રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને કહાની.ભાગ - 16
રુદ્ર રુહીના રૂમમાં આવ્યો.
"અભીષેક અને રુહી તમે મારી સાથે આવવા ઇચ્છો તો જલ્દી તૈયાર થઇ જજો."
રુદ્ર રૂમમાંથી જતાં જતાં અટકી ગયો.
"રુહી,તમે ઇચ્છો તો તમે રસોડામાં જઇ શકો છો.તમે મારા પત્ની છો." રુહી અને અભીષેકે રુદ્રની સામે આશ્ચર્યથી જોયું.
"એટલે એવું દુનિયા માને છે.તમને રસોઇનું કામ ગમતું હોય તો કરી શકો છો." રુહીના ચહેરા પર આકર્ષક સ્માઇલ આવ્યું.
રુદ્ર રુહી અને અભીષેકને શોપિંગ કોમ્પેક્ષ ડ્રોપ કરીને ઓફિસ જતો રહ્યો.
"રુહી અહીં દરેક પ્રકારની દુકાનો છે.તમને બ્રાન્ડેડ વસ્તુ નહીં મળે.પણ આ અહીંની લોકલ પ્રોડક્ટ છે.મારી વાત માનોને તો બેસ્ટ પ્રોડક્ટ છે.બેસ્ટ ક્વોલીટી.અહીં બધાં તમને ઓળખે છે."
"કેમ?" રુહીને આશ્ચર્ય થયું.
"કેમ કે તમે રુદ્રની પત્ની છો.ચલો.તમારે જરૂરિયાતની બધીજ વસ્તુ ખરીદી લેજો.સંકોચ ના રાખતા."
રુહી અને અભીષેકે એક પછી એક બધી શોપમાં જઇને રુહીની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી.કાકાસાહેબ અને શોર્યના માણસો સતત તેમના પર નજર રાખી રહ્યા હતાં;પણ અભીષેકના સતત સાથે હોવાના કારણે તેઓ તેમનાથી દુર હતાં.શોર્યના મગજમાં કઇંક બીજું જ રમી રહ્યું હતું.
અંતે રુહીની ખરીદી પતી જતા અભીષેક તેને ઘરે ઉતારીને રુદ્રની ઓફિસ જતો રહ્યો.આજે રુહી ખુશ હતી.તે રુદ્રના ઘરમાં રસોડામાં પહેલી વાર પગ મુકવાની હતી.આજે આટલા મહિના પછી તે પોતાના હાથની પતાની ભાવતી વાનગી બનાવવાની હતી.
રુહીએ કપડાંમાં જે તે દરરોજ પહેરતી હતી.તેમ સલવાર કમિઝ અને દુપટ્ટા લીધા અને બે ત્રણ સાડીઓ પણ લીધી.તે તેના રોજના અવતારમાં આવી ગઇ.તેણે સલવાર-કમિઝ પહેર્યા અને દુપટ્ટો કમરે બાંધ્યો અને રુદ્રના રસોડામાં પગ મુક્યો.હરિરામ કાકા તેને જોઇને આશ્ચર્ય પામ્યાં.
"કાકા,આજથી હું અહીં છું ત્યાં સુધી રસોડાની જવાબદારી મારી.બસ તમે એક વાર કઇ વસ્તુ ક્યાં પડી છે તે બતાવી દો."
હરિરામ કાકાની વર્ષેોની ઇચ્છા આજે પુરી થઇ તેમના રસોડામાં એક ગૃહિણીએ પગ મુક્યો.રુહીને કાકાએ બધું જ સમજાવી દીધું.પછી રુહીએ તેમને રસોડામાંથી બહાર મોક્લયાં અને લાગી ગઇ કામમાં.
સાંજે રુદ્ર અને અભીષેક ઓફિસથી પાછા આવ્યા.અભીષેકે રુહીના રીપોર્ટ પર રીસર્ચ અને સ્થાનિક ડોક્ટરને મળીને સલાહ લેવાનું શરૂ કરી દીધું હતું.તે અા વાત સાબિત કરવા કરતા વધારે આ ગંભીર બિમારીથી તેને મુક્ત કરવા માંગતો હતો.
તે બન્ને ઘરમાં પગ મુકતા જ તે સુગંધમાં તરબોળ થઇ ગયાં.જે રસોડાથી લઇને તેમના નાક સુધી આવી હતી.
"કાકા." હરિરામ કાકા દોડતા આવ્યા.
"અરે વાહ કાકા કોઇ કુકીંગ શો જોવાનું શરૂ કર્યું ? આજ પહેલા તો રસોડાથી આવી સરસ સુગંધ ક્યારેય નથી આવી?"રુદ્ર અને અભીષેક બન્ને આશ્ચર્યમાં હતાં.
અહીં હરિરામકાકા મરક મરક હસતા હતાં.
"તો બાબા,બેનબાના ગયાં પછી આ રસોડામાં કોઇ સ્ત્રીએ પણ પગ ક્યાં મુક્યો હતો.આ તો રુહી દિકરીના હાથનો જાદુ છે.બજારથી આવ્યા પછી જે રસોડામાં ઘુસ્યા તે ઘુસ્યા. તે હજી રસોડામાં છે.આરામ પણ નથી કર્યો.આખા રસોડાની શકલ બદલી નાખી.
બાબા,સાચું કહું આજે મને બેનબાની બહુ યાદ આવી.તે પણ આવા જ હતાં.રસોઇ બનાવે ત્યારે તેમા જ ખોવાઇ જાય.અને રુહી દિકરીની તો વાત જ નિરાળી છે.આ હા હા હા!!! શું ચા બનાવે છે!?શું જમવાનું બનાવે છે!!!!? સ્વાદિષ્ટ અને સ્વાસ્થય માટે ગુણકારી."
હરિરામ કાકાની વાત સાંભળીને રુદ્ર અને અભીષેક અચંબિત થયા.
"રુહી."રુદ્રએ જોરથી બુમ પાડી.રુહી હાથમાં વેલણ લઇને બહાર આવી.પરસેવાના કારણે તેના ગોરા ચહેરા પર આગળના વાળ ચોંટી ગયાં હતાં.લાંબા વાળને પાછળ અંબોડામાં અસ્તવ્યસ્ત બાંધ્યા હતાં.આ રૂપમા તે વધુ આકર્ષક લાગી રહી હતી.
"શું થયું રુદ્ર?કેમ આમ જોર જોરથી બુમો પાડો છો? જલ્દી બોલોને મારું થેપલુ બળી જશે."
"રુહી તમારી શારીરિક સ્થિતિ હજી એટલી બધી પણ સરસ નથી થઇ કે તમે આટલું બધું કામ કરો.પ્લીઝ આ બધું જલ્દી પતાવો અને આરામ કરો પછી."
"સારું હવે હું જઉં?"રુદ્ર અને અભીષેક ઉપર જતા રહ્યા.
રાત્રે ડિનર ટેબલ પર આજે ખુબ જ સરસ સુગંધ આવી રહી હતી.અભીષેક અને રુદ્રના મોંમાં પાણી આવી રહ્યું હતું.તેમની સામે ઘણીબધી વાનગીઓ હતી.બટાકાનું રસાવાળું શાક,થેંપલા,બુંદીનું રાયતું અને પુલાવ.નાસ્તામાં પણ ફરસી પુરી,સેવ,ગાઠિયા,ખાખરા અને ઘણુંબધુ.ગળ્યામાં ખીર.તે લોકોની આંખો પહોળી થઇ ગઇ આટલું બધું સ્વાદિષ્ટ જમવાનું એકસાથે જોઇને.તે લોકો જમવાનું શરૂ કર્યું.
પહેલો કોળીયો મોંમા મુકતા જ તેમના મોંમાથી વાહ નિકળી ગયું.રુદ્ર અને અભીષેક ભોજન પર રીતસરના તુટી પડ્યા.રુહી તેમને જોતી રહી ગઇ હસતા હસતા.
"ઓહ માય ગોડ રુહી.તમે રસોઇના રાણી નહીં મહારાણી છો.શું સ્વાદ છે તમારા હાથોમાં મન કરે છે ચુમી લઉં;પણ તમારે આટલો બધો શ્રમના કરાય.તમે થોડા દિવસો પહેલા જ કોમામાંથી બહાર આવ્યા છો." અભીષેક તેના મસ્તીખોર અંદાજમાં સીરીયસ વાત કહી ગયો.
"હા રુહી, અભીષેક સાચું કહી રહ્યો છે.ખુબ જ સ્વાદિષ્ટ રસોઇ છે પણ આટલી બધી મહેનત."
"સ્ટ્રેસ અને થાક તે પણ રસોઇના કામથી.આ તો મારું પેશન છે.ઘરમાં મારી સૌથી પ્રિય જગ્યા,જ્યાં મારા મનને શાંતિ મળે છે.મારા અસ્તિત્વને ઓળખ કે હા હું પણ કઇંક સારું કરી શકું છું.તેની અનુભુતી મને અનહદ શાંતિ આપે છે."
"ઓ.કે પણ પ્લીઝ ધ્યાન રાખજો."અભીષેક
રાત્રે જમીને રુહીતે બાલ્કનીના ઝુલામાં બેસેલી હતી.તે અચાનક બદલાયેલી તેની જિંદગી અને તેના બદલાયેલા સંબંધો વીશે વિચારી રહી હતી.આદિત્યનું વર્તન અને દગા વીશે જેટલી વારતે વિચારતી એટલી વાર નવેસરથી દુખી થઇ જતી.
આ વખતે તેને આરુહના વર્તનથી પણ દુખ થયું.તેને આજે તેની પ્રિય સહેલી રીતુની ખુબ જ યાદ આવી રહી હતી.આ બધું યાદ કરતા આંસુઓ અનાયાસે જ બહાર આવી ગયાં.
રીતુના તેના રીસેપ્શનમાં બોલાયેલા શબ્દો આજે પણ તેને જખ્મી કરી રહ્યા હતાં.રીતુના બોલેલા શબ્દો અને કરેલી આગાહી સાચી નિકળી.તે આજે રીતુને મળવા માંગતી હતી.તેની સાથે એકવાર વાત કરવા માંગતી હતી.
આ બધાના હિસાબે રુહીને ફરીથી તેવો જ એટેક આવ્યો.પણ નબળી શારીરિક સ્થિતિને કારણે તે બેભાન થઇ ગઇ.ઘરમાં અન્ય લોકો સુઇ ગયેલા હોવાથી આ વીશે કોઇને પણ જાણના થઇ.તે પુરી રાત ત્યાં જ સુઇ રહી.સવારે સુર્યના પહેલા કિરણ સાથે તે ઉભી થઇ.પણ રુદ્ર તેની આ વાતનો વિશ્વાસના કરતો હોવાથી તે કોઇને આ વીશે જણાવવા નથી માંગતી.
આવતા એક અઠવાડિયામાં રુહીનું આ જ રુટીન ચાલે છે.સવારે ઉઠીને પુજા કરવી,કસરત કરીને આવીને નાસ્તો બનાવવો.બંદુક ચલાવતા શીખવું.રુદ્ર અને રુહી વચ્ચે સંવાદ ઓછો થતો હતો પણ તેમનું મૌન પણ એકબીજાને ઘણુબધુ કહી દેતા હતું.અભીષેક અને રુહી પણ સારા મિત્રો બની ગયાં હતાં.
હરિરામકાકાની જવાબદારી ઓછી થતાં તે થોડા દિવસ પોતાના ગામ જતાં રહ્યા.
* * *
આદિત્ય જમવા બેસેલો હતો.
"મમ્મી,આ શું બનાવો છો રોજ?ભોજનમાં કોઇ સ્વાદ નથી હોતો"
"હા તો? રુહી ગઇ તો એના હાથ જેવું જમવાનું ભુલી જવાનું આદિત્ય.આમપણ તારી સગાઇ છે ને કાલે પેલી ચિબાવલી જોડે.સગાઇ થઇ જાય પછી કેજે તેને બનાવે તારા માટે ટેસ્ટી જમવાનું."કેતકીબેને છણકો કર્યો.
"કેતકી,કેવી વાત કરો છો? તેને તો ચા બનાવતા પણ નથી આવડતી.રસોઇ શું બનાવશે.એમાપણ રુહી જેવી રસોઇ ક્યાંથી બનાવે?તમે એક સારો રસોઇયો શોધી લો કેતકી.બાકી રુહી જેવી રસોઇ હવે આપણા નસીબમાં નહીં."
આદિત્ય પિયુષભાઈનું કટાક્ષ સમજી ગયો.કે હવે પહેલા જેવું જીવન નથી રહેવાનું.જે બાળકમાટે લગ્ન કર્યા હતાં.તે પણ કાલથી દુર થઇ જશે.
* * *
રુહી અભીષેક અને રુદ્રના ગયાં પછી ગાર્ડનમાં બેસેલી હતી.તે ગાર્ડનમાં બેસીને બુક વાંચી રહી હતી.અચાનક ધીમેથી દિવાલ કુદીને કોઇ અંદર આવ્યું.
કોઈ આજુબાજુ જોઇ નથી રહ્યું તેની ખાત્રી કર્યા પછી તે ચોરપગલે રુહી તરફ આગળ વધ્યો.તેણે રુહીના મોંઢે હાથ રાખી તેના મોં પર પટ્ટી બાંધી દીધી જેથી તે અવાજ ના કરે.તેણે તેને ઉચકી લીધી.
આ વખતે રુહી પોતાની જાતને બચાવી શકશે કે રુદ્ર તેને બચાવશે?
શું ધમાલ કરશે રુચિ તેની અને આદિત્યની સગાઇમાં?
જાણવા વાંચતા રહો.