રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને કહાની.ભાગ - 15
રુદ્ર રુહીનો લંબાયેલો હાથ અવગણીને ગાડીમાં બેસી ગયો.રુહીને ખુબ જ ગુસ્સો આવ્યો.તે વિચારતી ઊભી રહી.
"કેવો અકડુ છે."
ત્યાં ગાડીનો હોર્ન વાગ્યો.
"મેડમ,ચલો વહેલી સવારે જ ત્યાં યોગા કરવાની મજા આવશે."
રુહી મોઢું ફુલાવીને ગાડીમાં બેસી.તે ગાડીમા બેસીને રુદ્રની વિરુદ્ધ દીશામાં મોઢું કરીને બેસી ગઇ.તેણે મનોમન નક્કી કર્યું
" ખડુસ માણસ તે મારો દોસ્તી માટે લંબાયેલો હાથ અવગણી દીધો.હવે તું સામેથી આવીશ તો પણ તારી દોસ્તી નહીં સ્વિકારુ."
રુદ્રને તેનું ફુલેલુ મોઢું જોઇને મજા આવી રહી હતી.તે રુહીને થોડું પરેશાન કરવા માંગતો હતો.તે લોકો હરિદ્વારની નજીક એક હીલી એરિયામાં આવ્યા.ત્યાં નરમ નરમ ઘાસ,સુંદર વૃક્ષો અને આહલાદાયક વાતાવરણ હતું.
"વાઉ."અહીંનું સુંદર વાતાવરણ જોઇને રુહીનો મુડ સુધરી ગયો.
"ચલો તો શરૂ કરીએ." રુદ્ર રુહીના ખુશ ચહેરાને જોઇ રહ્યો હતો.
રુહીએ માથું હકારમાં હલાવ્યું.
"તો પહેલા નીચે બેસી જાઓ પદ્માસનમાં અને હાથને આમ યોગ મુદ્રામાં રાખો.હવે આંખો બંધ કરીને 'ઓમ'નો જાપ કરો."
રુદ્ર અને રુહીએ સામસામે બેસીને અલગ અલગ પ્રાણાયામ જેમ કે અનુલોમ વિલોમ,કપાલભાતી ટ્રાય કર્યા.રુહીને પ્રાણાયામ કરી એક અદભુત માનસીક શાંતિ મળી.
" આ હતી મનને મજબુત અને શાંત રાખવાની કસરત.હવે શરીરને મજબૂત બનાવવાની કસરત અને યોગ કરીએ."
રુદ્રએ તેને વન લેગ બેલેન્સ શીખવાડ્યુ.રુદ્ર તેના એક પગને વાળીને બે હાથ ઉપર જોડીને યોગ કરીને બતાવ્યો.રુહી જેણે ક્યારેય યોગ નહતા કર્યા.તે આ યોગ કરવાની કોશીશ કરતા તે પડી ગઇ.
રુદ્રને હસવું આવ્યું.તે ઉભો થઇને રુહીની પાછળ આવ્યો તેના બે હાથને પોતાના હાથમાં પકડીને તેને ઉપર કર્યા અને તેને બેલેન્સ કરવામાં મદદ કરી રહ્યો હતો.રુદ્ર અને રુહી એકબીજાની એકદમ નજીક હતાં.
એકબીજાના સ્પર્શને અનુભવી રહ્યા હતાં.રુહીની સુગંધમાં રુદ્ર એવો ખોવાઇ ગયો કે તે અહીં આવવાનું કારણ જ ભુલી ગયો.તે રુહીને પકડીને ક્યાય સુધી એમ જ ઊભો રહ્યો.
" રુદ્ર મારો પગ દુખે છે."રુદ્ર તંદ્રામાંથી જાગ્યો.રુહીને ઘણીબધી કસરત અને યોગ કરાવ્યા.ધીમેધીમે રુહી યોગાસન અને કસરત શીખી રહી હતી.રુદ્ર અને રુહી એકબીજાની કંપની એન્જોય કરી રહ્યા હતા.
ત્યારબાદ રુદ્ર રુહીને શુટીંગ રેન્જમાં લઇ જઇને ગન વીશે માહિતી આપીત્યાં ફોર્મ ભરીને તેનું એડમીશન કરાવ્યું.
"રુહી આજ માટે આટલું બહુ થયું.હવે ઘરે જઇએ અભીષેક આપણી રાહ જોઇ રહ્યો હશે."રુહી જતી હતી ત્યાં રુદ્રએ તેનો હાથ પકડ્યો.
"એક વાત સમજી લો રુહી.રુદ્ર આટલી મદદ કોઇ પારકાની ક્યારેય નથી કરતો.જે તેના અંગત હોય તેનીજ કરે છે.એટલે હવે તમારે સમજવાનું કે તમે દોસ્ત છો મારા કે નથી.ચલો ભુખ નથી લાગી." રુદ્ર રુહી માટે એક કોયડા સમાન બની ગયો હતો.તેને સમજવો ખુબ જ અઘરો લાગતો હતો.તે લોકો ઘરે પહોંચ્યા જ્યાં અભીષેક તેમની રાહ જોઇને જ બેઠો હતો.તે રુહીને આ અંદાજમાં જોઇને આશ્ચર્ય પામ્યો.
"ગુડ મોર્નિંગ ગાયઝ.રુહી યુ લુક બ્યુટીફુલ."
"રુહી તેની સામે હસી.રુદ્ર અને રુહી ફ્રેશ થવા ગયાં.રુહી કપડા બદલીને તો આવી પણ રુદ્ર તેના માટે જે કપડા લાવ્યો હતો તે વધારે પડતા ફીટ હોવાના કારણે તે અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહી હતી.જેની પર અભીષેકનું ધ્યાન હતું.
રુહી નાસ્તોની પ્લેટમાંથી એક ચમચી મોંમાં મુકી તેને તે બેસ્વાદ લાગ્યો તેને પોતાના હાથની બનેલી ચા અને ગરમ નાસ્તો કરવાનું મન થયું પણ રુદ્રની રસોડામાં પગ મુકવાની મનાઇને કારણે તે તેમ નથી કરી શકતી.તેણે માત્ર દુધ અને ફ્રુટ્સ ખાઇને કામ ચલાવ્યું.
તેને ખુબ જ ભુખ લાગી હતી.જે પણ અભીષેક જોઇ રહ્યો હતો.
"રુહી તમને કસરત કરીને ખુબ ભુખ લાગી હશે.તો કઇ ખાતા કેમ નથી?"
"ના બસ આ દુધ પી લીધુંને તો હવે ચાલશે.હું જઉં." તે પોતાના રૂમમાં જતી રહી.
"હે ભગવાન,શું મુસીબત છે? ખાવામાં સ્વાદ નથી.આ કપડાં તેમા શ્વાસ નથી અને જીવન તેમા કોઇ ઊમંગ નથી.શું હાલ થયો છે જીવનનો."
"ઓહ આ તો મોટી મુશ્કેલી છે વત્સ.તેનો ઇલાજ કરવો પડશે.ખાવામાં સ્વાદ, અને જીવનમાં ઊમંગ તો લાવવો જ પડશે."અભીષેક અંદર આવ્યો.
"અભીષેક.તમે?"
"હા હું.મે નોટીસ કરી આ બન્ને વાત નીચે કે આ કપડા તમને ફીટ પડી રહ્યા છે અને ભોજન તમને બેસ્વાદ લાગ્યું.તો કપડાં માટેનો ઇલાજ છે શોપિંગ.જે આજે આપણે કરવા જઇશું;પણ સ્વાદ તેનો ઇલાજ મને નથી ખબર."
"બહાર નિકળીશું તો કાકાસાહેબના માણસો?"
"ચિંતા ના કરો.હું તમારી સાથે હોઇશને તો કોઇ તમને હાથ પણ નહીં લગાડે.હા બાકી ભોજનના સ્વાદ વિશે કશુંજ નહીં થાય કેમકે હરિરામકાકાને આવું જ બનાવતા આવડે છે.તમારી પાસે તેનો કોઇ ઇલાજ છે?"
"હા છેને.હું પોતે તેનો ઇલાજ છું.અભિમાન નથી કરતી પણ એક વાર જે મારા હાથનું જમેને તેને બીજે ક્યાંયનું જમવાનું ના ભાવે;પણ રુદ્ર તેમણે મને વોર્નિંગ આપી હતી કે હું આ ઘરમાં મહેમાન છું અને મહેમાનોની જેમ રહું.રસોડામાં જઇને આ ઘરની સભ્ય બનવાની કોશીશ ના કરું.આમપણ હું કઇ કાયમ થોડી અહીં રહેવાની હતી.એકવાર તમારા કાકાસાહેબની ગેરસમજ દુર થાય પછી હું મારું જીવન નવેસરથી મારા પગ પર ઊભી રહીને શરૂ કરીશ."
"કેમ તમારે તમારા ઘરે નથી જવું મુંબઇ તમારા પતિ અને તમારા દિકરા પાસે?"
"કોણ દિકરો? કોણ પતિ?એ પતિ જે મારા ગયાંના એક જ મહિનામાં તેમની પ્રેમિકા જોડે લગ્ન કરી રહ્યા છે.કે એ દિકરો જે પોતાની તકલીફો માટે મને દોષ આપે છે.રહ્યા મારા માતાપિતા અને ભાઇ તો તેમને હું તકલીફ નથી આપવા માંગતી."
"તો તમે પણ નવો જીવનસાથી શોધીને નવેસરથી તમારું જીવન શરૂ કરો."
અભીષેક રુહીનો હાથ પકડી લીધો.રુહી આશ્ચર્યથી તેની આંખોમાં જોવા લાગી.બહાર ઊભો રહીને વાત સાંભળી રહેલો રુદ્ર જેલસ થઇ રહ્યો હતો.
"રુહી તમે ચિંતા ના કરો હું વાત કરીશ રુદ્રને?"
" કે મારી સાથે લગ્ન કરે?"
"ના ના.કે તમને રસોડામાં જવા દે અને રસોઇ બનવવા દે.અમે પણ જોઇએ કે તમે કેવી રસોઇ બનાવો છો.તમે તૈયાર થઇ જાઓ આપણે રુદ્રની સાથે જ નિકળીશું."
* * *
કાકાસાહેબની હવેલીમાં શોર્ય અને કાકાસાહેબ થોડા ચિંતામાં હતા.
"પપ્પા હવે તો પેલો અભીષેક પણ આવી ગયો.હવે તો રુહી સુધી પહોંચવું અશક્ય બની જશે.રુદ્રભાઇ તો રુહીને કસરત,યોગા અને બંદુક ચલાવતા શીખવી રહ્યા છે."
" શીખવા દે,અને કોને રુહીને મારવી છે આપણે તો રુહી દ્રારા રુદ્રને તકલીફ આપવાની છે.રુદ્રની સામે તું તારા સો માણસો લઇને જઇશને તો પણ જીતી નહીં શકે."
"તો બેઠા બેઠા તેમનો તમાશો જોવાનો આપણે?"
"ના કોણે કીધું એવું.જ્યાં બળથી કામના ચાલેને ત્યાં કળથી કામ લેવામાં જ સમજદારી છે.રુદ્ર પણ એમાનો જ એક છે.હવે તેને અંદરથી તોડીશું."
"પપ્પા તમારી વાત તમે જ સમજી શકો માત્ર."
"સમજાશે.મારો પ્લાન રેડી છે.હવે તું જો રુદ્ર અને રુહીને આ કાકાસાહેબ એવા પાઠ ભણાવશે ને કે બે હાથ જોડશે બન્ને આપણી સામેને માફી માંગશે આપણી."
શોર્ય કઇંક અલગ જ વિચારી રહ્યો હતો.
" પપ્પા મને તમારી જેમ રાહ જોવામાં કે કળથી કામ લેતા નથી આવડતું.હું તો બસ એટલું જ જાણું કે રુદ્રની પહેલા એક કમજોરી હતી અને હવે બે છે.અભીષેક અને રુહી.રુદ્રના ઓફિસ ગયાં પછી તે બન્ને મને એકલા મળી જાય તો હું તે બન્નેનું કામ તમામ કરી દઉં.એ પણ એવી રીતે કે રુદ્રને એમ જ લાગે કે આ અકસ્માત હતો."
શોર્ય પોતાના દિમાગમાં બીજો પણ કઇંક પ્લાન બનાવી રહ્યો હતો.જેનો વિચાર આવતા જ તે શેતાની રીતે હસ્યો.
અહીં કાકાસાહેબ પણ કઇંક અલગ જ પ્રકારે રુદ્રને પરેશાન કરવાની રીત વિચારીને બેસેલા હતા.જ્યારે મુંબઈમાં રુચિ પણ આદિત્ય અને આરુહના જીવનમાં રુહીનું નામ ભુસવા માટે પગલા ભરી રહી હતી.
શું આ ત્રણેય પોતાના ખરાબ ઇરાદામાં સફળ થશે કે રુદ્ર અને રુહી મળીને તેમને હરાવશે?
શું અભીષેક રુહી માટે કઇંક અલગ જ લાગણી અનુભવી રહ્યો છે?
જાણવા વાંચતા રહો.