રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને કહાની.ભાગ - 14
આરુહને તેના કાન પર વિશ્વાસના થયો.
"શું મમ્મી હજી જીવે છે?આ વાત પપ્પા જાણતા હોવા છતા તેમણે કોઇને કહ્યું નહીં.હું કહીશ દાદાદાદીને તે લોકો લઇ આવશે મમ્મીને અને પેલા આંટી મારા નવા મમ્મી નહીં બને."
ત્યાં અચાનક જ રુચિએ આવીને આરુહનો હાથ પકડી તેને તેના રૂમમાં લઇ ગઇ અને બારણું અંદરથી બંધ કર્યું.
"આરુહ સાચું બોલ,તે વાત સાંભળી લીધીને અમારી?બેડ મેનર્સ આરુહ."
"હા ,ભલે બેડ મેનર્સ પણ આ વાત હું હવે દાદાદાદીને કહીશ અને તે મમ્મીને પાછી લઇ આવશે."આરુહને હિંમત મળી.
"પણ તને ખબર છે કે તારી મમ્મીએ આત્મહત્યા કરી હતી.તે તને પ્રેમ નહતી કરતી.તે તને પ્રેમ કરતી હોત તો આમ આત્મહત્યા થોડી કરતી.તારી મમ્મી જીવતી છે તો અહીં આવતી કેમ નથી.આટલો સમય થયો તે નાની છોકરી નથી કે જે આવી ના શકે."
રુચિની વાતે આરુહેને વિચારતો કરી દીધો.
"તે નથી આવી મતલબ એ છે કે તે આવવા જ નથી માંગતી.જ્યારે તારા પપ્પાને ખબર પડી તો તેમણે તો કહ્યું કે તું આવીજા આરુહ તારા વગર દુખી છે પરેશાન છે.જો તો પણ તે આવી?
તારા પપ્પા પણ શું કરે હજી તો તે યુવાન છે તું તારી જિંદગીમાં વ્યસ્ત થઇ જઇશ તેમને પણ કોઇનો સહારો જોઇએને.તને શું લાગે છે કે તારથી છુટકારો મેળવવા અમે તને બોર્ડીંગ સ્કુલમાં મુકી રહ્યા છીએ.
ના.તને ખબર છે તે સ્કુલમાંથી ભણેલા બાળકો આજે કેટલી મોટી પદવી પર છે.તારે ડોક્ટર બનવું છે ને.આપણા શહેરના ઘણાબધા ફેમસ ડોક્ટર તે જ સ્કુલમાં ભણેલા છે."રુચિએ બગડી ગયેલી બાજી ઓલમોસ્ટ સંભાળી લીધી.
"આંટી,તમે સાચું બોલો છો કે મને પટાવવાની કોશીશ કરી રહ્યા છો.જો એવું હશેને તો હું આ વાત અત્યારે જ દાદાદાદીને કહીશ.મારી મમ્મી કોઇ તકલીફમાં હશે એટલે નહીં આવી હોય.હું એટલો પણ ભોળો નથી કે તમારી વાતમાં આવી જઉં."
" અચ્છા.એક કામ કરીએ.તારી મમ્મીને ફોન લગાવીએ.તું કહે તેમને કે આવી જાય.જો તે આવી ગઇને તો હું તારા પપ્પાને ક્યારેય નહીં મળું."
રુચિએ આદિત્યના મોબાઇલમાંથી રુદ્રનો નંબર પોતાના મોબાઇલમાં સેવ કરી દીધો હતો.તે નંબર તેણે ડાયલ કર્યો.અહીં રુદ્ર,રુહી અને અભીષેક ડિનર ટેબલ પર બેસેલા હતાં.રુદ્રના ફોનમાં રીંગ વાગતા તે ફોન સ્પીકર પર લગાવ દીધો.
"હેલો,રુહીના દિકરા આરુહને તેની સાથે વાત કરવી હતી."આ સાંભળતા જ રુહીના હાથમાંથી ચમચી પડી ગઇ.તેણે દોડીને ફોન લઇ લીધો
"આરુહ,બેટા મમ્મી બોલું."
"મમ્મી તું ક્યાં છો.તું મને એકલો મુકીને કેમ જતી રહી?"રુહી અને આરુહ ખુબ રડ્યાં.
"આરુહ,તું કેમ છે?"
"વ્હાય મોમ? આવો પ્રશ્ન કેમ પુછ્યો?તું મને મુકીને સુસાઇડ કરવા ગઇ હતી ને તો હવે કેમ મારી ચિંતા કરે છે?"
"બેટા મે સુસાઇડ નહતો કર્યો.એ અકસ્માત હતો.મારો વિશ્વાસ કર."
"સાચે.કર્યો વિશ્વાસ.તો આવી જા કાલેને કાલે અહીં આવી જા મારી પાસે."
આરુહના શબ્દોએ રુહીને આદિત્યની વાત યાદ દેવડાવી કે તે રુચિ સાથે લગ્ન કરવા માંગતો હતો.
"બેટા હું પાછી જરૂર આવીશ.પણ કાલેને કાલે શક્ય નથી."
"મમ્મી મારાથી વધારે શું મહત્વનું છે તારા માટે?"
"તારાથી વધારે શું મહત્વનું હોય?પણ શું કરું હું મજબૂર છું."આરુહ આગળ કઇંક બોલે તે પહેલા રુચિએ ફોન કાપી નાખ્યો.
"જોયું હવે મારે વધારે કઇ કહેવાની જરૂર છે?"
"ના આંટી.તૈયારી કરાવો.તમારી અને પપ્પાની સગાઇ પછી હું બોર્ડીંગ સ્કુલ જવા તૈયાર છું."રુચિએ તેને હસીને ગળે લગાડતા વિચાર્યું.
"બાપ દિકરો બન્ને મારા કંટ્રોલમાં છે હવે."રુચિ મનોમન ખુશ થઇ.તેનું અડધું સત્ય અને થોડું ખોટું આરુહ પર કામ કરી ગયું.
* * *
રુહીને રડતા જોઇને અભીષેક તરત જ તેના માટે પાણીનો ગ્લાસ લઇને ગયો.
"રુહી સમય સાથે બધું જ ઠીક થઇ જશે.આમપણ જે થાય તે સારા માટે એમ વિચારશો તો વધારે ખુશ રહી શકશો.જે વસ્તુ આપણા હાથમાં ના હોય તેના માટે દુખ કરીને કોઇ જ ફાયદો નથી.
રુહી કાલથી તમારી ટ્રેનીંગ શરૂ થશે.તો એમ વિચારો કાલથી તમારી નવી શરૂઆત છે.સો ડોન્ટ વરી.જઇને સુઇ જાઓ આવતીકાલ એક નવી સવાર લઇને આવશે."
રુહી દુખી હ્રદયે તેના રૂમમાં જતી રહી.
"રુદ્ર મને રુહીના બધાં મેડિકલ રીપોર્ટ અને તેની ફાઇલ આપજે."
રુદ્ર આટલું બધું થયા બાદ પણ કોઇક વિચારોમાં ખોવાયેલો હતો.તેને તેની અને અભીષેક વચ્ચે થયેલી વાત યાદ આવી.
"વિચારીલે રુદ્ર હું કઇપણ માંગી શકું છું."
"હા રુદ્રનુ વચન છે.બોલ."
"જો હું સાબિત કરી દઉં કે રુહીએ આત્મહત્યા કરવાની કોશીશ નહતી કરી,તો તું રુહી સાથે લગ્ન કરીને ખુશી ખુશી લગ્નજીવન વિતાવીશ.આમપણ તેનો પતિ બીજા લગ્ન કરી રહ્યો છે."
"બકવાસ શરત."
"જો રુદ્ર તે વચન આપ્યું હતું."
" સારું મંજૂર.જો તું સાબિતના કરી શક્યો તો તું લગ્ન કરીશ તેની સાથે."
"ના તે શક્ય નથી.મારા જીવનમાં કોઇ સ્ત્રીને સ્થાન નથી કેમકે મારા લગ્ન મારા કામ સાથે થઇ ચુક્યા છે.હું મારા કામમાં એટલો વ્યસ્ત હોઉ છું કે હું તેને સમય જ ના આપી શકું."
"ના ડીલ.હવે આ જ ફાઇનલ રહેશે."
રુદ્ર આ વિચારોમાં જ હતો.અભીષેક રુહીના રૂમમાં ગયો.
"હાય રુહી હું આવું?"
રુહી ઉદાસ હતી.તેણે માથું હા માં હલાવ્યું.અભીષેક તેને બહાર બાલ્કનીમાં લઇને ગયો.બાલ્કની ખુબ જ વિશાળ હતી.ત્યાં સુંદર પ્લાન્ટ્સ હતાં,એક હિંચકો હતો અને ઉપર વિશાળ આકાશ ,આકાશમાં ટમટમતા તારાઓ.રુહીને આ શુદ્ધ વાતાવરણમાં ખુબ રાહત અનૂભવાઇ.
"રુહી,તમે તમારા દિકરા અને પતિની વાતોથી પરેશાન છોને."
"મે લગ્ન કર્યાને ત્યારથી મારું જીવન,મારો પ્રેમ અને મારી જાતને તેને સર્મપીત કરી દીધી.ક્યાં કમી રહી ગઇકે આદિત્ય મારા ગયાના એક જ મહિનામાં તેમની દોસ્ત રુચિ સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગયા." રુહી
"સાચું કહું.હું તમારા વીશે રુદ્રએ કહ્યું તેટલું જ જાણું છું.હા એક વાત જરૂર કહીશ.તે બધાં વિચારોમાંથી બહાર નિકળો. તમને જ્યારે પાણીમાં ડુબવાનો અહેસાસ થયો હતો ત્યારે તમને બચવાની આશા પણ નહીં હોય.તો હવે આ નવું જીવન મળ્યું છે. તો જીવનને એક નવી તક આપો.પાંખોને ખોલો અને ઉડો મુક્ત આકાશ મળ્યું છે તમને."
રુહી અભીષેક સામે જોઇ રહી હતી.
"હા સાચું કહો છો કદાચ તમે.મારે મારી જાતને એક ચાન્સ આપવો જોઇએ.થેંક યુ."
"ફ્રેન્ડ્સ."અભીષેક રુહી સામે દોસ્તીનો હાથ લંબાવ્યો.રુહીએ ખુશી ખુશી હાથ મીલાવ્યો.
"ગુડ નાઇટ રુહી."
હજી જે થોડાક જ કલાકો પહેલા રુહીને મળ્યો હતો.તે અભીષેક રુહીને જીવન જીવવાનો નવો અભીગમ શીખવાડી ગયો.તે શાંતિથી સુઇ શકી.બીજા દિવસે સવારે ઉઠીને શીવજીની પૂજા કરવા બેઠી.તે ધીમે સ્વરે શીવજીની સ્તુતિ બોલી રહી હતી.રુદ્ર ઉઠીને નીચે આવ્યો.તે રુહીના મધુર સ્વરમાં એટલો ખોવાઇ ગયો કે તે પણ તેની પાછળ બેસી ગયો.તે ભગવાનને જોવાની જગ્યાએ તેને જ જોતો રહી ગયો.
અચાનક રુહી પાછળ રુદ્રને જોતા તે ચુપ થઇ ગઇ.
"સોરી,મે કદાચ મોટા અવાજે સ્તુતિ ગાઇ."
"ના ખુબ જ મધુર અવાજ છે તમારો.કાલથી તમે જ રોજ પૂજા કરશો અને મને પણ બોલાવશો." રુહી સંકોચ સાથે માથું હામાં હલાવ્યુ.
"રુહી તૈયાર થઇને નીચે આવો.આપણે કસરત અને યોગા માટે જવાનું છે."
રુદ્ર ગેટ પાસે તેની રાહ જોઇને ઉભો હતો.રુહી ધીમેધીમે નીચે બ્લેક કલરના ટ્રેક શુટમાં તે એકદમ અલગ જ લાગી રહી હતી.ચુસ્ત બ્લેક કલરના ટ્રેક પેન્ટ અને બ્લુ લાઇનીંગવાળા ફુલ સ્લિવના ટીશર્ટ અને વાળ પોનીમાં બાંધ્યા હતાં.
રુહીને જોઇ રુદ્ર તે અહીં કેમ આવીને ઉભો હતો તે ભુલી ગયો.તે પોતાની જાતને તેની તરફ ખેંચાઇ રહ્યો હોય તેવું અનુભવી રહ્યો હતો.રુદ્રની નજર રુહીથી અજાણ નહતી.તે સંકોચ અનુભવી રહી હતી.
"ચલો રુદ્ર."
"હા ચલો ગાડીમાં બેસો.આપણે ક્યાંક બીજે જઇશું."
"રુદ્ર તમે મને તું કહેશો તમેની જગ્યાએ તો વધારે ગમશે."તે થોડું અટકીને બોલી,
"રુદ્ર ફ્રેન્ડ્સ?" તેણે રુદ્ર સામે જોઇને હાથ લંબાવ્યો.
રુદ્ર રુહીની દોસ્તીનો સ્વિકાર કરશે?
શું ધીમેધીમે રુહી રુદ્રની નજીક આવશે કે અભીષેકની?
આદિત્યના દગાને ભુલાવી રુહી નવું જીવન શરૂ કરી શકશે?
જાણવા વાંચતા રહો.