Rudrani ruhi - 33 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-33

રુદ્રની રુહી... - ભાગ-33

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -33

રુદ્ર અને રુહી ગાડીમાં જઇ રહ્યા હતાં.રુહી આદિત્ય સાથે વાત થયાં પછી થોડી શાંત હતી.તેના મનમાં બહુજ બધાં તોફાન ચાલતા હતા.આદિત્યની વાત તેના મનને દુખ પહોંચાડી ગઇ હતી.તેના લગ્નને અગિયાર વર્ષ થવાના હતા આ વર્ષે,તેણે પોતાની સમગ્ર જાત તેને સમર્પિત કરી દીધી હતી અને તે આદિત્ય આજે તેના માટે આવું વિચારતો હતો.તેના આટલા વર્ષના લગ્નજીવનમાં તેને ઘણીવાર એવું લાગ્યું હતું કે આદિત્ય નાની નાની બાબતે ગુસ્સે થતો,તેને નીચી દેખાડતો,તે હંમેશાં તેવું જ માનતો કે રુહી કશુંજ કામ બરાબર ના કરી શકે.

આ વાતને તે હંમેશાં ઇગ્નોર કરતી પણ આજે તેને સમજાઇ ગયું હતું કે કદાચ આદિત્ય પહેલેથી રુચિને જ પ્રેમ કરતો હતો અને રુહી સાથેના લગ્ન એક સમજોતા જેવા હતા તેના માટે.રુદ્રને આપેલા વચનને કારણે તે રડવા નહતી માંગતી,પણ એક મોટો નિસાસો તેનાથી નિકળી ગયો.

"આટલા વર્ષ હું મારા ઘર,પતિ,બાળક અને પરિવારને સમર્પિત થઇને રહી.મે મારા વિશે પણ ક્યારેય ના વિચાર્યું.તેમનો ગુસ્સો સાંભળ્યો,તું ગુડ ફોર નથીંગ છે તે સાંભળ્યું.અંતે પરિણામ આવું કેમ મળ્યું?

તેના કરતા તો હું ખરેખર ગંગામૈયમાં તે દિવસે ડુબી ગઇ હોતી.આ બધું સાંભળવા માટે જીવતી રહી એના કરતા મરી ગઇ હોત.મારું જાણે કોઇ અસ્તિત્વ જ નથી,હું કઇ જ નથી.મને હવે બહુ તકલીફ થાય છે જે મારાથી સહન નથી થતી."રુહી આંખો બંધ કરીને સીટ પર માથું ટેકાવીને બોલી.

રુદ્ર કઇં જ બોલ્યો નહી,માત્ર પોતાનો હાથ રુહીના હાથ પર મુકીને તેને સાંત્વના આપી.તે પોતે આદિત્યના શબ્દોથી આઘાતમાં હતો તો રુહીની શી હાલત હશે તે સમજી શકતો હતો.આદિત્યના શબ્દો સખત અપમાનજનક હતાં.તેણે નિશ્ચય કર્યો કે તેના આ શબ્દોનો તે જવાબ ચોક્કસ આપશે.રુદ્રએ હવે આદિત્યને સબક શીખવાડવાનું નક્કી કર્યું.તેણે મનોમન નક્કી કર્યું,

" અાદિત્ય, આ તે ઠીક નથી કર્યું.રુહી જેવી પત્ની મેળવવાની લાયકાત તું નથી ધરાવતો છતાપણ તને આટલું અમુલ્ય રતન મળ્યું.એક જવેરી હોવા છતા તું આટલા અમુલ્ય રતનની કિંમત ના સમજ્યો.તો હવે રુદ્ર તને તેની સ્ટાઇલમાં સમજાવશે."

રુહીની આંખોમાં આંસુ આ રુદ્ર નથી જોઇ શકતો.હવે આ રુહી રુદ્રની છે અને રુદ્રની રુહીને જે તકલીફ આપશે તેની હાલત આ રુદ્ર બદતર કરશે."તેણે ગુસ્સામાં દાંત ભીસ્યા.

તે વિચારવાનું છોડીને રુદ્ર રુહીના મુડને બેટર કરવાનો કોઇ રસ્તો વિચારતો હતો.તેણે આગળ એક ઢાબા પર ગાડી ઊભી રાખી અને રુહી અને પોતાના માટે ચા લાવ્યો.ચા પીને રુહી પોતાની સીટ પર બેસવા જતી હતી.

"રુહી,ત્યાં નહી અહીંયા બેસો ડ્રાઇવિંગ સીટ પર.હું થાક્યો હવે તમે ચલાવો ગાડી.આગળ રસ્તો આમપણ ખુબ જ સારો છે.રુહી આશ્ચર્યથી રુદ્ર સામે જોઇ રહી હતી અને રુદ્ર ડ્રાઇવરની સીટની બાજુની સીટ પર બેસી ગયો તેણે સીટ લાંબી કરી અને હળવા રોમેન્ટિક ગીતો ચાલું કર્યા,માથું સીટ પર ટેકાવીને આંખો બંધ કરી.રુહી ડ્રાઇવિંગ સીટ પર બેસી અને સીટ બેલ્ટ બાંધ્યો.એક મીનીટ માટે આંખો બંધ કરીને ભગવાનનું નામ લીધું અને આંખો ખોલી રુદ્ર સામે જોયું અને ગાડી શરૂ કરી.

રુદ્રના ધાર્યા કરતા રુહી ઘણી સારી ગાડી ચલાવી રહી હતી.સ્પીડ પણ પ્રમાણસરની હતી ઉપરથી એકદમ સુંદર વાતાવરણ સાથે રુહી અને મધુર રોમેન્ટિક ગીતો.ચા પીધા પછી તાજગી અનુભવી રહેલો રુદ્ર આદિત્યવાળી વાત ભુલી ગયો.

"રુહી,મારા જીવનમાં એક ખરાબ ઘટના બની હતી જેના કારણે મારું બાળપણ ખરાબ થઇ ગયું હતું.મારે મારું ઘર અને દેશ છોડીને વિદેશ જવું પડ્યું.આ દુનિયામાં માઁ,દેવીમાઁ અને કાકીમાઁ સિવાયની સ્ત્રીથી જાણે કે નફરત થઇ ગઇ હતી.

મારા ઘરમાં પણ કોઇ સ્ત્રી નોકરને પ્રવેશ નહીં.મારા ઘરના ઉંબરે કોઇ સ્ત્રીએ પગ નહતો મુક્યો અને પછી તમે આવ્યા.ગંગામાતાના આશિર્વાદ બનીને મારા ઘર અને જીવનમાં.પહેલા જ્યારે તમારી આત્મહત્યા વાળી વાત જાણીને તો મને નફરત થઇ તમારાથી પછી જેમજેમ તમને જાણતો ગયો તેમ તેમ..."આટલું કહીને રુદ્ર અટકી ગયો.

"તેમ તેમ શું ?"ગાડી ચલાવતી રુહીએ તેની સામે જોયા વગર પુછ્યું.

"તેમ તેમ ગામ આવી ગયું અને પેલું રહ્યું આપણું ઘર.આ મારા દાદાજીનું ઘર છે.બહુ બધી યાદો છે નાનપણની,મારી,અભિષેકની,પપ્પાની અને મમ્મીની.ચલો ત્યાં લઇ લો."

રુદ્ર અને રુહી એક વિશાળ ફાર્મહાઉસ જેવા ઘરમાં પ્રવેશ્યા.રુહીએ ગાડી પાર્ક કરી રુદ્ર અને રુહી સામાન લઇને ઘરમાં ગયા.તે પાણીનો કુંભ જે પ્લાસ્ટિકથી કવર કર્યો હતો તેને મંદિરમાં મુક્યો.

ત્યાં કામ કરતા અને બંગલાની સંભાળ કરતા કાકા મોડું થવાને કારણે સુઇ ગયા હતા.ગાડીનો અવાજ આવતા તે જાગીને આવ્યાં.

"રુદ્રબાબા,મને લાગ્યું કે તમે નહીં આવો.માફ કરજો મે જમવાનું બનાવ્યું હતું પણ તમને વાર થઇ એટલે તે રાખ્યું નહી.તમે થોડો સમય આપો તો બનાવી દઉં."

"ના કાકા તમે સુઇ જાઓ.હું બનાવી લઇશ."રુહી બોલી.

"હા કાકા.જાઓ તમે સુઇ જાઓ.અમારા કારણે તમારે જાગવું પડ્યું."રુદ્ર બોલ્યો.કાકા માથું હકારમાં હલાવીને જતા રહ્યા."

રુહી રસોડમાં જતી હતી.અચાનક જ બહાર વરસાદ પડવાનો અવાજ આવ્યો.રુદ્ર નાના બાળકની જેમ ભાગીને બહાર ગાર્ડનમાં જતો રહ્યો.રુહી તેની પાછળ ભાગીને ગઇ.

રુદ્ર નાના બાળકની જેમ હાથ ફેલાવીને વરસાદનો આનંદ લઇ રહ્યો હતો.તે મોઢું ખોલીને વરસાદનું પાણી પી રહ્યો હતો.રુહીને આ બધું જોઇને હસવું આવ્યું.તે જોરથી હસી પડી.રુદ્રનું ધ્યાન તેનીતરફ ગયું.

"રુહી,તમે પણ આવો.ખુબ મજા આવે."

"શું આમ મોઢું ખોલીને પાણી પીવામાં કે પલળવામાં કે પછી બિમાર પડવામાં?"રુહી બોલી.

"કેવી હોપલેસ વાતો કરો છો તમે?આનંદ મળે,થાક ઉતરી જાય,અને મનમાં ઉલ્લાસ ભરાઇ જાય." વરસાદનો આનંદ લેતો રુદ્ર બોલ્યો.

"કપળા પલળી જાય,શરદી થઇ જાય,નાકમાંથી વરસાદ શરૂ થાય અને કીચડમાં લપસો તો ટાટીંયા ભાંગી જાય."મોઢું ચઢાવતા રુહીએ જવાબ આપ્યો.

"મારા માટે પ્લીઝ એક વાર આવો ને?"રુદ્ર બોલ્યો.
"ના કોઇના માટે નહીં.આરુહને પણ નહતી જવા દેતી ક્યારેય."રુહી બોલી.

"બિચારો છોકરો જીવનના અસલી આનંદથી દુર છે.કઇ નહીં એકવાર અહીં મારી પાસે આવી જશે પછી તેને જીવન જીવતા નહીં માણતા શીખવાડીશ,પણ અત્યારે તેની મમ્મીને શીખવાડીશ કે કેમ કરીને વરસાદનો આનંદ લેવાય." વરસાદના પાણીથી લથબથ થયેલો રુદ્ર રુહી તરફ આગળ વધ્યો .

"જુવો રુદ્ર,મારી પાસે ના આવતા.મને વરસાદમાં પલળવું નથી ગમતું,મને એલર્જી છે આનાથી.પ્લીઝ."રુહીના ના કરી રહી હતી.
રુદ્ર તેને પોતાના બે હાથમાં ઉચકીને વરસાદમાં લઇ ગયો સુંદર રોમેન્ટિક મોમેન્ટનો ધબડકો વળ્યો જ્યારે રુદ્રનું બેલેન્સ કિચડમાં પગ લપસવાના કારણે ગયું અને રુહી ધબાક કરીને કિચડના નાના ખાબોચીયામાં ગઇ.તેનો સુંદર રૂપાળો ચહેરો કીચડભર્યો થઇ ગયો તે એકદમ કાર્ટુન જેવી લાગતી હતી.તેને આ રીતે જોઇને રુદ્ર પોતાનું હસવું ટાળી ના શક્યો.

"હા હા હા રુહી તમે પેલા કાર્ટુન કેરેક્ટર જેવા લાગો છો.જે હંમેશાં આવીરીતે જ પડતો હોય છે."રુદ્ર ખડખડાટ હસતા બોલ્યો.

"અચ્છા.એટલે તમે તનથી ભલે મોટા થઇ ગયા હોવ પણ મનથી હજી આરુહ જેવડા છો,કાર્ટુન જોવો છો.તો તો તમારી આરુહ સાથે જ જામશે."ગુસ્સે થયેલી રુહી બોલી.તે કીચડમાંજ પડેલી હતી હજી.

"હવે મને ઊભી કરશો કે આમ હસ્યા કરવાનું છે?"રુહી પોતાનો હાથ લંબાવતા બોલી.રુદ્રએ પોતાનો હાથ રુહીને આપ્યો અને રુહીએ તેનો હાથ ખેંચ્યો.હવે રુદ્ર પણ રુહીની બાજુમાં કીચડના ખાબોચીયાનું માપ લઇ રહ્યો હતો.

"હા હા હા."હવે રુહી જોરજોરથી હસી રહી હતી.

"એટલે તમે બદલો લઇ લીધો એમ ને?હવે શાંતિ થઇ તમને?"રુદ્ર બોલ્યો.

" હા બહુ જ પણ હવે હું રસોઇ નહીં બનાવું.રસોઇ તમે બનાવશો અને મને જમાડશો હું જઉં કપડા બદલવા માટે."રુહી બોલી.

રુદ્રએ તેનો હાથ પકડી રાખ્યો.રુહી અને રુદ્ર એકબીજાની આંખોમાં જોઇ રહ્યા હતાં.રુહી ઊભી થઇને જતી રહી.રુદ્ર તેને જતા જોઇ રહ્યો હતો.તે એમજ નીચે બેસી રહ્યો હતો.તેને જતા જોઇ રહ્યો હતો.તે ખુબ જ ખુશ હતો અને તેણે ઉપર જોયું આંખો બંધ કરીને વરસાદનો આનંદ લીધો.

થોડીવાર પછી.

"આના કરતા તો પેલા ઢાબા પર જમી લીધું હોત કેટલી ભુખ લ‍ાગી છે.ચક્કર પણ આવે છે.હે ભગવાન ટેસ્ટી જમવાનું ક્યાં છે?કોઇ જમવાનું આપશે કે મને ભુખથી મારવાનો ઇરાદો છે."રુહી ડાઇનીંગ ટેબલ પર બેસીને બુમો પાડી રહી હતી.રુદ્ર રસોડમાં છેલ્લા અડધા કલાકથી કઇંક ગડમથલ કરી રહ્યો હતો.

"રુહી,મહેરબાની કરીને ચુપ રહો નહીંતર અહીં આવીને મને મદદ કરો.ક્યારના બેઠા બેઠા બસ બુમોજ પાડો છો ખાલી.મદદ કરોને."રુદ્ર અકળાઇને બોલ્યો.

"તમે મને વરસાદમાં પલાળી અને કીચડમાં પાડી તેની પનીશમેન્ટ છે આ જલ્દી કરો."રુહીએ બુમ પાડી.

રુદ્ર હાથમાં બે થાળી સાથે આવ્યો.જે તેણે ડાઇનીંગ ટેબલ પર મુકી.

"આ શું છે?આટલી બધી રાહ જોવડાવ્યા પછી ખિચડી,કઢી અને બટાકાનું શાક?અને એ પણ આટલું ઓછું?"રુહી મોઢું ચઢાવતા બોલી.

"હા તો હું કઇ એક્સપર્ટ નથી તમારી જેમ મને માપનો ખ્યાલના આવ્યો અને મને આ જ આવડે છે.જે છે તે મેનેજ કરી લો."રુદ્ર બોલ્યો.

"કોઇ ઓપ્શન છે?"રુહીએ પુછ્યું.

" ના."

રુહીએ પહેલોકોળીયો મોંઢામાં મુક્યો.

" વાહ રુદ્ર ખુબ જ સરસ ટેસ્ટ છે.આજ પછી તમારા હાથની ખિચડી,કઢી અને બટાકાનું શાક મારી ફેવરિટ લિસ્ટમાં ટોપ પર છે."રુહી હસીને બોલી.

"થેંક યુ મેમ."રુદ્ર બોલ્યો.

રુદ્ર અને રુહીએ જમી લીધું.રુહીને રુદ્રના હાથનું જમવાનું ખુબ જ સરસ લાગ્યું.

"રુહી પેલા સામે રૂમમાં તમારીબેગ મુકાવી છે સુઇ જાઓ કાલે સવારે વહેલા ઊઠીને મંદિર જવાનું છે."રુદ્રએ કહ્યું.રુહી માથું હકારમાં હલાવીને સુવા જતી રહી.થોડી વાર પછી રુદ્રના રૂમનું બારણું ખુલ્યું કોઇ ધીમે પગલે રુદ્ર તરફ આગળ વધ્યું.તેણે તેના બન્ને હાથ રુદ્ર તરફ લંબાવ્યા.તેણે રુદ્ર ધીમે ધીમે તેના બન્ને હાથ રુદ્ર ના ગળા તરફ લંબાવ્યા.

રુદ્ર અને રુહીનો આ સંબંધ આગળ વધી શકશે? આદિત્ય પેપર્સ સાઇન કરશે?અભિષેક રિતુને રુહી વિશે જણાવી શકશે?રુચિ અને શોર્યનો સંબંધ કયો નવો વળાંક લેશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Nipa Shah

Nipa Shah 3 weeks ago

maya shelat

maya shelat 1 month ago

Mp Mpnanda

Mp Mpnanda 12 months ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago