Rudrani ruhi - 35 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-35

રુદ્રની રુહી... - ભાગ-35

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -35

અભિષેક ખુબ જ પસ્તાઇ રહ્યો હતો પોતાના વર્તન બદલ.

" ઓહ આઇ એમ સો સોરી.મને માફ કરી દો મે ખુબ જ ખરાબ શબ્દો સંભળાવ્યા તને.રિતુ પણ તું રુહી માટે જે વિચારી રહી છો તે ખોટું છે.રુહીએ પણ ખુબ ખરાબ રીતે સહન કર્યું છે." અભિષેક બોલ્યો.

" શું ?"રિતુ.

"ખુબ જ દુખ થયું મને તમારી સાથે જે થયું તે માટે.એક વાત કહું તમે અને રુહી માત્ર સહેલી નહી પણ બહેનો પણ છો.જાણે કે તમારી કિસ્મત પણ એક સરખી જ છે.તેની સાથે પણ જે થયું તે તમારા કરતા કઇ ખાસ અલગ નથી."અભિષેક બોલ્યો.

અભિષેકે રુહીની તેના ઘરમાં થતી હાલત,તેને થયેલી માનસિક બિમારી,હરિદ્વાર આવવું,ગંગ‍મૈયામાં ડુબકી લગાવતા ડુબી જવું ,રુદ્ર દ્રારા બચાવવું ,તેનો ઇલાજ કરાવવો,રુદ્ર અને રુહી વચ્ચે આત્મહત્યા વાળી વાતના કારણે થયેલી ગેરસમજ,કાકાસાહેબ દ્રારા કિડનેપીંગ ,ઘમકી આપવી,રુહીની અહીં રોકાવવાની મજબુરી,અને અચાનક કાકાસાહેબનું હેરી અને સેન્ડીને લઇને અહીં આવવું તે બધી જ ઘટના કહી.

"એટલે રુહીએ આત્મહત્યા નહતી કરી?તે આદિત્યને અને આરુહને છોડી અહીં રોકાઇ તે તેની મજબુરી હતી?"રિતુની ગેરસમજ ધીમેધીમે દુર થઇ રહી હતી.

"હા,એટલું જ નહીં રુદ્ર અને રુહી પતિ પત્ની નથી,આ નાટક કાકાસાહેબના કારણે કરવું પડી રહ્યું છે કેમકર કાકાસાહેબે હેરી અને સેન્ડીને એમ કહ્યું હતું કે તે લોકો પતિપત્ની છે.અમને ડર હતો કે જો અમે સત્ય કહ્યું તો હેરીભાઇ આ ડિલ કેન્સલ કરી દેશે.

જો એવું થયું તો અહીં કામ કરતા હજારો ખેડૂતો અને મજુરોને નુકશાન થશે.આ ડિલનો મોટો ફાયદો રુદ્ર તેમને જ આપવાનો હતો.તેના કારણે થઇને તે લોકો પતિ પત્ની હોવાનું નાટક કરી રહ્યા છે.રુહીએ આદિત્યને ડિવોર્સ અને આરુહની કસ્ટડી માટે પેપર્સ મોકલ્યા છે.આ રુહી હવે પહેલા વાળી રુહી નથીઆ છે રુદ્રની રુહી...એકદમ આત્મવિશ્વાસું અને મજબૂત ઇરાદા વાળી.જેને બંદૂક ચલાવતા અને પોતાનું રક્ષણ કરી શકે.

રુદ્રએ તેને ટ્રેનીંગ આપી છે."અભિષેક બોલ્યો અિને રિતુની આંખ ભરાઇ ગઇ આંસુથી.

"કિરને જે પણ કહ્યું હતું રુહી માટે તે સાવ ખોટું હતું.વેઇટ આ નહીં થઇ શકે મારાથી બહુ મોટી ભુલ થઇ ગઇ રુહીને સમજવામાં.મારા કારણે તે મોટી મુશ્કેલીમાં મુકાઇ જશે.

અદિતિએ કિરનને રૂપિયાની લાલચ આપી અને તેને રુહી વિરુદ્ધ ભડકાવી તેના વિશે ખોટી વાતો બોલી.કિરન પણ અદિતિની વાતમાં આવીને રુહી વિરુદ્ધ કામ કરવા તૈયાર થઇ ગઇ.આ વાત તેણે મને જણાવી.રુહીના સત્યથી અજાણ એવી હું પણ તેનો સાથ આપવા તૈયાર થઇ ગઇ.મે અહીં જે જોયું તે સમજ્યા વગર તેને જણાવી દીધું.

અગર આ વાત અદિતિ,આદિત્ય અને રુચિ સુધી પહોંચી તો તે આ વાતનો ઉપયોગ રુહી વિરુદ્ધ ષડયંત્ર ઘડવામાં કરશે.તે રુહી અને આરુહને હંમેશાં માટે એક કરી દેશે.

આદિત્ય જેવો માણસ મે ક્યાંય નથી જોયો રુહી જેવી પત્ની અને આરુહ જેવો દિકરો હોવા છતા તેને રુચિ સાથે લગ્નેત્તર સંબંધ રાખવો પડ્યો.રુહીને દગો આપ્યો.છી.."રિતુ બોલી તેને પોતાના કર્યા પર ખુબ જ પસ્તાવો હતો.

"રિતુ,દુનિયામાં અમીત અને આદિત્ય જેવા પુરુષોને ગમે તેટલી સારી જીવનસાથી મળે પણ તેમના મનને સંતોષ ના થાય તેમની લાલચ ક્યારેય ઓછા ના થાય."અભિષેક બોલ્યો.

"સાચી વાત છે.કાશ કે દુનિયામાં બધાં પુરુષો અભિષેક અને રુદ્ર જેવા હોત.તો સ્ત્રીઓ પોતાની જાતને કેટલી સુરક્ષિત અનુભવત."રિતુ અભિષેક સામે જોઇને બોલી.

"ઓહ થેંક યુ.તો હવે તમારી સહેલી કિરનને સત્ય જણાવવાનો સમય આવી ગયો છે.જલ્દી કરો.બહુ મોડું ના કરશો."અભિષેક બોલ્યો.

રિતુએ કિરનને ફોન લગાવ્યો.
"હેલો કિરન."રિતુ

"હાય રિતુ આટલો મોડો ફોન કર્યો કઇ ખાસ વાત હતી.રુહી વિશે કઇ બીજા ખાસ સમાચાર છે.જણાવી દે હું કાલે જ આદિત્ય અને અદિતિને મળવા જવાની છું.તેને બધું જણાવીશ અને બાકીના રૂપિયા લઇ લઇશ.રુહીને તેના કર્યાની સજા મળશે."કિરન બોલી.

"ના ના એવું ના કરતી.મારી વાત સાંભળ.મને કઇંક ખુબ જ ખાસ વાત જાણવા મળી છે.સાંભળ."રિતુ ડરી ગઇ.

રિતુએ અભિષેકે જણાવેલી બધી જ વાતો તેને જણાવી.કિરન અત્યંત આઘાત પામી.

"હે ભગવાન, આ શું અનર્થ કરવા જતી હતી હું.આદિત્ય સાવ આવો નિકળશે તેની તો મને સપનામાં પણ આશા નહતી.મને હતું કે રુહી જઆટલા સારા ઘર અને વરની કિંમત સમજીના શકી.મને મારી જાત પર ગુસ્સો આવે છે.મારી સહેલી,મારી બહેન પર વિશ્વાસ કરવાની જગ્યાએ તે દુષ્ટ આદિત્ય અને તેની ચાલબાજ બહેન પર વિશ્વાસ કર્યો.

હું કાલે જ જઇને તેના રૂપિયા તેના મોઢેં મારીશ અને નાપાડી દઇશ તેનો સાથ આપવાનો.હું મારી રુહીની પડખે ઊભી રહીશ તેનો સાથ આપવા."કિરન રડતા રડતા બોલી.

"ના ના સ્ટોપ એવું કશુંજ ના કરીશ.તું ના પાડીશ તો તે નાલાયક આદિત્ય બીજાકોઇને રૂપિયા આપીને કામકરાવશે.મારી પાસે એક પ્લાન છે.તેના માટે તારે તારો સમય તારા ઘર અને બાળકોમાંથી કાઢીને રુહીને આપવો પડશે.બોલ આપી શકીશ તારો સમય રુહીને અને તેના જીવનને બચાવવા માટે?"રિતુ બોલી.

"હા હું ગમે તે કરીશ પણ મારી ભુલ જરૂર સુધારીશ.તું જેમ કહીશ તેમ કરીશ."કિરન મક્કમ ઇરાદા સાથે બોલી.

"યસ.તો હવે આપણે આપણી સહેલી અને બહેન રુહીને બચાવીશું પેલા આદિત્ય,અદિતિ અને રુચિને પાઠ ભણાવીશું.હવે ધ્યાનથી સાંભળ તારે શું કરવાનું છે."રિતુ તેનો પ્લાન કિરનને જણાવ્યો.

"વાઉ રિતુ,યુ આર અ જિનિયસ.હવે આદિત્યની ખેર નથી.હા હા."કિરન હસીને બોલી.

"ગુડ નાઇટ."

ફોન મુકાઇ ગયો બન્ને બાજુએથી અભિષેક આશ્ચર્ય સાથે રિતુ સામે જોઇ રહ્યો હતો.તેની આંખો આશ્ચર્યથી પહોળી હતી.

"વાઉ રિતુ,યુ આર ગ્રેટ.શું દિમાગ ચાલે છે તમારું લાગે છે કે આદિત્યનો ખરાબ સમય હવે શરૂ થવાનો છે."અભિષેક રિતુના વખાણ કરતા બોલ્યો.

"થેંક યુ,પણ ખરી મજા તો ત્યારે આવે જ્યારે રુચિ પણ આદિત્યને કોઇ બીજામાટે છોડીને જતી રહે."રિતુ બોલી.

"ચલો જઇશું."અભિષેક બોલ્યો.

"થેંક યુ સો મચ અભિષેક ફોર એવરીથીંગ.આ પ્લેસ ખુબ જ ડિવાઇન છે અને આ ચા નંબર વન.હું એક વાર મારી રુહી સાથે અહીં આવવા માંગીશ." રિતુ

"વેલકમ.એ સમય પણ જલ્દી જ આવશે.તું ,હું ,રુહી અને રુદ્ર આપણે ચારેય સાથે અહીં આવીશું."અભિષેક.

અભિષેક અને રિતુ ઘરે ગયા.રિતુ વિચારોમાંથી પાછી આવી.તે રુહીની રાહ જોઇને બેસલી હતી.

********

રુચિએ માત્ર શોર્ટ્સ પહેરેલા શોર્ય સામે ઉપરથી નીચે સુધી જોયું.શોર્યનું કસરતી શરીર ખુબ જ આકર્ષક હતું.

તેણે તેની સામે શર્ટ ફેંક્યુ અને બોલી,

"હું આ બાલ્કનીમાં બેસી છું.કપડાં પહેરીને આવ મારે અગત્યની વાત કરવી છે."રુચિ બોલી.

"વાત શું છે તારો મુડ બહુ જ ખરાબ લાગે છે.ડ્રિન્ક ઓર્ડર કરું ?"શોર્યે પુછ્યું.

"ના અત્યારે મુડ નથી.બે સ્ટ્રોંગ કોફી મંગાવ તારે પીવી હોય તો તારી પણ મંગાવજે."રુચિ બાલ્કનીમાં જઇને બેસી.

શોર્ય પણ થોડીવારમાં ત્યાં આવ્યો તેના હાથમાં ટ્રે હતી.તેણે શોર્ટ્સની પર બ્લેક ગંજી પહેરી હતી.તે સોફામાં તેની બાજુમાં બેસ્યો.તેના હાથ પર હાથ મુક્યો.શોર્ય સારી રીતે જાણી ગયો હતો કે આ એક જ દિવસમાં રુચિ લગભગ તેના વશમાં અડધી તો થઇ ગઇ છે.અગર તે ઇચ્છે તો બે દિવસમાં થોડાક પ્રેમથી તેને સંપૂર્ણ વશમાં કરી શકે.

શોર્યનો હાથનો સ્પર્શ જાણે રુચિ પર કામ કરી ગયો તે તેને ગળે વળગી ગઇ.

"રુચિ આપણે આજે સવારે જ પહેલી વખત મળ્યા પણ એવું લાગતું જ નથી કે પહેલી વાર મળતા હોઇએ.એવું લાગે છે કે પહેલી વાર મળી રહ્યા છીએ.

રુચિ તારું આ રીતે અડધી રાત્રે મારા એટલેકે એક પરપુરુષના રૂમમાં આવવું યોગ્યના કહેવાય.તું કોઇની ફિયાન્સી છે.આવતા મહિને તારા લગ્ન થવાના છે આદિત્ય સાથે."શોર્ય સો ટકા એકટીંગ કરતા બોલ્યો.તેનું તીર જાણે એકદમ નીશાના પર લાગ્યું.

રુચિ શોર્યથી અળગી થઇ અને તેની આંખોમાં જોવા લાગી.

"હેં હા,સાચે હું આદિત્યની નાનપણની દોસ્ત,તેની પ્રેમિકા,તેની ફિયાન્સી અને હવે થવાવાળી પત્ની.તને ખબર છે આદિત્યએ હજી સુધી રુહીને ડિવોર્સ નથી આપ્યા.એટલે હું આદિત્ય સાથે લગ્ન કરું તો હું તેની શું કહેવાઉં?શું મારે તને તે સમજાવવાની જરૂર છે?

આજે તારી વાત માનીને મારી ઇચ્છા હોવા છતાપણ હું તેની પાસે ગઇ,પણ તે પુરા રસ્તે અને ડિનર વખતે રુહીના જ વિચારોમાં ખોવાયેલો હતો.તેના માટે દુનિયામાં સૌથી વધારે મહત્વનો તેનો દિકરો અને તેનો મેઇલ ઇગો.તેને પત્ની તરીકે તેની જીહુજુરી કરે તેવું કોઇ જોઇએ.જે હું ના બની શકું તેટલે તેણે રુહી સાથે લગ્ન કર્ય‍‍‍ા."રુચિની આંખમા પાણી હતા.શોર્યે પોતાનો હાથ તેના ખભા પર મુકી તેની બાજુમાં બેસી ગયો.રુચિએ તેના ખભા પર માથું ટેકાવી દીધું. રુચિ ફરતે પોતાની પકડ તેણે મજબુત બનાવી.

"તો શું કરવાનું છે હવે?" શોર્ય બોલ્યો.

" રુહીની બરબાદી તેના કારણે મને બીજી સ્ત્રીનું બિરુદ મળ્યું.તેણે જ મારા આદિત્યને મારાથી છિનવી લીધો હતો.મને ખુબ જ અપમાનજનક શબ્દો સંભળાવ્યા હતા તેણે.મારા માતાપિતા પણ મારાથી દુર થઇ ગયા હતા."રુચિ બોલી.

"કઇ વિચાર્યું છે તે?" શોર્યે પુછ્યું.

"હા જેમ તેણે મને મારા માતાપિતાથી દુર કરી હતી તેમ હું તેને તેના માતાપિતાથી દુર કરીશ.તેને પુરી દુનિયામાં બદનામ કરીશ કે ખરેખર તેને આત્મહત્યા કરવી પડે

સાંભળ કાલે તારે એક મહત્વનું કામ કરવાનું છે."રુચિ શોર્યને કાનમાં કઇંક બોલી.

"વાહ.રુચિ તારું દિમાગ તો ગ્રેટ છે.આ પ્લાનથી તો રુદ્ર પણ ઢેર થઇ જશે."શોર્ય બોલ્યો તેણે રુચિને પોતાના તરફ ખેંચીને કસીને ગળે લગાવી દીધી.રુચિ પણ ધીમેધીમે પિગળી રહી હતી પણ શોર્યે તેને પોતાનાથી અળગી કરી.

"હવે તું ઘરે જા અને સુઇજા કાલે આ કામ થઇ જશે."શોર્ય બોલ્યો.

"કેમ તને મારી કંપની ના ગમી?"રુચિએ પુછ્યું.

"એવું નથી પણ હવે તું વધારે વાર અહીં રહી અને મારી આટલી જ નજીક રહીને તો હું ....છોડ.ચલ જા અગિયાર વાગી ગયા સુઇ જા ઘરે જઇને."શોર્ય બોલ્યો.રુચિએ તેની તરફ એક શરારતી સ્માઇલ આપ્યું.

"હું કહું કે મારે ઘરે નથી જવું તો?"રુચિ બોલી.

"રુચિ પ્લીઝ ગો."

"રુચિ પ્લીઝ ગો નહીં શોર્ય લેટ્સ ગો.ચલ તને મુંબઇન‍ાં સૌથી હેપનીંગ ક્લબ પર લઇ જઉં.તને ખુબ જ મજા આવશે.રાત તો હજી શરૂ થઇ છે.આટલી જલ્દી કોણ સુવે."રુચિ બોલી.

"ઓ.કે.મેડમ લાગે છે કે તું મારા લાઇફની કમાન તારા હાથમાં લઇ રહી છે.બાકી આ શોર્ય સિંહએ હંમેશાં પોતાના મનની મરજી જ કરી છે."શોર્ય કપડાં બદલવા જતાં બોલ્યો.

"એવી જ છું હું.મને ગમતા લોકોને કંટ્રોલ કરવા મને ગમે છે."રુચિ બોલી.

તે તેને જતા જોઇ રહી હતી,હજી હમણાં બપોરે જ મળેલા આ શોર્યે તેની પર જાદુ કરી દીધો હતો.તેના દિમાગમાં માત્ર એક જ નામ ચાલતું હતું.આદિત્યના વર્તને તેને જાણે શોર્ય તરફ ધક્કો આપ્યો હોય.તે તુરંત જ ખેંચાઇને અહીં આવી ગઇ.તે તેનો હરપળ અત્યારે શોર્યની સાથે જ વિતાવવા માંગતી હતી.શોર્યનો એટીટ્યુડ અને સ્ટાઇલ તેને આકર્ષક લાગ્યું.શોર્ય તૈયાર થઇને આવ્યો રુચિ તેને જોતી જ રહી ગઇ.તેણે સીટી મારી.
"વાઉ યુ આર લુકીંગ સો હેન્ડસમ શોર્ય."રુચિ બોલી

"લેટસ ગો ધેન."શોર્યે રુચિનો હાથ પકડી લીધો મજબૂતીથી.

શું રુચિ અને શોર્યની વચ્ચે ઘટતા જતાં અંતરની અસર આદિત્ય અને રુહી પર થશે?શું પ્લાન બનાવ્યો છે રિતુએ? કેવી રહેશે બે સહેલીઓની ભાવુક મિલનની ક્ષણ?

જાણવા વાચંતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Karnelius Christian