રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -27
રિતુ રાત્રે તેના રૂમની ગેલેરીમાં બેસીને વિચારી રહી હતી.
"શું મે રુહી સાથે જે વર્તન કર્યું તે યોગ્ય હતું?એટલિસ્ટ એક વાર તો મારે તેની વાત જાણવી જોઇતી હતી.કોઇ મજબુરી હોય કદાચ.તે કઇ પરિસ્થિતિમાં અહીં આવી હશે તે જાણવાની તો મને ખુબ જ એક્સાઇટમેન્ટ છે.પણ હવે તેની સાથે વાત નથી કરી તો નથી જ કરવી.તે સામેથી આવશે તો વાત અલગ છે.
અમ્મ પણ હું કિરનને તો ફોન કરી જ શકુંને?"રિતુએ કિરનને ફોન લગાવ્યો.
"ફાઇનલી તું આવી ગઇ પણ હવે મુંબઇ ક્યારે આવે છે ?"કિરને કહ્યું.
"હા હું અત્યારે તો મારા કામથી હરિદ્વાર આવી છું.તે પતશે પછી આવીશ."રિતુ કિરનને રુહી વિશે જણાવવા માંગતી હતી.
"રિતુ,મારે તને રુહી વિશે કઇંક કહેવું હતું."કિરન તેને રુહી વિશે જણાવવા માંગતી હતી.
"શું?"સામાન્ય રીતે રુહી વિશે વાત પણ ન કરવા માંગવા વાળી રિતુ આજે રુહી વિશે જાણવા માટે ઉત્સુક હતી.
કિરને તેને રુહીના વિશે બધુ જ ડિટેઇલમાં જણાવ્યું.જેમ કે તેની અને રુહીની અંતિમ મુલાકાત,રુહીની સાથે હરિદ્વારમાં બનેલી ઘટના,અને ગઇકાલે અદિતિ સાથે થયેલી પૈસાની ડિલ સહિતની બધી જ વાત રિતુને જણાવી.
"વોટ!! યસ હવે હું સમજી પહેલા તો આત્મહત્યા કરી અને તેમા બચી ગઇ એટલે અહીં બીજા લગ્ન કરી લીધા એક બીજા પૈસાદાર અને હેન્ડસમ પુરુષ સાથે.સો મીન કોઇનું નહીં તો પોતાના દસ વર્ષના નાના બાળકનું પણ ના વિચાર્યું?"રિતુ વાતનો અર્થ પોતાના હિસાબથી નિકાળી રહી હતી.
"શું લગ્ન કરી લીધા તેણે?"કિરન આધાત પામતા બોલી.
"હા,તેના બીજા પતિનું નામ રુદ્રાક્ષ સિંહ છે.મને લાગે છે તારે આ વાત અદિતિને જણાવવી જોઇએ અને તું ગિલ્ટીના ફીલ કરીશ તે જે કર્યું તે બરાબર જ છે.રુહી જેવી સ્ત્રીઓને તો બરાબરનો પાઠ ભણાવવો જોઇએ.
તારે અદિતિના સોંપેલા કામમાં મારી જે પણ મદદ જોઇએ તે કહેજે."રિતુ હવે રુહીને નફરત કરતી હતી.તે તેને સબક શીખવાડવા માટે મક્કમ હતી.
"હા તું મને તેની બધી જ વિગતો તે ક્યાં છે?કોની સાથે છે?મળી શકે તો તેના લગ્નનો કોઇ ફોટો જરૂરથી આપજે.હું પણ અદિતિના પ્લાન પ્રમાણે રુહીને જલ્દી જ ફોન કરીશ."
કિરને ફોન મુકી દીધો.રિતુને રુહી માટે ધિક્કારવાળી લાગણી આવી રહી હતી.
"હવે જો રુહી કાલથી તને કેવી બરાબર લપેટામાં લઉં છું.આઇ એમ શ્યોર કે સેન્ડીમેમ અને હેરીસરને તારા પાસ્ટ લાઇફ વિશે કશુંજ ખબર નહીં હોય."
રિતુ હસી,કઇંક વિચાર્યું અને સુઇ ગઇ.
* * *
અડધી રાત્રે રુહી પોતાના કાઉચ પર શાંતિથી ઊંઘી રહી હતી.અચાનક એક પડછાયો તેની તરફ ધીમેધીમે આગળ વધી રહ્યો હતો.તે તેની એકદમ નજીક પહોંચ્યો.તે પડછાયાનો ચહેરા અને રુહીના ચહેરાની વચ્ચે માત્ર બે આંગળી જેટલું અંતર હતું.
તે પડછાયો,તે વ્યક્તિ રુદ્ર હતો.રુદ્ર રુહીને ગળે મળ્યો પછી કઇંક અલગ જ અનુભવી રહ્યો હતો તે સુઇ જ ના શક્યો.તે પડખા બદલી રહ્યો હતો અને બસ સામે કાઉચ પર સુતેલી રુહીને જોઇ રહ્યો હતો.તેનો સુંદર,રૂપાળો ચહેરો જાણે તેને તેના તરફ આકર્ષિત કરી રહ્યો હતો પણ અચાનક તેને દેખાયું કે રુહીના વાળની એક લટ તેના ચહેરા પર વારંવાર આવી જતી હતી અને રુહીના ચહેરા પર ઊંઘમાં પરેશાનીના ભાવ આવી જતા.
રુદ્રથી તે સહન ના થયું,તે ઊભો થયો ધીમા પગલે આગળ વધ્યો.તે રુહીની એકદમ નજીક જઇને ઊભો રહ્યો.તે નીચે જમીન પર બેસી ગયો તેના ચહેરા અને રુહીના ચહેરા વચ્ચે થોડુંક જ અંતર હતું.તેણે હળવા હાથેથી તે લટને પકડી અને પાછળ કરી.થોડીક વાર તે વાળની લટ એમ જ રહી પણ ફરીથી આગળ આવી ગઇ.
રુદ્રએ ફરીથી તે લટને પાછળ લીધી પણ ફરીથી તે આગળ આવી ગઇ.આ પ્રક્રિયા તેણે ચારથી પાંચ વાર કરી.રુહી ધસધસાટ ઊંઘતી હતી.હવે આ વખતે તે વાળની લટ અાગળ આવીને ફરીથી રુહીને પરેશાન કરવા લાગી અને હવે રુદ્રની ધીરજે પડતું મુક્યું.
તેને ગુસ્સો આવ્યો અને તેણે તે વાળની લટને જોરથી ખેંચી તેને રુહીના માથામાંથી અલગ કરવાના ઇરાદા સાથે.રુહી જે ધસધસાટ ઊંઘી રહી હતી તે અચાનક જ થયેલા અણધાર્યા હુમલાથી ઝબકીને જાગી ગઇ.તેણે જોયું રુદ્ર ખુબજ ગુસ્સામાં હતો અને તેના વાળની લટ જુનુનપુર્વક ખેંચી રહ્યો હતો.તેણે રુદ્રના હાથમાંથી પોતાના વાળની લટ છોડાવી અને તે દુર ખસી ગઇ.
વાળની લટ જોરથી ખેંચાવાના કારણે તેને માથામાં દુખી રહ્યું હતું.
"રુદ્ર,આ શું કરી રહ્યા છો?"રુહીએ આધાતમાં પુછ્યું.
રુહીની વાતથી જાણે રુદ્રને ભાન આવ્યું તેને બધું સમજાતા તે શરમ અનુભવતો હતો.તેણે નીચે જોયું અને બોલ્યો,
"એ એ તો છેને.આ તમારી વાળની લટ એનો વાંક છે?"રુદ્રનો અવાજ કાંપી રહ્યો હતો.
"અચ્છા,શું કર્યું તેણે બિચારીએ? રુદ્રનું એક્સપ્લેનેશન રુહીના ગળે ના ઉતર્યું.
"એ તમારી આંખોને અને ચહેરાને પરેશાન કરતી હતી.મે પહેલા તો તેને પાછળ સેટ કરવાની કોશીશ કરી પણ તે ખુબ જ જિદ્દી હતી.ના માની તો મે તેને ખેંચીને કાઢી નાખવાની કોશીશ કરી.આઇ એમ સોરી.હું પાગલો જેવી હરકત કરું છું કેમ કરું છું મને પણ નથી ખબર?આઇ એમ સોરી અગેઇન.
સાચું કહું હું સુઇજ નહતો શકતો અને તમે જ જોયા કરતો હતો.તમે ખુબ જ સુંદર છો,મારી નજર જ તમારા ચહેરા પરથી નહતી હટતી."રુદ્ર ખુબ જ શરમ અનુભવતો હતો તેને તેવું લાગતું હતું કે ધરતી ફાટે અને તે તેમા સમાઇ જાય કેમકે રુહીની સામે તેને તેની ઇજ્જતની ફજેતી થઇ ગઇ હોય તેવું લાગ્યું.
આ વાત સાંભળી રુહીનો ગુસ્સો સહન કરવા તૈયાર થઇ ગયેલો રુદ્ર આંચકો તો ત્યારે પામ્યો જ્યારે રુહી ખડખડાટ હસવા લાગી.તે પોતાનું પેટ પકડીનેહસવા લાગી અને બોલી,
"રુદ્ર,અગર તમને ખરેખર એવું લાગે છેકે મારા વાળ એટલા નબળા છે કે આમ ખેંચવાથી નિકળી જશે."
"હા સોરી,એ એક મુખર્તાભરી હરકત હતી."રુદ્ર માથું ખંજવાળતા બોલ્યો.
"હા એ તો છે.રુદ્ર હું અભિમાન નથી કરતી પણ મારી એક ખાસ સહેલી કહેતી હતી કે રુહી તું એટલી સુંદર છો કે કોઈપણ પુરુષ તને ધારીધારીને જોવે.એ તો એમ પણ કહેતી કે અગર હું છોકરો હોત તો હું જ તારી સાથે લગ્ન કરત."રુહી રિતુને યાદ કરતા બોલી.રિતુની યાદ અાવતા રુહી ફરીથી ઉદાસ થઇ ગઇ.
"શું થયું તમારી સહેલીની યાદ જાણે તમને પરેશાન કરી ગઇ?કઇ વાત છે?"રુદ્ર બોલ્યો તે સમજી ગયો કે રુહી પરેશાન થઇ ગઇ સહેલીના નામથી.
"હા તે મારા એક નિર્ણયથી નારાજ હતી તો તેના કારણે તેણે અમારી બાળપણની મિત્રતા એક જ ક્ષણમાં તોડી નાખી."રુહી આટલું કહેતા ફરીથી ઉદાસ થઇ ગઇ
"કયો નિર્ણય?"રુદ્રે પુછ્યું.
"મારો આદિત્ય સાથે લગ્ન કરવાનો નિર્ણય,તે એવું માનતી હતી કે આદિત્ય મારા લાયક નથી અને આદિત્ય મને દુખ સિવાય કશુંજ નહીં આપી શકે."રુહી બોલી.
"આમ જોવા જાઓ તો તમારી સહેલની ધારણા કહો કે ભવિષ્યવાણી કહો તે સાચી જ નિકળી."રુદ્રની વાતે તેને વિચારતી કરી તેણે હકારમાં માથું હલાવ્યું.
"ચલો સુઇ જાઓ રુદ્ર મને પણ સુઇ જવું છે અને હા આ વખતે વાળને ખેંચીને કાઢવાની કોશીશના કરતા.એક બીજી વાત તમારા પલંગની આસપાસ જે પડદો છેને તે પડદો પાડી દેજો જેથી તમને શાંતિથી ઊંઘ આવે.નહીંતર તમે ક્યારેય ઊંધી નહીં શકો."રુહી હસીને બોલી સુવા જતી રહી.તે ઊંધી બાજુએ પડખું ફરીને સુઇ ગઇ.
રુદ્ર પોતાના જ માથે ટપલી મારીને પડદો લગાવીને સુઇ ગયો.સવારે તેણે આ બધી જ વાત અભિષેકને કહી.તે લોકો નાસ્તો કરવા જતા હતાં.અભિષેક હસી હસીને બેવડ વળી ગયો.
"હા હસ તું.મારી ઇજ્જતની ફજેતી થઇ ગઇ અને તને હસવું આવે છે."રુદ્ર ગુસ્સે થઇને બોલ્યો.
"રુદ્ર,મને વિશ્વાસ નથી થતો કે તું આવી મુર્ખતાવાળી હરકતો કરે."અભિષેક પોતાનું હસવુ હજી ટાળીના શક્યા.
"મને પણ ખબર નથી કે આવું કેમ કરું છું?"રુદ્ર બોલ્યો.
"મને ખબર છે કે તું આમ કેમ કરે છે."અભિષેક હસ્યો
"કેમ કરું છું?"રુદ્ર
"તને પ્રેમ થઇ ગયો છો રુહી સાથે.રુદ્ર મારું માનવું છે કે રુહીના ડિવોર્સ થઇ જાય પછી તું લગ્ન કરીલે તેની સાથે"અભિષેકની વાત સાથે જાણે રુદ્ર સહમત હોય તેમ ચુપ થઇ ગયો કઇંક વિચારમાં પડી ગયો.
"અભિષેક,રુહી આદિત્ય સાથે ડિવોર્સ ઇચ્છે છે તો તે તેને જલ્દી જ મળી જશે અને આરુહની કસ્ટડી પણ.તેનું એકમાત્ર કારણ રુહીની ખુશી છે બીજું કશુંજ નહીં સમજ્યો?" રુદ્ર રુહીની ખુશી વિશે વિચારીને બોલ્યો.
બ્રેકફાસ્ટ ટેબલ પર એકબાજુએ ટેસ્ટી ઇન્ડિયન નાસ્તો આલૂપરાઠા અને દહીં હતાં જે રિતુના એકદમ પ્રિય હતા અને બીજી બાજુએ રિતુ માટે બનાવેલ સ્પેશિયલ ડાયેટ ફુડ હતું.
રુહી રિતુ સાથે વાત કરવા ઇચ્છતી હતી.રુહી ઇચ્છતી હતી કે રિતુ સામેથી તેની પાસે આવીને વાત કરે અને તેના વર્તન માટે માફી માંગે.તે રિતુને પોતાની વ્યથા અને પોતાની સાથે બનેલી દુર્ઘટના બની તે ,આદિત્યએ આપેલો દગો અને કાકાસાહેબ તથા શોર્યએ કરેલા કારનામા જણાવવા ઇચ્છતી હતી.તે તેને બધું જ સત્ય જણાવી દેવા માંગતી હતી પણ તેનામાં તેટલી હિંમત નહતી કે તે સામેથી તેની સાથે વાત કરે.તે એ પણ ચાહતી હતી કે રિતુને અહેસાસ થાય કે તમે કોઇની પણ ઉપર પોતાની ઇચ્છાઓ થોપીના શકો.
રિતુ જોગીંગ અને કસરત કરીને બહારથી આવી બ્રેકફાસ્ટ ટેબલ પરની વાનગીઓ જોઇને તેના મોંમાં પાણી આવી ગયું,તેની સુગંધ તેને તરબોળ કરી ગઇ.એક વાર તો તેને થયું કે તે આ ડાયેટ પ્લાન પડતો મુકી આ બધું જ ખાઇ જાય. તેને રુહી પર ગુસ્સો આવ્યો તેણે વિચાર્યું,
"રુહી,તને મે કહ્યું હતું કે હું ડાયેટીંગ કરું છું તો પણ તું મને લલચાવવા મારી ફેવરિટ ડિશ બનાવે છે."
"હેરી સર,હું ફ્રેશ થઇને આવું."આમ કહીને રિતુ તેના રૂમમાં જતી રહી.તે વિચારી રહી હતી,
"શું કોઇપણ એક તરફની વાત સાંભળીને મારે ડિસીઝન પર લેવું ઠિક રહેશે.તે અદિતિ તો લાગતી જ હતી એક નંબરની ચાલાક સ્ત્રી.તેની વાત પર વિશ્વાસ કરી અને કિરને જે કર્યું તે ઠીક છે?"
તે નાહીને તૈયાર થઇને ફટાફટ નીચે આવી રહી હતી.તેણે નક્કી કર્યું કે
"હું તમામ વાતની મારી જાતે તપાસ કરીશ અને અગર રુહી ખોટી હશે તો તેને પાઠ હું ભણાવીશ.નહીંતર કિરનનું આવીબન્યું."
તે નીચે આવીને ચેયર પર બેસી ગઇ.રુહી પણ બધાંને સર્વ કરીને રુદ્રની બાજુમાં ગોઠવાઇ ગઇ બન્ને એક જ થાળીમાં નાસ્તો કરી રહ્યા હતા.જમતાં જમતાં એકબીજાને હાથનો સ્પર્શ થતાં તે બન્નેને એક અલગ જ અહેસાસ થતો જે તેમની આંખોમાં સાફ દેખાતો.
જે રિતુ અને અભિષેક સાફ રીતે જોઇ શકતા હતાં.રિતુને આ વાત પસંદના આવી તેણે વિચાર્યું,
"રુહી,અગર કિરને કહ્યું તેમ તારા અને આદિત્યના ડિવોર્સ નથી થયાં તો તેનો મતલબ એ થયો કે તું હજી પણ આદિત્યની જ પત્ની છો.હવે મને ખબર છે કે મારે શું કરવાનું છે તારી અસલી હકીકત બધાની સામે લાવવા."
રિતુ ,કિરન કે રુહી કોની વાત પર વિશ્વાસ કરશે અને કોનો સાથ આપશે અત્યાર પ્રમાણે જોતા એવું લાગે છે કે તે કિરનનો સાથ આપશે.તો શું રુહી માટે તેની ખાસ સહેલી કાકાસાહેબ,શોર્ય,રુચિ અને અદિતિ કરતા પણ મોટી મુસીબત બનશે?શું થશે અગર આ બધા એક થઇ જશે રુહી અને રુદ્ર વિરુદ્ધ? શું આ અસ્તિત્વ ,આત્મવિશ્વાસ અને આત્મસન્માનની લડાઇ રુહી માટે સરળ રહેશે?રુદ્ર તરફ પ્રેમની લાગણી તે ઓળખી શકશે?
જાણવા વાંચતા રહો.