Rudrani ruhi - 39 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-39

રુદ્રની રુહી... - ભાગ-39

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -39

કાકાસાહેબ સેન્ડી અને હેરીની સામે બેસેલા હતા. આટલી રાત્રે કાકાસાહેબ સેન્ડી અને હેરીને શું કહેવા માંગતા હતા તે જાણવા તે બન્ને આતુર હતા.કાકાસાહેબનો ચહેરો જોઇને તે લોકોને થોડી ચિંતા થઇ રહી હતી.

"વાત શું છે કાકાસાહેબ?"હેરી બોલ્યો.
"વાત શરૂ ક્યાંથી કરું ખબર નથી પડતી?પણ શરૂઆત ક્યાંકથી તો કરવી જ પડશે.તમે અહીં આવવાના હતા ત્યારે મે જ તમને કહ્યું હતું કે રુદ્રના લગ્ન થઇ ગયા છે અને રુહી તેની પત્ની છે.

મારો વિશ્વાસ માનો મને પણ એમજ હતું.રુદ્ર મારા મોટાભાઇનો દિકરો છે મારા મોટાભાઇ ખુબ જ ભલા,દયાળુ અને સારા સ્વભાવના માણસ હતાં પણ રુદ્ર એવો ના નિક્ળયો.વિદેશથી ભણીને આવ્યો છે.

તમારી સામે ખુબ જ ભલો બનવાનો દેખાવ કરે છે પણ હકીકતમાં તેવું નથી.તે ખુબ જ અભિમાની અને ઉધ્ધત છે.મારા મોટાભાઇના અવસાન પછી તેણે મને બોલાવવાનું,મને માન આપવાનું સાવ છોડી દીધું.
ઉલટાનું મારા વિરુદ્ધ તેવી વાતો ફેલાવે છે કે મને તેની સંપત્તિની લાલચ છે અને હું તેની પાછળ પડેલો છું.મારી પોતાની પાસે અાટલી સંપત્તિ છે તો હું કેમ તેની પાછળ પડું.એટલી હદ સુધી તે અભિમાની છે કે તેણે મને અહીં આવવા માટે પણ ના પાડી હતી.

તે ના તો મને મળવા આવે કે ના મને માન આપે.મને પણ બહારના લોકો દ્રારા જ જાણવા મળ્યું કે તેણે લગ્ન કર્યા છે.લાગ્યું કે તમને જણાવીશ તો એ બહાને મને પણ અહીં આવવા મળશે અને તેની સાથે રહેવા મળશે.

અહીં રહેવા આવ્યા પછી મને એક એવી વાત ખબર પડી કે જે જાણીને મારા પગ નીચેથી જમીન ખસી ગઇ."કાકાસાહેબ બોલતા બોલતા અટક્યા.

"એ શું વાત છે?"હેરીએ પુછ્યું.તેમને કાકાસાહેબની વાત પર બિલકુલ વિશ્વાસ નહતો આવી રહ્યો.

"એ વાત એ છે કે રુદ્ર અને રુહી પતિપત્ની નથી.તે માત્ર પતિ અને પત્ની હોવાનું નાટક કરી રહ્યા છે.રુહી આદિત્ય શેઠ,રુહીનું પુરું નામ છે.આદિત્ય જ્વેલર્સ મુંબઇમાં ખુબ જ મોટું નામ છે જ્વેલર્સમાં.તેમના માલિક આદિત્ય શેઠની પત્ની એટલે રુહી.જુવો આ કરવા પાછળ રુદ્ર અને રુહીનું કારણ શું છે તે હું નથી જાણતો પણ એટલું જરૂર જાણું છું કે તે બન્ને તમને લોકોને મુરખ બનાવી રહ્યા છે."કાકાસાહેબ બોલ્યા.

"કાકાસાહેબ,તમે વડીલ છો એટલે તમારી વાત અમે શાંતિપૂર્ણ રીતે સાંભળી પણ તેનો મતલબ એ નથી કે અમે તમારી બધી જ વાત પર વિશ્વાસ કરી લઇએ.અમે રુદ્રને પહેલેથી ઓળખીએ છીએ.ઘણીબધી માહિતી મેળવી છે તેના વિશે અમે.આટલા સમય અમે રહ્યા અમને તો બિલકુલ એવું ના લાગ્યું.જે પણ હોય તે તેમની પર્સનલ લાઇફ છે અમને તેનાથી કોઇ જ મતલબ નથી.અમને તો અમારા કામથી કામ છે.બહુ રાત થઇ ગઇ છે કાકાસાહેબ"હેરી બે હાથ જોડીને બોલ્યો.કાકાસાહેબ જતા જતા અટકી ગયા અને બોલ્યા,

"મારી વાત પર વિશ્વાસના હોય તો સીધેસીધું તેને જ પુછી લેજો કે તું અને રુહી પતિ પત્ની છો કે નહીં ?શુભરાત્રી."

તેમના ગયા પછી હેરી અને સેન્ડી એકબીજાની સામે જોઇ રહ્યા હતા.

"હેરી,બની શકે કે કાકાસાહેબ સાચું પણ કહેતા હોય."

"હા બની શકે પણ આપણે આ વિશે હાલમાં રુદ્રને કશુંજ નહીં પુછીએ.થોડો સમય રાહ જો હું કઇંક વિચારું છું."હેરી બોલ્યો.

હેરી અને સેન્ડી એકબીજાની સામે જોઇ રહ્યા હતા.કાકાસાહેબે બહાર જતા વિચાર્યું ,

"ભલે અત્યારે મારો વિશ્વાસના કર્યો પણ મે છોડેલું આ નાનકડું તીર એક દિવસ જરૂર નીશાના પર લાગશે."

* * *

અહીં રુહી તેના રૂમમાં હતી.તે કપડાં બદલવા માટે બાથરૂમમાં જઇ રહી હતી.તેની સાડીના છેડામાંથી પીન કાઢીને ડ્રેસિંગ ટેબલ પર મુકી રહી હતી.તેણે પાછળ બંધાયેલી દોરી ખોલવાની કોશીશ કરી રહી હતી પણ એકદમ ફીટ ગાંઠ બંધાઇ ગઇ હોવાના કારણે તે ખોલી નહતી શકતી.તેટલાંમાં રુદ્ર ત્યાં આવ્યો રુહી પર ધ્યાન જતાં જ તે સોરી કહીને રૂમની બહાર જતો રહ્યો.

"રુદ્ર,અહીં આવશો?તમારી એક મદદ જોઇતી હતી."રુહીએ તેને બોલાવ્યો.

રુદ્ર અંદર આવ્યો તે રુહીની સામે જ જોઇ રહ્યો હતો.

"આ દોરીની ગાંઠ એકદમ ફીટ બંધાઇ ગઇ છે ખોલી દોને મારે કપડાં બદલવા જઉં છે."રુહી તેની સામે જોઇને બોલી.રુદ્ર રુહી પાસે આવ્યો.તેને અચાનક ગભરામણ થવા લાગી,રુહીને પોતે પ્રેમ કરે છે તે વાત જાણ્યા અને અભિષેક સામે સ્વિકાર્યા પછી તેની રુહી સામે આવવાની હિંમત નહતી થતી.

ધ્રુજતા હાથે તેણે બન્ને દોરી પકડી અને ધ્યાનથી તેને ખોલવામાં લાગી ગયો.તેના હાથના સ્પર્શથી આજે રુહીને એક અલગ જ અનુભૂતિ થઇ રહી હતી.અંતે દોરી ખુલી ગઇ.

"હાશ,ખુલી ગઇ દોરી હવે જઇ શકો છો.રુહી પછી મારે વાત કરવી હતી તમારી સાથે."રુદ્ર બોલ્યો.

રુહી હકારમાં માથું હલાવ્યુ.રુહી કપડા બદલીને આવી.રેડ કુર્તા અને વ્હાઇટ પાયજામામાં રુહી હંમેશાંની માફક સુંદર લાગી રહી હતી.રુદ્ર બસ તેને જ જોઇ રહ્યો હતો.રુહી આવીને તેની બાજુમાં બેઠી.

"થેંક યુ શબ્દ ખુબ જ નાનો છે અને એ કહીને હું તમારું આપમાન કરવા નથી માંગતી.રુદ્ર એક વાત કહું આજે તમે જે કર્યું મારા માટે તેનાથી તમારું સ્થાન મારા હ્રદયમાં હંમેશાં માટે અંકિત થઇ ગયું છે.

હું આજે તમને થેંક યુ કહેવાની જગ્યાએ તમને એ વાતનો વિશ્વાસ આપું છું કે જે વિશ્વાસ તમે મારા પર મુક્યો છે તેને હું તુટવા નહીં દઉં અને મન લગાવીને કામ કરીશ.આપણી કંપનીને હું નવી ઉંચાઇએ લઇ જઇ.

રુદ્ર પણ મને આ બધી વાતનો કોઇ જ અનુભવ નથી.મને ખબર નથી પડતી કે હું કેવી રીતે કરીશ આ બધું.હાય હાય મને ખુબ ટેન્શન થાય છે.રસોઇ બનાવવો મારો શોખ છે પણ આ બધું કેવી રીતે થશે.હે ભગવાન મારું બ્લડ પ્રેશર ખુબ જ વધી ગયું છે."રુહી પહેલા ભાવુક થઇને બોલી રહી હતી અચાનક તેને ધ્યાનમાં અે વાત આવતા કે તેને આ બધી વાતનો કોઇ જ અનુભવ નથી તે ટેન્શનમાં એક જ શ્વાસે બોલવા લાગી.
રુદ્ર વચ્ચે બોલીને તેને શાંત કરવાની કોશીશ કરવા લાગ્યો પણ રુહી બોલ્યા જ જતી હતી.રુદ્ર રુહીની એકદમ પાસે ગયો અને તેના મોઢા પર હાથ મુકી દીધો

"શ શ.....એકદમ ચુપ,એ બધું મારી પર છોડી દો.હું છું ને.એક બીજી સરપ્રાઇઝ છે."રુદ્રએ તેના મોઢા પરથી હાથ હટાવતા કહ્યું.

"શું ?"રુહીને આશ્ચર્ય થતું હતું.

"આદિત્યે ડિવોર્સ અને કસ્ટડીના પેપર્સ સાઇન કરી દીધાં છે અને વકીલસાહેબે તેને સબમીટ કરાવીને આગળ પ્રોસેસ શરૂ કરી દીધી છે."રુદ્રનું આટલું કહેતા જ રુહી ખુશ થઇને જોરથી રુદ્રને ગળે વળગી પડી.

રુદ્ર અચાનક રુહીના આમ જોરથી ગળે મલવાના કારણે પોતાનું બેલેન્સ ના જાળવી શક્યો અને તે બન્ને પલંગ પર પડયા.રુદ્રની ઊપર રુહી તે હજી પણ રુદ્રને ગળે લાગેલી હતી.અચાનક તેને ધ્યાન પડતા તે રુદ્રથી અળગી થઇ.રુહીનો સ્પર્શ રુદ્રને એક અલગ જ અનુભૂતિ થઇ.રુહીને પણ રુદ્ર સાથે બેસવું ,તેની સાથે સમય વિતાવવો,રુદ્રની પોતાની કેયર કરવી.તે બધું ખુબ જ સારું લાગતું હતું પણ તેને પ્રેમનું નામ આપવું કે નહીં તે તેને પોતાને જ ખબર નહતી.

"સાચે આજે હું ખુબ જ ખુશ છું કે મને તે ભ્રામક સંબંધથી મને છુટકારો મળ્યો અને જલ્દી જ મારો આરુહ મારી પાસે હશે.ઓહ રુદ્ર હું ખુબ જ ખુશ છું આજે."રુહી બોલી.

"રુહી,હું કઇંક કહેવા માંગુ છું."રુદ્ર બેઠો થતાં બોલી.

"શું ?"રુહી પણ બેઠી થતાં બોલી.

"હું કઇંક કહું તે તમારે કરવાનું છે."રુદ્ર બોલ્યો.

"હા બોલો રુદ્ર તમે જે કહેશો તે હું કરીશ."રુહી બોલી.
"રુહી,તમારે મારી સાથે લગ્ન કરવાના છે.યુ આર ગોઇંગ ટુ બીકમ મીસીસ રુહી રુદ્રાક્ષ સિંહ."રુદ્ર બોલ્યો અને રુહીની આંખો આઘાત સાથે પહોળી થઇ ગઇ.

"જબરા છો તમે.પુછી રહ્યા છો કે કહી રહ્યા છો કે ઓર્ડર આપી રહ્યા છો."રુહી ગુસ્સે થતા બોલી.

રુહી,મારી વાત સાંભળો આદિત્ય શાંત નહીં બેસે તે કઇંક તો એવું જરૂર કરશે કે જેનાથી આરુહની કસ્ટડી તમારી પાસેથી તેની પાસે આવી જાય.બની શકે કે તે તમારા નામ પર કિચડ ઉછાળે તમને બદનામ કરે.લોકોની દયા લેવા માટે તે કઇપણ કરી શકે એમ છે."રુદ્ર બોલી ગયો

"રુદ્ર ,મને માફ કરી દો હું ગુસ્સે થઇ તમારા ઉપર,મારા જીવનમાં એક એવી જગ્યાએ હું ઊભી છું કે મને કઇ જ સમજ નથી પડી રહી.એમ લાગે કે જાણે હમણાં જ મારી આંખો ખુલી છે અને સત્ય આંખ સામે આવ્યું.આદિત્યના દગાએ મને ખુબ જ આઘાત પહોંચાડ્યો.તે પહેલેથી રુચિને પ્રેમ કરતો હતો તો મારી સાથે લગ્ન કેમ કર્યા તેણે?મારી સાથે લગ્ન થયા પછી અને આરુહના જન્મ પછી પણ તેણે તેના લગ્નેત્તર સંબંધ ચાલું રાખ્યા.સાચું કહું પ્રેમ પરથી વિશ્વાસ હટી ગયો છે મારો."રુહી આંખમાં આંસુ સાથે બોલી.

"એક સંબંધની નિષ્ફળતા ના કારણે હંમેશાં માટે તે સંબંધથી ડરવાનું?રુહી,અત્યારે આ લગ્ન હું તમને આરુહની કસ્ટડી માટે કરવા કહું છું પણ રુહી એક વાત કહું ?"રુદ્ર બોલ્યો.

રુહીએ તેની સામે જોઇને હકારમાં માથું હલાવ્યું.
"એક મીનીટ આવ્યો."આટલું કહીને રુદ્ર રૂમની બહાર જતો રહ્યો થોડીક વાર પછી તે રૂમમાં આવ્યો.તેના હાથ પાછળ હતા.તે રુહી પાસે આવ્યો અને પોતાના ઘુંટણીયે બેસ્યો.તેના પાછળ રહેલા હાથ આગળ કર્યા જેમા સુંદર ગુલાબનું ફુલ હતું.જે તેણે રુહીને આપવા હાથ લંબાવ્યો.

"આઇ લવ યુ રુહી,તે રાત્રે મે તમને કહ્યું હતું અને આજે ફરીથી કહું છું આજે હું ખાત્રી સાથે કહું છું કે આઇ લવ યુ.તમે મારા જીવનનો ભાગ નહીં પણ મારું જીવન બની ગયા છો.મે ક્યારેય સપનામાં પણ નહતું વિચાર્યું કે હું ક્યારેય કોઇના પ્રેમમાં પડીશ અને લગ્ન કરીશ.હું સ્ત્રીઓને નફરત કરતો હતો પણ તમારું મારા જીવનમાં આગમન મારી તમામ નફરતને ઓગાળી ગયું.હું હવે સ્ત્રીઓનું સ્નમાન કરું છું.

રુહી હું જીવનના અંતિમ ક્ષણ સુધી તમારો સાથ નિભાવવા માંગુ છું,તમારી સાથે ધરડો થવા માંગુ છું.પ્લીઝ.મેરી મી.મારી સાથે લગ્ન કરી લો." રુદ્રે ખુબ જ લાગણીઓ સાથે લગ્નનો પ્રસ્તાવ અને પોતાના મનની લાગણીઓ રુહી સામે મુકી.રુહી પલક ઝપકાવ્યા વગર આશ્ચર્ય સહ તેની સામે જોઇ રહી હતી.

શું જવાબ આપશે રુહી રુદ્રના આ પ્રેમભર્યા પ્રેમના પ્રસ્તાવનો?હેરી અને સેન્ડીનો વિશ્વાસ રુદ્ર અને રુહી પરથી ડગી જશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 6 months ago

JIGNESH

JIGNESH 11 months ago

Bhimji

Bhimji 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago