Rudrani ruhi - 30 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-30

રુદ્રની રુહી... - ભાગ-30

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -30

રિતુ પોતાના રૂમમાં આવીને વિચારે છે.તે પોતાની જાત સાથે મોટેથી વાત કરતી હતી.
" કાકા સાહેબની વાત મને થોડીક વધારે પડતી લાગી.એ વખતે ભલે હું માની ગઈ પણ રુહી તેવી નથી જેવું તે કઇ રહ્યા હતા.

કિરન પણ જે કહી રહી હતી તે વાત મને ઠીક ના લાગી,પણ જે હું જોઇ રહી છું તે પણ તો ખોટું નથી લાગતું.હે ભગવાન,હું શું કરું?શું એક વાર રુહીની સાથે મારે વાત કરવી જોઇએ?

ના વાત તો તેણે મારી સાથે કરવી જોઇએ.તેણે માફી માંગવી જોઇએ કેમકે મે તેને કહ્યું હતું કે આદિત્ય તેના માટે ઠીક નહીં રહે છતાપણ તેણે લગ્ન કર્યા,કેમ?કેમ કે આદિત્ય સારો દેખાતો હતો ,પૈસાદાર હતો અને રુહી તો એક મધ્યમ વર્ગીય છોકરી.તેણે તે વખતે પણ તે ઠાઠ જોઇને જ લગ્ન કર્યા હતા.તો અત્યારે પણ એવું જ હશે.બની શકે કાકાસાહેબ સાચું કહેતા હોય."

" ખોટું કહેતા હતાં કાકાસાહેબ."અભિષેક અંદર આવ્યો.

"માફ કરજો રિતુજી,મે તમારી અને કાકાસાહેબની વાત સાંભળી,પછી હું તમને મળવા આવતો હતો ત્યાં તમે જે તમારી જાતની સાથે વાત કરતો હતો તે સાંભળી.સૌથી પહેલા કાકાસાહેબ અને રુદ્ર એકબીજાના દુશ્મન છે.કાકાસાહેબ અહીં રુદ્રનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે."અભિષેક તેને બધું સત્ય કહેવા માંગતો હતો.

"એક મીનીટ મારે તમારી કોઇ વાત સાંભળવી નથી.કાકાસાહેબ તમારા દોસ્ત હોય કે દુશ્મન.એક વાત તો સાચી કહી તેમણે રુહી એક લાલચુ સ્ત્રી હતી અને છે.તેણે તે વખતે પણ આદિત્ય સાથે તેનો પૈસો જોઇને લગ્ન કર્ય‍ હતા.મે ના પાડી હતી કે આની સાથે તું ક્યારેય ખુશ નહીં થાય તો પણ.હવે તે જ્યાંસુધી મારી માફી નહીં માંગે ત્યાંસુધી તેની કોઇ વાત નહીં સાંભળું."રિતુ પોતાના ઇગો અને અકડમાં જ હતી.

" પ્રોબ્લેમ શું છે ખબર છે તમને? કે તમે એક ઇગોએસ્ટીક સ્ત્રી અને દોસ્ત છો.સાચો કે ખોટો જે પણ નિર્ણય હોય તે રુહીનો છે અને તેના જીવનના નિર્ણય લેવાનો હક તેનો પોતાનો છે.તમે દોસ્ત કે બહેન જે પણ હોવ તમને કોઇ હક નથી કે તેના જીવનનો નિર્ણય લો.બીજી વાત તમે કોઇપણ વ્યક્તિની કહેલી વાત માની જાઓ તો મને સેન્ડી અને હેરીની ચિંતા થાય છે.

કે તેમની સેક્રેટરી એક નંબરની મુર્ખ છે.જે કોઇની પણ વાતમાં આવી જાય અને એ પણ કાકાસાહેબ જેવા વ્યક્તિ ના.તમે જાણો છો શું રુદ્ર વિશે,કાકાસાહેબ વિશે અને તમારા ગયા પછીના રુહીના જીવન વિશે?

સાચું કહું તો મને લાગે છે કે તમારા આજ ડોમીનેટીંગ સ્વભાવના કારણે તમારા પર્સનલ લાઇફમાં પણ પ્રોબ્લેમ થતાં હશે.ઇગો કે અહંકાર આ તમારું જીવન બરબાદ કરી નાખે તે પહેલા આંખો ખોલો મેડમ.

અને હા પ્લીઝ, તમે તમારું જીવન તમારા ઇગોના કારણે બરબાદ કરવા માંગો તે તમારી મરજી છે પણ રુદ્ર કે રુહીને કોઇ આંચ આવીને તો મારાથી ખરાબ બીજું કોઇ જ નહી હોય.તેટલું યાદ રાખજો.

હું તો તે દિવસે બ્રેકફાસ્ટ ટેબલ પર જ સમજી ગયો હતો કે તમે અને રુહી એકબીજાના ઓળખીતા છો.નહીંતર તમે આટલી બકવાસ કરો અને રુહી જવાબ ના આપે.

યુ નો વોટ.આ તમારી તે રુહી નથી.એ તો ગંગાનદીમાં ડુબી હતી તે જ વખતે મરી ગઇ હતી.આ તો રુદ્રની રુહી છે.જેને જવાબ આપતા પણ આવડે છે અને સારી રીતે સમજાવતા પણ આવડે છે.ના સમજે કોઇ તો સમજાવતા પણ આવડે છે.તેની બંદૂકથી એ પણ.

બીજી વાત મારી કાન ખોલીને સાંભળી લો.અહીં જે કામ કરવા આવ્યા છો તે કરો નહીંતર તમને આ ઘરથી અને નોકરીથી હું કઢાવી મુકીશ.દયા આવે છે મને તમારા પર અને તમારા પતિ કે બોયફ્રેન્ડ જે પણ હોય તેના પર.ખબર નહીં કેમ તમારી સાથે રહેતો હશે?!!"આટલું બોલી જવાબ સાંભળવા પણ અભિષેક ના રોકાયો.રિતુ જે નાની નાની વાતે ગુસ્સે થતી હતી તેની આંખમાં આંસુઓ હતાં.તે તુટી પડી અને બેસીને રડવા લાગી.

***********************************

શોર્ય નાહીને ફ્રેશ થયો પછી બ્રેકફાસ્ટ કરીને પાસે જ આવેલા એક મોટા મોલમાં ટાઇમપાસ કરવા ગયો.ટાઇમપાસના જ ચક્કરમાં તેણે સારી એવી શોપિંગ કરી લીધી.તે થાકી ગયો હતો હવે.તે હોટેલ પર પાછો આવ્યો.તે હવે લંચ કરીને સુઇ જવા માંગતો હતો.

તેટલાંમાં રુચિનો ફોન આવ્યો.

"શોર્યજી,લંચ કરી લીધું?"

"ના રુચિજી,પાસે આવેલા મોલમાંથી ફરીને હમણાં જ આવ્યો હવે થોડો ફ્રેશ થઇને લંચ કરવા જઇશ."શોર્યે જવાબ આપ્યો.

"તો આવી જાઓ નીચે રેસ્ટોરન્ટમાં હું તમારી રાહ જોઇ રહી છું.એકસાથે લંચ કરીએ."રુચિએ કહ્યું.શોર્ય એક્સાઇટેડ થઇ ગયો.

"હા હા પાંચ મીનીટમાં આવ્યો." શોર્યે ફોન મુક્યો ફ્રેશ થઇને શોપિંગ કરેલા નવા કપડાં પહેરીને નીચે ગયો.

તે નીચે તો જતો રહ્યો પણ પછી તેને ધ્યાન ગયું કે તેણે રુચિને જોઇ નથી તો તે તેને ઓળખતો નથી.રેસ્ટોરન્ટમાં ઘણાબધા લોકો બેસેલા હતા.તે કન્ફયુઝ થઇ ગયો.તેણે રુચિને ફોન લગાડ્યો.

"હેલો રુચિજી,હું અહીં જ ઉભો છું રેસ્ટોરન્ટમાં તમે ક્યાં બેઠા છો."શોર્યે પુછ્યું.

"હા અહીં સૌથી છેલ્લે ખુણામાં સૌથી શાંત જગ્યાએ હું એકલી બેસેલી છું."રુચિ બોલી.

શૌર્ય આગળ વધ્યો ખૂણા તરફના ટેબલ પર તેની નજર પડી ,એક સુંદર છોકરી બેઠેલી હતી.તેણે જીન્સ પહેર્યું હતું તેની ઉપર એક ડિઝાઇનર ટોપ કે જે બેકલેસ હતું. તેના ટૂંકા સિલ્કી વાળ તેની ખુલ્લી પીઠ પર લહેરાઇ રહ્યા હતાં.તેના હાથમાં સુંદર અને મોંઘી ડાયમંડની રીંગ હતી.જે જોઇને કોઇને પણ ખબર પડી જાય કે તેની સગાઇ થઇ ગયેલી છે.તેના કાંડામાં એક મોંઘુ બ્રેસલેટ હતું જેમા અમુલ્ય ડાયમંડ જડેલા હતા.

શોર્ય ત્યાં જઇને ઉભો રહ્યો અને બોલ્યો,
"એક્સકયુઝ મી.મિસ.રુચિ ?"

"યસ"રુચિ પાછળ ફરી તેના વાળ હવામાં લહેરાઇ ગયા.તેનો ચહેરો મેકઅપના કારણે સુંદર લાગી રહ્યો હતો.

રુચિની નજર શોર્ય પર સ્થીર થઇ ગઇ.તેણે ધાર્યું હતું કે કોઇ મામુલી લાલચુ પુરુષ તેને મળવા આવશે કે જેના કપડા કે બોલવામાં કોઇ જ ઠેકાણા નહીં હોય.તેના ચહેરો બદસુરત હશે અને તેમાંથી લાલાચ ટપકતી હશે.

પણ આ શું રુચિની બધી જ ધારણા જાણે કે ખોટી પડી.તેની સામે એક અત્યંત હેન્ડસમ પુરુષ ઊભો હતો પગમાના જુતાથી લઇને આંખો પરના સનગ્લાસ સુધી ટોપ બ્રાન્ડસમા ઢંકાયેલો,જેના ચહેરા પર એક સામાન્ય ડાધ નહીં.બહુ રૂપાળો પણ નહીં અને કાળો પણ નહી તેવો વાન.ચહેરા પર એકદમ સ્ટાઈલમાં ટ્રીમ કરાવેલી દાઢી.રુચિ તેને જોવામાં જ ખોવાઇ ગઇ.તે પલકો ઝપકાવ્યા વગર તેને જોઇ રહી હતી.

"રુચિજી હેલો.કેમ છો?"શોર્યે એકદમ અદબથી પુછ્યું

"હે જી હા હું ઠીક છું."રુચિની જીભ થોથવાઇ રહી હતી.

"બેસીએ?મને ખુબ જ ભુખ લાગી છે".શોર્યે કહ્યું.

"હા હા."રુચિને ધ્યાન ગયું કે બધાં તેને જોઇ રહ્યા છે.શોર્યે પહેલા તેની ચેયર ખેંચી તેને બેસવા કહ્યું,પછી તે બેસ્યો.

"રુચિજી,ઇફ યુ ડોન્ટ માઇન્ડ પહેલા જમી લઇએ?પછી વાતો કરીએ."શોર્યે હસીને કહ્યું.તેનું હાસ્ય પણ રુચિને આકર્ષક લાગ્યું.તે

શોર્યે રુચિ અને તેના તરફથી લંચ ઓર્ડર કર્યું તેણે ઇટાલિયન અને મેક્સિકન ડીશીસ ઓર્ડર કરી.રુચિને તેની દરેક સ્ટાઇલ આકર્ષિત કરતી હતી.તે લોકોએ જમી લીધું.

રુચિ શોર્યને એક કંટાળા સાથે મળવા આવી હતી કેમકે શોર્ય અગર પોલીસ કમ્પલેઇન કરે તો તે ફસાઇ શકે તેમ હતી,પણ હવે તેને શોર્યની વાતો અને કંપની ગમી રહી હતી.શોર્ય યુ.એસથી સ્ટડી કરીને આવ્યો હતો તે વાત સાંભળીને રુચિને ખુબ જ આશ્ચર્ય થયું.જમવાનું પતી ગયું બીલ શોર્યે ચુકવ્યું.

"રુચિજી આપણે જે વાતો કરવી છે તે અહીં નહી થઇ શકે.આસપાસ ઘણા લોકો છે.તમને વાંધોના હોય તો ઉપર રૂમ પર કે ક્યાંક બીજે જઇને વાતો કરીએ?"શોર્ય એકએક પગલું તેના પ્લાન પ્રમાણે જ ભરી રહ્યો હતો.રુચિ તેનાથી આટલી બધી ઇમ્પ્રેસ થઇ જશે તે વાત તેના ધાર્યા બહારની હતી.

"પહેલા એક સરસ લોંગ ડ્રાઇવ પર જઇએ.મુંબઇથી થોડે દુર મારો એક ફાર્મહાઉસ હતું.તમને વાંધોના હોય તો ત્યાં બેસીએ ત્યાંથી દરિયાકિનારો દેખાય છે."રુચિ પોતાની મોટી મોટી આંખોથી તેની સામ જોતા બોલી.શોર્ય મનોમન હસ્યો.

"જી મેડમ."

***************************************

કાકીમાઁના કહેવાથી આજે બધાં મંદિરમાં આવ્યા હતા પુજા માટે.કાકીમાઁ જ્યારથી અહીં આવ્યાં ત્યારથી ચુપચાપ બધાનો તમાશો જોઇ રહ્યા હતા.તેઓ એ વાત જાણતા હતા કે રુદ્ર અને રુહી પતિપત્ની નથી.બધા તમાશામાં એક વાત તેમને સ્પષ્ટ સમજાઇ ગઇ હતી કે રુહી ખુબ જ સમજદાર,સંસ્કારી અને બહાદુર સ્ત્રી છે તેઓ રુદ્ર માટે હંમેશાંથી આવી જ છોકરી ઇચ્છતા હતા,પણ રુહીએ પહેલેથી પરણેલી છે અને તેને એક દિકરો પણ છે.તે વાત તેમને ખટકતી હતી.તે રુદ્રને પોતાના દિકરાની જેમ માનતા હતા.તે ખુબ જ દુવીધામા હતાં કે શું કરવું?

તેમણે આજે ઘરની સુખ અને શાંતિ માટે પુજન રાખ્યું હતું.કાકાસાહેબ,અભિષેક અને રુદ્ર બહાર મંદીરના પ્રાંગણમાં બેસેલા હતા.હેરી અને સેન્ડી આજે નહતા આવ્ય‍ાં.રુહી અને કાકીમાઁ પુજારીજી સાથે પુજનની તૈયારીમાં હતા.રુહીની દરેક કામ પ્રત્યેની સુઝબુજ અને આવડત જોઇ કાકીમાઁ તેનાથી પ્રભાવિત થયાં.

"રુહી,મને ખબર છેકે તું અને રુદ્ર પતિપત્ની નથી,પણ મારા રુદ્ર માટે તું દરેક રીતે સર્વગુણ સંપન્ન છે.હા પહેલા તારા પહેલેથી પરણેલી હોવાના અને એક દિકરાની માઁ હોવાની વાત પર મને અણગમો હતો.તારા વિશે જાણ્યું અભિષેક જોડેથી તારી સાથે જે થયું તે ખોટું થયું અને હજી પણ ખોટું જ થઇ રહ્યું છે.

દિકરી મારા રુદ્રની પત્ની બની જા ખરા અર્થમાં.સાચું કહું છું.તને હંમેશાં ખુશ રાખશે,તારા માન-સન્માનની રક્ષા કરશે."કાકીમાઁ રુહી આગળ હાથ જોડીને બોલ્યા.

"કાકીમાઁ.!!"રુહી આશ્ચર્યચકિત હતી.

"બેટા અાજે આ પુજા એક પતિપત્ની જ કરી શકે.તું આજે આ પુજા મારા રુદ્ર જોડે કરીલે.તમે સાત જન્મો માટે બંધાઇ જશો."

"પણ.કાકીમાઁ હું હજીપણ આદિત્યની પત્ની છું."તે કાકીમાઁનું દિલના દુખાય તે રીતે ના પાડવા માંગતી હતી.

"બેટા,એ બધું હું કશુંજ નથી જાણતી.મારી જેઠાણી મારી સગી બહેન જેવી હતી.મરતી વખતે રુદ્રનું ધ્યાન રાખવાની જવાબદારી મને આપીને ગયાં હતા,પણ હું તેને આપેલું વચન ના નિભાવી શકી.દિકરી હું તારી આગળ આ જોળી ફેલાવીને માંગુ છું.રુદ્રને પતિ તરીકે સ્વિકારી લે."તેમણે પોતાની સાડીનો છેડો રુહી આગળ ફેલાવીને કહ્યું.તેમની આંખમાં આંસુ સાથે વિનંતી હતી.

પંડીતજી આવ્યાં તેમણે બધાને બોલાવવા કહ્યું રુહી ત્યાંથી નિકળી ગઇ.અભિષેક અને કાકાસાહેબ મંદિરમાં ગયા.રુદ્ર રુહીની સામે જોતા ઊભો રહ્યો.

"શું વાત છે રુહી? તારી આંખો.મને લાગે છે કે તું કોઇ મુશ્કેલ પરિસ્થિતિમાં છે.શું વાત છે?" રુદ્રએ પુછ્યું.

રુહી તેની પાસે આવતી હતી.તેના પગને ઠોકર વાગી તે રુદ્ર પર જઇને પડ‌ી.રુદ્રએ રુહીને પકડી લીધી.

"શું વાત છે રુહી કેમ આટલા પરેશાન છો?"

રુહી કાકીમાઁની વાત માની રુદ્રનવ પોતાના પતિ તરીકે સ્વિકારશે?શોર્ય અન રુચિની દોસ્તી કોને ભારે પડશે રુદ્ર ,રુહી કે આદિત્યને?રિતુ પર અભિષેકના શબ્દોની અસર થશે? શું તે રુહીની પરિસ્થિતિ જાણી શકશે?..જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 6 months ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago