Rudrani ruhi - 18 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -18

રુદ્રની રુહી... - ભાગ -18

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -18

સિક્યુરિટી ગાર્ડે ફોન કરીને રુદ્રને બોલાવ્યો.રુદ્ર અને અભીષેક દોડતા દોડતા આવ્યા.ઘરની અંદર દાખલ થતાં જ તેમના પગ નીચેથી જમીન ખસી ગઇ.રુહી નીચે જમીન પર પડી હતી.તેની બાજુમાં એક ગન પડી હતી.

તેના માથામાંથી લોહી નિકળતું હતું.તેના મોંઢામાંથી લોહી નિકળતુ હતું.તેના કપડા ફાટેલા હતાં.રુદ્ર અને અભીષેક કઇ જ સમજી નથી શકતા.

થોડે દુર લોહીનુ એક ખાબોચીયું હતું પછી આગળ લોહીના ટપકાંની લાઇન બનેલી હતી.જે આગળ જઇને એક દિવાલ પાસે જઇને અટકી ગઇ.
"રુદ્ર તેને ઉપર લઇ જા.હું તેની સારવાર કરું છું.ગાર્ડ તમને લિસ્ટ આપું તેટલું પાસેના મેડિકલ સ્ટોર પરથી લઇ આવજો."

રુદ્ર રુહીને ઉપર તેના રૂમમાં લઇ ગયો.અભીષેક પણ બધો જરૂરિયાતના સમાન સાથે તેની સારવાર શરૂ કરી દીધી.ઉપરના ફ્લોરની હાલત જોઇને તે લોકો સમજી ગયાં કે નક્કી કઇંક ખરાબ બન્યું હતું.શું બન્યું હતું તે માત્ર રુહી જ જણાવી શકે તેમ હતી.

"રુદ્ર ચિંતા ના કરીશ.રુહી ઠીક છે.તેને કદાચ કમરમાં મુઢ માર વાગ્યો છે.એ સિવાય માથામાં થોડું વાગ્યું છે.કાલે તેને હોસ્પિટલ લઇ જઇને થોડા ટેસ્ટ કરાવી લઇશું.રુદ્ર આ બધું કોણ કરી શકે?"

"કાકાસાહેબ અથવા તેમના માણસો બીજું કોણ હોઇ શકે;પણ તે આટલી હદ સુધી નીચે પડી શકે તે હું નહતો જાણતો.રુહી માંડમાંડ બેઠી થઇ હતી અને હવે આ બધું." રુદ્ર રુહીની હાલત પર દુખી થઇ ગયો.

"રુદ્ર રુહી સુઇ ગઇ છે.તેને ઇંજેક્શન આપ્યું છે તેથી તે સુઇ રહેશે.આપણે પણ જઇને સુઇ જઇએ."અભીષેક.

"ના હું નહીં જઉં રુહી પાસેથી ક્યાંય પણ.તું જા."

"તો હું પણ અહીં જ બેસીશ."

અભીષેક રુહીની બાજુમાં બેસી ગયો.રુદ્ર રુહીના પગ પાસે બેસી ગયો.તેમણે રુહીની ચિંતામાં કઇ ખાધુ પણ નહતું.તે બન્ને ત્યાં જ બેઠા બેઠા સુઇ ગયાં.

અડધી રાત્રે રુહીને ભાન આવ્યું.તેણે જોયું કે અભીષેક બાજુમાં બેઠા બેઠા સુઇ ગયેલો હતો.જ્યારે રુદ્ર તેના પગ પાસે બેઠા બેઠા સુઇ ગયો હતો.તેને માથામાં દુખતું હતું.

તેણે ધીમેથી બુમ પાડી.
"રુદ્ર.રુદ્ર." રુદ્ર જાગી ગયો જ્યારે અભીષેક હજી ઘસઘસાટ સુતો જ હતો.રુદ્રે અભીષેકને ઉચકીને સોફા પર સુવડાવ્યો.તે રુહી પાસે ગયો તેને પાણી આપ્યું.

"રુહી શુ થયું હતું? કોણ આવ્યું હતું ?" રુદ્ર તેની પાસે બેસ્યો.

"રુદ્ર."રુહી રુદ્રને ગળે વળગીને રડવા લાગી.રુદ્ર પણ તેને ફરતે પોતાના હાથ વિંટાળીને તેને સાંત્વના આપી.રુહીએ બપોરે બનેલી બધી જ ઘટના વિગતવાર જણાવી.
"શોર્ય." રુદ્ર ગુસ્સામાં આવી ગયો.રુહીએ રુદ્રને શાંત થવા કીધું.
"રુદ્ર હું ઠિક છું.તે મને હાથ પણ નથી લગાડી શક્યો.ઉલટા મે તેને માથે ભારે ફુલદાન મારી અને તેને પગે ગોળી મારી.રુદ્ર આ બધું હું માત્ર તમારા કારણે કરી શકી.તમે મને હિંમત આપી જુસ્સો આપ્યો.મને મારા મનને અને તનને મજબૂત કર્યું.મને પણ નહતી ખબર મારી ‍અંદર એક આવી મજબૂત રુહી પણ છે.થેંકયુ રુદ્ર."રુહીએ ખુબ જ લાગણી પુર્વક તેનો હાથ પકડીને કહ્યું.

તે લોકો એકદમ ધીમે ધીમે વાત કરી રહ્યા હતા.રુદ્રએ રુહીનો હાથ પકડી રાખ્યો હતો.
"રુદ્ર મને મારા શરીરને,મારા આત્મવિશ્વાસને વધારે મજબૂત કરવું છે.શું તમે મને મજબૂત બનવામા મદદ કરશો?શોર્યને તેની આ હરકતનો જવાબ મારે જ આપવો છે."

" હા રુહી પણ અત્યારે તમે સુઇ જાઓ.કાલે આપણે પોલીસ ફરિયાદ નોંધાવીશું."રુદ્ર તેને સુવાડીને તેની બાજુમાં બેસી ગયો.રુહીએ તેનો હાથ પકડી રાખ્યો અને તે સુઇ ગઇ.રુદ્રએ હળવા હાથે તેનું માથું દબાવ્યું.થોડા સમય પછી રુદ્ર પણ ત્યાં જ બેઠા બેઠા સુઈ ગયો.

સવારે રુહીની આંખો ખુલી ત્યારે અભીષેક સોફા પર સુતો હતો અને રુદ્ર ત્યાં હાજર નહતો.રુહી અભીષેક અને રુદ્રની પોતાના માટે કાળજી અને લાગણી જોઇને ગદગદ થઇ ગઇ.

"બે મહિના પણ નથી થયાં લોકોને મને ઓળખે અને મારા માટે મારી તબિયત માટે કેટલી ચિંતા અને લાગણી છે તેમને.અભીષેક તો માત્ર થોડાક જ દિવસોથી ઓળખે છે મને.

તો પણ પુરી રાત મારી સેવામાં બન્ને સરખી રીતે ઉંઘ્યા પણ નહીં.ખબર નહીં કેમ મારું મન સરખામણી કરે છે.આદિત્યએ આટલા વર્ષોમાં એક વાર પણ મને ના પુછ્યું કે તું કેમ છો રુહી?તને કોઇ તકલીફ તો નથી કે મારા માટે આખી રાત આમ જાગ્યા હોય.

સાસુમાં તેમને તો એમ જ લાગ્યું હંમેશા કે રુહી એક નબળી સ્ત્રી હતી જે વારંવાર બિમાર પડી જતી.આરુહ તે તો આ બધાથી દુર જ પોતાની દુનિયામાં મસ્ત.

આરુહ,મારો દિકરો કાલે બોર્ડીંગ સ્કુલ જશે.જીવનમાં તેને એક નવો લેસન શીખવા મળશે.અત્યાર સુધી જોઇ છે તેના કરતા અલગ દુનિયા મળશે અને નવા અનુભવો થશે.બહારનું જમવાનું તેને ક્યારેય સેટ નથી થયું.ખબર નહીં ત્યાં કઇ રીતે ચલાવશે.તેના પેલા સોફ્ટ ઓશીકા વગર તો તેને ઊંઘ જ નથી અાવતી.તે યાદ કરીને લઇ જાય તો સારું.

મને ખબર છે ને અાજ સુધી જેટલી વાર બહાર ફરવા ગયાં દેશ કે વિદેશ તે ઓશીકા વગર નથી ગયાં.હે ભગવાન,મારા દિકરાને એટલી શક્તિ અને સમજદારી આપજો કે તે આ પરિસ્થિતિમાં સ્થિર રહી શકે.

તે સમજી શકે કે તેની માઁ તેને અનહદ પ્રેમ કરે છે, અને એક દિવસ તેને હું મારી પાસે લઇ આવીશ.પછી હું અને આરુહ અમારી નાનકડી દુનિયા અલગ વસાવીશું.હે ભગવાન,મને એટલી કાબેલ બનાવો કે હું મારું આ સપનું પુરું કરું."

રુહી આ વિચારોમાં હતી.ત્યાં જ રુદ્ર તેના હાથમાં એક મોટી ટ્રે સાથે રૂમમાં દાખલ થયો.ટ્રેને ટેબલ પર મુકી.રુહી પાસે આવ્યો.તેણે રુહીના માથે હાથ ફેરવ્યો.

"ગુડ મોર્નિંગ રુહી.હવે કેવું લાગે છે?"

"ગુડ મોર્નિંગ રુદ્ર.હું ઠીક છું;પણ આપણી કસરત,યોગા અને બંદૂક શીખવાનું?"

" થોડા દિવસ આરામ કરો.જલ્દી ઠીક થઇ જાઓ.પછી કરીશું."

તેણે અભીષેકને ઉઠાડ્યો.તે ઉઠીને રુહી પાસે આવ્યો.

"ગુડ મોર્નિંગ રુહી."તેણે રુહીના પલ્સ ચેક કર્યા અને રુહીને ચેક કરી.

"મને લાગે છે તમને થોડો દુખાવો હશે.નાસ્તો કરીને દવા લઇલો સારું લાગશે.રુહી પછી આપણે હોસ્પિટલ જવાનું છે થોડા રીપોર્ટ્સ કરાવવા."

"હા પણ પહેલા તમે બન્ને ફ્રેશ થઇ જાઓ.આજે નાસ્તો મે બનાવ્યો છે.ગરમા ગરમ આદુવાળી ચા અને પૌઆ."

"અરે વાહ રુહી આપણે આજે ખુબ જ ભાગ્યશાળી છીએ કે રુદ્રના હાથનો નાસ્તો આપણને મળશે." અભીષેકની આ વાત પર ત્રણેય જણા હસ્યાં.તે લોકોએ ફ્રેશ થઇને નાસ્તો કર્યો.રુહીને દવા અને ઇંજેક્શન અભીષેકે આપ્યા.

તેટલાંમાં જ રુદ્રને મોબાઇલમાં થોડાક મેસેજ આવ્યા જે જોઇને તે આશ્ચર્ય અને આઘાત પામ્યો.

"શું થયું રુદ્ર? કોનો મેસેજ છે? કાકાસાહેબે ફરીથી કઇ કર્યું?"

રુદ્ર ગુસ્સાના માર્યા કઇ બોલી શકતો નથી.

* * *

બીજા દિવસે સવારે રુચિ આદિત્યના ઘરે આવી હતી.આજે તે લોકો આરુહને બોર્ડીંગ સ્કુલ મુકવા જવાના હતા. અદિતિ પણ ત્યાં જ રોકાયેલી હતી.રુચિ અદિતિના રૂમમાં આવેલી હતી.

"બોલ અદિતિ શું છે તારો પ્લાન?શું કરું હું?" રુચિએ સીધો પ્રશ્ન પુછ્યો.

"રુચિ તારે સાચેમાં ભાઇના બાળકની માઁ બનવું પડશે."

"વોટ નોનસેન્સ, આ જ હતો તારો બકવાસ પ્લાન?" રુચિ ગુસ્સામાં ઘુંઆપુઆ થઇ ગઇ.

"બકવાસ નથી.સત્ય છેમેડમ.પોતાનું બાળક ભાઇની કમજોરી છે.અારુહને તેમનાથી દુર કર્યો.આ પ્રેગન્નસીનું નાટક કર્યું.તું ભાઇને તારી નહીં રુહીની નજીક ધકેલે છે રુચિ.આંખો ખોલ.

ભાઇને હવે રુહીના ગુણો અને તારા અવગુણો દેખાશે અને આવું ને આવું રહ્યુંને તો એ દિવસ દુર નથી કે તે રુહીને સન્માન સાથે પાછી લઇ આવશે."

"ના ના એવું ના થવું જોઇએ.આદિત્ય મારી જિંદગી છે.હું શું કરું અદિતિ?"

"પહેલા તો તું સાચે જ માઁ બન ભાઇના બાળકની.ભાઇ રુહીની રસોઇના દિવાના હતા.તું પણ શીખ થોડું.આજકાલ કઇ જ અઘરું નથી."

"અદિતિ તું મને બીજી રુહી બનાવવા માંગે છે?"

"ના,પણ તારે ઘરમાં બધાંનાં હ્રદયમાં સ્થાન લેવું હોય તો આ કરવું પડશે.યાદ રાખ રુહી હજી પણ ભાઇની કાયદેસરની પત્ની છે."

રુચિ આ વાત સાંભળીને ચિંતામાં આવી ગઇ.

"હા આ વાત તો તારી સાચી છે.હું તે બન્નેના ડિવોર્સ કરાવીને રહીશ;પણ રુહી ડિવોર્સ આપશે?આદિત્યને તો હું તેના માટે મનાવી લઇશ."

"હા રુહી પણ ડિવોર્સ આપશે.બસ હું કહું તેટલું નાનું કામ કર.તે મુર્ખ તારી વાતમાં આવી જશે."

અદિતિએ રહસ્યમય સ્મિત કર્યું રુચિ આશ્ચર્યથી તેની સામે જોતી રહી.

કોનો મેસેજ આવ્યો હશે રુદ્રને?
શું રુહી શોર્યને પાઠ ભણાવી શકશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Rupal

Rupal 11 months ago

Urmila Patel

Urmila Patel 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago

Jinal Vora

Jinal Vora 1 year ago