Rudrani ruhi - 17 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -17

રુદ્રની રુહી... - ભાગ -17

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -17

આજે રુચિ અને આદિત્યની સગાઇની રાત્રી હતી.રુચિ માટે ખુબ જ મહત્વની રાત્રી હતી.સામાન્ય રીતે આવા સંજોગોમાં જ્યારે પ્રથમ પત્ની મૃત્યુ પામી હોય ત્યારે આ બધું ખુબ સાદાઇપુર્વક અને નજીકના બે ત્રણ સગા સાથે કરવામાં આવતું હતું.

પરંતુ હેત ગજરાલ,પોતાની લાડકવાયીના એક પણ શુભ પ્રસંગને સાદગીથી કરવા નથી માંગતા.તેમના વિશાળ ફાર્મહાઉસની ખુલ્લી લૉનમાં એક ભવ્ય સગાઇની પાર્ટીનું આયોજન હતું.જેમા તેમના ગણતરીના સગા અને મિત્રો જ સામેલ હતાં.

બ્લુ કલરના ડિઝાઇનર ચણિયાચોળીમાં રુચિનું આકર્ષક ફીગર સ્પષ્ટ દેખાતું હતું.ડાર્ક બ્લુ શુટમાં આદિત્ય પણ કોઇ સોહામણા રાજકુમાર જેવો લાગતો હતો.આરુહને પણ પ્રસંગ અનુરૂપ તૈયાર કરેલો હતો.

આરુહ હવે રુહીના આધાતમાંથી બહાર આવી ગયો હતો.રુચિએ તેને જે તેના ઉજ્જવળ ભવિષ્યના સપના દેખાડ્યા હતાં તેના માટે તે ઉત્સાહિત હતો.તે તેના બે મિત્રો સાથે મોબાઇલમાં ગેમ રમવામાં વ્યસ્ત હતો.

હેત ગજરાલે પાર્ટીનુ આયોજન શાનદાર રીતે કર્યું હતું.દેશ વિદેશની પ્રખ્યાત વાનગીઓ, અલગ અલગ પ્રકારના ડેર્ઝટ અને મોંઘો વિદેશી દારૂ.

આ બધાંમાં માત્ર એક જ એવી વ્યક્તિ હતી જે ખુશ નહતી.તે હતા રુહીના સસરા.તે ખુબ જ દુખી હતા.તે રુહીને પોતાની પુત્રીથી પણ વીશેષ માનતા.તેની મૃત્યુનો મલાજો ના રખાયો તે માટે તે નિરાશ હતાં.

રુચિ અને આદિત્યએ એકબીજાને મોંઘામાં મોંઘી સોલિટેર ડાયમંડ રીંગ્સ પહેરાવી.અદિતિએ નણંદ હોવાના નાતે ધાર્મિક વીધી કરી.તેને માથે ચુંદડી ઓઢાડી અને તેને પગમાં પાયલ પહેરાવી.રુચિની મમ્મીએ આદિત્યને સવા રૂપિયો અને શ્રીફળ આપ્યું.તે બન્નેના કપાળ પર કંકુ ચોખાનો ચાંદલો કરી તેમની આરતી પણ હોશેહોશે ઉતારી.

અદિતિની પણ ખુશી આજે સમાતી નહતી.તે પહેલાથી જ રુહીને અનહદ નાપસંદ કરતી હતી.રુચિ તેની પણ બાળપણની ખાસ સહેલી હતી.તેણે બધી જ વીધી પત્યા બાદ રુચિને ગળે લાગીને તેને બધાઇ આપી.

"ઓહ માય ગોડ,રુચિ આજે હું ખુબ જ ખુશ છું.ફાઇનલી તને મારી ભાભી બનાવવાની મારી ઇચ્છા પુરી થઇ."

"ઓહ લવ યુ સ્વિટી."

રુચિએ ખુશી ખુશી બધાની જોડે ફોટોગ્રાફ્સ પડાવ્યા.આદિત્ય પણ ખુશ જણાતો હતો.રુચિએ આદિત્ય અને આરુહ જોડે ઘણાબધા હેપી ફેમેલી ફોટોગ્રાફ્સ પડાવ્યા.રુચિએ આ બધી યાદોને પોતાના મોબાઇલમાં કેદ કરીને રાખી.

* * *

તે વ્યક્તિ રુહીને ઉંચકીને તેના બેડરૂમમાં લઇ ગયો.રુહીએ પોતાના હાથપગ મારીને પોતાની જાતને છોડાવવાની ખુબ જ કોશીશ કરી;પણ તે વ્યર્થ હતી.તે રુદ્રની આપેલી ટ્રેનીંગના કારણે મજબુત થઇ હતી;પણ સામેવાળી વ્યક્તિ વધુ મજબુત હતી.

તેણે રુહીને પલંગ પર સુવડાવીને પોતાના શર્ટના બટન ખોલ્યા.તે શોર્ય હતો.

"રુહી,મનેખબર છે કે તું રુદ્રની પત્ની નથી;પણ રુદ્ર સાથે બદલો લેવાનો તું એક જ રસ્તો છે.હવે રુદ્રને હું બરબાદ કરીશ."

તેણે રુહી સાથે જબરદસ્તી કરવાની કોશીશ કરી.રુહીના કપડા થોડા ફાટી ગયા.રુહી પોતાની જાતને બચાવવા શોર્યના પેટમા જોરથી લાત મારી.તે હિંમતપુર્વક ઊભી થઇ તેને ધક્કો મારીને ભાગી.

તે રૂમમાંથી બહાર નિકળી ગઇ.તે રુદ્રને ફોન કરવા માંગતી હતી પણ તેની પાસે રુદ્રનો ફોન નંબર અને ફોન બન્ને નહતો.

શોર્ય ખુબ જ ગુસ્સામાં ઊભો થયો અને તેની પાછળ ભાગ્યો.તે રુહીનો હાથ પક્ડયો પણ રુહી તે છોડાવીને ભાગી.રુહી તેનાથી બચવા ભાગી રહી હતી શોર્ય તેની પાછળ ભાગતો હતો.ઉપરના માળમાં પુરો સામાન ફેલાઇ ગયો.

રુહીના હાથમાં કાચનો ભારે ફુલદાન આવ્યો જે તેણે શોર્યના માથામાં માર્યો.તેને બે મિનિટ માટે તમ્મર ચઢી ગઇ.તેના માથામાંથી લોહી નિકળવા લાગ્યું.રુહી આ તકનો ફાયદો લઇને ભાગવાની કોશીશ કરી તે સીડી પાસે ગઇ.

શોર્ય તેને પકડવા ગયો પણ અજાણતા જ તેને ધક્કો વાગી ગયો.રુહી પહેલી સીડીથી ગબડતી ગબડતી નીચે પડી ગઇ.તેને માથામાં વાગ્યુ.કપાળમાંથી અને મોંમાથી લોહી નિકળવા લાગ્યું.તેને કમરમાં બેઠો માર વાગ્યો હતો.

શોર્ય ગભરાઇ ગયો તે કોઇ અન્ય ઇરાદાથી આવ્યો હતો અને થઇ કઇંક બીજું જ ગયું.તેને પણ માથામાં દુખતુ હતું.શોર્ય પણ સીડી ઉતરીને નીચે આવ્યો.

"રુહી આજે નહીં તો ફરી ક્યારેક હું તને અને રુદ્રને ખુબ તકલીફ આપીશ."

શોર્ય ઘરમાંથી નિકળતો જ હતો.ત્યાં રુહી પોતાની જાતને સંભાળીને ઊભી થઇ.કબાટમાંથી બંદુક કાઢી.બંદૂક બરાબર સેટ કરીને શોર્ય તરફ નીશાનો તાક્યો.

"શોર્ય."તેણે રુદ્રની જેમ ગર્જના કરી.શોર્ય પાછળ ફરીને જોયું.

"તારી હિંમત કઇ રીતે થઇ એક સ્ત્રીના માન સન્માન અને તેની ઇજ્જત પર હાથ નાખવાની.એક સ્ત્રીને નબળી સમજવાની ભુલ ના કરતો.તે નબળી નથી તેનામાં ખુબ જ શક્તિ હોય છે મન અને તન બન્નેથી મજબુત જ હોય છે.

આજે તે જે કર્યુ તેની સજા તને જરૂર મળશે."રુહી

શોર્ય રુહીના હાથમાં ગન જોઇને ડરી ગયો.

"રુહી,પ્લીઝ મને જવા દે.હવે હું ક્યારેય સ્ત્રીઓનું અપમાન નહીં કરું." આટલું બોલીને તે ભાગ્યો.રુહીએ તેના પગમાં નીશાન તાકીને ગોળી મારી.જે તેના પગમાં વાગી.તેના પગમાંથી લોહીની ધાર છુટી.ગોળીનો અવાજ સાંભળીને દરવાજાની બહાર ઊભેલો સિક્યુરિટી ગાર્ડ આવ્યો.

શોર્યને પગમાં ગોળી વાગી હતી અને માથામાં ઇજા થઇ હતી.પણ સિક્યુરિટી ગાર્ડ આવતા પહેલા જ તે ભાગી ગયો.જે રસ્તાથી તે આવ્યો હતો તે જ રસ્તાથી કોઇનું ધ્યાનના જાય તે રીતે ભાગી ગયો.

પહેલા રુહીના હાથમાંથી બંદૂક પડી ગઇ અને પછી ધીમે ધીમે તે પડી ગઇ.તે બેભાન થઇ ગઇ.

* * *

રુચિની સગાઇની પાર્ટી ખુબ જ જામી હતી.કેતકીબેન પણ આટલો બધી શાનદાર પાર્ટી જોઇને રુચિથી ઇમ્પ્રેસ થઇ ગયા હતાં.આજે રાત આરુહની અહીં મુંબઇમાં છેલ્લી રાત્રી હતી.કાલે સવારે તે રુચિ અને આદિત્ય જોડે મહાબળેશ્વર જવા નિકળવાનો હતો.

આરુહથી દુર ના રહેલો આદિત્ય આ વાતથી દુખી હતો.એક બાજુ પોતાની નાનપણની પ્રેમિકાને પામવાની ખુશી તો બીજી બાજુમાં પોતાના સગા દિકરાથી દુર થવાનું દુખ;પણ આરુહના સારા ભવિષ્ય માટે તેનું અહીંથી દુર જવું તેને જરૂરી લાગ્યું.

આરુહ રુચિના આ દેખાડા વાળા પ્રેમથી કંટાળી ગયો હતો.અદિતિ જે આ બધું જોતી હતી.તે રુચિ પાસે ગઇ.

રુચિ એક અશાંત મન વાળી સ્ત્રી હતી.તેને કોઇના જીવનમાં શાંતિ જોઇને અશાંતિ થતી હતી.રુચિ ભલે તેની નાનપણની મિત્ર હતી;પણ તે જાણતી હતી કે રુચિ તેની મરજીની માલિક છે.તે તેને ઘરની બહારનો રસ્તો સરળતાથી બતાવી શકશે.તેને ખબર હતી કે જે સ્ત્રી આદિત્યથી તેનો જીવ જેવો વહાલો દિકરો દુર કરાવી શકે.ત્યાં તે તો એક મામુલી પ્યાદાની જેમ બહાર ફેંકાઇ જશે.

તે કોઇપણ રીતે રુચિને પોતાના કહ્યા અને વશમા કરવા ઇચ્છતી હતી.તે રુચિ પાસે જઇને તેની ખોટી પ્રશંસામાં લાગી ગઇ.

"રુચિભાભી."આ સંબોધન સાંભળતા જ રુચિ ખુશ થઇ ગઇ.

" તમે આરુહ પર શું જાદુ કર્યો કે મારા વહાલા ભાઇની જેમ તે પણ તમારી પાછળ પાછળ ફરે છે?"

"અદિતિ કોઇ જાદુ નથી.થોડું સત્ય અને થોડું અસત્ય.જણાવું પુરી વાત તને."

અદિતિની પ્રશંસાથી ફુલાયેલી રુચિએ તેને છેલ્લા દિવસોમાં બનેલી ઘટના વિગતવાર કહી દીધી.

"શું રુહી જીવતી છે?"
"શ શ શ,ચુપ ધીમે બોલ.આ વાત તારા,મારા,આદિત્ય અને આરુહ સિવાય કોઇ નથી જાણતું.અગર તારા પપ્પાને ખબર પડીને તો અમારી સગાઇ તોડાવીને તે રુહીને પાછી લઇ આવશે.અમારા લગ્ન કેન્સલ થઇ જશે."

"તે જીવતી છે તો અહીં પાછી કેમ નથી આવતી?શું તેને પણ ત્યાં કોઇ મળી ગયું છે કે અહીંથી કંટાળીને ત્યાં જ રહી ગઇ?"

"અદિતિ,તે તો રુહી જ જાણે કે તે કેમ પાછી નથી આવી રહી.આપણે તો એ જ ઇચ્છીએને કે તે ના જ આવે."
"રુચિ,મારી પાસે એક પ્લાન છે.તું તે પ્રમાણે ચાલીશને તો રુહી ક્યારેય પાછી નહીં આવે.મમ્મી પપ્પાને તેના જીવતા હોવાની જાણ થશે ત્યાં સુધી તો તારા અને ભાઇના લગ્ન થઇ ગયાં હશે."

"સાચે.અગર તું એમ કરી દેને તો હું આજીવન તારી ઉપકારી રહીશ."
અદિતિએ તેના શેતાની દિમાગ પર ગર્વ કરતા હસી.

શું અદિતિ અને રુચિની ડેન્જરસ જોડી રુહીના જીવનમાં ઉથલપાથલ લાવશે?

શું રુહીનો જીવ બચી શકશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Mp Mpnanda

Mp Mpnanda 12 months ago

Jinu Kapuriya

Jinu Kapuriya 12 months ago

Bhimji

Bhimji 1 year ago

Appy Shingala

Appy Shingala 1 year ago