Rudrani ruhi - 36 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-36

રુદ્રની રુહી... - ભાગ-36

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -36

મોડી રાત્રે રુહી અને રુદ્ર ઘરે પાછા આવ્યા હરિરામકાકા અને અભિષેક તેમની રાહ જોઇને બેસેલા હતા.

"રુદ્રબાબા હાથપગ ધોઇ લો જમવાનું પીરસુ છું.અભિષેકબાબા પણ તમારી રાહમાં જમ્યા નથી અને હા રુહી દિકરી આજે જમવાનું મે નથી બનાવ્યું કોઇ બીજાએ બનાવ્યું છે.કદાચ જમતા જમતા તમને ખબર પડી જશે."હરીરામકાકા અભિષેકની સામે હસીને જતાં રહ્યા.

હાથપગ ધોઇને રુદ્ર ,રુહી અને અભિષેક જમવા ગોઠવાયા.એકવધારે થાળી મુકાતા રુદ્ર અને રુહી આશ્ચર્યમાં પડ્યા.

"આ ચોથી થાળી કોના માટે?"રુહીએ પુછ્યું.કાકાએ થાળી પીરસી.ભાખરી,રીંગણ બટાકાનું શાક,મસાલાવાળો ભાત અને બુંદીનું રાયતું આ જોઇને રુહી થોડી વિચારમાં પડી.જેવો તેણે મોંઢામાં પહેલો કોળીયો મુક્યો ,તેને ખાતા જ તેની આંખો ભીની થઇ ગઇ.તે ખાવાનું મુકીને ઊભી થઇ ગઇ.રુદ્ર આશ્ચર્ય પામ્યો તે કશુંજ સમજી શકતો નહતો.

" અભિષેક,ક્યાં છે તે?"રુહી રડતા રડતા બોલી.

અભિષેકે ઇશારો કર્યો અને રસોડામાંથી છુપાઇને જોઇ રહેલી રિતુ બહાર આવી.બન્ને સહેલીઓ એકબીજા પાસે દોડીને ગઇ.

"મારી પરી."રિતુ બોલી.

"મારી જાન."રુહી બોલી.

તે બન્ને એકબીજાને વળગી પડી અને રડવા લાગી.સમ્રગ વાત રુદ્રને ઉપરથી જ જઇ રહી હતી.તેણે અભિષેકને ઇશારો કરીને પુછ્યું.તેણે શાંત રહેવા કહ્યું.

"હવે જમીને બાકીનું ભરતમીલાપ કરીએ તો રિતુ અને રુહી.રિતુએ ખુબ જ મહેનતથી આ જમવાનું બનાવ્યું છે રુહી."અભિષેક બોલ્યો

તે લોકો જમી લીધું.રુહી આજે ખુબ જ ખુશ હતી.તેને રિતુની મમ્મીના હાથનું આ ભોજન પ્રિય હતું અને આજેરિતુએ અદ્દલ તેમના જેવું જ ભોજન બનાવીને તેને બાળપણની યાદ દેવડાવી દીધી.આ બધાંમાં એક રુદ્ર હતો જે બધી વાતથી અજાણ હતો.જમવાનું પતિ ગયા.જમ્યા બાદ બધાં રુદ્રના રૂમમાં ગયાં.

"રુદ્ર પ્લીઝ વધારે કન્ફયુઝ ના થઇશ મારી પાસે અાવ. તને બધું કહું." અભિષેક બોલ્યો.અભિષેકે રુદ્રને એકતરફ લઇ જઇને બધી જ વાત જણાવી.
"ઓહ વાહ."રુદ્ર ખુશીથી બોલ્યો.તે રુહી માટે ખુશ હતો.રુહી અને રિતુ પણ રૂમમાં આવ્યાં.

"રુહી, જ્યારે મે તને તારા લગ્નના રીસેપ્શનમાં કહ્યું કે તારા અને મારા સંબંધ ખતમ,પછી તને ખબર પડીકે મારા લગ્ન થવાના છે તો કેમ એકવાર મને મળવા ના આવી?કેમ મારી સાથે ઝગડવા ના આવી?ત્યારે બહેન હોવાનો અધિકાર કેમ ના માંગ્યો?મને છેને તારી પર એટલો ગુસ્સો આવે છેને કે આજે હું તને નહીં છોડું."રિતુ રુહી પાછળ આટલું બોલીને ભાગી.
રુદ્ર નો બેડરૂમ જાણે કે યુદ્ધનું મેદાન થઇ ગયું રુહી આગળ અને રિતુ તેને મારવા માટે પાછળ પાછળ.અંતે રિતુ રુહીને બેડ પર ધક્કો મારીને પાડી તેનો હાથ પાછળ પકડીને બેસી ગઇ.

"આ મારો હાથ રિતુડી તોડી નાખીશ?છોડ મને."રુહી દર્દથી ચિલ્લાવી રહી હતી.

"અભિષેક અને રુદ્રજી તમને વાંધો ના હોય તો થોડી વાર અમને એકલા છોડી દેશો?"રિતુએ કહ્યું.અભિષેક અને રુદ્ર ત્યાંથી જતા રહ્યા.

"તેમના ગયા પછી રિતુએ ફરીથી રુહીને ગળે લગાવી દીધી.રિતુએ પોતાના જીવનમાં બનેલી ઘટના વિશે પણ રુહીને જણાવ્યું.

"આપણા બન્નેની સાથે ખુબ જ ખરાબ થયું નહીં.નાનપણથી એકસરખા માર્કસ લાવવા,એકસરખા કપડાં લાવવા અને પછી એક જ વર્ષમાં આપણે બન્નેએ લગ્ન કર્યા અને બન્નેની સાથે લગ્નના દસ વર્ષે એકજ જેવી ઘટના ઘટી."રુહી બોલી.

"હું તો અમીતના સકંજામાંથી મુક્ત થઇ ગઇ પણ તને હજી આદિત્યના સકંજામાંથી મુક્ત કરાવવાની છે.તે આદિત્યને પાઠ ભણાવવાનો છે."રિતુ બોલી.તેણે કિરન સાથે થયેલી વાત વિશે કહ્યુ.

અભિષેક અને રુદ્ર અંદર આવ્યાં.
"રિતુ,આ લોકો થાકી ગયા હશે આટલું ડ્રાઇવ કરીને આવ્યાં છે તો મને લાગે છે કે તેમને સુવા દેવા જોઇએ."અભિષેક બોલ્યો.
"ગુડ નાઇટ રુહી."રિતુ બોલી.અભિષેક અને રિતુ ત્યાંથી જતાં રહ્યા.રૂમમાં હવે માત્ર રુદ્ર અને રુહી જ હતા.અચાનક રુહીને કાલ રાત વાળી ઘટના યાદ અાવી.તે ફટાફટ પોતાના કાઉચ પર સુવા જતી રહી.

વરસાદ અને જોરથી પવન ચાલુ હતો.પવનથી વરસાદની વાછટ રુહીના મોં પર આવી રહી હતી.તે ઊંઘી નહતી શકી રહી.રુદ્રને આ બધી જ વાતનો ખયાલ આવી જતા તે રુહી પાસે ગયો.

"રુહી બારી ગમે તેટલી ફીટ બંધ કરશો પણ વરસાદનું પાણી તમારી પર પડશે.તેના કરતા તમે ત્યાં મારી સાથે આવીને પલંગ પર સુઇ જાઓ.ટ્રસ્ટ મી કાલ રાત જેવું કશુંજ નહી થાય."રુદ્ર બોલ્યો રુહી તેની સામે જોઇને હકારમાં માથું હલાવ્યું.

તે પલંગ પર આવીને સુઇગઇ.

"રુદ્ર,તમે ના કહો તો પણ મને તમારા અને તમારી સજ્જનતા પર વિશ્વાસ છે."આટલું કહીને રુહી પલંગ પર સુઇ ગઇ.

"થેંક યુ રુહી,કાલ સવારે સરપ્રાઇઝ માટે તૈયાર રહેજો."આટલું કહી રુદ્ર પણ સુઇ ગયો.

**********

બીજા દિવસે વહેલી સવારે આદિત્ય અને અદિતિ મોર્નિંગ વોક કરવા ગાર્ડન ગયા હતા.ત્યાં જ તેમણે કિરનને બોલાવી હતી.તે ગાર્ડનના ગેટ પાસે કિરનની રાહ જોતા હતા.થોડીક વારમાં જ કિરન ત્યાં આવી.આદિત્ય અને અદિતિને જોઇને તેને ખુબ જ ગુસ્સો આવ્યો,પણ રિતુના પ્લાન પ્રમાણે તેને ખુબ જ શાંતિ અને સમજદારીથી કામ લેવાનું હતું.

તે આદિત્ય પાસે ગઇ.

"જય શ્રી ક્રિષ્ણ આદિત્યભાઇ,અદિતિ કેમછો?"કિરન હાથ જોડીને બોલી.

"એ બધી ફોર્માલીટી છોડ અને મુદ્દાની વાત પર આવ.રુહીની ઇન્ફોર્મેશન આપ."અદિતિ બોલી.

"હા બિલકુલ,મે ખુબ જ સચોટ તપાસ કરી છે રુહી વિશે.તે એ છે કે રુહીજ્યારે ડુબકી લગાવતી હતી.ત્યારે તેને એક માનસીક બિમારી છે જેનો તેને હુમલો આવ્યો હતો.તે ડુબી ગઇ.હવે તેમા ટ્વિસ્ટ એ છે કે રુદ્રાક્ષ સિંહ નામના ત્યાંના એક બહુ મોટા ઘરના પુરુષે તેનો જીવ બચાવ્યો.તેની સારવાર કરીને તેને ઠીક કરાવી અને હવે રુહી તેને ત્યાં રસોઇનું અને ઘરનું કામ જોવે છે.બસ આટલી જ વાત છે."રિતુના પ્લાન પ્રમાણે કિરન બોલી.

"બસ આટલા બધા ટાઇમમાં તું આ જ ફાલતું માહિતી લાવી?આ માહિતીનું હું શું કરું?"અદિતિ બોલી.

" જો કિરન તારી સહેલીએ મારી સાથે કેટલું ખરાબ કર્યું છે તું જાણે છેને.તેણે તો ડિવોર્સ પેપર્સ અને આરુહની કસ્ટડીના પેપર્સ પણ મને મોકલ્યા છે અને કીધું છે કે સહી નહીં કરું તો તેને બંદૂક ચલાવતા આવડે છે."આદિત્યએ પોતાના માટે કિરનને સહાનુભૂતિ થાય તેવા શબ્દો બોલ્યા.

"હાય હાય કેવી ધારી હતી અને કેવી નિકળી.એક વાત કહું તમે તે પેપર્સ સાઇન કરીને આપી દો.એવું મે સાંભળ્યું છે કે રુદ્રાક્ષ સિંહનું દિલ રુહીની સુંદરતા અને ભોળપણ પર આવી ગયું છે.તમે કઇપણ નાટક કરવાની કોશીશ કરી તો કદાચ તમને સાચે..."કિરન બોલી.

"તો હવે કરવાનું શું ?"અદિતિ થોડા ડરેલા અવાજમાં બોલી.

"મારી પાસે એક પ્લાન છે.હું રુહીની દોસ્ત છું.તમે મને અહીંથી હરિદ્વાર જવાની પ્લેનની મારી ટીકીટ કરાવી દો.ત્યાં જઇને હું રુહીના વિરુદ્ધ પુરાવા એકઠા કરું અને પછી તમે તેના વિરુદ્ધ કેસ કરીને આરુહની કસ્ટડી પાછી લઇ શકો છો."કિરન બોલી.

"હા બરાબર છે તમારી વાત.તમે પૈસાની ચિંતાના કરો.બસ જવાની તૈયારી કરો.આ રુહી તો જીવનો જંજાળ બની ગઇ છે."આદિત્ય ટેન્શનમાં બોલ્યો.

કિરન મનોમન હસતા હસતા નિકળી ગઇ.ઘરે જઇને આદિત્યે ડિવોર્સ પેપર્સ અને આરુહની કસ્ટડીના પેપર્સ સહી કરીને વકિલને ત્યાંથી આવેલા માણસને આપી દીધાં.

"ભાઇ,આ બધું મને ઠિક નથી લાગતું.આ કિરન આપણી સાથે ડબલ ગેમ તો નથી રમી રહીને ?"અદિતિએ શંકા વ્યકત કરી.

"ના અદિતિ,તે સ્ત્રીની આર્થિક હાલત બદતર છે.તે પૈસા માટે ગમે તે કરશે.તે જ આપણને મદદ કરશે રુહીને હરાવવા માટે.એક વાત યાદ રાખજે આ વાત હમણા મારી અને તારી વચ્ચે જ રહે.રુચિને પણ ના કહેતી."આદિત્ય બોલ્યો.

"હા ભાઇ પાક્કું."અદિતિ બોલી.તેણે વિચાર્યું,

"તેનો પણ કઇંક ઇલાજ કરવો પડશે.મને ગુસ્સો કર્યો હતો અને ધમકાવી હતી.રુચિ યોગ્ય મોકો મળતા તને પણ ભાઇની લાઇફમાંથી આઉટ કરીશ."

**************
અહીં સવારના દસ વાગ્યા હતા.રુચિની આંખો સખત ભારે હતી.તે દસ વાગ્યે પણ માંડમાંડ આંખો ખોલી શકી.તે બેડ પર બેઠી થઇ.તેનું ધ્યાન ગયું કે તેણે માત્ર કુરતો પહેરેલો છે.તે આઘાત પામી.તેણે યાદ કરવાની કોશીશ કરીકે રાત્રે શું થયું હતું.

રાત્રે તે શોર્યને શહેરના સૌથી મોંઘા અને હાઇપ્રોફાઇલ ક્લબમાં લઇ ગઇ હતી.જ્યાંનું વાતાવરણ એકદમ મુક્ત હતું.છોકરા છોકરીઓ બિન્દાસ્ત બનીને એકબીજા સાથે ડાન્સ કરતા હતા,ડ્રિન્ક કરતા હતા.શોર્ય શાંતિથી એકસાઇડમાં બેસેલો હતો.રુચિ તેના હાથમાં બે ગ્લાસ લઇને આવી.

"હેય શોર્ય આ લે ડ્રિન્ક."રુચિ ગ્લાસ શોર્ય આગળ ધરતા બોલી.

"ના ના સોરી.મારે ડ્રિન્ક નથી કરવું."શોર્યે કઇંક વિચારી બોલ્યો.

"કોઇ વાંધો નહીં હું પી લઇશ." આટલું કહીને રુચિ તે બન્ને ગ્લાસમાં રહેલું ડ્રિન્ક પી ગઇ.શોર્યે ધાર્યું હતું તેવી જ રીતે રુચિ નશામાં આવી ગઇ.તે શોર્યને તેની સાથે ડાન્સ ફ્લોર પર લઇ ગઇ.જ્યાં તે શોર્ય સાથે ડાન્સ કરતા કરતા ક્લોઝ થવાની કોશીશ કરી રહી હતી,પણ દર વખતે શોર્ય તેને પોતાનાથી દુર કરતો હતો.

અત્યારે સવારે રુચિ શોર્યને શોધી રહી હતી.શોર્ય બહારથી આવ્યો તે ક્યાંક જવા માટે તૈયાર હતો.

"શોર્ય,હું અહીંયા ?મારું માથું સખત દુખે છે.મને ગઇરાત્રે શું થયું હતું કઇં જ યાદ નથી.મારા કપડાં ?"રુચિએ માથું પકડીને શોર્ય સામેજોયું.

શોર્ય રુચિ સામે હસ્યો.

"ચિંતા ના કર રુચિ.તું માને છે એવું કશુંજ નથી થયું વાત જાણે એમછે કે તું નશામાં ધુત હતી તારા ઘરનું એડ્રેસ મને નહતી ખબર તો હું તને મારી સાથે અહીં લઇ આવ્યો.અહીં આવતા રસ્તામાં તે ખુબ જ ઉલટી કરી અને તારા કપડાં બગડ્યા તો મે અહીંના લેડી સ્ટાફને વાત કરી તેમણે જ તારા કપડ‍ાં બદલાવ્યા.
આપણી વચ્ચે તેવું કશુંજ નથી થયું જેવું તું માને છે.મને ખબર છે તું કોઇ અન્યની થવાવાળી પત્ની છે,પણ હવે તારું અહીં રહેવું ઠીક નથી તું જા તારા ઘરે.તારા આદિત્યને ખબર પડશે તો તે ખોટું તારા પર શંકા કરશે.જે મારાથી સહન નહીં થાય."શોર્ય બોલ્યો.તે જે પણ બોલ્યો તે સાચું હતું,પણ તેની પાછળ તેનો જ એક પ્લાન હતો.કઇંક મોટું વિચારી રહ્યો હતો તે.

"ઓહ થેંક યુ સો મચ.તું એક જેન્ટલમેન છે.મારી સાથે ઇચ્છે તો તું કઇપણ કરી શકતો પણ તે તેવું ના કર્યું.આઇ એમ સો ઇમ્પ્રેસ્ડ."રુચિ બોલી.તે શોર્યને હવે જાણે દિલથી પસંદ કરવા માંડી હતી.

"રુચિ આપણો પ્લાન.યાદ છેનેતમને? મારે અત્યારે ક્યાં જવાનું છે?એડ્રેસ તો આપો."શોર્યે તેમનો પ્લાન યાદ દેવડાવતા કહ્યું.

"ઓહ હા સોરી,હું ભુલી ગઇ હતી.આ લો આ એડ્રેસ પર જવાનું છે અને તને ખબર છે તારે શું કરવાનું છે?બેસ્ટ ઓફ લક.ચલ પછી ફોન કરજે.બાય."રુચિ બોલી.

શું પ્લાન છે શોર્યનો?શું શોર્યનો પ્લાન બધાને ભારે પડશે?શું સરપ્રાઇઝ આપવાનો છે રુદ્ર ?કિરન અને રિતુનો શું પ્લાન છે અને તે સફળ થશે?

જાણવા વાંચતા રહો..

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Kano

Kano 7 months ago

Geeta Nilesh

Geeta Nilesh 11 months ago

Sejal Shekhat

Sejal Shekhat 12 months ago

Jinu Kapuriya

Jinu Kapuriya 12 months ago