Rudrani ruhi - 23 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -23

રુદ્રની રુહી... - ભાગ -23

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -23

"મમ્મી,તું કેમ છો? તને મારી યાદ નથી આવતી?"આરુહે તેના માસુમ ગુસ્સાથી કહ્યું.

"આરુહ,મારો દિકરો હું ઠીક છું.તું કેમ છે અને યાદ તેને કરાય જેને ભુલી જઇએ.હું તો દરેક ઘડીએ તારા જ વિશે વિચારતી હોઉં છું.હવે રડ નહીં મને એમ કહે કે તારી બોર્ડીંગ સ્કૂલ કેવી છે?ચલ તો તારો રૂમતો બતાવ મને."રુહીએ આરુહને શાંત કરાવતા કહ્યું.

આરુહે રુહીને ખુશી ખુશી તેનો રૂમ બતાવ્યો અને તેના રૂમમેટ અંશુને બતાવ્યો.

"આરુહ બેટા,મને તો એવું લાગ્યું કે તું મમ્મીથી ખુબ જ નારાજ હતો અને એટલે જ તું તારા પપ્પા અને રુચિની સગાઇથી ખુશ હતો.મને લાગ્યું તે દિવસે તું મારાથી ખુબ જ નારાજ થઇ ગયો હતો અને હવે મારી સાથે ક્યારેય વાત નહીં કરે."રુહી બોલી.

"એવું નથી મમ્મી.તે દિવસે રુચિ આંટીએ મને ધમકાવ્યો હતો.મને ખુશ દેખાવા કહ્યું હતું."આરુહે રુચિએ તેને આપેલી ધમકી વિશે કહ્યું.
"તે રુચિની આટલી હિંમત? મારા દિકરાને ધમકાવ્યો તેને તો હું નહીં છોડું."રુહી ગુસ્સામાં બોલી.

"મમ્મી તું પાછી આવી જાને તો તે રુચિઆંટીની છુટ્ટી થઇ જાય.ફરીથી તું ,હું અને પપ્પા સાથે રહી શકીએ."આરુહે રુહીને વિનંતી કરી.

"બેટા,પહેલા જેવું હવે કશુંજ નથી.ના હું કે ના તારા પપ્પા.હું તને ખોટું આશ્વાસન નહીં આપું કે નહીં હું તને અંધારામાં રાખુ પણ હવે હું ,તું અને તારા પપ્પા પહેલાની જેમ ક્યારેય એકસાથે નહીં રહી શકીએ."રુહીએ દુખી થતા કહ્યું.

"કેમ મમ્મી?જેમ પપ્પા પેલા રુચિઆંટી સાથે લગ્ન કરી રહ્યા છે તેમ તું આ અંકલ સાથે લગ્ન કરી રહી છો?"આરુહનો પ્રશ્ન રુહીને વિંધી ગયો.

"આરુહ આ બધી વાત માટે તું હજી નાનો છે,પણ જલ્દી જ હું તને મારી પાસે લઇ જઇશ એ પણ હકથી.ત્યાંસુધી તારા જીવનમાં આવેલા આ નવા પરિવર્તનનો આનંદ લે.આ હોસ્ટેલ લાઇફની મજાલે.

નવા નવા આટલા બધાં મિત્રો બનાવ.ખુશ રહે અને ખુશ રાખ.ભણવામાં મન લગાવ,તારા પપ્પાએ જે એકસ્ટ્રા એક્ટીવીટીમાં તારું એડમીશન કરાવ્યું છે તેને મન લગાવીને શીખ."રુહીએ કહ્યું.

"ઓ.કે મમ્મી."

"એક વાત ખાસ યાદ રાખજે આજ પછી તું ક્યારેય રડીશ નહીં.પ્રોમિસ આપ અને હા કોઇની સાથે લડીશ નહીં."રુહીએ આરુહને સલાહ સુચન આપતા કહ્યું.

"ઓ.કે મમ્મી પ્રોમિસ હું એવું જ કરીશ પણ મને તારા હાથનું જમવાનું બહુ યાદ આવે છે."આરુહ.

"ઓ.કે હું તારા માટે મારા હાથનો બનાવેલો નાસ્તો અને લાડવા મોકલીશ પાર્સલથી.બરાબર?"રુહી.

"હા મમ્મી એકદમ બરાબર પણ તું વધારે મોકલીશ.અહીં એક છોકરો છે તેને આપવો છે મારે."આરુહે ખુશ થતાં કહ્યું.

"ઓ.કે બેટા બાય.હું મારો નવો નંબર તને મેસેજ કરીશ તે તું સેવ કરી લેજે અને હા આપણી વાત આપણી સિક્રેટ છે ઓકે કોઇને કહેતો નહીં.બાય લવ યુ બેટા"રુહી

"બાય મમ્મી.લવ યુ.એક વાત કહું તું બદલાઇ ગઇ છો પણ આઇ લાઇક ચેન્જીસ ઇનયુ."આરુહે ફોન મુકતા કહ્યું.

રુહી અાજે ખુબ જ ખુશ હતી તે સાતમાં આકાશ પર હતી.ફોન મુક્તા જ તે રુદ્રને જોરથી ગળે લાગી ગઇ.

"થેંક યુ થેંક યુ થેંક યુ સો મચ." રુહી બોલી.

અહીં રુદ્ર રુહીના અચાનક આમ જોરથી ગળે લાગવાના કારણે કઇ જ બોલી શકવાની હાલતમાં નહતો.તેના રોમરોમમાં રોમાંચ પ્રસરી ગયો.તેણે પણ રુહીની કમર ફરતે પોતાના બે હાથ મજબુતીથી વીંટી દીધાં.તેણે તેની આંખો બંધ કરી દીધી.આ બધું એક અજાણી જ લાગણી તેની જોડે કરાવી રહી હતી.તેટલાંમાં બારીમાંથી હવાની લહેરખી આવી અને રુહીના વાળ રુદ્રના ચહેરા પર ગોઠવાઇ ગયાં.તેના વાળમાંથી,તેનામાંથી આવતી સુગંધ રુદ્રને નશામાં લાવી દીધો.રુદ્રએ તેની પકડ રુહીની કમરની ફરતે વધુ મજબુત બનાવી.રુહીને તે અનુભવાતા તે અસહજ થઇ ગઇ.રુદ્ર અને રુહી એક ગાઢ આલીંગન માથી અલગ થયા.

"સોરી."રુહી આટલું કહીને તેના કાઉચ પર જઇને આડી પડી.રુદ્ર પણ બેડ પર સુવા જતો રહ્યો.રુદ્ર તેની રોજની આદત પ્રમાણે સુઇ ગયો.

રુહી વિચારોમાં મગ્ન હતી તે ફરી ફરીને આદિત્ય વિશે વિચારી રહી હતી.

"અાદિત્ય મે તને કેટલો પ્રેમ કર્યો હતો હદથી પણ વધારે.પ્રેમનો અર્થ જ્યારથી જાણ્યો માત્ર તને જ ચાહ્યો.લગ્નમંડપમાં ફેરા ફરીને એકબીજાને વફાદાર રહેવાની કસમખાધી તો કેમ તોડી તે કસમ આદિત્ય?

મારા પ્રેમમાં શું કમી રહી ગઇ તો તારે રુચિ પાસે જવું પડ્યું?તે આપણા બાળક વિશે પણ ના વિચાર્યું કે તેના કુમળા મન પર શી અસર થશે?તું નાનપણથી રુચિના પ્રેમમાં હતો તો તે મારી સાથે લગ્ન કેમ કર્યા?મારી મૃત્યુનાસમાચાર તને આઝાદી જેવા લાગ્યા કે તું તરત જ રુચિ સાથે બંધાઇ ગયો.હવે ખબર પડી મને હું તારા જીવનમાં અનવોન્ટેડ હતી.

કેમ આદિત્ય?"રુહી જોરથી ચીસ પાડીને બોલી.બરાબર તેજ સમયે તેને તે એટેક આવ્યો અને તે નીચે પડી ગઇ.રુદ્ર રુહીની ચીસથી જાગી ગયો.રુહી નીચે પડેલી હતી તેની આંખો ખુલ્લી હતી અને હાથ પગ અકડાઇ ગયા હતા.રુદ્રએ તેને ઢંઢોળીને ઉઠાડવાની કોશીશ કરી પણ તે ના જાગી.

રુદ્ર ભાગીને અભિષેક પાસે ગયો અને તેને લઇને આવ્યો.તે બન્નેએ તેને ઉંચકીને સુવાડી.અભિષેકે તેને ચેક કરીને એક ઇંજેક્શન આપ્યું રુહી શાંતિથી સુઇ ગઇ.
"રુદ્ર, આ એક ખુબ જ રેર સાયકોલોજીકલ બિમારી છે.તેનો ઇલાજ શક્ય છે.મે રુહીના જે રીપોર્ટ કરાવ્યા તેના પરથી અને મારા રીસર્ચ પરથી મે આ તારણ કાઢ્યું છે કે તેને થોડા વધારે પ્રેમ,કેયર અને ઇમોશનલ સપોર્ટની જરૂર છે.સાથે દવા તો ખરી જ.એક,બે કે ત્રણ મહિના લાગશે પણતે ઠિક થઇ જશે.
આજે આ એટેક આવ્યો સારું થયું મારા મનમાં તેની બિમારી વિશે થોડી અસમંજસ અને તારા મનમાં તેના માટે શંકા બન્ને દુર થઇ ગઇ.ચિંતા ના કર તે ઠીક થઇ જશે
"અભિષેક બોલ્યો.તે બહાર જતો હતો પણ અટકી ગયો.

"રુદ્ર,હવે તો તને વિશ્વાસ થઇ ગયોને કે તેણે આત્મહત્યા નહતી કરી તે માત્ર એક અકસ્માત હતો.મતલબ હું જીતી ગયો તેનો અર્થ એ કે હવે તું રુહી સાથે લગ્ન કરીશ.ગુડ નાઇટ."આટલું કહીને અભિષેક જતો રહ્યો.

રુદ્રએ રુહીને સુવાડી અને પોતે કાઉચ પર સુઇ ગયો અભિષેકની વાત પર વિચાર કરતા કરતા.
વહેલી સવારે રુહી ઊઠી પોતાની જાતને બેડ પર અને રુદ્રને કાઉચ પર જોઇને આશ્ચર્ય પામી.

"રુદ્ર,હું અહીં કેવીરીતે અાવી?"

રુદ્ર ઉઠ્યો તેણે રાત્રે બનેલી ઘટના વિશે કહ્યું.

"સોરી,મારા કારણે તમને તકલીફ પડી."આટલું કહીને રુહી બાથરૂમમાં કપડા લઇને જતી રહી.રુદ્ર પણ બીજા બાથરૂમમાં જતો રહ્યો.

થોડીવાર પછી રુહી નાહીને બહાર આવી તેણે ડાર્ક ગુલાબી કલરની ચિકનવર્કવાળી સાડી પહેરી હતી.તેણે કાનમાં ઝુમકા અને ગળામાં મંગળસુત્ર પહેર્યું.તેટલીવારમાં રુદ્ર પણ તૈયાર થઇને આવ્યો.બરાબર તેજ સમયે રુહી તેના સેંથામાં સિંદુર પુરી રહી હતી.તેના ભીનાવાળ તેણે અંબોડામાં બાધેલા હતા.

રુદ્ર તેને એક ક્ષણ માટે જોઇને છક થઇ ગયો.સાડીમાં રુહી અદભુત લાગી રહી હતી.અચાનક તેને યાદ આવ્યું કે રુહી હજી પણ આદિત્યની પત્ની છે તો તેણે તેના માટે આ કર્યું હશે.
" કેવી લાગું છું?" અચાનક રુહીના આ પ્રશ્નએ રુદ્રને તંદ્રામાંથી જગાડ્યો.

રુદ્રએ સુંદર તેવો ઇશારો કર્યો.
"તો ઠીક,આ બધી મહેનત મે તમારા મહેમાનોને દેખાડવા જ તો કરી છે."રુહીની આ વાતે રુદ્રને હળવો કર્યો તેને રાહત થઇ કે રુહી આ બધું આદિત્યની યાદમાં નથી કરી રહી.

"એક મીનીટ એક વસ્તુ મીસીંગ છે."આટલું કહીને રુદ્ર તેના કબાટ પાસે ગયો.તેનો કબાટ ખોલીને લોકરમાંથી એક ડબ્બો કાઢ્યો તેમાંથી ચાર સોનાની બંગડીઓ રુહીના હાથમાં પહેરાવી.

"આ મારી મમ્મીના છે તેમની ખુબ જ ઇચ્છા હતીકે આ તેમની વહુ પહેરે.હવે બરાબર.હવે લાગે છે રુદ્રની રુહી."રુદ્ર એક અલગ જ ધુનમાં બોલી રહ્યો હતો જે રુહી મુગ્ધ થઇને સાંભળી રહી હતી.રુદ્રએ તેના હાથ પકડી રાખ્યા હતા.

"હું જાઉ?મારે નાસ્તો બનાવવાનો છે."શરમથી લાલ થયેલી રુહી પોતાના હાથ રુદ્રના હાથમાંથી છોડાવીને જતી રહી.

* * *

રુચિ તેની ઓફિસમાં તેની આલીશાન કેબિનમાં બેસેલી હતી તેની સામે એક ચાલીસ પીસ્તાલીસ વર્ષનો એક સ્માર્ટ પુરુષ બેસેલો હતો.ચાનો કપ હાથમાં લઇને તે બોલ્યો.

" બોલો મેડમ કેમ યાદ કર્યો? શું કામ પડ્યું?" તે પુરુષ બોલ્યો.

"રાકેશ મહેરા ધ ફેમસ પ્રાઇવેટ ડિટેક્ટીવ.તમારે મારી થોડી મદદ કરવાની છે.મારી પાસે રૂપિયાની કોઇ કમી નથી અને મારી મદદ કરશો તો આજ પછી તમારે રૂપિયાની કોઇ કમી નહીં થાય." રુચિ બોલી.

" શું કરવાનું છે મારે મેડમ?"

" આ ફોટો મારા થવાવાળા પતિની પત્ની રુહીનો છે."રુચિએ તેને રુહીની બધી જવાત કહી.

" તો મેડમ મારે શું કરવાનું છે તેમ?"

"તે અત્યારે હરિદ્વારમાં છે.તે કોને ત્યાં છે? શું કરી રહી છે તે બધી જ માહિતી મારે જોઇએ.તે કોઇપણ કાળે અહીં મુંબઇ પાછી ના આવવી જોઇએ.આ નંબર પરથી મને ફોન આવે છે.તે વ્યક્તિની પણ પુરી જનમકુંડળી મને જોઇએ.

તમે એક વાર આ બધી માહિતી લાવો પછી આગળ હું જણાવું તેમ કરવાનું છે તમારે?" રુચિએ એક સોલિડ પ્લાન બનાવીને રાખ્યો હતો.

શું રુદ્ર રુહીના પ્રેમમાં પડી રહ્યો છે?રુહી શોર્યને કઇરીતે પાઠ ભણાવશે? જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 6 months ago

Mp Mpnanda

Mp Mpnanda 12 months ago

Asha Patel

Asha Patel 12 months ago

Bhimji

Bhimji 12 months ago