Rudrani ruhi - 32 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ 32

રુદ્રની રુહી... - ભાગ 32

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -32

રુહીએ મોકલેલા ડિવોર્સ પેપર્સ અને આરુહની કસ્ટડીના પેપર્સ જોઇને આદિત્યના પગ નીચેથી જમીન ખસી ગઇ.તે આ વાત રુચિને ન જણાવવાનું નક્કી કર્યું.તે રુચિ સાથે જાય છે પણ પુરો સમય રુહી વિશે વિચાર્યા કર્યું.

રુચિ સાથે ડિનર કરીને તેને વહેલા ઘરે ઉતારી અને તે ઘરે આવ્યો.તેણે રુહીને ફોન કરવાનું નક્કી કર્યું.તેણે પોતાના મોબાઇલમાંથી તે નંબર શોધ્યો અને તે નંબર તેણે ડાયલ કર્યો.

રુદ્ર અને રુહી ગાડીમાં નિકળી ગયા.તેમના ગામ જવાનો રસ્તો થોડો લાંબો હતો પણ આસપાસ આટલી બધી હરીયાળી જોઇને રુહી ખુશ થઇ ગઇ.તે આજે ઘણા સમય પછી આવી રીતે બહાર નિકળી હતી,તો તેને આજે ઘણું સારું લાગી રહ્યું હતું.તે ખુબ જ ખુશ થઇને બારીમાંથી બહાર સાંભળી રહી હતી અને ગાડીમાં વાગતું હળવું સંગીત માણી રહી હતી.

"થેંક યુ રુહી.કાકીમાઁ ખુબ જ ખુશ હતા.આટલા ખુશ તો મે તેમને પહેલી વાર જોયા.આ બધું તમારા કારણે."રુદ્ર ગાડી ચલાવતા બોલ્યો.

"થેંક યુ અને સોરી આપણા સંબંધમાં ના હોય રુદ્ર,તમે ખુબ જ ખાસ છો મારા માટે.એક જોતા કહું તો મારા જીવનદાતા છો.તમારા માટે હું આટલું તો કરી જ શકું ને.રહી વાત થેંક યુની તો એ તો મારે કહેવું પડે આટલી સરસ જગ્યાએ મને લઇને આવવા માટે.મારી સાથે તે દુર્ઘટના બની પછી આજે પહેલી વાર હું આવી રીતે ક્યાંક બહાર નિકળી છું.

રુદ્ર શું હું કાર ડ્રાઇવ કરી શકું છું?"રુહીની વાત પર રુદ્રને આશ્ચર્ય થયું..
"વોટ,તમને કાર ડ્રાઇવ કરતા આવડે છે?"રુદ્રએ પુછ્યું

"હા આદિત્યએ એક કામ સારું કર્યું છે કે તેમણે મને ગાડી ચલાવતા શીખવાડી."રુહી હસીને બોલી.

"વાહ,પણ અત્યારે નહીં આગળ રસ્તો ખરાબ છે.સારો રસ્તો આવે પછી આપું.બાય ધ વે અત્યારે સુધીમાં તો તે પેપર્સ આદિત્યને મળી ગયા હશે.મને આતુરતા છે કે તેના શું રીએકશન આવે છે?"રુદ્રએ આટલું કહ્યું ત્યાં જ રુદ્રના ફોનમાં રીંગ વાગી અને તેમાં આદિત્યનું નામ ફ્લેશ થતું હતું.

"નામ લિયા ઓર .....હાજીર."રુદ્રએ શેતાન શબ્દ બોલવો ટાળ્યો.
રુદ્રએ ફોન ઉપાડીને સ્પીકર પર રાખ્યો.
"હેલો."રુહી બોલી.

"રુહી.." રુહીનો અવાજ સાંભળી એક ક્ષણ માટે ભાવુક થઇ ગયો.

"બોલ આદિત્ય."રુહી મક્કમ અવાજ સાથે બોલી.

"વાહ,બોલો આદિત્યમાંથી બોલ આદિત્ય.આ બધું શું નાટક છે?"આદિત્યએ સીધા પોઇન્ટ પર આવતા કહ્યું.

"શેનું શું છે?"રુહીએ જાણીબુઝીને અજાણ બનવાનું નાટક કર્યું.

"આ ડિવોર્સ પેપર્સ અને આરુહની કસ્ટડીના પેપર્સ?"આદિત્ય

"ઓહ એ!એ કોઇ નાટક નથી આદિત્ય.સાઇન કર અને કાલે સવારે એક માણસ આવશે તેને આ કવર આપી દેજે એટકે વાત પતી ગઇ.મારે તારો એક પણ રૂપિયો નથી જોઇતો.હું મારા દમ પર તેને મોટો કરીશ.

આમપણ તને તો સારું જ થશે ને આવતા મહિને તારા લગ્ન છે ને તારી પ્રેમિકા સાથે."રુહી અકડ સાથે બોલી.

"ઓહ ક્યાંથી આવી આટલી બધી હિંમત.જેના મોઢામાંથી જીભડી બહાર નતી આવતી તે આટલું બધું બોલવા માંડી,નહીં આપું ડિવોર્સ અને આરુહની કસ્ટડી આજીવન આમ જ રાખવાની છે તને મારે દુખીયારી અને પરેશાન."આદિત્ય સખત ગુસ્સામ‍ાં બોલ્યો.

"દુખી અને પરેશાન કોણ થશે એ તો સમય આવ્યે સમજાઇ જશે.તને એક વાતની ખબર છે કે પત્નીના જીવતા હોવાછતા બીજા લગ્ન કરવા એ ગુનો છે અને માની લે લગ્ન થઇ ગયા તો તારી બીજી પત્નીને શું કહેવાય? મને તો તે શબ્દ બોલતા પણ સંકોચ થાય છે."રુહી બોલી અને આદિત્ય ગુસ્સે થયો.

"રુહી.."આદિત્ય ચિલાવ્યો.

"એક વાર તું મારી સામે આવ પછીજો તારા હાલ કરું અને ભલે રુચિ ને મારી કાનૂની પત્ની હોવાના અધિકાર ના મળે પણ તને મુક્તિ નહીમળે.રુચિને તો હું મુર્ખ બનાવી લઇશ,પણ તને નહીં છોડું."આદિત્યએ રુહીને ધમકી આપી જે સાંભળીને રુદ્રનું લોહી ઉકળી ઉઠ્યું.તે બોલવા જતો હતો પણ રુહીએ તેનો હાથ દબાવી તેને ના પાડી.

"સરસ ખુબ જ સરસ બોલ્યો અને મે આ બધી વાત રેકોર્ડ કરી.હવે તને ખબર છે કે હું શું કરીશ?રુચિને આ રેકોર્ડિંગ મોકલીશ.પછી રુચિ તારી શું દશા કરશે તે તારે વિચારવાનું અને અગર આ જે તે મને ધમકી આપી છેને તે રેકોર્ડિંગ પોલીસને આપ્યું તો?માની લે બધાંને ખબર પડી ગઇ કે હું જીવતી છું અને આ વાત તે છુપાવી બધાથી,મે કહ્યું તને કે મને લેવા આવવા માટે અને તું મને લેવા ના આવ્યો તો તારી શું દશા થશે ખાલી આટલું વિચારી લે જે.

ભાનમાં આવ્યાં પછી સૌથી પહેલું કામ મે તને ફોન કરવાનું કર્યું હતું અને તે મને કઇ દીધું હતું કે મે આત્મહત્યાની કોશીશ કરી એટલે તું મને લેવા નહીં આવે.મારી પાસે સાબિતી છે કે હું માનસીક રીતે બિમાર હતી જેમા મને સ્ટ્રોક આવતા હતાં.જેના કારણે હું ડુબી હતી.

તું મોટી મુશ્કેલીમાં મુકાઇશ અગર તું મને છુટાછેડા નહીં આપે તો તારું જીવન નર્કથી પણ ખરાબ બનાવીશ.આઇ પ્રોમિસ અને હવે તો મને બંદૂક ચલાવતા પણ આવડી ગઇ છે."રુહીની વાત સાંભળીને આદિત્યના હોશ ઉડી ગયા.બાજુમાં બેસેલા રુદ્રને આદિત્યની હાલત વિશે વિચારીને ખુબ હસવું આવી રહ્યું હતું સાથે રુહી પર ગર્વ થતો હતો.

"તું મને ધમકી આપે છે?"આદિત્ય ગુસ્સે થઇને બોલ્યો.

"ના સમજાવું છું કે ચુપચાપ સહી કરી દે નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહે.ગુડ બાય."આટલું કહીને રુહીએ ફોન મુકી દીધો.આદિત્યએ ગુસ્સામાં ફોન ફેંક્યો અને સામે અદિતિ આવીને ઊભી રહી.

"શું થયું ભાઇ?કેમ આટલા ગુસ્સામાં છો?"અદિતિ બોલી.
"કશુંજ નહીં તું જા."આદિત્ય બોલ્યો.

"ભાઇ,હું તમારી બહેન છું તમને આમ પરેશાન જોઇને મને ખુશી ના થાય,,મને ખુબ જ ચિંતા થાય છે તમારી.પ્લીઝ મને કહો શું થયું?"અદિતિ તેની પાસે આવીને બેસી.

આદિત્યએ તેને પેપર્સ બતાવ્યા અને રુહી સાથે થયેલી બધી જ વાત કહી.

"મારો ભાઇ બિચારો અને પેલી રુહી.સાચું કહું ભાઇ તેની સાથે લગ્ન તમારા જીવનનો સૌથી ખરાબ નિર્ણય હતો.તેણે તો બિચારી રુચિને અને મને પણ ધમકાવી હતી.ખબર છે શું કહ્યું હતું કે મને બંદૂક ચલાવતા આવડે છે.હવે તમને બન્નેેને નહીં છોડું.મારો શું વાંક છે ભાઇ.મે તો હંમેશાં તેને માન આપ્યું હતું.

નક્કી તેને કોઇક મજબૂત પીઠબળ મળ્યું છે ત્યાં.જેનાદમ પર તે આટલું બધું ઉડે છે.ભાઇ મે પણ કઇંક કર્યું છે તેની આ તુમાખીનું કારણજાણવા."અદિતિ બોલી.

"શું?" આદિત્યએ પુછ્યું.

અદિતિએ પોતે રુહીની ખાસ સહેલી કિરનને તેની જાસુસીનું કામ સોંપ્યું છે તે કહ્યું.
"ભાઇ,અત્યારે આ બન્ને કાગળ પર સહી કરી દો અને કાલે તેના માણસને આપી દો.પછી આપણે તેને સીધી કરીશું.કાલે જ હું કિરનને બોલાવીશ અને તેની જોડેથી તેના આ બદલાયેલા રૂપનું કારણ પુછીશ.આ વાત અત્યારે આપણા બે વચ્ચે જ રાખજો,સમજ્યા?"અદિતિએ પોતાનો પ્લાન સમજાવ્યો.

"હા સમજી ગયો.રુહી અત્યારે તું ભલે ખુશ થતી તારી જીત પર,પણ પછી તને હારનો સ્વાદ હું ચખાડીશ.તને મારા પગે પાડીશ અને આજીવન મારી નોકરાણી બનાવીને ના રાખું તો મારું નામ આદિત્ય નહીં.થેંકસ મારી વહાલી નાની બહેન."આટલું કહી આદિત્યએ અદિતિના માથે હાથ ફેરવ્યો.

* * *
રાત્રે કામ પતાવીને અભિષેક તેના રૂમમાં આવ્યો,અંધારામાં તેને તેના પલંગ પર કોઇ બેસેલું જણાયું.તેણે ફટાફટ જઇને લાઇટ ચાલું કરી.સામે બેસેલી વ્યક્તિને જોઇને તે ચોંકી ગયો.તે રિતુ હતી.તે ઉદાસ જણાતી હતી.તેનું માથું ઝુકેલું હતું.

"ઓહ, આઇ એમ સોરી રિતુજી.ભુલથી હું તમારા રૂમમાં આવી ગયો લાગુ છું."અભિષેક બોલ્યો.

"અભિષેકજી,તમે સાચા રૂમમાં જ આવ્યાં છો.હું તમને મળવા માંગતી હતી.પુરા દિવસ તમારી રાહ જોઇ,પછી નાછુટકે તમારા રૂમમાં આવીને બેસી."રિતુ ઉદાસ સ્વરે બોલી.

"શું થયું તમે આટલા ઉદાસ કેમ છો?"આટલું કહીને અભિષેકને પોતે કરેલા અપમાનની યાદ આવી.

"ઓહ સોરી રિતુજી,લાગે છે કે ગઇકાલે રાત્રે હું ખુબ જ વધારે બોલી ગયો અને ખરાબ રીતે બોલીગયો.તમારી પર્સનલ લાઇફ માટે બોલવાનો મને કોઇ જ અધિકાર નથી,પણ હું શું કરું રુદ્ર અને રુહી મારા હ્રદયની ખુબ જ નજીક છે અને તેમને કોઇ તકલીફ આપે તે મારાથી સહન નથી થતું.પ્લીઝ,મને માફ કરી દો રિતુજી."અભિષેકે કાન પકડીને માફી માંગી.અભિષેકનું આટલું બોલતા જ રિતુ અભિષેકને વળગીને રડવા લાગી.

"ના તમે સાવ ખોટા પણ નથી.છેલ્લા કેટલાક દિવસથી મારી લાઇફમાં ખુબ જ પ્રોબ્લેમ ચાલી રહ્યા હતા.તમે તો મને અરીસો બતાવ્યો કાશ પહેલા કોઇ તમારા જેવું મળી ગયું હોત તો..."આટલું બોલતા તે પાછી રડી પડી.

"હેય શાંત થાઓ.જે થઇ ગયું તે તો તમે સુધારી નહીં શકો પણ જે આવવા વાળો સમય છે તેને તો સુધારી શકીએને.નવેસરથી શરૂઆત કરીએ.લેટ અસ બિકમ ફ્રેન્ડ્સ.હાય હું ડોક્ટર અભિષેક.મુંબઇમાં મારું ક્લિનીક છે અને હાલમાં હું મારા એક મહત્વકાંક્ષી સબ્જેક્ટ પર રીસર્ચ કરી રહ્યો છું."અભિષેકે રિતુ સામે હાથ લંબાવતા કહ્યું.

"હાય હું રિતુ,હું હેરીસરની કંપનીમાં જોબ કરું છું તેમની પર્સનલ સેક્રેટરી તરીકે."રિતુએ હસીને હાથ મિલાવ્યો.

"ફ્રેન્ડ્સ!?"અભિષેકે પુછ્યું.જવાબમાં રિતુએ હસીને માથું હામાં હલાવ્યું.

"ચલો તો આપણી આ નવી મિત્રતાના નામ પર એક લોંગડ્રાઇવ અને મારી ફેવરિટ જગ્યાની ચા થઇ જાય?તમે હરિદ્વારની શોભા હજીસુધી જોઇ નહીં હોય.તો કાલે આમપણ રુદ્ર નથી તો કામતો કશું ખાસ નહીં હોય.તમને એક દિવસની રજા મળે તો આપણે પુરો દિવસ સાથે રહીશું અને હરિદ્વાર ફરીશું.શું કહો છો મિસ.રિતુ?" અભિષેકે પુછ્યું.

"અફકોર્ષ યસ, લેટ્સ ગો બસ પાંચ મીનીટ આપો આ પાયજામા અને ટીર્શટ બદલીને આવું."રિતુ બોલી.

* * *

પોતાની કાર ડ્રાઇવ કરેલી રુચિ ખુબ જ ગુસ્સામાં હતી.તે આદિત્યના વર્તનને કારણે ગુસ્સે હતી.

"પહેલા તો મને બોલાવે છે ખુશી ખુશી મળવા ,મને લાગ્યું કે ખુબ જ સારી રીતે ઇવનીંગ પસાર થશે.પુરો સમય તે કોઈક વિચારોમાં ખોવાયેલો હતો.લાગે છે કે તે રુહીને યાદ કરતો હતો.શું આદિત્ય હજીપણ રુહીને જ પોતાની પત્ની માને છે?શું તે હવે મને પ્રેમ નથી કરતો?તે તેના પહેલાની જેમ આરુહ અને રુહીની સાથે રહેવા માંગે છે?"
આટલું તે સ્વગત બોલી રહી હતી,ત્યાં તેનું ડેસ્ટીનેશન આવી ગયું.તે ઉતરી અને ગાડી ત્યાં હાજર માણસને પાર્ક કરવા આપી દીધી.તે હોટેલમાં આવી હતી.તેણે રીસેપ્શનીસ્ટને કઇંક કહ્યું પોતાના પર્સમાંથી બે હજારની બે નોટ નિકાળી તેને આપી અને તેની સામે હસીને આગળ વધી.તે લિફ્ટમાં ફિફ્થ ફ્લોર પર ગઇ.ફાઇવ ઝીરો થ્રી નંબરનો બેલ વગાડ્યો.દરવાજો ખુલ્યો. સામે ઊભેલી વ્યક્તિ તેને જોઇને ચોંકી ગઇ.તે શોર્ય હતો.જેણે માત્ર પોતાના શોર્ટ્સ પહેર્યા હતાં અને તે ઊંઘમાં હતો.

શું રિતુને અભિષેક પુરી વાત જણાવશે?અદિતિ અને આદિત્ય મળીને શું રુહીના જીવનમાં તકલીફો લાવી શકશે ?રુદ્ર અને રુહીનો આ મસ્તીભર્યો સફરકેવો રહેશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Neepa

Neepa 1 year ago