Rudrani ruhi - 34 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-34

રુદ્રની રુહી... - ભાગ-34

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -34

તે હાથ રુદ્ર તરફ વધ્યા અને રુદ્રના ખભા હચમચાવી નાખ્યા.રુદ્ર ઝબકીને જાગી ગયો સામે ગભરાયેલી રુહી ઊભી હતી જે પરસેવે રેબઝેબ હતી.તેને આમ જોઇને રુદ્ર ગભરાઇ ગયો.

"રુહી,શું થયું ? કેમ આમ ગભરાયેલા છો?"રુદ્ર ડરી ગયો.

"રુદ્ર,મારા રૂમમાં કઇંક અવાજ આવે છે મને ખુબ ડર લાગે છે."રુહી બોલી.

"ઓહ,રુહી એ તો બારીનો અવાજ હોય અથવા બહાર ગાર્ડનમાં કોઇ જીવડાનો અવાજ હોય.એક કામ કરો બારી અને બારણા ફીટ બંધ કરીને સુઇ જાઓ."રુદ્ર બોલ્યો તેને નિરાંત થઇ.

"ના હું ત્યાં નહીં સુવુ."રુહી બોલી.

"એક કામ કરો તમે અહીં સુઇ જાઓ અને હું તે રૂમમાં સુઇ જઇશ."રુદ્ર ઊભા થતાં બોલ્યો.

" ના હું એકલી નહીં સુવુ."રુહી બોલી.

"હા તો?" રુદ્ર.

"હું પણ આ જ રૂમમાં સુઇ જઇશ."રુહી પોતાનો નિર્ણય જણાવતા બોલી.

"આ રૂમમાં કોઇ સોફો કે કાઉચ નથી અને જમીન પર સુવુ આ વરસાદના વાતાવરણમાં હિતાવહ નથી જીવડા ફરતા હોય."રુદ્ર બોલ્યો.
"હા તો."રુહી.

" હા તો શું ક્યાં ઊંઘશો?"રુદ્રએ પુછ્યું.

" આ પલંગ પર." રુહી

" તો હું ક્યાં ઊંધીશ?" રુદ્ર

"આ પલંગ પર.બહુજ મોટો છે."આટલું બોલી રુહીએ ઓશીકાની દિવાલ બનાવી તેના અને રુદ્ર વચ્ચે અને બીજી તરફ સુઇ ગઇ.રુદ્રને વિશ્ચાસ નહતો થતો કે રુહી તેની બાજુમાં સુઇ રહી હતી.તે ખુબ જ રોમાંચિત હતો.તેને ઊંઘ નહતી આવી રહી આ વાતને કારણે,અહીં રુહી પણ કઇંક અલગ અનુભવી રહી હતી.તે બન્ને એકબીજા તરફ પીઠ કરીને સુઇ ગયા હતા.

"રુદ્ર,મને હું બદલાયેલી લાગું છું.અરીસામાં દેખું છું.તો એમ લાગે છે કે કઇંક બદલાઇ ગયું છે મારી અંદર.મન અને હ્રદય એકબીજાની સાથે કઇંક વાતો કરે છે જાણે જે કઇંક નક્કી કરતા હોય,પણ મને નથી કહેતા.એ શું હશે?

રુદ્ર એક વાત પુછું.તમે ગાડી ચલાવતી હતીત્યારે કઇંક બોલતા બોલતા અટકી ગયાં હતા.કે જેમ જેમ તમે મને ઓળખતા ગયા તેમ તેમ...

તેમ તેમ શું રુદ્ર?"આટલું બોલી રુહી રુદ્રની તરફ પડખું ફરી ગઇ.રુદ્ર પણ તેની બાજુએ પડખું ફર્યો.

"બોલોને રુદ્ર તેમ તેમ શું?"રુહીએ ફરીથી પુછ્યું તેની આંખોમાં આંખો નાખીને.રુદ્ર નિશબ્દ થઇ ગયો.તેને કઇંક બોલવું હતું પણ હિંમત નહતી મળતી.રુહીએ ખાસી વાર જવાબની રાહ જોઇ પણ જવાબના મળતા તે સુવાની તૈયારીમાં હતી.

"મને પણ નથી ખબર ,પણ મને એવું લાગે છે કે હું તે રુદ્ર નથી જે પહેલા હતો.રુહી જેમ જેમ તમને ઓળખતો ગયો તેમ તેમ હું તમારી તરફ ખેંચાતો ગયો.સોરી તમને એવું લાગશે કે હું તમારી પરિસ્થિતિનો ફાયદો ઉઠાવું છું પણ તમે મને ખુબ જ ગમવા લાગ્યા છો.આઇ થીંક આઇ લાઇક યુ.આજ સુધી મારા જીવનમાં કોઇ જ સ્ત્રી નહતી આવી.મને લાગતું હતું કે આમ જ મારું જીવન વિતી જશે.

હવે એવું નથી લાગતું.હું તમને અને આરુહને ઇચ્છું છું મારા જીવનમાં,મારા જીવનના ભાગ તરીકે.આઇ થીંક નહીં આઇ એમ શ્યોર કે .."રુદ્ર અટકયો

"કે.."રુહીની આંખો હજી બંધજ હતી.

"કે આઇ લવ યુ.હું તમને પ્રેમ કરવા લાગ્યો છું.તેનો એ મતલબ બિલકુલ નથી કે તમે પણ મને પ્રેમ કરો.આપણે હજી પણ દોસ્ત છીએ."
રુહીનો ચહેરો રુદ્ર તરફ હતો અને તેની આંખો બંધ હતી હજી સુધી.રુદ્ર તેની નજીક ગયો.તેણે તેમની વચ્ચે ઓશીકાની દિવાલ હટાવી દીધી.તે રુહીની એકદમ નજીક પહોંચી ગયો.તેને પોતાના આલીંગનમાં જકડી દીધી.રુહી ચમકી..

તેના ચહેરાની નજીક પોતાનો ચહેરો લઇ ગયો.રુહીની આંખો હજીપણ બંધ હતી.તેને સમજાઇ નહતું રહ્યું કે તેને શું થઇ રહ્યું છે તે કેમ રુદ્રના આલીંગનનો વિરોધ નથી કરી રહી.રુદ્ર અને રુહીના ચહેરા વચ્ચે હવે માત્ર એક દોરા જેટલું અંતર હતું.રુદ્રએ પોતાના એક હાથ વડે રુહીના ચહેરાને ઉંચો કર્યો.તેના હોઠની નજીક પોતાના હોઠની નજીક લાવ્યો.રુહીની આંખો તે જ સમયે ખુલી ગઇ.

તે પાછળ ખસી ગઇ.રુદ્રની આંખો ખુલી ગઇ.તે પણ પાછળ ખસી ગયો.

"સોરી..આઇ એમ સો સોરી રુહી.પ્લીઝ.મે જે પણ કહ્યું તે મારા મનની ફીલીંગ્સ હતી.તેના કારણે તમે દુખી ના થતાં."રુદ્ર આગળ કશુંજ બોલી શકતો નહતો.રુહી કશુંજ બોલી શકતી નહતી. વિરુદ્ધ દિશામાં ફરીને બન્ને સુઇ ગયાં.

સવારે છ વાગે ...
રુહી શાંતિથી ઊંઘી રહી હતી.
"ગુડ મોર્નિંગ રુહી."રુદ્ર હાથમાં નાસ્તાની ટ્રે લઇને આવ્યો.રુહીએ આંખ ખોલી.તે રાત્રે તેમના વચ્ચે બનેલી ઘટના ના કારણે કશું બોલી શકી નહીં.

"શું તમે હજી રાત વાળી ઘટનાને લઇને ચિંતામાં છો?"રુદ્ર હસીને બોલ્યો.

"ના પણ તમે નારાજ તો નથીને મારાથી?રુદ્ર તમે મારા માટે ખુબ જ ખાસ છો,પણ જીવનમાં મારી સાથે છેલ્લા થોડા સમયમાં જે બન્યું તેનામાંથી બહાર આવતા મને થોડો સમય આપો.

હું તમારી લાગણીની ખુબ જ કદર કરું છું.મારા માટે હાલમાં સમય થોડો અધરો ચાલી રહ્યો છે."રુહી બોલી.

"પતી ગયું ડોન્ટ વરી.ટેક યોર ઓન ટાઇમ,પણ હવે આ નાસ્તો કરીને તૈયાર થઇ જાઓ મંદિર જવાનું છે.આજે નાસ્તો કાકાએ બનાવ્યો છે."રુદ્ર હસીને બોલ્યો.

રુદ્ર અને રુહીએ નાસ્તો કર્યો અને તૈયાર થઈને મંદિર ગયા.ત્યાં તેમણે પુજા કરી ,આરતી ઉતારી અને તે પવિત્ર જળ ત્યાં વર્ષો જુના ઝાડને અર્પણ કર્યું.ત્યારબાદ રુદ્રએ રુહીને પોતાનું ગામ બતાવ્યું અને પોતાના ખેતરો બતાવ્યા.પુરો દિવસ ફર્યા પછી તે લોકો પાછા ઘરે આવવા નિકળી ગયા.

"રુહી કાલે સવારે મારી પાસે તમારા માટે એક જોરદાર સરપ્રાઇઝ છે."રુદ્ર હસીને બોલ્યો.

"પણ શું ?"રુહીને જાણવાની ઉત્સુકતા થઇ.

"એના કહી શકાય,તેના માટે કાલ સુધી રાહ જોવી પડશે."રુદ્રએ રહસ્યમય સ્મિત સાથે કહ્યું.

* * *

અહીં સ‍ાંજ રિતુ તેના રૂમમાં બેસી હતી આજે રુદ્ર અહીં ના હોવાના કારણે તેને રજા મળી હતી.તે ખુબ જ ખુશ અને હળવું અનુભવી રહી હતી.તે કાલ રાત વિશે વિચારી રહી હતી.

ગઇકાલે રાત્રે ....
અભિષેક રિતુને પોતાની ગાડીમાં બેસાડીને હરિદ્વારમાં ફેરવી અને છેલ્લે તે બન્ને તે જ ઘાટ પર આવીને બેસ્યા જ્યાં રુદ્ર રુહીને લઇને આવ્યો હતો.અભિષેક રિતુ અને પોતાના માટે કુલ્હડ વાળી ચા લઇને આવ્યો.તે બન્ને ત્યાં કિનારે બેસ્યા.

"રિતુજી ,ફરીથી તમને મારી વાતનું ખરાબ લાગ્યું હોય તો સોરી.તમને રડાવવાનો કે દુખી કરવાનોમારો કોઇ ઇરાદો નહતો."અભિષેકે બન્ને વચ્ચેની ચુપકીદી તોડતા કહ્યું.

"ના ના વાત એવી નથી."રિતુબોલી.

"રિતુજી."

"અભિષેક શું હું તમને અભિષેકજીની જગ્યાએ અભિષેક તું કહું અને તું મને રિતુ તું કહે તો ના ચાલે?"રિતુએ પુછ્યું.

"હા બિલકુલ ચાલે.રિતુ તું રુહીને પહેલાથી ઓળખે છેને? તે કઇરીતે?"અભિષેકે પોતાના મનમાં ફરતો સવાલ અંતે પુછી લીધો.

" હું અને રુહી નાનપણની સહેલીઓ છીએ.એ પણ એકદમ ખાસ જાણે કે બે બહેનો જેવી."રિતુ બોલી.

" તો પછી શું થયું?બે બહેનો જેવી સહેલીઓ આમ એકબીજાની સાથે અજાણ્યાની જેમ મળે છે?"અભિષેકે પુછ્યું.

રિતુએ તેની અને રુહીની ભુતકાળની તમામ વાત કરી કે કેવીરીતે આદિત્યે રુહીને કોલેજના છેલ્લા દિવસે પ્રપોઝ કર્યું,રિતુને પોતાને અનુભવાયેલ આદિત્ય વિશેની નેગેટીવ વાત પણ કરી.તેણે તે પણ કહ્યું કે કેવીરીતે તેણેરુહીને આદિત્ય સાથે લગ્ન ના કરવાની સલાહ આપી હતી અને છેલ્લે તેની રુહી સાથે થયેલી મુલાકાત રુહીની રિસેપ્શન પાર્ટીવાળી વાત કરી.

"તે દિવસ પછી મે રુહી સાથે તમ‍ામ સંબંધ તોડી નાખ્યા હતા.મને વિશ્વાસ હતો કે રુહી આદિત્ય સાથે લગ્ન કરીને પસ્તાસે.તે માણસ રુહીને ક્યારેય ખુશ નહીં રાખી શકે.થોડા સમય પછી મારા લગ્ન નક્કી થઇ ગયા.તે છોકરો એટલેકે અમીત યુ.એસ રહેતો હતો.તે થોડા સમય માટે જ ઇન્ડિયા આવ્યો હતો.વધારે તપાસ કર્યા વગર જ મારા લગ્ન લેવાઇ ગયા અને હું ત્રણ જ મહિનામાં લગ્ન કરીને યુ.એસ જતી રહી.

મે મારા લગ્નમાં પણ રુહીને નહતી બોલાવી.તે વખતે તેની આંખ પર આદિત્યના નામના ચશ્મા ચઢેલા હતા.તે એકવાર પણ ફરિયાદ કરવા કે ઝગડવાના અાવી કે કેમ રિતુ તે મને ના બોલાવી લગ્નમાંકે મને મનાવવા.મે પણ નક્કી કર્યું કે હું તેની સાથે ક્યારેય વાત નહીં કરું.તે દિવસથી રુહી મારા માટે અજાણી વ્યક્તિ થઇ ગઇ.

યુ.એસ જઇને શરૂઆતના થોડા મહિના તો જાણે કે હનીમૂન પીરીયડ ચાલ્યો.પછી મે જોબ શરૂ કરી.મારા પતિ અને હું અમારા બન્નેનું એક નાનકડું ફેમિલી.પણ...." રિતુ અટકી ગઇ.તેના ગળે ડુમો બાજી ગયો.

"પણ શું રિતુ?"અભિષેક.

"અમીત ખુબ જ સારો હતો.તેની અને મારી ઇચ્છા હતી કે અમે અમારું ફેમિલી આગળ વધારીએ.એક નાનકડા મહેમાનનું સ્વાગત કરવા અમે આતુર હતાં."રિતુ અટકી.

"તો શું થયું ? શું આવ્યું તમારે દિકરો કે દિકરી?"અભિષેક.

"કશુંજ નહી.મારા અને અમીતના રીપોર્ટ્સ નોર્મલ હતા છતાપણ હું માઁ ના બની શકી.બહુ ટ્રીટમેન્ટ કરાવી.અમીત હારી ગયો તેને ગમે તે ભોગે બાળક જોઇતું હતું.તેણે મારી જાણ બહાર મને અંધારામાં રાખીને બીજા લગ્ન કરી લીધાં."રિતુ રડી પડી.

"એ કઇરીતે શક્ય છે તમારી સાથે ડિવોર્સ લીધા વગર તે બીજા લગ્ન કઇ રીતે કરી શકે?"અભિષેક બોલ્યો.

"મને અંધારામાં રાખીને તેણે ડિવોર્સ પેપર્સ સહી કરાવી દીધા હતા અચાનક જ એક દિવસ તેણે મને ઘરમાંથી બહાર કાઢી મુકી."

"એક મીનીટ માની લો સહી કરી તમને ખબરના પડી ,પણ કોર્ટમાં હાજર થવાનું સમન્સ આવ્યું હશેને?"અભિષેક

"હા ત્યારે જ ખબર પડી અને ત્યારે જ તેણે મને કેરેક્ટર લેસ સાબિત કરીને કાઢી મુકી અને તેને ડિવોર્સ પણ લઇ લીધાં.આ જ બધાંમાં ઉલઝેલી હતી તેટલે જ હું હેરીસર અને સેન્ડીમેમ સાથે અહીં ના આવી શકી.
તમે પેલા દિવસે કહેતા હતાને ઇગો.એ તો ક્યારેય મે રાખ્યો જ નહતો.રુહીએ જ પ્રયાસ ના કર્યો તે વખતે મારી સાથે વાત કરવાનો પછી હું પણ માણસ છું મને પણ ખરાબ લાગે.રહી વાત મારા પતિની તેમા તમને ક્યાંય મારો ઇગો પ્રોબ્લેમ લાગતો હોય તો કહો મને."રિતુ રડતા રડતા બોલી.
અભિષેકને પોતાના બોલેલા શબ્દો પર અફસોસ થતો હતો.
રુચિ અને શોર્ય શું પ્લાન બનાવશે રુહીને પરેશાન કરવા માટે?શું સરપ્રાઇઝ આપશે રુદ્ર રુહીને ?અભિષેક રુહીની સત્ય હકિકત જણાવી શકશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Chirag Radadiya

Chirag Radadiya 12 months ago

Jinu Kapuriya

Jinu Kapuriya 12 months ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago