Rudrani ruhi - 37 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-37

રુદ્રની રુહી... - ભાગ-37

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -37

શોર્ય ટેક્સી કરીને રુચિએ આપેલા એડ્રેસ પર પહોંચ્યો.તેણે એક સોસાયટીમાં અંદર પગ મુક્યો.રુચિએ આપેલા એડ્રેસ પર જઇને તેણે બેલ વગાડ્યો અને દરવાજો ખુલવાની રાહ જોઇને ઊભો રહ્યો.ફાઇનલી પાંચ મીનીટ પછી દરવાજો ખોલ્યો.

રાધિકા ત્રિવેદી (રુહીના માતાજી )સામે ઊભા હતા.
"નમસ્તે આંટીજી,મારું નામ શોર્ય સિંહ છે અને હું હરિદ્વારથી આવ્યો છું.મારે રુહીજી વિશે થોડીક વાત કરવી હતી.ડૉ.શ્યામ ત્રિવેદીજી ઘરમાં છે?" શોર્યે પુછ્યું.

"અંદર આવો."રુહીના મમ્મીએ શોર્યને અંદર પ્રવેશ આપ્યો.તેમને જાણે એક આશા બંધાઇ હતી કે રુહી જીવતી હોય.તેઓ તેમના પતિ અને રુહીના પિતાને અંદર બોલાવવા ગયા.ડૉ.શ્યામ ત્રિવેદી તેમની પત્ની અને દિકરાની સાથે બહાર આવ્યા.

"જી બોલો હું ડોક્ટર શ્યામ ત્રિવેદી.આપ રુહી વિશે શું વાત કરવા માંગો છો?"રુહીના પિતા બોલ્યા.

"જી અંકલજી વાત જાણે એમ છે કે આપની દિકરી રુહી જીવતી છે."શોર્ય.

"શું?"ત્રણેય એકસાથે.તેમને અનહદ ખુશી થઇ પોતાની લાડકવાયીના જીવતા હોવાના સમાચાર સાથે.

"રુહી જ્યારે ડુબી રહી હતી,ત્યારે મારા મોટા બાપાના દિકરા એટલેકે મારા મોટાભાઇ રુદ્રાક્ષ સિંહએ તેમનો જીવ બચાવ્યો અને તેમનો ઇલાજ કરાવ્યો.હવે તે એકદમ ઠીક છે."શોર્ય અટક્યો.

"ખરેખર!તો તો તુરંત જ આ વાત આપણે આદિત્યકુમારને જણાવવી જોઇએ અને તેમને કહેવું જોઇએ કે તે આપણી રુહીને જઇને લઇ આવે."રુહીના પિતા બોલ્યા.

"અંકલ વેઇટ,આદિત્યને આ વાતની ખબર છે."

"વોટ આદિત્ય આ વાત જાણે છે છતાપણ તેમણે અમને જણાવવાનું યોગ્ય ના સમજ્યું કે અમારી દિકરી જીવતી છે?"શ્યામ ત્રિવેદી ગુસ્સે થયા.

"એમા તેમનો શું વાક છે? તે કયા મોઢે કહે તમને કે તમારી દિકરી જીવતી છે? તેમની તો પોતાની જિંદગી બરબાદ થઇ છે તમારી દિકરીના કારણે?"શોર્ય બોલ્યો.

"એમ ? તે કઇ રીતે?"

"રુહીને જેમણે બચાવી તે રુદ્ર ત્યાંના ખુબ જ મોટા માણસ છે.ખુબ જ મોટી મહેલ જેવીહવેલી અને અઢળક સંપત્તિ.રુદ્ર મારા ભાઇ ખુબ જ ભોળા અને સારા હ્રદયના છે,તે ખુબ જ દેખાવડા પણ છે.તમારી દિકરી રુહીનું આ બધું જોઇને મન લલચાઇ ગયું અને તેમણે અહીં પાછા આવવાની મનાઇ કરી દીધી.

તેમણે તો આદિત્યભાઇને ડિવોર્સના અને તેમના દિકરાના કસ્ટડીના પેપર્સ પણ મોકલી દીધાં."શોર્ય થોડું અટક્યો પાણી પીવા માટે.રુહીના માતાપિતાઆને ભાઇ આશ્ચર્યમાં હતાં આ વાત પર તેમને વિશ્વાસ નહતો થઇ રહ્યો.

"સાવ ખોટું,મારી દિકરી ખુબ જ સંસ્કારી છે અને તે ક્યારેય આવું કરી જ ના શકે.તેના માટે તો પોતાનો પરિવાર સર્વોપરી આવે છે."રુહીના પિતાએ પોતાનો વિશ્વાસ રુહી પર મક્કમ રાખતા કહ્યું.

"સાચી વાત હશે આપની.હું એમ નથી કહેતો કે આપ ખોટા છો,પણ હું તો જે રોજ જોવું છું તેની વાત કહું છું.રુહી અને રુદ્ર એક જ બેડરૂમમાં પતિ પત્નીની જેમ રહે છે તે પણ લગ્ન કર્યા વિના.આ પરમદિવસે જે પુજા થઇ હતી તેમા પણ તે પતિ પત્નીની જેમ સાથે બેઠા હતા.આ જુઓ."આટલું કહીને શોર્યે તે ફોટા પોતાના મોબાઇલમાં બતાવ્યા.રુહીને આ રીતે રુદ્રની પત્ની તરીકે જોઇને તેમને આશ્ચર્ય અને આઘાત થયો.

"અંકલ હું અહીં તમને તમારા દિકરીની વિરુદ્ધ ભડકાવવા નથી આવ્યો,પણ હું એટલું જ ઇચ્છું છું કે તમે મારા નિર્દોષ રુદ્રભાઇને તમારી પરણેલી દિકરીની મોહજાળમાંથી મુક્ત કરો.તમે તમારી દિકરીને આવીને પાછી લઇ જાઓ અને તેમના પતિ અને બાળક સાથે રહેવા કહો.અંતે તો તે જ તેમનો પરિવાર છે.આદિત્યભાઇ વિશે મે જાણ્યું તે ખુબ જ ભલા આદમી લાગ્યા મને."શોર્ય બોલ્યો.તેણે વિચાર્યું,

" સોરી રુચિ ,તારો પ્લાન તોએવો હતો કે હું રુહીના મમ્મી પપ્પાને તેના વિરુદ્ધ કરી દઉં,પણ મારો પ્લાન તો કઇંક અલગ જ છે."

"જો અમને તારી વાત પર લગીરેય વિશ્વાસ નથી,હા તે બતાવ્યા તે ફોટા સાચા હોય અને વાત સાચી હોય તો અમે રુહીને આવીને લઇ જઇશું."રુહીના પિતા.

"અંકલ,મારો નિર્દોષ ભાઇ અને તમારો નિર્દોષ નાતી તેનો શું વાંક છે?રુહીનો દિકરો તેની માઁનો પ્રેમ જ તો ઇચ્છે છે અંતે.રુહી ખરાબ સ્ત્રી નથી બસ તે રસ્તો ભટકી ગઇ છે.હું અહીં તેમના વિશે જેમતેમ બોલવા નથી આવ્યો બસ તમને હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું કે તને સાચો રસ્તો દેખાડો.તમે પણ તમારી દિકરીનીખુશી જ ચાહતા હશોને?"શોર્ય આટલું કહીને ઊભો થયો.
"ચાલો અંકલ,હું રજા લઉં આ મારો ફોન નંબર છે તમે જ્યારે પણ આવવાં ઇચ્છો મને એક ફોન કરી દેજો."

શોર્ય બહાર નિકળી ગયો.અહીં આવતા સમયે આજુબાજુ વાળા પડોશીઓના ઘરનો બેલ વગાડીને તેમને પણ આ બધી વાત તેણે સંભળાવી દીધી હતી.તે સિવાય પણ તેણે આ બધી વાત અને એક બીજા મસાલા જેવા ન્યુઝ એક ટોપના ન્યુઝપેપરના એક જર્નાલિસ્ટને આપી દીધાં હતાં.

"આ શોર્યનો તો કઇંક અલગ જ પ્લાન છે સોરી રુચિ અને રુહી પણ તમે ઇચ્છો કે ના ઇચ્છો મારા પ્લાન પ્રમાણે ચાલવું પડશે."શોર્ય બહાર નિકળ્યા પછી બોલ્યો.અહીં શ્યામ ત્રિવેદી ,તેમની પત્ની અને દિકરો અત્યંત આઘાતમાં હતા,તેઓ કઇ જ સમજી શકવાની પરિસ્થિતિમાં નહતા.તેમને ખબર નહતી પડી રહી કે શું માનવું અને શું ના માનવું ?પોતાની વહાલસોયી દિકરી જીવતી છે તે બાબતે ખુશ થવું કે ના થવું?
તેમને પોતાની દિકરી પર વિશ્વાસ હતો પણ આ શોર્ય બોલીને ગયો તે સાચું હોય તો શું ?અને આ વાત બહાર ફેલાઇ જાય તો શું થશે ? તે વિચારી વિચારીને તેમની હાલત ખરાબ હતી.

* * *

સવારે વહેલા ઉઠીને યોગા -કસરત કરી,બધાં માટે નાસ્તો બનાવ્યો અને તૈયાર થઇને પુજા કરી મંદિરમાં,હવે બ્રેકફાસ્ટ ટેબલ પર નાસ્તાની પ્લેટ્સ અને નાસ્તો ગોઠવીને તે બધાંના આવવાની રાહ જોઇ રહી હતી.રુદ્રની સરપ્રાઇઝ માટે હવે તેનાથી રાહ જોવાય તેમ નહતી.

અંતે ધીમેધીમે બધાં આવ્યા.હેરી-સેન્ડી,રિતુ,અભિષેક ,કાકાસાહેબ અને કાકીમાઁ આવ્યાં,પણ રુહી જેની રાહ જોઇ રહી હતી તે ના આવ્યો.

"રુહી,તને તો ખાલી રુદ્રભાઇ જ દેખાય.અમે બધા આવ્યાં તે નથી દેખાતું.લે આવી ગયા તારા પતિ પરમેશ્વર."સેન્ડી હસીને બોલી.રુદ્ર બહારથી આવ્યો.તેના હાથમાં બે ફાઇલ હતી.હાથ મોઢું ધોઇને તે પણ નાસ્તો કરવા બેસ્યો તેણે સરપ્રાઇઝ વિશે કઇ જ કહ્યું નહી.ના તો રુહીની સામે જોયું.રુહી બધાને નાસ્તો પિરસીને પોતે પણ નાસ્તો કરવા બેસી ગઇ.તે થોડી ગુસ્સે હતી.તેણે વિચાર્યું,

"સરપ્રાઇઝ ના આપવી હોય તો કેહતા કેમ હશે?હું કઇ મરી થોડી જઇશ તેમની સરપ્રાઇઝ વગર."રુહી પરાણે નાસ્તો કરી રહી હતી.રુદ્ર ત્રાંસી આંખે આ બધું જોઇને ખુશ થતો હતો.તે મનોમન બોલ્યો,

"આટલી જલ્દી શું છે રુહી?થોડુંક તમને પરેશાન કરી લઉંને તો આ સરપ્રાઇઝની વધારે મજા આવશે."

બધાએ ખુબ જ પ્રેમથી અને પેટભરીને નાસ્તો અને રુહીના હાથના નાસ્તાના વખાણ કર્યા.
"હેરી-સેન્ડી,તમને રુહીના હાથના આ ડ્રાય નાસ્તા અને તેના હાથેથી બનાવેલા આ બધાં મસાલા કેવા લાગ્યા?"રુદ્રના અચાનક પ્રશ્નથી બધાં તેની તરફ જોવા લાગ્યા.

"કઇ કહેવાનું હોય રુદ્રભાઇ,એકદમ મસ્ત?"સેન્ડીએ જવાબ આપ્યો.

"શું થાય કે અગર આ નાસ્તા અને મસાલા તમને,તમારા મિત્રોને અને ત્યાં રહેતા લોકોને આ મળે તો?"રુદ્રએ સવાલ પુછ્યો.

"વાઉ,એનાથી ગ્રેટ બીજું કઇ જ હોઇના શકે.રુહીના નાસ્તા ટેસ્ટી તો છે સાથે સાથે હેલ્થી અને ઓર્ગેનિક ખાદ્યપદાર્થોમાંથી બન્યો છે."હેરી બોલ્યો

"બસ તો માનો કે તમારું સ્વપ્ન પુરું થયું.આજે મે 'રુહી ગૃહ ઉધોગ'ની સ્થાપના કરી છે.જેની ઓનર કે ચેરપર્સન રુહી શ્યામ ત્રિવેદી હશે.મારી ગામ પાસેની વિશાળ જમીન પર એક જુની ફેક્ટરી છે જેમા રીનોવેશનનું કામ પુર્ણ થવામાં છે.સ્ટાફની ભરતી પણ થઇ ગઇ છે.રુહીના નામ પર મે આ ફેક્ટરીનું લાઇસન્સ અને જરૂરી બધી જ કાયદાકીય વીધી પતાવી દીધી છે.મારા ખેતરોની ઓર્ગેનિક ખેતપેદાશ ત્યાં સ્પલાય થશે અને રુહીના માર્ગદર્શન હેઠળ ત્યાં બનશે ડ્રાય નાસ્તા,બધી જ પ્રકારના ગરમમસાલા અને તે દેશવિદેશમાં જશે.રુહીના આ ગૃહઉદ્યોગથી ઘણીબધી બહેનોને રોજગાર મળશે.
તેમને પોતાના પગ પર ઊભા રહેવાનો મોકો મળશે અને બાકી બધાને ટેસ્ટી અને હેલ્થી નાસ્તો અને મસાલા મળશે.તો રુહી આ રહી ફાઇલ તેનો સ્વિકાર કરો અને તમારા આ નવા સફરનો પ્રારંભ કરો."આટલું કહી રુદ્રએ તે બે ફાઇલ રુહીને આપી.

રુહીની આંખમાં ઝળઝળીયા હતા.તે જે અનુભવી રહી હતી તે શબ્દોમાં વર્ણન થઇ શકે તેમ નહતું.તેણે તે ફાઇલ સ્વિકારી.તેણે સૌથી પહેલા મંદિરમાં ભગવાનના આશિર્વાદ લીધાં અને ત્યારબાદ કાકાસાહેબ અને કાકીમાઁના પગે લાગી તેમના આશિર્વાદ લીધાં.કાકાસાહેબ ખુશ હોવાનું દેખાડી રહ્યા હતા પણ તે અંદરખાને અહીં હોવાછતા રુહીનું કશુંજ ના બગાડી શકવાના અફસોસમાં હતા.

રિતુ અને અભિષેક પણ ખુબ ખુબ ખુશ હતા.તેમણે રુહીને ભેંટીને તેને અભિનંદન આપ્યા.અંતે રુહી રુદ્ર પાસે ગઇ.તેણે રુદ્રના પગે લાગી તેને ધન્યવાદ કહ્યો,રુદ્રએ તેને ઊભી કરીને ગળે લગાવી દીધી અને તેના કપાળે ચુંબન કર્યું.

પોતાના માટેના આટલા માનભર્યા રુદ્રના પ્રેમથી રુહી ગદગદ થઇ ગઇ.તેના પણ મનમાં જાણેકે અંકુરો ફુટી ગયા હતા.થોડા સમય પછી રુદ્રને કોઇ ફોન આવતા તે અંદર જતો રહ્યો.

"રુદ્ર સર,ગુડ મોર્નિંગ."

"ગુડ મોર્નિંગ વકિલસાહેબ.બોલો કામ થઇ ગયું?"રુદ્રએ પુછ્યું.

"હા સર,મારી પાસે બન્ને પેપર્સ આવી ગયા છે,બસ હમણા કોર્ટ ખુલે એટલે હું તેને જઇને સબમીટ કરાવી દઇશ પછી રુહી આદિત્ય શેઠ થઇ જશે રુહી શ્યામ ત્રિવેદી અને આરુહ પણ રુહીજીની પાસે જ રહેશે."વકિલ બોલ્યા.

"વાહ ખુબ જ સારા સમાચાર,પણ વકિલસાહેબ આપણે આરુહને ક્યારે અહીં રુહી પાસે લાવી શકીશું?"રુદ્રએ પુછ્યું.

"બસ સર બધી ફોર્માલીટી પતાવતા આવતા સોમવાર સુધીમા લાવી શકશો."વકિલ બોલ્યા.

"વકિલ સાહેબ મારે તમારું એક બીજું પણ કામ હતું."રુદ્ર

"હા બોલોને રુદ્ર સર."

"મારે આદિત્ય શેઠ અને રુચિ ગજરાલની પુરી જન્મકુંડળી જોઇએ છે.તેમનો ભુતકાળ અને વર્તમાનકાળ મારે જાણવો છે."રુદ્ર

"હા ચોક્કસ કામ થઇ જશે,પણ સોરી સર તમારે તે જાણીને...?"વકિલ આટલું બોલી અટકી ગયાં.

"રુદ્ર પ્રેમમાં છે રુહીના અને રુદ્રની રુહીને તકલીફ આપવાવાળાને આ રુદ્ર માફ નહીં કરે રુદ્ર તેની સ્ટાઇલમાં તેને સજા આપશે."રુદ્ર મક્કમ સ્વરે બોલ્યો.

"રુદ્ર સર એક સજેશન હતું વકિલ તરીકે.આપ રુહીજી સાથે લગ્ન કરીલો કાનુની રીતે જેટલી જલ્દી બને તેમ"વકિલ બોલ્યો.

"પણ કેમ?"રુદ્રએ પુછ્યું

રુહીના માતાપિતા કોનો વિશ્વાસ કરશે શોર્યનો કે પોતાની દિકરીનો?શું તે આદિત્યની સત્ય હકીકત જાણી શકશે ?રુહીના આ નવા સફરમાં શું તેને સરળતા રહેશે કે કાકાસાહેબ તેમા અડચણો નાખશે?આટલા સમય શાંત બેસેલા કાકાસાહેબ શું કઇ નવું કારસ્તાન કરશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Geeta Nilesh

Geeta Nilesh 11 months ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago

Akshita

Akshita 1 year ago