Rudrani ruhi - 29 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ 29

રુદ્રની રુહી... - ભાગ 29

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -29

રુહી બહાર ગુસ્સામાં મોઢું ફુલાવીને ગેલેરીમાં આવેલા હિંચકા પર બેસી હતી.રુદ્ર તેની પાસે ગયો.

"રુહી.." રુદ્ર એ તેને મનાવવાની શરૂઆત કરી.
રુહીએ મોઢું ફેરવી લીધું.

"એક મીનીટ મારી વાત તો સાંભળો."

રુહીએ વધુ ગુસ્સો કર્યો અને ઊભી થઇ ગઇ.તે જતી જ હતી અને રુદ્રએ તેનો હાથ પકડ્યો.

"રુહી,મારે ગુલાબની ખેતી છે.જે હું મારા શોખ માટે કરું છું.તેમાંથી જે ગુલાબ આવે તે અહીં આવેલા મંદિરોમાં મોકલું છું.આજે હેરી અને સેન્ડીને ખેતરો બતાવવા લઇ ગયો હતો.ત્યાં ગુલાબના બગીચા માં સૌથી સુંદર ગુલાબ પર નજર પડી અને બીજી જ ક્ષણે તમારો ચહેરો મારી નજર સમક્ષ આવ્યો.હું ક્યારેય તે ગુલાબ મારા પોતાના માટે કે કોઇને આપવા નથી તોડતો.

આજે અનાયાસે જ તમારોચહેરો નજરની સામે આવતા.તે તોડાઇ ગયું.અહીં તમને તે આપવા આવ્યો તો ખબર નહીં કેમ પણ તમને આમ જોઇને અનાયાસે મારા હાથ અને તેમા રહેલું ગુલાબ તમારા વાળ તરફ વધ્યું.તમારા સિલ્કી અને સુંદર વાળમાં લાગીને આ ગુલાબ તેની શોભા વધારવા માંગતું હતું,પણ ગડબડ થઇ ગઇ.સોરી."રુદ્રએ રુહીને પોતાની વાતો વળે મંત્રમુગ્ધ કરી દીધી.રુહી રુદ્રની નજીક આવી અને તેની તરફ પોતાની પીઠ કરીને ઊભી રહી ગઇ.

"હા તો લગાવી દો.રાહ કેમજુવો છો."રુહીએ પોતાના વાળ પાછળ કરતા કહ્યું.રુદ્રએ રુહીના વાળમાં રહેલી પીન સાથે તે ગુલાબ લગાવી દીધું.

"થેંક યુ રુદ્ર." રુહીએ આભાર માન્યો.

" યુ આર વેરી બ્યુટીફુલ.આ ગુલાબ કરતા પણ વધારે સુંદર છો તમે."રુદ્ર તેની પાસે આવીને તેની આંખોમાં આંખો નાખીને બોલ્યો.રુહીની આંખો શરમથી ઝુકી ગઇ.તે રૂમમાં જતી હતી.રુદ્રએ તેનો હાથ પકડીને હિંચકા પર બેસાડી.રુહીની આંખો ઝુકેલી જ હતી.રુદ્રએ તેની સાથે લાવેલા કાગળ કાઢ્યા અને રુહીને આપ્યા.

" રુહી,આ તમારા અને આદિત્યના ડિવોર્સ પેપર્સ છે.આર યુ શ્યોર તમે તેની સાથે તલાક લેવા માંગો છો?મતલબ તમારા બન્નેના આ નિર્ણયથી કદાચ આરુહને તકલીફ થશે.એક વાર ફરીથી વિચારી લો સહી કરતા પહેલા.એવું હોય તો એક વાર વાત ફરીથી વાત કરી લો તેની સાથે."રુદ્રએ ગંભીર થતા કહ્યું.

રુદ્રની વાત પર રુહી પણ ગંભીર થઇ ગઇ.
"રુદ્ર,હું જીવુ છું તે તેમને ખબર છે છતાપણ એકવાર મને મળવા ના આવ્યા.એકવાર મારીખબર ના પુછી કે ના એકવાર મને સામેથી ફોન કર્યો.કર્યું તો એવું કઇંક જેનાથી સાબિત થઇ ગયું કે તેમના જીવનમાં મારું કોઇ જ સ્થાન નથી.સગાઇ કરી રુચિ સાથે,મારા પતિ હોવા છતા જ્યારે હું જીવતી હતી મતલબ કે તેમની પત્ની તરીકે જીવતી હતી ત્યારે પણ તેમણે અનૈતિક સંબંધ રાખ્યા રુચિ સાથે.મને અંધારામાં રાખીને.આ કરીને માત્ર તેમણે મારી સાથે નહીં પણ અમારા દિકરા સાથે પણ છળ કર્યું.

રહી વાત તેમની સાથે એક વાર ફોન પર વાત કરવાની તે હું જરૂર કરીશ પણ આ ડિવોર્સ પેપર્સ પર સહી કર્યા પછી.તેમને મારો નિર્ણય જણાવવા." રુહી મક્કમ મને બોલી તો ગઇ પણ આદિત્યના દગાએ તેને અસહ્ય તકલીફ પહોંચાડી હતી અને તે અંદરથી તુટી ગઇ હતી.

"તેમની સાથે હતીને ત્યારે પણ હું તેમના માટે માત્ર એક જરૂરિયાત હતી તેમની.જે તેમના ઘરને ,તેમના બાળકને,તેમના માઁ બાપને સાંચવે અને તેમને સાંચવે.તેમણે ક્યારેય પણ મને તે માન કે સન્માન નથી આપ્યું.

હંમેશાં મને નીચી બતાવી.મારી કાબેલિયત તેમણે ક્યારેય સમજી જ નહીં.તેમના પ્રમાણે હું ગુડ ફોર નથીંગ હતી.મને કુવામાનો દેડકો સમજીને.હું પણ ભણેલી છું પણ મને એવી દર્શાવીકે હું એક અભણ સ્ત્રી છું જેને કઇ જ વસ્તુની ભાન નથી.તેમણે હંમેશાં મને તે જતાવ્યું કે હું એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું અને તે પૈસાદાર ઘરમાંથી.વાતે વાતે ગુસ્સો કરવો નીચે દેખાડવી પણ હવે બસ.હું પણ મારી જાતને મારા આત્મવિશ્વાસ અને આત્મસન્માનને સાબિત કરવા માંગુ છું.આ બધું તો હજીપણ મારા મન કઇ જ મહત્વનું નહતું કેમકે મને તેમ લાગતું કે અંતે તો તે મને પ્રેમ કરે છે ને? પણ તે તો શરૂઆતથી રુચિને પ્રેમ કરતા હતાં.મારી સાથે લગ્ન કરવા છતા તેમણે તેની સાથે સંબંધ ચાલું રાખ્યો.બસ જ્યારે મને આ વાત સમજાઇ અને જણાઇ ત્યારથી બસ.હવે હું તેમને અને મને આ મતલબ વગરના સંબંધમાંથી મુક્ત કરવા માંગુ છું."રુહી એક જ શ્વાસે બોલી ગઇ.તેને ગળે ડુમો બાઝી ગયો.

રુહીએ તે પેપર્સ લીધા અને સહી કરીને રુદ્રને પાછા આપી દીધાં.
"બને તેટલી જલ્દી મને મુક્તિ અપાવજો.ગુડ નાઇટ."આટલું કહીને રુહી સુવા જતી રહી.રુદ્ર તે પેપર્સ પકડીને તેને જોતો રહી ગયો.

રુહી પોતાના કાઉચ પર બારી તરફ પડખું ફરીને સુઇ ગઇ.તેનું ઓશીકુ તેના આંસુઓથી ભીંજાઇ ગયું હતું અને મન તેના અવાજ વગરના ડુસકાઓથી ભીંજાઇ ગયું હતું.

રુદ્ર રૂમમાં આવ્યો.રુહીની અસહ્ય પીડા તેને પણ અંદર સુધી તકલીફ પહોંચાડી રહી હતી.એક તરફ આદિત્ય પર ગુસ્સો આવતો બીજી તરફ તેને પણ રડવું આવતું રુહીની પીડા પર.તે રુહી પાસે ગયો.તેના કાઉચ પર બેસ્યો.તેનેપકડીને ઊભી કરીને તેને જોરથી ગળે લગાડી દીધી.કસીને પકડી લીધી.અવાજ વગરના ડુસકા અને અશ્રુ હવે હૈયાફાટ રુદન બનીને બહાર આવી ગયું. જે રુદ્રના હૈયાને અંતર સુધી ભીંજવી ગયું.

થોડીવાર રહીને રુહી શાંત થઇ.રુદ્રએ તેને પાણી આપ્યું પીવા માટે.
"રુહી,મને તો ઊંઘ નથી આવતી,તમને આવે છે?"રુદ્રએ પુછ્યું.

"ના."

"તો ચલો મારી સાથે." આટલું કહીને રુદ્ર રુહીને પોતાની સાથે લઇ ગયો.રુદ્ર અને રુહી રુદ્રની ગાડીમાં બેસીને એક લોંગ ડ્રાઇવ પર ગયાં.બહાર નિકળીને રુહીને સારું લાગતું હતું.રુદ્ર તેને ગંગા નદીના કિનારે લઇને ગયો એક શાંત જગ્યાએ તે બન્ને ત્યાં બેસ્યા.

"રુહી,શું તમે માનો છો કે આ નવું જે જીવન તમને મળ્યું છે તે મારા કારણે છે?મતલબ મે તમારો જીવ બચાવ્યો?"રુદ્રએ પુછ્યું.રુહી તેનો આ સવાલ પુછવાનું કારણ સમજી શકી નહીં.

" હા એ તો છે જ ને તમે મને તે દિવસે બચાવી ના હોત તો આજે મારા ફોટા પર ખરેખર હાર ચઢેલો હોત અને તમે મારી આટલી મોંઘી સારવાર કરાવી.હું તમારી ઉપકારી છું." રુહીએ કહ્યું.

"હા તો મારા દિધેલા આ નવા જીવનમાં તમારે મારી ઇચ્છા પુરી કરવી પડશે."રુદ્ર મક્કમ મને બોલ્યો.

"અને એ શું છે?"રુદ્રની વાતથી થોડી ડરેલી રુહી બોલી

"એ છે કે તમે હવે રડશો નહીં,ઢીલા કે નબળા નહીં પડો.તમે જ્ય‍ાં પણ રહેવા માંગો અહીં કે આદિત્ય પાસે પણ તમે પોતાની જાતને ગુડ ફોર નથીંગ નહીં સમજો.તમારામાં ઘણીબધી શક્તિ છે જે તમારે ઓળખવાની છે."રુદ્ર બોલ્યો.

રુહીને રુદ્રની વાત સાંભળીને જાણે કે રાહત થઇ હોય તેમ તે હસી પડી.

"બસ જો આ જ સ્માઇલ હંમેશાં ચહેરા પર રહેવી જોઇએ.પ્રોમિસ?"રુદ્રએ હાથ લંબાવ્યો.રુહીએ તેના હાથ પર હાથ મુક્યો.
થોડીવાર તે લોકો એમ જ શાંત અને ચુપચાપ બેસ્યા.તે લોકો ઘરે ગયાં અને રુહી જ્યારે સુવા જતી હતી ત્ય‍ારે તે ઘણું રીલેક્ષ ફિલ કરી રહી હતી.

"હા રુહી,એક કે બે દિવસમાં હું તમને સરપ્રાઇઝ આપવાનો છું.એ પણ એવી કે તમે ચોંકી જશો.ગુડ નાઇટ."રુદ્ર સુઇ ગયો આટલું કહીને.

* * * * *

રિતુ વહેલી સવારે જોગીંગ અને કસરત કરવા માટે જતી હતી.ત્યાં જ તેની નજર રુદ્ર અને રુહી પર પડી જે કસરત,યોગ કરીને આવ્યા હતાં.રુહીને આ અંદાજમાં જોઇને રિતુને આશ્ચર્ય થયું.તેણે જોયું કે રુદ્ર તેના બગીચામ‍ાં રુહીને કરાટે શીખવાડી રહ્યો હતો અને બંદૂક ચલાવવાની પ્રેક્ટિસ કરાવી રહ્યો હતો
રુહીના ચહેરા પર એક અલગ જ આત્મવિશ્વાસ દેખાતો હતો જેનાથી રિતુ આશ્ચર્યચકિત થઇ ગઇ.

તેણે રુહીની સામે જોઇને મોઢું મચકોડ્યું.દુર ઊભા રહીને રિતુને જોઇ રહેલા કાકાસાહેબ તેની પાસે આવ્યાં.

"ગુડ મોર્નિંગ."કાકાસાહેબે રિતુ પાસે જઇને કહ્યું.

"ગુડ મોર્નિંગ અંકલ."રિતુ તેમની સામે જોઇને કહ્યું.

"લાગે છે તમને અમારી રુહી દિકરી પસંદ નથી."કાકાસાહેબ તેમનો પ્લાન અમલમાં મુક્તા બોલ્યા.

"હા.હે ના ના એવું કશુંજ નથી."રિતુએ પોતાના મોંથી બહાર આવેલી સાચી વાત છપાવતા કહ્યું કેમકે તેને ગઇકાલે બ્રેકફાસ્ટ પછી પડેલી સેન્ડીમેમની વઢ યાદ આવી ગઇ.

"આ વાળ એમ જ ધોળા નથી કર્યા.મારી આગળ ખોટું ના બોલીશ.તારા વ્યવહાર અને વાતો પરથી સાબિત થાય છે કે તું રુહીને પસંદ નથી કરતી."કાકાસાહેબે સીધો નિશાનો તાક્યો.

"એવું નથી કે એ મને પસંદ નથી.એ તો મારી બેસ્ટ ફ્રેન્ડ હતી પણ હવે તે એ રુહી નથી રહી તે બદલાઇ ગઇ છે અને તે ખુબ જ ખોટું કરે છે."રિતુ અજાણતા જ કાકાસાહેબ પાસે બધું બોલી ગઇ.

"હા તારી વાત સાચી છે.આજે હું તને સાચી વાત કહીશ ખરાબ ના લગાડતી લાગે છે રુહી તારી મિત્ર હતી,પણ તે એક ખરાબ સ્ત્રી છે.તને ખબર છે મારા રુદ્ર પાસે અઢળક સંપત્તિ છે રુહી કદાચ તેના પરિવાર સાથે અહીં આવી હતી અને રુદ્રના સુંદર દેખાવ અને અઢળક સંપત્તિ જોઇ તેણે પોતાના પતિ અને બાળકને છોડી દીધાં અહીં મારા દિકરાને ફસાવીને પોતાના કાબુમાં કરીને રાખ્યો છે.તને ખબર છે કે તેણે તેના પહેલા પતિને તલાક પણ નથી આપ્યા અને અહીં રુદ્ર સાથે...મને તો બોલતા પણ શરમ આવે જીભ જ ના ઉપડે."કાકાસાહેબ નકલી આંસુ વહાવતા બોલ્યા.

રિતુને તેમની વાત થોડી અજીબ લાગી પણ તેમની ઊંમર અને પદ જોઇ તે વાત તેણે માની લીધી.બધાના સત્યથી અજાણ રિતુ કાકાસાહેબની ચાલમાં ફસાઇ ગઇ.કાકાસાહેબ ત્યાંથી આંસુ લુછતા લુછતા અને મુછમાં હસતા જતા રહ્યા.

* * * * *

અહીં વહેલી સવારની ફ્લાઇટમાં બેસીને શોર્ય મુંબઇ આવી પહોંચ્યો જ્યાં એરપોર્ટ પર રુચિએ તેની એક ગાડી અને ડ્રાઇવર મોકલેલો હતો.જે શોર્યને મુંબઇની મોંઘામાં મોંઘી સેવન સ્ટાર હોટેલમાં લઇ ગયો.

પોતાનો આલીશાન રૂમ જોઇ અને મુંબઇનું મુક્ત અને આધુનિક વાતાવરણ જોઇ શોર્ય ખુશીથી ઝુમી ઉઠ્યો.તેણે પોતાની મુંછોને સહેલાવી અને હોટેલમાં પોતાના રૂમની ગેલેરીમાં અાવેલી ગેલેરીમાં બેસી દરિયા સામેજોતા મોબાઇલ હાથમાં લીધો.

તેણે રુચિનો નંબર ડાયલ કર્યો.

"ગુડ મોર્નિંગ રુચિજી."

"ગુડ મોર્નિંગ શોર્યજી.આવી ગયાં તમે? કોઇ તકલીફ તો નથી થઇને?"રુચિ.

"હા બસ હવે તમને મળવાની ઇચ્છા હતી.તો ક્યારે આવો છો મને મળવા અહીં?"શોર્ય બોલ્યો.

"અમ્મ શોર્યજી આજે બપોર સુધી મારે મીટીંગ છે તમે ત્યાં સુધી મોલમાં ફરીલો શોપિંગ કરો પછી મળીએ."રુચિ.

"ઓ.કે રાહ જોઇશ તમારી."શોર્ય.

કેવી રહેશે શોર્ય અને રુચિની પહેલી મુલાકાત? શું સરપ્રાઇઝ આપશે રુદ્ર રુહીને?કાકાસાહેબની વાતમાં આવીને રિતુ રુહીને નુકશાન પહોંચાડશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Mp Mpnanda

Mp Mpnanda 12 months ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago