇશું."

"હા રુદ્રબાબા એ બરાબર રહેશે.મને મારી ભુલ સમજાય છે.તમે તેને હોસ્પિટલમાં મુકી આવો.અામપણ હવે સરકારી હોસ્પિટલ ખાલી થઇ ગઇ હશે.હું તમને વચનમાંથી મુક્ત કરું છું."

"અનામીકા હવે આ જ ઘરમાં રહેશે.આમપણ મે તેના ઇલાજ માટે.વીદેશના એક પ્રખ્યાત ડોક્ટર સાથે વાત કરી છે.તેમની ટ્રીટમેન્ટથી તે જલ્દી ઠીક થઇ જશે."

રુદ્ર હવે અનામીકા એટલે કે રુહીને ઠીક થઇ ગયેલી જોવા માંગે છે.એક દિવસ રુદ્ર ઓફિસ ગયેલો છે.કાકાપણ કામથી બહાર ગયેલા છે.

તેમાં અચાનક જ નર્સને પણ કોઇ કામ આવી જતા રુદ્રને મેસેજ કરીને જતી રહે છે.ડોક્ટરના કહેવા પ્રમાણે રુહી એટલે કે અનામીકાની તબિયત સુધારા પર છે.રુહી ઘરમાં એકલી છે.તેને સપનામાં તે ડુબતી હતી તે જ દ્રશ્ય દેખાય છે.તે બુમ પાડીને ઉભી થાય છે.

"આદિત્ય."

તે માથું પકડીને પલંગ પર બેસે છે.તેને અાટલા સમયથી બેભાન હોવાના કારણે ઊભા થવામાં ખુબ જ તકલીફ પડે છે.તે પોતાની જાતને એક શાનદાર બેડરૂમમાં જોવે છે.તે જગ્યા તેના માટે અજાણ છે.

"હેલો કોઇ છે?"

રુહીને ચાલવામાં ખુબ જ તકલીફ થાય છે.તે ઘરમાં ફરીને કોઇ માણસને શોધે છે.પણ કોઇ જ દેખાતું નથી.

" આદિત્ય. "

તે સીડીઓ ઊતરીને નીચે આવે છે.આટલા દિવસ કોમામા રહેવાથી તેને નબળાઇ આવી ગઇ છે.તે ચક્કર ખાઇને ત્યાં જ બેભાન થઇ જાય છે.અહીં રુદ્રનું ધ્યાન તે નર્સના મેસેજ પર જાય છે.તે કામ છોડીને ઘરે ભાગે છે.તે ઘરે આવે છે અને જોવે છે કે અનામીકા નીચે જમીન પર બેભાન પડેલી છે.બરાબર તે જ સમયે કાકા પણ ઘરે આવે છે અને નર્સ પણ.

રુદ્ર તે નર્સને આવા બેજવાબદાર વર્તન માટે બોલે છે અને તેને કાઢી મુકે છે.રુદ્ર તેને પોતાના બે હાથોમાં ઊચકીને તેના રૂમમાં લઇ જાય છે.તે તેને ઊઠાડવાની કોશીશ કરે છે.તે ઊઠતી નથી.રુદ્ર તેના ડોક્ટર મિત્ર સુદેશને બોલાવે છે.

"કોન્ગ્રેચ્યુલેશન રુદ્ર તારી મહેનત રંગ લાવી અનામીકા હવે બિલકુલ ઠીક છે.બસ આ ઇંજેક્શન આપ્યું છે તેની અસર પુરી થતાં જ તે ભાનમાં આવી જશે.રુદ્ર તું આરામ કર."

"ના આજે પુરી રાત હું અહીં જ તેની પાસે રહીશ.ખબર નહીં તેને ક્યારે ભાન આવે."રુદ્ર ખુબ જ ખુશ છે.તે રુહીના ભાનમાં આવવાની રાહ જોઇ રહ્યો છે.

રુદ્ર રાત્રે ત્યાં જ સોફા પર સુઇ જાય છે.અડધી રાત્રે રુહીને ઇંજેક્શનની અસર ખતમ થતાં તે ભાનમાં આવે છે.તેને હવે પહેલા કરતા સારું લાગી રહ્યું છે.તેને સામે સોફા પર કોઇ સુતેલું દેખાય છે.

" આદિત્ય." રુહી બુમ પાડે છે.રુદ્રની આંખો ખુલી જાય છે.તે ઉભો થાય છે.રુહી આદિત્યની જગ્યાએ કોઇ અન્ય પુરુષને જોઇને ચોંકે છે.તેની સામે એક હેન્ડસમ પુરુષ ઊભો છે.જે તેને તાકીને જોઇ રહ્યો છે.

રુહી ઊભી નથી થઇ શક્તી.
"સાંભળો આદિત્ય કયાં છે?" રુદ્ર તો રુહીને જોવામાં જ ખોવાયેલો છે.તેના પાયલના રણકાર જેવો અવાજ તેના કાનમાં મધની જેમ ભળી જાય છે.રુહીની સુંદર આંખો,પાતળા ગુલાબની પાંદડી જેવા હોઠ દુધને પણ ઝ‍ાંખી પાડે તેવો ગુલાબી સફેદ ચહેરો.

"હેલો આદિત્ય ક્યાં છે?અને હું આ ક્યાં છું?તમે કોણ છો?" રુહી રુદ્રને તંદ્રામાંથી જગાડે છે.તેણે આજ સુધી કોઇ સ્ત્રીને આવી રીતે નથી જોઇ જેવી રીતે તે અનામીકાને જોઇ રહ્યો છે.

"હું રુદ્રાક્ષ સીંહ.તમે મારી હવેલી પર છો હરિદ્વારમાં.મહાપુજાનાં અંતિમ દિવસે ડુબકી લગાવતી વખતે તમે તણાતા તણાતા મારી પાસે આવી ગયાં હતાં.માફ કરજો આ આદિત્ય કોણ છે તે તો હું નથી જાણતો.પણ તમારા પરિવારમાંથી કોઇએ પણ કદાચ પોલીસ કમ્પલેઇન નથી નોંધાવી.આજે તમે પુરા દોઢ મહિના પછી ભાનમાં આવ્યા છો.તમે કોમામાં હતાં.તમને યાદ તો છેને."

"હા મને યાદ છે.અંતિમ ડુબકી વખતે મારી તબિયત ખરાબ થતાં હું તણાઇ ગઇ હતી."રુહીને આધાત લાગે છે કે તે દોઢ મહિનો કોમામાં હતી.

"તમારું નામ."

"રુહી આદિત્ય શેઠ.આદિત્ય મારા પતિ.તે ક્યાં છે?શું તે અહીં નથી?"

"તમારા પતિ?" રુદ્રને આધાત લાગે છે.

"અમે મુંબઈથી આવ્યા હતાં. મારા સાસુ સસરા અહીં એક મહિનાથી અનુષ્ઠાન માટે આવ્યા હતાં.હું મારા પતિ અને મારો દિકરો.મહાપુજાના દિવસે પુજા ખતમ થયા પછી મે ડુબકી લગાવી છેલ્લી ડુબકીમાં મારી તબિયત બગડી અને હું તણાઇ ગઇ."

"ઓહ."

"આદિત્ય શેઠ ,મારા પતિ મુંબઈમાં તેમનો આદિત્ય જ્વેલર્સ નામનો શો રૂમ છે.તમે એક વાર તેમને ફોન લગાવશો? ઓહ આ મારું માથું."

"રુહી તમે સુઇ જાઓ.આટલી રાત્રે કોઇને ફોન કરવો યોગ્ય નથી.કાલે સવારે કરીશું."

રુદ્ર પણ ત્યાં જ સોફા પર સુઇ જાય છે.સવારે તેને કોઇ મળવા આવે છે.તે નીચે જાય છે.તે માણસ રુદ્રને ફોટો બતાવે છે અને તેના વીશે કઇંક કહે છે.જે સાંભળીને રુદ્રને અત્યંત ગુસ્સો અાવે છે.

"રુહી." તે જોડથી ત્રાડ પાડે છે.રુહી ઊંધમાંથી ઝબકીને જાગે છે.તે નીચે આવે છે.

* * *

અહીં આદિત્યના ઘરે આદિત્યના મમ્મી પપ્પા આદિત્યના બીજા લગ્ન વીશે વાત કરી રહ્યા છે.

" કેતકી, મને લાગે છે કે નવી માઁને સ્વિકારવા માટે આદિત્ય થોડો મોટો થઇ ગયો છે તે આદિત્ય અને તેના જીવનમાં રુહીનું સ્થાન કોઇને પણ નહીં આપી શકે."

"હા તો આદિત્યની ઊંમર છે જ શું? આજીવન અામ એકલો થોડી રહેશે.આપણે તેના લગ્ન પેલી." કેતકીબેન બોલતા બોલતા અટકી જાય છે.

"સાચે આ વાત તમે કહી રહ્યા છો?તે સમયે તો તમારે રુહી જેવી વહુ જોઇતી હતી;અને હવે તમને તે ચાલશે.અેક વાત સમજી લો આરુહ તેને સ્વિકારે કે ના સ્વિકારે ,તે આરુહને નહીં સ્વિકારે." પિયુષભાઇ.

કેતકીબેન વિચારે છે કઇંક અને બોલે છે.

"હા તો આરુહને બોર્ડીંગ સ્કુલમાં મોકલી દઇએ તો?આમપણ નવું સત્ર ચાલુ થવાનું છે.મહાબળેશ્વર પાસે એક ખુબ જ સારી બોર્ડીંગ સ્કુલ છે.નવું વાતાવરણ, નવા મિત્રો અને સારું ભણતર તેને રુહીની યાદોમાંથી બહાર આવવામાં મદદ કરશે.રજાઓમાં તો તે ઘરે આવશે જ ને"
કેતકીબેનની વાતો સાંભળીને પિયુષભાઇ આધાત પામે છે.સૌથી વધુ આધાત છુપાઇને આ વાત સાંભળી રહેલો આરુહ પામે છે.તે રડે છે.

"મમ્મી ક્યાં છે તું? આઇ એમ સોરી તું હતી ત્યારે તારી વેલ્યુ ના સમજાઇ પણ હવે મને સમજાય છે ત્યારે તું નથી.મમ્મી પાછી આવી જાને."

* * *

આદિત્ય વારંવાર રાત્રે ઘરની બહાર રહેવા લાગ્યો છે અને આ હવે અવારનવાર થઇ રહ્યું છે.હવે તેનું બહારગામ વારંવાર જવાનું નથી થતું.તે રાત્રે જ્યારે ઘરની બહાર હોય પણ સવારે આરુહ ઊઠે તે પહેલા ઘરે આવી જાય છે.

આજે રાત્રે થોડો વધારે નશો કર્યો હોવાથી તે ઊઠી નથી શક્તો.તે એક શાનદાર રૂમના આલીશાન પલંગ પર માત્ર શોર્ટ્સ પહેરીને સુતેલો છે.એક નાઇટી પહેરેલી સ્ત્રી આવે છે.તે આદિત્યની પીઠ પર તેનો સુવાળો હાથ ફેરવે છે.
"આદિ ડાર્લિંગ.ઊઠ તારે ઘરે જવાનો સમય થઇ ગયો છે.લે આ લીંબુ પાની પીલે તને સારુ લાગશે."

" રુચી પ્લીઝ સુવા દે ને.કાલે રાત્રે બહુ લેટ થઇ ગયું હતું."

રુદ્ર અને રુહીની પહેલી મુલાકાત શું અંતિમ મુલાકાત બની જશે?
શું રુચી આરુહના જીવનમાં તોફાન લાવશે?

જાણવા વાંચતા રહો.
Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 6 months ago

Bhimji

Bhimji 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Neepa

Neepa 1 year ago