Rudrani ruhi - 28 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-28

રુદ્રની રુહી... - ભાગ-28

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -28

"એક વાત તો કહેવી પડશે તો રુહીજી તમારી અને રુદ્રજીની જોડી તો ખુબ જ સરસ છે શું હું જાણી શકું છું કે તમારા લગ્ન ક્યારે થયા હતા? અને હા તમારા લગ્નનો આલ્બમ પણ જરૂર જોવા માંગીશ."રિતુના આ પ્રશ્ન પર રુહી અને રુદ્ર જાણે કે તે ક્લિન બોલ્ડ થઇ ગયા.શું જવાબ આપવો રિતુને તે કઇ જ સતે તમને સુઝી રહ્યું નહતું.અભિષેક તે સમજી નહતો શકતો કે રિતુ આવા પ્રશ્નો કેમ પુછે છે?તે તો હેરી અને સેન્ડીની સેક્રેટરી છે તો તેણે તો કામને લગતા પ્રશ્ન પૂછવા જોઇએ.
આ વાત ઉપરથી જ તેને લાગ્યું કે રિતુ અને રુહી જરૂર એકબીજાને જાણે છે અને રિતુ આ પ્રશ્નો રુહીને પરેશાન કરવા જાણી કરીને પૂછી રહી છે.રુદ્ર અને રુહી કંઈ બોલે તે પહેલા અભિષેક બોલ્યો ,

" રિતુજી,રુહી અને રુદ્રના લગ્ન અણધાર્યા અને સાવ એકાએક થયેલા,એટલે તેનો કોઇ ફોટોગ્રાફ નથી અમારી પાસે બીજી વાત આ રુહીજીના બીજા લગ્ન છે.તેમના પહેલા લગ્ન થોડા દુખદાયી નિવડ્યા તેમના માટે.પહેલા લગ્નથી તેમને એક દસ વર્ષનો દિકરો પણ છે.જે હોસ્ટેલમાં રહીને ભણે છે.આઇ હોપ આટલી પર્સનલ માહિતી ઇનફ હશે.કદાચ આ પણ તમારા કામનો ભાગ લાગે છે.હવે નાસ્તો કરીને તૈયાર થઇ જઇએ કેમકે આજે હેરીજી અને સેન્ડીજીને રુદ્રના ઓર્ગેનિક ફાર્મ બતાવવાના છે.જે કામ માટે તેઓ આવ્યા તે કરવું વધારે જરૂરી છે આ બધી વાતો કરતા આઇ હોપ." અભિષેકના ધારદાર જવાબથી રિતુ સમસમી ગઇ.રુદ્ર અને રુહીને રાહત થઇ.

"ઓહ સોરી રુદ્ર અને રુહીભાભી ,રિતુનાં તરફથી હું માંગી માફી માંગું છું.તેણે પર્સનલ સવાલ નહતા પુછવા જોઇતા.અંતે આ તમારી લાઇફ છે પહેલા લગ્ન સફળના થયા તેનો મતલબ એ નથી કે તમને બીજા લગ્ન કરીને ફરીથી જીવન જીવવાનો અધિકાર નથી.બાય ધ વે રુહીભાભી તમારા દિકરાનું નામ શું છે?"સેન્ડીએ રિતુ તરફથી માફી માંગતા હાથ જોડ્યા અને સેન્ડીએ રિતુ તરફ ગુસ્સાભરી નજર ફેંકી.રિતુ ફરીથી સમસમી ગઇ તેનો રુહી પ્રત્યેનો ગુસ્સો વધી ગયો.

"થેંક યુ સમજવા માટે સેન્ડીજી,તેમના દિકરાનું નામ આરુહ છે."અભિષેકે રુહીની જગ્યાએ કહ્યું.

રિતુએ ગુસ્સે થતાં વિચાર્યું,
"ઓહ આ અભિષેક, બહુ ઓવર સ્માર્ટ બને છે.તેના કારણે મારો પ્લાન ફેઇલ ગયો.તેણે ખુબ જ સિફતતા પુર્વક રુહીના પાસ્ટ લાઇફ અને લગ્નને હેરિસર અને સેન્ડમેમની સામે લાવી તેમને બચાવી લીધા.નહીંતર હું તે વાત હેરીસર અને સેન્ડીમેમની સામે આ વાત એવી રીતે મુકત કે તે આ કોન્ટ્રાક્ટ રદ કરીને પાછા જતા રહેત."

આ બધું જોઇ રહેલા કાકાસાહેબ અને શોર્યને રિતુ કામની વ્યક્તિ લાગી.તેમને લાગ્યું કે રિતુ, રુહી અને રુદ્ર સાથે બદલો લેવામાં કામ લાગશે.બધાં જતાં રહ્યા રુદ્ર,અભિષેક,હેરી,સેન્ડી અને રિતુ બે ગાડીમાં બેસીને રુદ્રના ફાર્મ જોવા જતા રહ્યા.

જ્યારે કાકાસાહેબ અને શોર્ય ચર્ચા કરતા ઊભા રહ્યા.

"શોર્ય,તે જોયું અને નોટિસ કર્યું જે મે જોયું અને નોટિસ કર્યું ?"

"હા પપ્પા,આ ગઇકાલની આવેલી સેક્રેટરી રુહીની પાછળ હાથ ધોઇને પડી ગઇ.લાગે છે કે તે રુહીની ઓળખાણ વાળી લાગે છે."શોર્ય.

"હા તપાસ કર કે તે સેક્રેટરી આપણને કામમાં લાગે તેમ છે કે નહીં."કાકાસાહેબ રિતુનો ઉપયોગ રુદ્ર સાથે બદલો લેવા કરવા માંગતા હતાં

શોર્યને રુચિ તરફથી મેસેજ આવ્યો જેમા પ્લેનની ટીકીટ હતી આવવા જવાની અને બે દિવસ 7સ્ટાર હોટેલમાં રોકાવવાની વ્યવસ્થા હતી.શોર્ય હસ્યો અને મનોમન બોલ્યો,
"વાહ મેડમજી વાહ!લાગે છે તમને પણ મને મળવાની ખુબ જ ઉત્સુકતા છે,એટલે જ આટલી જલ્દી ટીકીટ મોકલી મને બોલાવ્યો.ચાલો ત્યાર મળી લઇએ કાલની ટીકીટ છેને,પણ પપ્પાને હાલમાં આ વાત નહીં જણાવું તે મને ક્યારેય મારું ધાર્યું નહીં કરવા દે."

"શું વાત છે દિકરા?કેમ મનમાં ને મનમાં એકલો હસે છે.મને પણ કહે."કાકાસાહેબે પુછ્યું.

"પપ્પા વાત એમ છે કે એક મિત્ર મુંબઇ રહે છે તેણે મને મળવા બોલાવ્યો છે આ જુવો ટીકીટ મોકલી છે.કાલે જવાનું છે."શોર્યે બહાનું બનાવ્યું.

"હા પણ જલ્દી પાછો આવજે આપણે જેટલી જલ્દી બને આ કોન્ટ્રાક્ટ રદ કરાવી રુદ્રને બરબાદ કરવાનો છે અને આપણા પગે પાડવાનો છે."કાકાસાહેબ આટલું કહીને જતાં રહ્યા.

* * *

રુદ્ર હેરી,સેન્ડી અને રિતુને શહેરથી દુર આવેલા પોતાના વિશાળ ખેતરો બતાવી રહ્યો હતો.અભિષેક પણ તેની સાથે હતો તેનું ધ્યાન રુદ્ર અને રુહીની પ્રેમકહાની પર વધારે હતું.રિતુનું પુરા સમય ધ્યાન રુદ્ર પર હતું.

"વાઉ યાર આ માણસ એકદમ જોરદાર છે.તેની પાસે કેટલી બધી સંપતી છે પણ સહેજ પણ ઘમંડ નથી.કેટલો નમ્ર અને વિવેકી?!કેટલો ડાઉન ટુ અર્થ,સહેજ પણ દેખાડો નહીં.

તેના લુક્સ માય ગોડ એકદમ રજવાડી,રોયલ પ્રિન્સ ચાર્મીંગ.રુહી સાથે મારે જે પણ મતભેદ હોય એક સમય હતો જ્યારે મે તેને મારી બહેન ગણી હતી.જીવનમાં પહેલી વાર તેણે સાચો નિર્ણય લીધો છે.સાચો જીવનસાથી પસંદ કર્યો છે.કાશ તેને આ રુદ્ર પહેલા મળ્યો હોત.

ખેર હવે આ બધી વાતને બહુ જ મોડું થઇ ગયું છે.રુહીએ જે કર્યું તે ખોટું છે.તેને તેની ભુલ સમજવી પડશે ,સ્વિકારવી પડશે અને સુધારવી પડશે તેને આરુહ માટે પણ આદિત્ય પાસે પાછા જવું પડશે."રિતુ નિર્ણાયક બનીને રુહીના જીવનના નિર્ણય પોતે લઇ રહી હતી.જેનો તેને કોઇ હક નહતો.

ઘણીવાર લોકો બીજાના જીવનના નિર્ણય પોતે કોઇ હક વગર લઇને પોતાના સંબંધો અને બીજાનું જીવન ખરાબ કરતા હોય છે.

"હેરી,મારા આ ખેતરો દુર સુધી ફેલાયેલા છે આ બાજુ પણ અને બીજી બાજુ પણ.આ બધા જ ખેતરોમાં ઓર્ગેનિક ખેતી થાય છે.મે ફોરેન જઇને એગ્રીકલ્ચર પર એડવાન્સ સ્ટડી કર્યું છે.મે જે પણ નવી નવી ટેકનોલોજી શીખી છે ખેતી કરવા માટે તે મે અહીં મારા બધાં ખેડૂતભાઇઓને શીખવી છે.

તેના માટે સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે.મે તેમને જાતે આ બધા માટે ટ્રેનીંગ આપી છે.આજ સુધી આ બધો ઓર્ગેનિક ખેતપેદાશ તે અહીં લોકલ સપ્લાય કરતા હતા,પણ મને લાગ્યું તેમને વધુ વળતર નથી મળતું.તો મે વિચાર્યું કે આ જ ઓર્ગેનિક ખેતપેદાશ વિદેશમાં સપ્લાય કરીએ તો તેમને અને મને પણ ફાયદો થાય અને વિદેશમાં વસતા આપણા ભારતીય ભાઇ બહેનોને પણ પોતાના દેશની ઓર્ગેનિક વસ્તુઓ મળે."

"વાઉ ઇમ્પ્રેસીવ રુદ્ર.તું આ ખેડૂતો માટે ઘણું કરી રહ્યો છે.તું ખુબ જ દિલદાર અને ઉદાર છે.તારા આ પગલાથી તારી સાથે કામ કરતા તમામને ખુબ ફાયદો થશે."હેરી.

"થેંક યુ.હેરીજી અને સેન્ડીજી આ મારા મેનેજર છે.તે તમને બાકી બધી જગ્યાએ લઇ જશે અને બધું બતાવશે.મેનેજર સાહેબ પછી તેમને આપણા ગુલાબના બગીચામાં લઇ આવજો હું અને અભિષેક ત્યાં જ છીએ." રુદ્ર

રુદ્ર અને અભિષેક ગુલાબના વિશાળ બગીચામાં ગયાં.જ્યાં રેડ રોઝની ખેતી રુદ્ર પોતાના શોખ માટે કરતો હતો.જેના મોટાભાગના ફુલો મંદિરમાં જતા હતા તે પણ વિનામુલ્યે.

આજે આ સુંદર લાલ ગુલાબને જોઇને રુદ્રને એક અલગ જ અનુભૂતિ આવી રહી હતી.રુદ્રને આ સુંદર ગુલાબની વચ્ચે રુહીનો કાલે રાત્રે હસતો ચહેરો જ દેખાઇ રહ્યો હતો.તેણે એક સુંદર ગુલાબ તોડ્યુ અને પોતાના જેકેટના અંદરના ખીસામાં છુપાવી દીધું.તેણે આસપાસ નજર ફેરવીને જોઇ લીધું કે કોઇ તેને જોઇ તો નથી રહ્યું ને.

અભિષેક તેની પાસે ગયો.

"રુદ્ર,તું માની કેમ નથી લેતો કે તું તેને પ્રેમ કરે છે."અભિષેકના અચાનક ધડાકાથી રુદ્ર ભડક્યો જાણે તેની ચોરી પકડાઇ ગઇ.

"શું પ્રેમ ?"રુદ્ર

"એ જ કે તું રુહીને પ્રેમ કરે છે."અભિષકે કહ્યું.

"અ બ બ એવું કશુંજ નથી.આ તો મે રુહી માટે ફુલ થોડી સંતાડ્યું છે.આ તો મે મારા માટે લીધું છે."રુદ્ર સંતાડેલા ફુલ વિશે બોલી ગયો.તેને ડરના માર્યા બોલવામાં તકલીફ પડી રહી હતી.

"અચ્છા તે ફુલ સંતાડ્યું છે?વાહ મારા મજનુ તું તો પાક્કો રોમિયો બની ગયો.રુદ્ર ધ રોમિયો.સાચું તો તું બોલી જ ગયો મારા મજનુ."અભિષેક હસ્યો.

"એવું કશુંજ નથી." આટલું કહેતા રુદ્ર ગુસ્સે થઇ ગયો.

" હા તો એવું કશુંજ નથી.તો હું કરી દઉં રુહીને લગ્ન માટે પ્રપોઝ.આજ નહીં તો કાલ તેના ડિવોર્સ થઇ જ જશે.પછી અમે બન્ને લગ્ન કરીને મુંબઇમાં ખુશી ખુશી જીવીશું."અભિષેક બોલ્યો.

"એ એય.એવું કશુંજ નથી નો આવો મતલબ ના હોય અને હજી તેના ડિવોર્સ નથી થયા.એ તારી સાથે લગ્ન નહીં કરે."રુદ્ર ગભરાઇ ગયો.તેનો ચહેરો પરસેવે રેબઝેબ થઇ ગયો.
અભિષેક તેની હાલત પર હસી પડ્યો.

"મજાક કરતો હતો મારી જાન.સ્વિકારતો કેમ નથી કે તું તેને પ્રેમ કરે છે.પોતાના પ્રેમનો અેકરાર કરી લે બહુ મોડું ના થઇ જાય.ના કરે ને પેલા આદિત્યનું મન બદલાઇ ગયું તો."અભિષેકની વાત પર રુદ્ર ગંભીર થઇ ગયો.

"ભાઇ મારા તું તારો પ્રેમ સ્વિકાર કે ના સ્વિકાર આ ગુલાબનું ફુલ જે તેના માટે સંતાડ્યું છે તે તેને આપજે તો ખર‍ાં."અભિષેક બોલ્યો.

રાત્રે ડિનર પતાવીને બધા પોતપોતાના રૂમમાં સુવા જતાં રહ્યા.રુહી રુદ્રના રૂમમાં ચાદર સરખી કરી રહી હતી.તેણે આસમાની કલરનો કુરતો પહેર્યો હતો તેની નીચે સફેદ પાયજામો.તેના વાળ ખુલ્લા એકબાજુએ આગળ લઇને રાખ્યા હતાં.તે તેના કામમાં વ્યસ્ત હતી.રુદ્રએ ઘરે આવીને હજીપણ કપડાં બદલ્યા નહતા.તેણે તે જેકેટ પેહરેલ હતું જેમા તેણે તે ગુલાબનું ફુલ સંતાડ્યું હતું.

રુહી ચાદર ઝાપટીને પાથરી રહી હતી.તે પોતાના બન્ને હાથેથી ચાદર હવામાં લહેરાવી રહી હતી.તેને આમાં મજા આવી રહી હતી.રુદ્રએ ગુલાબનું ફુલ કાઢ્યું તે ધીમેધીમે આગળ વધ્યો.તે રુહીની પાછળ ઊભો રહ્યો પણ રુહીને ખબર જ નારહી.રુદ્રએ તે ગુલાબ ધીમેથી રુહીના વાળમાં લગાવી દીધું પણ રુદ્રની આ હરકતથી અજાણ રુહી ડરી ગઇકે તેના વાળમાં કોઇ જીવડું પડ્યુ.તેણે ડરીને ચીસ પાડી તેણે વાળ ઝટકીને ચીસ પાડી,ચાદર હવામાં લહેરાઇ ગઇ રુહી પડવા જેવી થઇ ગઇ તે પાછળ ફરીને રુદ્રને પોતાના બે હાથેથી પકડી લીધો,પણ રુહીનું બેલેન્સના રહેતા તે રુદ્રને લઇને પલંગ પર પડી રુહીની ઉપર રુદ્ર અને તેમની ઉપર ચાદર.રુહીએ ડરથી આંખો બંધ કરી દીધી હતી.

"રુહી, આ હું છું રુદ્ર."રુદ્રએ કહ્યું.

રુહીએ ધીમેથી આંખો ખોલી એક મીનીટ માટે રુહી અને રુદ્ર એમ જ રહ્યા એકબીજાની સામે જોઇ રહ્યા હતા.અચાનક તેમને ભાન થતાં તે ઊભા થયાં.

"સોરી મે તમને ડરાવી દીધાં."રુદ્ર.

"હા એ તો છે,પણ એક વાત કહો તમને મારા વાળથી પ્રોબ્લેમ શું છે? નથી ગમતા? કાપી નાખું?કાલે પણ ખેંચતા હતા અને આજે ખબર નહીં શું કરતા હતા? મને લાગે છે કે તમારી સાથે રહીને તો હું ટકલી થઇ જઇશ."રુહી ગુસ્સામાં બોલી.

રુદ્રને ટકલી રુહીની કલ્પનાથી હસવું આવ્યું.

"તમે મને ટકલી ઇમેજીન પણ કરી લીધી."રુહી વધારે ગુસ્સે થઇ અને બહાર જતી રહી.રુદ્રને પોતાની ભુલનો અહેસાસ થતાં તે તેને મનાવવા ગયો તેણે જમીન પર પડેલું સુંદર ગુલાબનું ફુલ ઉઠાવ્યું.પોતાની બેગમાંથી થોડાક કાગળ લીધા અને રુહી પાસે ગયો.

કેવી રહેશે શોર્ય અને રુચિની પહેલી મુલાકાત અને શું મુસીબત રુહી માટે તે બન્ને મળીને ઊભી કરશે?શું કાકાસાહેબ રિતુને પોતાના પ્લાનમાં ફસાવી શકશે?રિતુની આંખ પર રહેલી ગેરસમજનો પડદો સમયસર દુર થશે કે નહીં?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Urmila Patel

Urmila Patel 12 months ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago

Akshita

Akshita 1 year ago