Rudrani ruhi - 11 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-11

રુદ્રની રુહી... - ભાગ-11

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને કહાની.ભાગ - 11

રુદ્ર કાકાસાહેબના ગોડાઉનમાં પહોંચે છે.જ્યાં કાકાસાહેબ એક ખુરશીમાં બેસેલા છે.રુહીને પાછળ એક ખુરશીમાં બાંધેલી છે.

"આવ રુદ્ર,તે ભલે પુરી દુનિયાથી છુપાવીને રાખી પણ અમે શોધી કાઢી તારી પત્નીને.તારી કમજોરીને.હવે તારે અમારી વાત માનવી પડશે નહીતર તારી પત્ની જીવતી નહીં બચે.હવે તું અમારા ઇશારા પર નાચીશ નહીતર આ સુંદરીનો ખેલ આ દુનિયામાંથી ખતમ."

"કાકાસાહેબ, તે મારી પત્ની નથી."

" અચ્છા તો તે તારા ઘરમાંથી કેમ બહાર નિકળી અને આટલા દિવસ કેમ અંદર હતી;અને બીજી વાત મારા એક ફોનથી તું દોડતો દોડતો કેમ આવી ગયો."

" બધું જ જણાવું."

રુદ્ર રુહી તેને કઇરીતે મળી તે પુરી વાત જણાવે છે.

"તારા ડોક્ટર પર મને વિશ્વાસ નથી.તે અગર ડુબી હશે તો તેના પરિવારે ફરિયાદ નોંધાવી હશે ઉભો રહે મારો મિત્ર છે પોલીસ સ્ટેશનમાં હું તેને પુછી જોઉં."કાકાસાહેબ ફોન કરીને રુહી નામની સ્ત્રી વીશે પુછે છે.


"મને ઉલ્લુ બનાવે છે.કોઇ પણ પોલીસ સ્ટેશનમાં કોઇ ફરિયાદ નથી."


"એક મીનીટ,તમે મારા પતિ આદિત્ય શેઠને ફોન કરો.તેમનો મુંબઈમાં આદિત્ય જ્વેલર્સ કરીને શોરૂમ છે."

રુહી કાકાસાહેબને આદિત્યનો ફોન આપે છે.જે રુચિ ઉપાડે છે.

" હેલો,હું હરિદ્વારથી બોલું છું.હું આદિત્ય શેઠ સાથે વાત કરી શકું છું?"કાકાસાહેબ

"પણ શેના માટે?" હરિદ્વારથી ફોન આવ્યો છે તે સાંભળીને રુચીને આધાત લાગે છે.

"તેમની પત્ની વીશે વાત કરવી હતી."

"એતો મરી ગઇ બે મહિના થયા.મુકો ફોન."રુચી ફોન મુકી દે છે.
"બસ હવે હું કોઇને ફોન નહીં કરું.મને હવે વધારે ઉલ્લુ નહીં બનાવી શકો.રુદ્ર સ્વિકાર કે આ તારી જ પત્ની છે.નહીંતર."કાકાસાહેબ રુહીના લમણે બંદુક રાખે છે.

"હા છે રુહી મારી પત્ની છે.રુહી રુદ્રાક્ષ સીંહ.હવે છોડી દો તેને."રુદ્ર ચિંતામાં છે.

"સરસ,અંતે તે સત્ય કબુલ્યુ છે.રુહીને રુદ્રની વાત સાંભળીને આઘાત પામે છે.રુદ્ર રુહીને અહીંથી છોડાવીને લઇ જવાનું નક્કી કરે છે.તે કાકાસાહેબને વાતોમાં વ્યસ્ત રાખી ને ત્યાં એક ટેબલ પર પડેલી ગન લઇ લે છે.પછી તે કાકાસાહેબના હાથ પર લાત મારીને તેમની ગન પાડી દે છે અને તેમના લમણે રુદ્ર ગન મુકે છે.

"ખબરદાર, રુહીને છોડી દો નહીંતર તમારા બોસ આજે બચશે નહીં."

તે લોકો રુહીને છોડી દે છે.રુદ્ર કાકાસાહેબને ધક્કો મારીને પાડી દે છે.તેમને ત્યાં બંધ કરીને રુહીને લઇને નિકળી છે.

"રુદ્ર હું તારી રુહીને કે તેના પરિવારને કોઇને નહીં છોડું તે બધાંને દર્દનાક મોત મળશે."કાકાસાહેબ.

રુહી ખુબ જ ડરેલી છે.રુદ્ર તેને પોતાના ઘરે લઇને આવે છે.હરીરામકાકા રુહીને જોઇને આશ્ચર્ય પામે છે.રુહી જે અહીં ફરીથી પગ નહીં મુકવાનો નિશ્ચય કરી ચુકી હોય છે તે નાછુટકે અંદર પગ મુકે છે.

રુદ્ર હરીરામકાકાને બધી વાત કહે છે.
"બેટા,તું આરામ કર.કાલે વાત કરીશું."

"મને ભુખ લાગી છે."

"રુદ્રબાબા જમવાનું તૈયાર છે.તમે ફ્રેશ થઇને આવો જમી લઇએ."કાકા રસોડા જતા રહે છે.

"રુદ્ર મને કપડાં જોઇએ છે બીજા આ તો ખરાબ થઇ ગયાં છે."રુહી.

"અોહ,મારા ઘરમાં કોઇ સ્ત્રી નથી તમે ઇચ્છો તો મારો કુરતો પાયજામો લઇલો અત્યારે કાલે હું નવા કપડાં લઇ આવીશ."

રુહી નાહીને ફ્રેશ થઇને રુદ્રના કુરતા પાયજામામાં આવે છે.તેના ભીના વાળમાંથી પાણી ટપકે છે મોસ્ચ્યુરાઇઝર લગાડેલો ચહેરો ચમકે છે.રુદ્ર તેની સુંદરતા જોઇને દંગ રહી જાય છે.રુહીની સાદગી તેની સુંદરતામાં વધારો કરે છે.

"જમી લઇશું?" રુહી રુદ્રને તંદ્રામાંથી જગાડે છે.

"હા ચલો."
રુહી અને રુદ્ર જમી લે છે.રુહી આદિત્યના ફોન પરથી કોઇ સ્ત્રી દ્રારા કાકાસાહેબને મળેલા જવાબથી આઘાતમાં છે.તે પોતે એક વાર આદિત્ય સાથે વાત કરવાનું નક્કી કરે છે.રુદ્રને ફરીથી રુહીની આત્મહત્યા વાળી વાત યાદ આવતા ગુસ્સે થાય છે.

"જુઓ,જ્યાં સુધી કાકાસાહેબની ગેરસમજ દુર નહીં થાય ત્યાં સુધી તમારે અહીં જ રહેવું પડશે.અહીં થોડા નિયમો તમારે પાળવા પડશે.જેમ કે તમે આ ઘરમાં મહેમાન છો તો ઘરના સભ્ય બનવાની કોશીશ ના કરતા.બીજું રસોડામાં પગ મુકવાનો નહીં.તમારે જે પણ જોઇએ તે મને કે હરીરામ કાકાને કહેવાનું.ઘરના અન્ય કોઇપણ રૂમમાં કોઇપણ વસ્તુ અડવી નહીં."

"સારું.પણ શું હું મહાદેવજીની પુજા કરી શકું છું? હું તેમને ખુબ જ માનું છું."રુહી સુંદર અને વિશાળ મહાદેવજીના મંદિરને જોતા બોલે છે.

"હા પણ મોટા અવાજે નહીં."

"ચોક્કસ."રુહી તેના ગેસ્ટરૂમમાં સુવા જતી રહે છે.થાક અને નબળાઇને કારણે તે સુઇ જાય છે.બીજા દિવસે સવારે નાસ્તાના ટેબલ પર રુદ્ર અને રુહી વચ્ચે એક અજીબ શ‍ાંતિ છે.

"રુદ્રાક્ષજી,મારે એક વાર મારા પતિ સાથે વાત કરવી છે.કદાચ તે અહીં મને લેવા આવે તો કાકાસાહેબની ગેરસમજ દુર થઇ જાય."

રુદ્ર રુહીને તેનો મોબાઇલ આપે છે.રુહી આદિત્યનો મોબાઇલ નંબર લગાડે છે.અહીં આદિત્ય રુચિની બાંહોમાં નીરાંતે સુઇ રહ્યો છે.ફોનની રીંગ વાગતા તે ઉઠી જાય છે.

"અાદિત્ય." આ અવાજ સ‍ાંભળીને આદિત્ય સફાળો જાગી જાય છે.
"રુહી." રુહીનું નામ સાંભળીને રુચિ પણ બેસી જાય છે.

"આદિત્ય હું જીવું છું અને અહીં હરિદ્વારમાં જ છું.આદિત્ય હું મુસીબતમાં છું.તું પ્લીઝ મને અહીં આપણા પરિવાર સાથે લેવા આવને."
આદિત્ય રુહીના જીવતા હોવાના સમાચારથી ભાવુક થાય છે.પણ સામે રુચિનો ધમકી વાળો ચહેરો જોઇને તે ખુશી જાહેર થવા દેતો નથી.અહીં રુદ્ર ફોન સ્પિકર પર મુકે છે.

" રુહી ??કોણ રુહી??કઇ રુહી??તે રુહી જેણે વગર વિચાર્યે આત્મહત્યા કરવા જેવું કાયરો જેવું પગલું ભર્યું હતું.જીવ જોખમમાં છે.તે વાત તને આત્મહત્યા કરતી વખતે નહતી યાદ આવી?"

"અાદિત્ય,મે આત્મહત્યા નહતી કરી."

"તને ખબર છે.આરુહની શું હાલત થઇ હતી તારા વગર એકદમ દુખી અને નીરાશ.માંડમાંડ સંભાળ્યો છે તેને."

"તો?"
રુચિ આદિત્યને ઇશારો કહીને ના પાડે છે.આદિત્ય આઘાત પામે છે.

"બોલ આદિત્ય?" રુહી રડી રહી છે.

"ના,તું જ્યાં છે ત્ય‍ાં જ રહે.આમપણ તારી અંતિમ વીધી અમે કરી જ નાખી છે. બધાંએ તને મૃત જ સમજી લીધી છે."

રુહી આદિત્યને પોતાને આવતા એટેક વીશે કહે છે.તે દિવસે બનેલી ઘટના અને રુદ્ર દ્રારા થયેલા બચાવ વીશે પણ કહે છે.

" અચ્છા એ જે પણ હોય.હવે તેનો કોઇ અર્થ નથી.આમપણ તે મને આ એટેક વાળી વાત તો ક્યારેય નથી કરી."

"હા,અગર તમને મારી વાતનો વિશ્વાસના હોય તો તમે આપણા નોકરાણીને પુછી શકો છો."

"રુહી,સાંભળ આમપણ હવે કોઇ ફાયદો નથી તારા પાછા આવવાનો કેમ કે હું મારી નાનપણની દોસ્ત રુચિ સાથે લગ્ન કરી રહ્યો છું."

"અને આરુહ તેનું શું? "રુહી આદિત્યના બીજા લગ્નની વાત સાંભળીને દુખી થાય છે.

"તે હવે ઠીક છે.તેણે એ સત્ય સ્વિકારી લીધું છે કે હવે તેની મમ્મી આ દુનિયામાં નથી.તે પણ તને નફરત કરે છે કેમકે તેને પણ લાગે છે કે તે આત્મહત્યા કરી છે.તે આવતા અઠવાડિયે બોર્ડીંગ સ્કુલ જઇ રહ્યો છે.મારી એક વોર્નિંગ સાંભળી લે હવે અમારી શાંત જિંદગીમાં પાછી આવવાની કોશીશ ના કરતી.અને આરુહને મળવાની કે તેની સાથે વાત કરવાની કોશીશ ના કરતી.હવે તું જ્યાં છે એ જ તારી કિસ્મત છે.ગુડ બાય."

આદિત્ય ફોન મુકી દે છે.રુદ્ર પણ આદિત્યની વાત સાંભળીને આઘાત પામે છે.તેને રુહી માટે સહાનુભૂતિ થાય છે.પણ તે હજી એમ જ માને છે કે તેણે આત્મહત્યા ની કોશીશ કરી હતી.

"રુદ્રાક્ષજી શું હું મારા મમ્મી પપ્પાને ફોન કરી શકું તે જરૂર મને લેવા આવશે."

"ના બિલકુલ નહીં.તમે કાકાસાહેબની વાત ના સાંભળી.તમારો અને તમારા પરિવારનો જીવ જોખમમાં છે.અગર તે અહીં આવશે તો કાકાસાહેબ તેમને પણ નુકશાન પહોંચાડશે."

રુહી નીરાશ થઇ જાય છે.
"રુદ્રજી ચિંતા ના કરો.હવે મારે મુંબઇ પાછું નથી જવું.તમારા કાકાસાહેબની ગેરસમજ દુર થશે પછી હું મારી રીતે મારા પગ પર ઊભી થઇને મારું જીવન વીતાવીશ."

"ડોન્ટ વરી તમે અહીં રહી શકો છો.અને અત્યારે આપણે પહેલું કામ તમારા માટે કપડાં લેવા જઇશું."રુહીના આત્મવિશ્વાસથી રુદ્ર આશ્ચર્ય પામે છે.રુહી હવે રડી નથી રહી તે એક આત્મવિશ્વાસ સાથે ઊભી થાય છે.

શું કાકાસાહેબ રુહીની સત્ય હકીકત જાણી શકશે?

કેવો રહેશે રુદ્ર અને રુહીનો સફર ?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Anamika Sagar

Anamika Sagar 12 months ago

Bhimji

Bhimji 1 year ago

Appy Shingala

Appy Shingala 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago