Rudrani ruhi - 24 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ 24

રુદ્રની રુહી... - ભાગ 24

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -24

રુહી રસોડામાં જતી હતી ત્યાં જ શોર્યે તેનો હાથ પકડી લીધો.તેને ખેંચીને રૂમમાં લઇ જઇને રૂમનો દરવાજો બંધ કરી દીધો.શોર્યે રુહીને આ રીતે સિંદુર અને મંગળસુત્ર પહેરેલી જોઇને તેને આશ્ચર્ય થયું.

"અરે વાહ!!!રુહીભાભી ખુબ જ સુંદર લાગી રહ્યા છો.આ સિંદુર,મંગળસુત્ર અને કાકીમાંની બંગડીઓ.ભાભીજી ક્યાંની ભાભી.રુહી સાંભળી લે તે દિવસનો બદલો તો હું લઇને જ રહીશ.તું પણ અહીં અને હું પણ અહીં.ક્યાં સુધી બચી શકીશ." શોર્યએ રુહીનો હાથ મરોડતા કહ્યું.

રુહી ગુસ્સા અને ભયના કારણે કઇ જ બોલી ના શકી પણ તેણે શોર્યને પાઠ ભણાવવાનો રસ્તો શોધી લીધો.તે તેના પગ પર પોતાનો પગ મારીને ત્યાંથી નિકળી ગઇ.

તે રસોડામાં ગઇ આજે તે ખુબ જ ખુશ હતી કેમકે તેણે આરુહની સાથે વાત કરી જે તેને એક નવી આશા અને ખુશી આપીને ગઇ હતી. જેથી જ શોર્યની આ હરકતે પણ તેનો મુડ ના બગાડ્યો.તેણે મહેમાનો માટે નાસ્તો બનાવવાની શરૂઆત કરી.સેન્ડી ત્યાં આવી.

"અરે વાહ રુહી આજે તો તું ખુબ જ સરસ લાગી રહી છો અને સુગંધ પણ સરસ આવી રહી છે.આજે શું બનાવી રહી છો?"સેન્ડીએ પુછ્યું.

"થેંક યુ.આજે હું તમને ઇડલી સાંભાર અને ચટણી બનાવીને ખવડાવવાની છું."રુહી રસોઇ બનાવતા બોલી.

"અરે વાહ રુહી અમે અહીં છીએ ત્ય‍ાં સુધી તો અમને રોજ ટ્રીટ જ છે.તું મને આ બધું બનાવતા શીખવીશ?"સેન્ડીએ પુછ્યું.

રુહીએ માથું હકારમાં હલાવ્યું.નાસ્તો કરીને બધાં તૈયાર થવા ગયાં.રુદ્ર પણ તૈયાર થઇ રહ્યો હતો.રુહી તેની પાસે આવીને બોલી,
"રુદ્ર મને કઇંક જોઇએ છીએ."

"બોલો રુહી,શું જોઇએ છે?" રુદ્રએ તૈયાર થતાં કહ્યું.

"મારે એક ગન જોઇએ છે સાઇલન્સર વાળી મને ગઇકાલેજ તે ગન વિશે માહિતી આપવામાં આવી હતી."રુહી ગુસ્સામાં ઘુઆપુઆ થતા બોલી.

"પણ કેમ પણ કેમ?"રુદ્ર ડરી ગયો

"શાંત રુદ્ર શાંત મારે કોઇનું ખુન નથી કરવું."રુહી શાંત થઇને બોલી.

"તો?" રુદ્ર આધાતમાં બોલ્યો.

"પેલો શોર્ય તેણે આજે ફરી મારો હાથ પકડ્યો અને મને ધમકી આપી કે તે મારી જોડેથી બદલો લેશે.મારે તેને ડરાવવો છે એટલે ગન જોઇએ છે."રુહી બોલી.

રુદ્ર કબાટમાંથી એક ગન લઇને આવ્યો.

'આ લો સાઇલન્સર વાળી નથી પણ તેના જેવી જ છે.મારી લાઇસન્સ વાળી ગને છે જેમાં બે ગોળી છે.ધ્યાન રાખજો લોડેડ છે."રુદ્રએ ગન આપતા કહ્યું.

રુહીએ ગન લઇ લીધી તે સીધી શોર્યના રૂમમાં ગઇ કાકાસાહેબ પણ ત્યાં જ બેસેલા હતાં.રુહી અંદર આવીને દરવાજો બંધ કર્યો.ગનને શોર્યના કપાળ પર મુકી.

"મારો ફાયદો ઉઠાવવો છે તારે? બદલો લેવો છે?"રુહીનું રૌદ્ર સ્વરૂપ જોઇને શોર્ય ડરી ગયો.

"રુહી આ શું કરે છે? "કાકાસાહેબ બોલ્યા.

"કાકાસાહેબ તમે વચ્ચે ના પડતા નહીંતર તમારું વડીલ તરીકેનું માન નહી જાળવી શકું.શોર્ય હવે તે મારો ફાયદો ઉઠાવવાની કોશીશ કરીને તો આ ગન છે લોડેડ ઉડાવી દઇશ.કોઇને ખબર પણ નહીં પડે તેમ ગટરમાં વહેતો હોઇશ.બે જ ગોળી છે તેમાં."આટલું બોલીને અટકી અને નજર કાકાસાહેબ તરફ કરી.

"તમે કાકાસાહેબ તમે જે પણ ખરાબ ઇરાદા સાથે આવ્યા છોને તે તમારી પાસે જ રાખો રુદ્ર સુધી તેને ના પહોંચવા દેતા.ભલાઇ ઇચ્છતા હોવ ને તો અહીંથી જતાં રહેજો.શોર્ય ખબરદાર આજ પછી મારી સામે આંખ ઉઠાવીને જોયું છેને તો આંખો ફોડી નાખીશ."રુહીએ ગર્જના કરી.

બહાર સંતાઇને બારીમાંથી આ બધું જોઇ રહેલા રુદ્ર અને અભિષેક આશ્ચર્ય પામ્યા.રુહી બહાર આવી.તે બન્નેએ તેની તાલી વગાડીને હિંમત વધારી.તે ત્રણેય રૂમમાં આવ્યા.રૂમમાં આવીને રુહીએ સંભાળીને ગન રુદ્રને આપી.તે હજી સુધી કાંપી રહી હતી.અભિષેકે તેને પાણી આપ્યું.

"વાહ ગજબ હિંમત દેખાડી.શાબાશ."અભિષેકે કહ્યું.

"થેંક યુ રુદ્ર અને અભિષેક તમારા બન્નેના સપોર્ટ વગર આ શક્ય નહતું.રુદ્ર મારે તમને કઇંક કહેવું છે."રુહી બોલી.

"હા રુહી બોલો શું કહેવું છે તમારે?"રુદ્ર

" રુદ્ર,મારે આદિત્ય સાથે ડિવોર્સ લેવા છે અને આરુહની કસ્ટડી લેવી છે.શું તમે મદદ કરશો?"રુહીએ તેની આંખોમાં આંખ નાખીને કહ્યું.રુદ્ર હકારમાં માથું હલાવ્યું.તે બન્ને એકબીજાની આંખમાં જ જોઇ રહ્યા હતાં.

રુહીના ગયાં પછી શોર્ય ઉકળી ઉઠ્યો,

"જોયું પપ્પા,રુદ્રના દમ પર કેવી ઉડી રહી છે.મને અને તમને મારી નાખવાની ધમકી આપી"

"હા બેટા,તું ચિંતા ના કર જલ્દી જ તેના અને રુદ્રના સંબંધની સત્ય હકીકત દુનિયા અને તેમના ડેલિગેટ્સની સામે આવી જશે અને પછી તેમની ઇજ્જત ,માન સન્માન ઘુળમાં મળી જશે.રુદ્રનો બિઝનેસ પણ ખતમ થઇ જશે.

તને ખબર છે શોર્ય કે લગ્ન કર્યા વગર રુહી રુદ્રના બેડરૂમમાં રહે છે.તે ખુબ જ મોટી વાત છે.રુદ્ર અને રુહીના નામ પર લોકો થુંકશે.બસ થોડો સમય આપ."કાકાસાહેબ બોલ્ય‍ા.

શોર્યે મનોમન વિચાર્યું,
"આ પપ્પાના પ્લાનમાં કઇ ખાસ દમ નથી.હવે મારે જ કઇંક કરવું પડશે જેથી સાપ પણ મરી જાય અને લાઠી પણના ટુટે."

શોર્ય ઘરની બહાર નિકળી ગયો.તેને એક વ્યક્તિ દેખાઇ જે છુપાઇ છુપાઇને રુદ્રના ઘર પર નજર રાખી રહ્યો હતો.તેની અને શોર્યની નજર મળતા.તે વ્યક્તિ ભાગી ગયો.શોર્યએ પણ તેનો છુપાઇને પીછો કરવાનું નક્કી કર્યું.


શોર્યને તે વ્યક્તિની પાછળ જતાં ખબર પડી કે તે રુદ્ર અને રુહી વિશે જાણકારી ભેગી કરી રહ્યો હતો.શોર્ય તેની પાસે જઇને તેનું ગળું પકડ્યું.

"એય કોણ છે તું ? હે ક્યારનો જોઉં છું મારા મોટાભાઇ રુદ્ર અને મારા ભાભી રુહીની જાસુસી કરે છે.અમારા ઘર પર નજર રાખે છે.

એય ચલ બોલ નહીંતર આ બંદૂક જોઇ છે.ગોળી અંદર અને જીવ બહાર.એકદમ સાચી ગન છે."શોર્યની ધમકીથી રાકેશ મહેરા એટલે કે રુચિનો જાસુસ ડરી ગયો.

"જણાવું છું.પ્લીઝ મને મારતા નહીં કે પોલીસમાં ના આપતા.મારું નામ રાકેશ મહેરા છે હું પ્રાઇવેટ ડિટેક્ટીવ છું.રુચિ ગજરાલે મને રુહી વિશે માહિતી લેવા મોકલ્યો છે.",રાકેશ પોપટની જેમ બોલી ગયો.

"એય પુરી વાત જણાવ."શોર્યને કઇંક પોતાના ફાયદામાં વાત હોય તેવું જણાયું.


રુચિ દ્રારા કહેવામાં આવેલી રુહીના ભુતકાળની બધી જ વાત તેણે શોર્યને કહી.હવે શોર્ય પણ રુહીના ભુતકાળ વિશે અને રુચિ વિશે જાણી ગયો.

"એય તારા મેડમ રુચિ સાથે વાત કરાય."શોર્યે રુચિ સાથે વાત કરવાનું નક્કી કર્યું.તેના મન આ વાત કોઇ જેકપોટથી કમ નહતી.રાકેશે રુચિને ફોન લગાવ્યો ડરતા ડરતા.શોર્યે ફોન પોતાના હાથમાં લઇ લીધો.
"હેલો રુચિ સ્પિકીંગ."સામેથી મીઠો અવાજ આવ્યો.

* * *


આજની સવાર આરુહ માટે ખુશી અને તાજગીભરી હતી.મમ્મીની બધી જ સલાહ અને શીખામણ તેણે હ્રદયમાં અંદર સુધી ઉતારી દીધી.આજે વહેલો ઉઠીને નાહીને તૈયાર થઇને તે નાસ્તો કરવા જતો હતો.તેને રસ્તામાં મોન્ટુ મળ્યો.તે મોન્ટુને ગળે લાગી ગયો.

"મોન્ટુભાઇ,આજે હું ખુબ જ ખુશ છું."મોન્ટુને તેનુ ગળે લાગવુ આશ્ચર્ય પમાડ્યુ અને તેના ચહેરા પર અણગમો પણ લાવ્યું.આ પહેલો એવો છોકરો હતો જે તેને સામેથી આવીને આટલી ખુશી પુર્વક ભેંટ્યો.તે ગુસ્સામાં બોલ્યો,

"એય દુર હટ,મારો યુનીફોર્મ ખરાબ થશે."

"મોન્ટુભાઇ,મારી મમ્મીનો ફોન આવ્યો હતો કાલે.તે મને જલ્દી જ અહીંથી લઇ જશે અને હામે છેને તેના હાથનો ટેસ્ટી નાસ્તો મંગાવ્યો છે.એ પણ ડબલ એક તમારા માટે અને એક મારા માટે."આરુહ તેના માસુમ અવાજમાં બોલ્યો.

"સારું સારું ચલ જા હવે."મોન્ટુ અણગમા સાથે બોલ્યો

"મોન્ટુભાઇ,તમે મારા દોસ્ત બનશો?મારી મમ્મીએ કીધું છે કે મારે નવા નવા દોસ્ત બનાવવા જોઇએ."અારુહે પુછ્યું.

"તને ખબર છે અહીં કોઇ મારું દોસ્ત બનવા નથી માંગતું.મારી દોસ્તી પણ નહીં સારી અને દુશ્મની પણ."મોન્ટુએ આરુહને ચેતવ્યો.

"પણ ભઇ તમે તો કેટલા ક્યુટ અને ગોલુમોલુ છો.મને વિશ્વાસ છે તમે ખુબ જ સારા છો."આરુહે દોસ્તીનો હાથ લંબાવ્યો.

* * *
અહીં સાંજના સમયે રુદ્રની હવેલી પર બેલ વાગ્યો.બધાં બહાર બેઠકરૂમમાં બેસીને રુહીના હાથની ચા અને ભજીયાનો આનંદ લઇ રહ્યા હતા.

રુહી ઊભી થઇને દરવાજો ખોલવા ગઇ.તેણે દરવાજો ખોલ્યો.સામે ઊભેલી વ્યક્તિને જોઇને તેના પગ નીચે જમીન ખસી ગઇ.

કોણ છે તે વ્યક્તિ? શું તે રુહીના જીવનમાં કોઇ નવા તોફાન લાવશે ?શું વાતચીત થઇ હશે રુચિ અને શોર્ય વચ્ચે?

જાણવા વાંચતા રહો.
Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Mp Mpnanda

Mp Mpnanda 12 months ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago

Akshita

Akshita 1 year ago