Rudrani ruhi - 19 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-19

રુદ્રની રુહી... - ભાગ-19

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -19

"રુદ્ર, શું થયું? મને ચિંતા થાય છે."અભીષેકે તેના હાથમાંથી ફોન લેતા કહ્યું.

મેસેજ જોઇને તેને પણ આધાત લાગ્યો.રુહીનું ધ્યાન અચાનક તે મોબાઇલની સ્ક્રિન તરફ ગયું.આદિત્ય અને આરુહનો ફોટો જોઈને તેની આંખો પહોળી થઇ ગઇ.

તે બધાં ફોટો આદિત્ય અને રુચિની સગાઇના હતાં.જેમા તેમની શાનદાર સગાઇની પાર્ટીના,આરુહના અને હેપી ફેમેલીના ફોટોગ્રાફ્સ હતાં.તેની સાથે એક વોઇસ મેસેજ પણ હતો.જેને રુહીએ પ્લે કરતા રુચિનો અભિમાનથી ભરપુર અવાજ છલકાતો હતો.

"ડિયર રુહી,જેમ કે આ ફોટોગ્રાફ્સ જોઇને તને સમજાઇ ગયું હશે કે મારી અને આદિત્યની સગાઇ થઇ ગઇ ગઇકાલે રાત્રે.મારા પપ્પાએ એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યુ હતું.

આ ફોટોગ્રાફ્સ તને મોકલવાનું એક જ કારણ હતું કે તું સમજી જાય કે હવે આદિત્ય અને આરુહના જીવનમાં તારું કોઇ સ્થાન નથી.મમ્મીજી-પપ્પાજી,આદિત્ય,અદિતિ અને અારુહે મને ખુશી ખુશી સ્વિકારી લીધી છે.

તો તું જ્યાં છે ત્ય‍ાં જ રહેજે.આમપણ તારા જેવી નબળી,સ્માર્ટનેસ અને આત્મવિશ્વાસ સાથે જેને દુર દુર સુધી કોઇ સંબંધ નથી તેવી ગુડ ફોર નથીંગ સ્ત્રીનું મારા અને આદિત્યના જીવનમાં કોઇજ સ્થાન નથી.

મારા જેવી સ્માર્ટ,ઇન્ટેલિજન્ટ અને આત્મવિશ્વાસથી ભરપૂર સ્ત્રી સામે તારી કોઇ હેસીયત નથી.એક ગુડ ન્યુઝ છે કે હું જલ્દી જ આદિત્યના બાળકને જન્મ આપવાની છું.ડિવોર્સપેપર્સ મોકલાવી દઇશ સહી કરીને પાછા મોકલાવી દેજે.

તારા પર દયા કરીને તને પણ થોડા રૂપિયા મોકલાવી દઇશ.જેથી તું તારું બાકીનું જીવન આરામથી જીવી શકે.આરુહને મળવાની હિંમત ના કરતી નહીંતર તે ધાર્યું પણ નહીં હોય તેવું હું કરીશ."
ગુડ બાય."

રુચિનો વોઇસ મેસેજ પુરો થયો.અભીષેક અને રુદ્ર રુહીની સામે જોઇ રહ્યા હતાં.ગઇકાલે જ રુહીની સાથે આ ઘટના બની અને આજે આ મેસેજ, તે બન્નેને રુહીની ચિંતા થવા લાગી.રુહી સ્તબ્ધ હતી.....કોઇ વિચારોમાં ખોવાયેલી...કઇંક મનોમન જાણે નક્કી કરી રહી હોય તેમ.

* * *

રુચિએ આ મેસેજ અદિતિના કહેવા પર મોકલ્યા હતાં.

" જો જે રુચિ,આ મેસેજ વાંચીને પેલી રુહી રડી રડીને અડધી થઇ ગઇ હશે.તારી પ્રેગન્નસી વીશે જાણીને તો તે જુના જમાનાની હિરોઇનની જેમ આદિત્ય માટે આ ત્યાગ આપીને તરત જ ડિવોર્સ પેપર્સ સાઇન કરી દેશે." અદિતિએ પોતાના પ્લાન પર ગર્વ લવતા કહ્યું.

"વાઉ અદિતિ.આઇ એમ ઇમ્પ્રેસ."રુચિએ તેને ગળે લાગતા કહ્યું.

" રુચિ તારું આ પ્રેગન્નસીનું નાટક કોઇની આગળ ખુલ્લું ના પડે તેનુ ખાસ ધ્યાન રાખજે.ખાસ કરીને મમ્મી આગળ તેને આ બધી વાતની બહુ જ સમજ પડે છે."અદિતિએ રુચિને ચેતવી.

તેટલાંમાં કેતકીબેન હાથમાં સ્ટીલના ડબ્બા સાથે પ્રવેશ્યા.

"રુચિ,આ લે આ લાડવા તારા માટે બનાવ્યા છે.તું માઁ બનવાની છોને તો તારા અને તારા આવનારા બાળક માટે આ ખુબ જ ફાયદાકારક રહેશે." કેતકીબેને સ્ટીલનો ડબ્બો તેને આપતા કહ્યું.

રુચિએ તે ડબ્બો હાથમાં લીધો તેને ખોલ્યો,તેમાં ઘી નીતરતા લાડવા જોઇને તેનું મોઢું બગડ્યું,પણ અદિતિની વાત યાદ આવતા તે હસી.

"થેંક યુ મમ્મીજી." રુચિ આટલું બોલીને તેમના ગળે લાગી ગઇ.તેણે અદિતિની સામે જોઇને આંખ મારી.

અંતે આરુહના જવાનો સમય આવી ગયો.આરુહ તેના દાદા દાદીને પગે લાગ્યો,મંદિરમાં જઇને ભગવાનને પગે લાગ્યો,એક છેલ્લી વાર તેના અને તેના મમ્મી પપ્પાના રૂમમાં જઇને પોતાની જુની યાદો તાજી કરી.રુહીનો એક ફોટો પણ તેણે પોતાની પાસે લઇ લીધો.

"મમ્મી,તમે કહેતા હતાં તે દિવસે ફોન પર કે તમે મુશ્કેલીમાં છો.કાશ કે હું તમારી પાસે આવી શકતો તમને મળી શકતો....પણ હવે આ જ મારું જીવન અને ભવિષ્ય છે."તે નીસાસો નાખતા બોલ્યો.

"હે ભગવાન,પ્લીઝ ડુ સમ મીરેકલ.બધું પહેલા જેવું કરી દોને."આટલું બોલતા જ તે રડવા લાગ્યો.

" આરુહ,ચલો નિકળવાનો સમય થઇ ગયો."રુચિએ તેના અવાજમાં થઈ શકે તેટલી મિઠાશ ભેળવતા કહ્યું.

આરુહ બધાને આવજો કહીને અાદિત્ય અને રુચિ સાથે મહાબળેશ્વર જવા નિકળી ગયો, એક નવા સફર પર જ્યાં ખુશી મળે કે ના મળે ,દુખ જરૂર મળશે એ પણ નવા પડકાર સાથે.પરિવાર વગર રહેવાનો તેના માટે આ પહેલો અનુભવ હતો.તે ખુબ જ ઉદાસ હતો.ગઇકાલ રાત વાળો આરુહ અને આ આરુહમાં જાણે કે આસમાન જમીનનો ફરક હતો.

આદિત્ય પણ દુખી હતો.તે આરુહને રુચિ સાથે નથી રહેવા દેવા માંગતો તેનું કારણ રુચિનો સ્વભાવ જે આરુહની માનસિક સ્થિતિ અને ભણતર માટે યોગ્ય નથી.તેને રુહી સાથે જે પણ તકલીફ હોય પણ આરુહ તેનો જીવ હતો , તેથી જ તે આરુહને રુચિથી દુર રાખવા માંગતો હતો.

* * *

શોર્ય તેના રૂમમાં ખુબ જ ધુંધવાયેલી હાલતમાં હતો
એક તો રુહીથી માર ખાધો અને બીજી બાજુએ તેને તેના પિતાએ ખુબ જ ખખડાવ્યો હતો.

ગઇકાલે......
તે કોટ કુદીને ભાગી તો ગયો પણ કોટ કુદવાનાં કારણે જ્યાં ગોળી વાગી હતી ત્યાં વધુ લોહી નિકળ્યું.ગાડી લઇને તે સીધો હોસ્પિટલ પહોંચ્યો ,ત્યાંથી તેણે તેના પિતાને ફોન કર્યો.

શોર્યના માતાપિતા દોડતા દોડતા હોસ્પિટલ પહોંચ્યા,શોર્ય હોસ્પિટલના પ્રાઇવેટ રૂમમાં સુતો હતો.તેના પગે ગોળી વાગી હતી જેના કારણે પગમાં પાટો હતો, માથામાં પણ ફુલદાન વાગવાને કારણે પાટો હતો.તે લોકો શોર્યની આ હાલત જોઈને આઘાત પામ્યા.તેમણે શોર્યને આ બધું કેમ થયું તેનું કારણ પુછ્યું.

શોર્યએ નીચું માથું કરીને બધું જ જણાવ્યું.શોર્યના માતાએ તેને એક તસતસતો લાફો માર્યો.

" તને શરમના આવી,પોતાના મોટાભાઇની પત્ની સાથે આવું કરતાં." શોર્યના મમ્મી આટલું બોલીને જતાં રહ્યા.

કાકાસાહેબ ખુબ જ ગુસ્સે હતા.
"પપ્પા હવે તમે ના મારતા પ્લીઝ."શોર્યે તેનો ગાલ પંપાળતા કહ્યું.

"મન તો થાય છે કે બે કાન નીચે લગાવું,પણ શું કરું દિકરો છે ને તું મારો."કાકાસાહેબ પોતાનો ગુસ્સો કંટ્રોલ કરતા બોલ્યા.

"પપ્પા સોરી."શોર્ય તેમને મનાવવાની કોશીશ કરતા બોલ્યો.

"મુર્ખ છે તું નંબર વન મુર્ખ.તને ખબર નથી કે તે મારા બનાવેલા ફુલપ્રુફ પ્લાન પર પાણી ફેરવ્યું છે.મારો પ્લાન એકદમ માખણ જેવો હતો એવો કે રુદ્ર મારા પગે પડીને મારી માફી માંગત અને મારી બધી શરત માનત."કાકાસાહેબ શોર્ય પર ગુસ્સે થતાં બોલ્યા.

"પપ્પા,મને નહતી ખબર કે આવું થશે.તે રુહીમાં આટલી બધી શક્તિ હશે કે મને ગોળી મારશે અને પપ્પા ભુલ તો તમારી પણ છે.તમે તમારો પ્લાન મને કીધો જ નહીં."શોર્ય પોતાની ભુલ સ્વિકારતા બોલ્યો.

"હા,ભુલ તો મારી પણ છે અને બીજું પેલા રુદ્રએ તે રુહીને ટ્રેનીંગ આપી છે તો તાકાતવાળી થઇ ગઇ છે તે.હવે તે પોલીસ કમ્પલેઇન કરશે,પણ યાદ રાખજે કે તારે તારી ભુલ સ્વિકારવાની નથી.તારે એમ કહેવાનું છે કે હું ત્યાં ગયો જ નથી.તને ત્યાં કોઇએ જોઇ લીધો તો નહતોને?" કાકાસાહેબના મનમાં આવેલો શેતાની વિચાર તેમણે શોર્ય સામે મુકતા કહ્યું.

"ના પપ્પા અને હું પોલીસને કહી દઇશ કે આ ગોળી તો મને ગન સાફ કરતા વાગી ગઇ મારા બેધ્યાનપણાને લીધે,બરાબરને પપ્પા?"શોર્યે પણ પોતાનું દિમાગ લડાવતા કહ્યું.

"એકદમ બરાબર દિકરા.હવે તું જો રુદ્ર અને રુહીને એવા પાઠ ભણાવીશું કે આપણું નામ સાંભળતા જ તેમના બાર વાગી જાય બસ બે દિવસ રાહ જો."કાકાસાહેબ શોર્યનો ખભો થાબડતા બોલ્યા.

શું આરુહનો બોર્ડીંગ સ્કૂલનો સફર સરળ રહેશે કે રુહી બચાવશે પોતાના દિકરાને આ તકલીફો માંથી?

જાણવા વાંચતા રહો.

Rate & Review

sandip dudani

sandip dudani 2 weeks ago

maya shelat

maya shelat 1 month ago

Jinu Kapuriya

Jinu Kapuriya 12 months ago

Bhimji

Bhimji 1 year ago

Appy Shingala

Appy Shingala 1 year ago