Rudrani ruhi - 26 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-26

રુદ્રની રુહી... - ભાગ-26

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -26

અદિતિની સામે બેસેલી વ્યક્તિ અન્ય કોઇ નહીં પણ કિરન હતી.રુહીની બેસ્ટ ફ્રેન્ડ.અદિતિ આ વખતે કિરનનો ઉપયોગ કરી રુહીની માહિતી કઢાવવા માંગતી હતી.આટલી મોટી ફાઈવ સ્ટાર હોટેલ જોઈને કિરનના હોશ ઉડી ગયા હતા.આવી જગ્યાએ પહેલી આવી હતી તેને કહ્યું કે

"અદિતી,તે મને અહીં કેમ બોલાવી ?પહેલા કીધું હોત કે આપણે અહીં આવવાના છીએ તો હું થોડા ભારે કપડા પહેરતને?"આટલી મોટી ફાઈવસ્ટાર હોટેલમાં તેને તેના કપડાના કારણે સંકોચ થતો હતો.

"ઓહ કમઓન કિરન,આપણે અહીં ડિનર ડેટ પર નથી આવ્યાં.એક મહત્વની વાત કરવા ભેગા થયા છે."અદિતિના ચહેરા પર ટેન્શન દેખાતું હતું.

" શું વાત છે અદિતિ તે મને અહીં કેમ બોલાવી છે?"કિરને ફરીથી પુછ્યું.

"વાત જાણે એમ છે કિરન.આપણે રુહીના વિશે વાત કરવા ભેગા થયા છીએ."અદિતિ બોલી.

રુહીનું નામ સાંભળી કિરન દુઃખી થઈને તેના આંખનાં ખુણ‍ા ભીના થઈ ગયા.
"મને રુહીની ખુબ જ યાદ આવે છે. મને યાદ છે છેલ્લે અમે જ્યારે મળ્યા હતા.અમે કેટલી વાતો કરી હતી.તે મારી ખુબ જ ખાસ સહેલી હતી."કિરનની વાત સાંભળી બોર થઇ રહેલી અદિતિ ગંભીર થઇને બોલી.

"સાંભળ કિરન,રુહી જીવે છે ."અદિતિની વાત સાંભળીને કિરન આધાત પામી.
"શું રુહી જીવતી છે !!?આ વાત તો મારે રુહીના મમ્મી પપ્પાને જણાવવી જોઈએ તે બિચારા ખૂબ જ દુઃખી છે."કિરન ખુશ થતાં બોલી.તેણે પોતાના પર્સમાંથી ફોન કાઢ્યો.જે અદિતિએ લઇ લીધો.

"ખબરદાર ,આ વાત કોઈને પણ જણાવી છે તો. અહીં મે તને ખાસ કામ માટે બોલાવી છે જેનાથી તારો અને મારો બન્નેનો ફાયદો થશે. તને એ વાતનું આશ્ચર્ય ન થયું કે રુહી જીવે છે તો પણ તે અહીં પાછી કેમ ના આવી?"અદિતિએ કહ્યું.તેની વાત સાંભળીને કિરન આશ્ચર્ય પામી.

"બની શકે તે કોઇ મુસીબતમાં ફસાઇ ગઈ હોય એટલે જ ના આવી હોય."કિરને પોતાની સહેલીનો પક્ષ લેતા કહ્યું.
"કિરન,તને શું લાગે છે રુહીનો અકસ્માત થયો હતો.ના તેણે આત્મહત્યાની કોશીશ કરી હતી અને હવે બચી ગઇ છે તો પાછી આવવાની જગ્યાએ નવું જીવન શરૂ કર્યું.શું કમી હતી મારા ભાઇના પ્રેમમાં બોલ?શું કમી હતી તેને રૂપિયાની કે કોઇ બીજી વસ્તુની?તેણે પોતાના નાના બાળક વિશે પણ ના વિચાર્યું?

તું કહે આદિત્ય અને આરુહનો શું અપરાધ હતો?"અદિતિએ પોતાની જબરદસ્ત એકટીંગથી કિરનને આંજી દીધી.

"શું !?સાચે તમે જે કહો છો તે સાચું છે?હા છેલ્લે અમે મળ્યા ત્યારે તે પોતાના જીવનથી ખાસ ખુશ નહતી જણાતી.
સાચી વાત છે તમારી.

આદિત્ય જેવો પ્રેમાળ પતિ,તમારા ઘર જેવો પરિવાર અને આરુહ જેવો દિકરો.આટલી બધી ધન અને દૌલત.કઇ જ કમી નહતી.અહીં મને પુછો રૂપિયા વગર જીવન કેવું કઠિન હોય છે.જ્યારે તમારે તમારા બાળકને પણ રૂપિયાની કમીના કારણે કોઇ વસ્તુ માટે ના પાડવી પડે. ત્યારે કાળજુ કપાય અદિતિ "કિરનને રુહીની હરકત પર ગુસ્સો આવ્યો અને પોતાની હાલત પર દયા.

"તારી આ હાલત સુધરી શકે છે કિરન.અગર તું મારું નાનકડું એક કામ કરે.જો આ એક લાખ રૂપિયા એડવાન્સ બાકીના ચાર લાખ રૂપિયા કામ પત્યા પછી."અદિતિએ એકલાખ રૂપિયાનું પેકેટ તેના પર્સમાં મુકતા કહ્યું.આટલા રૂપિયા અને પોતાની હાલત જોઇ કિરનનું મન લલચાઇ ગયું.તે પોતાની સહેલી વિરુદ્ધ પણ જવા તૈયાર થઇ ગઇ.

"મારે શું કરવાનું છે અદિતિ?"કિરન પર્સની ચેન બંધ કરતા બોલી.


અદિતી હસી તેણે કિરનને રુદ્રનો નંબર આપ્યો.
"જો આ નંબર પર ફોન કરી તારે કહેવાનું છે કે મારે રુહી સાથે વાત કરવી છે.હું તેની નાનપણની અને ખાસ સહેલી કિરન બોલું છું.તારે કહેવાનું કે આ નંબર મે આદિત્ય પાસેથી લીધો છે.હું રુહીના મૃત્યુનો ખરખરો કરવા ગઇ હતી.જ્યા મને આદિત્ય જોડેથી જાણવા મળ્યું કે રુહી જીવતી છે.તું એકબે વાર વિનંતી કરીશ તો તે પુરુષ તને રુહી સાથે વાત કરાવી દેશે."

"પણ મારે આમા તમારી શું મદદ કરવાની છે?"કિરને પુછ્યું.

"તું રુહી સાથે વાત કરીને અમારી જાસુસનું કામ કરીશ.તું રુહી અત્યારે ક્યાં છે કોની સાથે છે અને તેનામાં આટલો બદલાવ કેમ આવ્યો ??તે જાણવાનું છે.તે બધી વાતો રેકોર્ડ કરીને અમને સંભળાવવાની છે.આગળ અમે કહીશું તેમ તારે કરવાનું,સમજી?"અદિતિએ પોતાનો પ્લાન કહ્યો.

"હા સમજી,પણ અમે એટલે તમારા સિવાય બીજું કોણ?"કિરને પુછ્યું.

"તું બે કોડીની કિરન તારા કામથી કામ રાખ.ઈમાનદારીથી અમારું કામ કરીશ તો તારી આર્થિક પરિસ્થિતિ સુધરી જશે."અદિતિ પોતાના અસલ સ્વભાવમાં આવતા બોલી.
"સારું સારું પણ મારો આ ફોન સાદો છે.તેમા કોઇ રેકોર્ડિંગ નહીં થાય."કિરનની નજર અદિતિના મોંઘા સ્માર્ટફોન પર હતી.જે અદિતિ સમજી ગઇ.

"લે આ વીસ હજાર આટલામ‍ાં એક સારો સ્માર્ટફોન આવી જશે પણ જો તે ખરીદવામાં કંજુસી ના કરતી."અદિતિએ તેને બીજા વીસ હજાર આપતા કહ્યું.

કિરને મનોમન વિચાર્યું,
"હું કશું જ ખોટું નથી કરી રહી. પોતાના પરિવારની મદદ કરવી એ કંઈ ખોટું કામ થોડી છે હું આમાં તો હું રુહીનું પણ કશુંજ ખરાબ નથી કરવાની.ખોટું તો રુહી કરી રહી છે પોતાના પરિવાર સાથે."

અદિતિ પણ ખુશ થઇ અને મનોમન બોલી,
"વાઉ,હવે આ વાત જાણીને રુચિ ખુશ થશે અને મને રાહત મળશે.રુહી તે અમને ધમકી આપી હતીને હવે જો તારી હાલત થાય તે."

* * *
રાતના સમયે બધાં ડિનર ટેબલ પર બેસેલા હતાં.રુહીની નજર રિતુ પર હતી.રિતુ જે આ વાત જાણતી હોવા છતા અજાણ બનીને પોતાનું ડાયેટ ફુડ ખાઇ રહી હતી.તેના મનમાં રુહી પ્રત્યે ભારે નારાજગી હતી.પહેલા તો પોતાની વાતના માની આદિત્ય સાથે લગ્ન કરવાના કારણે અને હવે અહીં રુહી રુદ્રાક્ષ સિંહ બનીને નવા રૂપમાં જોઇને.

રુહી હવે તેની સાથે વાત કરવા નથી માંગતી.તેનું આવું રૂક્ષ વર્તન તેને તકલીફ પહોચાડતું હતું અને પોતાની જાતને તકલીફ આપવા વાળી વ્યક્તિઓથી તે હવે દુર રહેવા માંગતી હતી.તે નક્કી કરીને બેસી હતી કે તે રિતુને માત્ર એક મહેમાન તરીકે જ પુછશે.

અભિષેક જે તે બન્નેને જોઇ રહ્યો હતો તેને કઇંક ગડબડ લાગી.તેણે રુહી સાથે વાત કરવાનું નક્કી કર્યું.

રિતુ તેના રૂમમાં જતી હતી ત્યાં જ અભિષેક સાથે તે અજાણતા જ અથડાઇ ગઇ તે સીડીઓ પરથી પડવાની જ હતી.ત્યાં અભિષેકે પુરી ફિલ્મી સ્ટાઇલમાં તેને બચાવી લીધી.

"ઓહ થેંક યુ સો મચ.આજે તમેબચાવી ના હોત તો મારું ફ્રેક્ચર પાક્કુ હતું."રીતુ બોલી.અભિષેકે તેને હજી એમ જ પકડેલી હતી.

"અભિષેકજી,મને છોડશો."રિતુ બોલી.

"ઓહ હા સોરી."અભિષેક માત્ર એટલું બોલી શક્યો.
અભિષેક રિતુને જોઇ રહ્યો હતો.તેણે સ્લિવલેસ ટીશર્ટ અને નીચે ટાઇટ જીન્સ પહેર્યુ હતું.તેના વાળ ખભા સુધીના અને તે ડાર્ક આલમન્ડ કલરથી કલર્ડ હતાં અને તેના બોલવાની સ્ટાઇલમાં વિદેશી ભાષાની પણ છાંટ દેખાતી હતી.તેણે વિચાર્યું,
"શું તે બની શકે કે રિતુ અને રુહી એકબીજાને જાણતા હોય? પણ એ કઇ રીતે શક્ય છે?"તેણે તેને પુછવાનું નક્કી કર્યું.

"રિતુજી,એક સવાલ પુછવો હતો કે શું તમે રુહીને પહેલીથી ઓળખો છો?"અભિષેકે પુછ્યું.

અભિષેકનો સવાલ સાંભળી રિતુના ચહેરાના હાવભાવ બદલાઇ ગયા.તેણે ગંભીર ચહેરે કહ્યું,
"જી ના આ રુહીને તો હું બિલકુલ નથી
જાણતી."આટલું બોલી તે કઇપણ સાંભળવાના રોકાઇ અને પોતાના રૂમમાં જતી રહી.

"હમ્મ,મતલબ તમે અને રુહી એકબીજાને પહેલેથી ઓળખો છો.ગ્રેટ!તમારા ચહેરાના હાવભાવથી મને જવાબ મળી ગયો."

અહીં રુદ્રના બેડરૂમમાં ..

"રુહી,મે એક સારા વકીલ સાથે વાત કરી છે.તમારા ડિવોર્સ પેપર્સ અને આરુહની કસ્ટડી માટેના પેપર્સ જલ્દી જ તૈયાર થઇ જશે.વકીલસાહેબનું કહેવું હતું કે અગર આદિત્ય તમને સરળતાથી ડિવોર્સ કે આરુહની કસ્ટડી ના આપે તો અાપણે લડવું પડશે."રુદ્રએ ગંભીરતાથી કહ્યું.
આ સાંભળીને રુહીએ પોતાની આંખો બંધ કરી લીધી.તેના અને આદિત્યના જીવનની વાર્તા જાણે એક ટુંકી ફિલ્મની જેમ તેની આંખ સામેથી પસાર થઇ ગઇ તે જાણે સવાલ પુછતી ગઇ બસ રુહી તારા જીવનમા આ છુટાછેડા સાથે પ્રેમ નામના શબ્દનો પણ અંત આવશે.રુહીની આંખના બન્ને ખુણાથી મોતીના એક એક કરીને ટીંપા નિકળવા લાગ્યા.જેને રુદ્રએ પોતાની મુઠ્ઠીમાં કેદ કરી લીધાં.

"બસ કરો રુહી બહુ રડ્યા,બહુ કમજોર બન્યા હવે આત્મવિશ્વાસુ બનો,હિંમતવાળા બનો,બી અ ફાઇટર રુહી.હવે રડો નહીં રડાવો તેમને જે તમને રડાવવા માંગે છે."રુદ્રએ દ્રઢ નિશ્ચય સાથે કહ્યું.

રુહીએ પણ પોતાનું મન મક્કમ કર્યું અને હકારમાં માથું હલાવ્યુ.
"શુભ રાત્રી રુદ્ર."રુહી રુદ્રની આંખોમાં આંખ પરોવીને બોલી.
"શુભ રાત્રી રુહી."રુદ્ર અનાયાસે જ રુહીને ભેંટી પડ્યો.તે બન્ને પોતપોતાના સ્થાન પર જઇને સુઇ ગયાં.

અડધી રાત્રે રુહી પોતાના કાઉચ પર શાંતિથી ઊંઘી રહી હતી.અચાનક એક પડછાયો તેની તરફ ધીમેધીમે આગળ વધી રહ્યો હતો.તે તેની એકદમ નજીક પહોંચ્યો.તે પડછાયાનો ચહેરા અને રુહીના ચહેરાની વચ્ચે માત્ર બે આંગળી જેટલું અંતર હતું.

શું કિરન પોતાની લાલચમાં પોતાની સહેલીના જીવનને લગાવશે દાવ પર?રિતુ અને રુહીના અબોલા તુટશે કે તેમની વચ્ચે ગેરસમજ વધશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Laxmi

Laxmi 5 days ago

maya shelat

maya shelat 1 month ago

Mp Mpnanda

Mp Mpnanda 12 months ago

Kishor Patel

Kishor Patel 12 months ago

Bhimji

Bhimji 12 months ago