Rudrani ruhi - 44 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ- 44

રુદ્રની રુહી... - ભાગ- 44

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -44

આરુહ સાથે વાત કરીને રુદ્રએ ફોન મુકી દીધો.રુદ્રનો આ ભાવુક પ્રસ્તાવ જોઇને રુહી પણ ભાવુક થઇ ગઇ.તે ફરીથી રુદ્રને ગળે લાગી ગઇ અને બોલી,

"ઓહ રુદ્ર,આરુહને પણ આટલો પ્રેમ કરો છો તમે."

"હા રુહી,હું ઇચ્છું છું કે આરુહ પણ આપણી પાસે જલ્દી આવી જાય.હવે તેને મળવાની આતુરતા મને પણ એટલી જ છે જેટલી તમને?" રુદ્રએ રુહીને પોતાની પાસે ખેંચતા કહ્યું.

તેટલાંમાં રુદ્રને તેના વકિલનો ફોન આવ્યો જેમણે રુદ્રને મુંબઇમાં ન્યુઝપેપરમાં છપાયેલા ન્યુઝ વિશે કહ્યું અને તે ન્યુઝ રુદ્રને ફોરવર્ડ કર્યા.

રુદ્રને આઘાત લાગ્યો તેણે આ જ સમાચાર રુહીને બતાવ્યા.રુહીને પણ ખુબ જ આઘાત લાગ્યો તેની આંખોમાં પાણી આવી ગયા.

"એટલે જ હું વિચારુ કે આદિત્ય આટલી સરળતાથી ડિવોર્સ પેપર્સ પર સાઇન કરી અને આરુહની કસ્ટડી મને આપી પણ હવે ખબર પડી કે તે મને બદનામ કરીને આરુહની કસ્ટડી છીનવી લેવા માંગે છે.બની શકે કે તે આરુહને મારી વિરુદ્ધ ભડકાવે."રુહી બોલી

રુહી બેભાન થઇ ગઇ તેને ફરીથી તે એટેક આવ્યો.રુદ્ર ગભરાઇ ગયો.તેણે રુહીને પલંગ પર સુવડાવી અને અભિષેકને બોલાવ્યો.અભિષેક અને તેની સાથે રિતુ આવી.

" રુહી,રુહી ઊઠ.."રિતુ ડરેલી હતી.

"રિતુ એ હમણા નહીં ઉઠે.તેનો એટેક ખતમ થશે પછી તે સુઇ જશે.આ ઇંજેક્શન આપી દીધું છે મે તેને."અભિષેક ઇંજેક્શન આપતા બોલ્યો.

"અભિષેક,રુહી તેને આ શું થાય છે વારંવાર?તું આટલા સમયથી તેની સારવાર કરે છે.તને તેની બિમારીનું કારણ હજી સુધી નથી મળ્યું."રુદ્ર ચિંતાતુર સ્વરે બોલ્યો.

"રુદ્ર,રુહી બિમાર છે માનસીક રીતે બિમાર છે.તેનીબિમારીના જડ સુધી હું પહોંચી ગયો છું.બસ કાલે એક છેલ્લો રિપોર્ટ આવશે પછી હું મારા એક સિનિયર ડોક્ટર કે જે મારા ગુરુ પણ છે. તેમની સલાહ લઇને તેની ટ્રીટમેન્ટ શરૂ કરી દઇશ.બસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે હવે તેના મનને કોઇ આઘાતજનક સમાચાર ના મળે.અગર એક પછી એક આઘાતજનક સમાચાર તેને મળશે કે તેવી ઘટનાઓ ઘટશે તો સોરી પણ રુહીના મગજ પર તેની કઇપણ અસર થઇ શકે છે અને એ શું હશે તે કદાચ હું પણ ધારી નહીં શકું." અભિષેક બોલ્યો.

અભિષેકની વાત સાંભળીને રુદ્ર અને રિતુ ખુબ જ ચિંતામાં આવી ગયાં.જે જોઇને અભિષેક તેમનો મુડ હળવો કરવાની કોશીશ કરી,

"હેય ગાયઝ,જસ્ટ રીલેક્ષ આપણે બધાં છીએને તેની સાથે અને જલ્દી જ આરુહ પણ હશે તેની સાથે.રુદ્ર તારો પ્રેમ રુહીની તાકાત છે.બસ થોડો પ્રેમ,થોડી કેયર અને થોડી દવા.રુહી ઠીક થઇ જશે અને હા તેને એક દર્દીની જેમ ટ્રીટના કરશો.તે માનસીક રોગી છે બાકી તે સ્વસ્થ છે.રુદ્ર લંચ ટાઇમે તેને ઉઠાડીને નીચે લેતો આવજે." અભિષેક બોલ્યો રિતુ અને અભિષેક ત્યાંથી જતાં રહ્યા.

રુદ્ર રુહીની બાજુમાં બેસી ગયો તેના માથે હાથ ફેરવી રહ્યો હતો.તેણે વકિલને ફોન લગાવ્યો.

"વકિલ સાહેબ,મે આદિત્ય અને રુચિની જન્મકુંડળી માંગી હતી તેનું શું થયું?અને આ ન્યુઝપેપરના એડિટર સાથે મને વાત કરાવો.મને કાલના પેપરમાં માફીપત્ર જોઇએ અને આ ન્યુઝ કોણે છાપ્યા અને તેને કોણે આ ન્યુઝ આપ્યા તે બધી જ વિગત મને આજ સાંજ કે કાલ સવાર સુધીમાં જોઇએ.સમજ્યા કે નહીં?જરૂર પડે તો કોઇ પ્રાઇવેટ ડિટેક્ટીવને રોકો."રુદ્રએ ફોન મુક્યો.

તે ગુસ્સામાં કાંપી રહ્યો હતો.

"આદિત્ય હવે તારા જીવનમાં બરબાદી આવી રહી છે.ઊંધી ગણતરી ચાલું કર."

થોડા કલાકો પછી,

રુહી થોડા સમયમાં ભાનમ‍ાં આવી.લંચ માટે બધા નીચે બેસેલા હતા.રુહીનું માથું ભારે લાગી રહ્યું હતું.હરિરામકાકાએ લંચ સર્વ કર્યું.

"રુહી,તમારી તબિયત કેવી છે? સેન્ડીએ પુછ્યું.

"સારી છે."રુહી માત્ર એટલું બોલી.

"હા રુહી તૈયાર થઇ જજો.જમીને અાપણે ફેક્ટરી પર જવાનું છે.રુહી ગૃહ ઉધોગના ફાઇનલ કેન્ડીડેટના ઇન્ટરવ્યુ તમે લેશો.હેરી અને સેન્ડીને પણ આપણે તમારી ફેક્ટરીની વીઝીટ કરાવીશું."રુદ્ર બોલ્યો.તે બહાર લઇ જઇને અને રુહી ગૃહ ઉધોગના કામમાં વ્યસ્ત રાખવા માંગતો હતો.

કાકાસાહેબ શાંત બેસેલા હતા તેમના ચહેરા પર સંતોષની લાગણી હતી.જ્યારે શોર્ય ગુસ્સામાં ધુંઆપુઆ થઇ રહ્યો હતો તે તેના પિતાના કાનમાં બોલ્યો,

"પપ્પા, આમ શાંત શું બેસેલા છો?પેલા ન્યુઝ હેરી અને સેન્ડી સાથે શેયર કરોને.તમારી હિંમત ના ચાલતી હોય તો હું કહું." શોર્ય ધીમા અવાજે બોલ્યો.

"શોર્ય,તું રુદ્ર અને રુહીના જીવનમાં સુતળીબોંબનો ઘમાકો ઇચ્છે છે કે એટમે બોંબનો?"કાકાસાહેબે ધીમા અવાજે પુછ્યું.

"એટમ બોંબ."

"બસ તો હવે તારો બાપ જે કરેને તે શાંતીથી જોયા કર."કાકાસાહેબ બોલ્યા.

"રુદ્ર ,રુહી અને બાકી બધાં.મારે એક જાહેરાત કરવી હતી.રુદ્ર અને રુહીના લગ્નની ખુશીમાં,રુહીના આ નવા સાહસ માટે અને સંબંધો મજબુત બનાવવા માટે આવતી કાલે સાંજે મે મારી હવેલી પર એક શાનદાર પાર્ટી રાખી છે.તો બધાને હ્રદયપુર્વક આમંત્રણ છે."કાકાસાહેબ ખુબ જ ભાવપુર્વક બોલ્યા.

હેરી અને સેન્ડીને કાકાસાહેબનું આ વર્તન અજુગતુ લાગ્યું કેમ કે ગઇકાલ રાત્રે તે કઇંક બીજું બોલી રહ્યા હતા.

કાકીમાઁ તેમના પતિમાં આવેલા બદલાવથી ખુબ જ ખુશ હતા.રુદ્ર પણ કાકાસાહેબના આ વર્તનથી આશ્ચર્ય પામ્યો પણ હેરી અને સેન્ડી સામે વધુ કઇ બોલવું તેને ઠીકના લાગ્યું અને આમપણ પાર્ટી થશે તો રુહી વધુ લોકોને મળશે અને તે ખુશ રહેશે તે વાત જાણીને રુદ્રે સહમતી આપી.

કાકાસાહેબ મનોમન મલક્યાં.તેમનું એક તીર નીશાના પર લાગી ગયું હતું.

* * *

આરુહે રુદ્રનો ફોન મુકી અને પાછળ આવતા તેના પિતા આદિત્યનો ફોન ઉપાડ્યો.

"હાય ડેડ."આરુહ નિસ્તેજ અવાજે બોલ્યો.અહીં અાવ્યાં પછી શરૂઆતમાં આદિત્યનો સવાર સાંજ રોજ ફોન આવતો.તેની સાથે વીડિયોકોલમાં વાતો કરતો પણ છેલ્લા કેટલાય દિવસોથી રુચિ અને રુહી વચ્ચે અટવાયેલો આદિત્ય એકાતરે દિવસે પણ માંડ આરુહને ફોન કરી શકતો.અાજે પણ બે દિવસે પિતાનો ફોન જોઇ તે ખુશ થઇ ગયો.જ્યારે રુદ્ર અને રુહી સાથે દિવસમાં તેની બે થી ત્રણ વાર વાત થતી.

" કેમ છે બેટા?"આદિત્ય આરુહનો અવાજ સાંભળીને બધી જ વાતો ભુલી ગયો.પોતાના સ્વાર્થ અને મહેચ્છાનો ભોગ પોતાના દેવો જોડેથી માંગેલા માસુમ બાળકને બનવું પડ્યું તે વિચારીને તેને અત્યંત દુખ થયું.જે દિકરો સતત માતાપિતાના ,દાદા દાદીના અને મિત્રોના સાનિધ્યમાં રહેતો તે આજે અજાણ્યા લોકોની વચ્ચે એકલો રહેતો હતો.એ પણ દસ વર્ષની નાની ઊંમરે.

"હું ઠીક છું ડેડ.તમારો અવાજ કેમ ચેન્જ છે? આર યુ ઓ.કે."આરુહ.

"હા બેટા,હું ઠીક છું."આદિત્ય અને આરુહે ઘણીબધી વાતો કરી આરુહના સ્ટડી,તેની એક્સ્ટ્રા એક્ટીવીટીની.હવે આદિત્યએ મુળ મુદ્દા પર આવવાનું વિચાર્યું.

"આદિત્ય,તને ખબર છે તારી મમ્મી હરિદ્વારમાં રહે છે.કોઇ રુદ્રની જોડે અને તે તેના..."આદિત્ય વધુ બોલે તે પહેલા આરુહ બોલ્યો.

"રુદ્ર અંકલ,હી ઇઝ માય બડી.હી ઇઝ સો ગુડ.યુનો વોટ ડેડ.હું તેમની સાથે લગભગ રોજ વાત કરું છું."આરુહની વાત સાંભળીને આદિત્યને આઘાત લાગ્યો.તેને લાગ્યું કે આરુહને રુદ્ર અને રુહી વિરુદ્ધ ભડકાવવો અધરો થશે.

" આરુહ તું ઘણોનાનો છે.એક વાત પુછવા માંગુ છું તને.તારી મમ્મી અને હું હવે ક્યારેય સાથે નહીં રહી શકીએ.તે રુદ્ર સાથે રહે છે.તે હવે ત્યાં જ રહેશે પણ તું કોની સાથે રહીશ.તારી મમ્મી અને એ અજાણ્યા રુદ્ર અંકલ સાથે કે મારી અને દાદાદાદી સાથે?

ખબર નહીં તે રુદ્રાક્ષ સિંહ કદાચ સારા બનવાનું નાટક કરી રહ્યો હોય અને એક વાર તું તારી મમ્મી સાથે ત્યાં જતો રહે પછી તારી સાથે ખુબ જ ખરાબ વર્તન કરે.

તું સાવ એકલો પડી જઇશ ત્યાં.તારી મમ્મી સિવાય કોઇ જ નથી ત્યાં અને અહીં અગર તું મારી સાથે રહીશને તો દાદાદાદી,તારી જુની સ્કુલ,તારા મિત્રો.આરુહ તું અગર મારી સાથે રહેવાનો નિર્ણય લઇશને તો આઇ પ્રોમિસ કે હું તને બોર્ડીંગ સ્કુલમાંથી પાછો લઇ જઈશ."આદિત્ય મરણીયા પ્રયાસ કરી રહ્યો હતો આરુહને મનાવવા માટે અને રુહીની વિરુદ્ધ ભડકાવવા માટે.

"તને ખબર છે બેટા હવે તારી મમ્મીએ પહેલા વાળી મમ્મી નથી.તે બંદૂક ચલાવતા શીખી ગઇ છે ખબર છે તેણે મને મારી નાખવાનીધમકી પણ આપી હતી."આ વાત કહી આદિત્યએ તેની હલકી માનસીકતાની હદ પાર કરી દીધી.

"ડેડ,મારો ચેસ ક્લાસનો ટાઇમ થઇ ગયો છે.હું મારો ડીસીઝન કાલે સવારે તમને અને રુદ્ર અંકલને જણાવીશ કે કોણ મને તેમની સાથે લઇ જશે?"આરુહે ફોન મુકી દીધો.

આરુહ ચેસ ક્લાસમાં જવાની જગ્યાએ ફુટબોલ ગ્રાઉન્ડમાં જઇને બેસી ગયો.તેટલાંમાં મોન્ટુ ત્યાં આવ્યો.આટલા દિવસમાં રોજ સાથે ફુટબોલ રમીને મોન્ટુને પણ હવે આરુહ તેની માસુમીયત,તેનીવાતો અને તે ગમવા લાગ્યો હતો.કેમજાણે તેને આરુહ બહારથી ખુશ અને અંદરથી દુખી લાગતો પોતાની જેમ પણ તે ક્યારેય તેની સાથે ફુટબોલ સિવાય વાત ના કરતો.

"ઓય, આ તો તારો ચેસ ક્લાસનો ટાઇમ છે.અહીં શું કરે છે?"મોન્ટુએ પુછ્યું.

"મોન્ટુભૈયા,તમે અત્યારે અહીંથી જતા રહો હું સેડ છું."આરુહે પહેલા ક્યારેય ના કરેલા અવાજમાં મોન્ટુ સાથે વાત કરી.સામાન્ય રીતે મોન્ટુ સાથે આ રીતે વાગ કરવાવાળાને મોન્ટુ મુક્કો મારી દેતો પણ તે તેના સ્વભાવના વિરુદ્ધ તેની સાથે બેસ્યો.

"હેય શું વાત છે? મને નહીં કહે?આમ તો આખો દિવસ બકબક કરીને મારું મગજ ખાતો હોય છે.બોલ મને કહે કદાચ તારો પ્રોબ્લેમ સોલ્વ થઇ જાય."

આરુહ તેની સામે જોઇ રહ્યો હતો.તે પોતાના ઇમોશન કંટ્રોલના કરી શક્યો અને મોન્ટુને ગળે વળગીને રડવા લાગ્યો.રડતા રડતા તેના જીવનમાં ઘટેલી અને ગઇકાલ સુધી બનેલી બધી જ વાતો કહી દીધી.

"મોન્ટુ ભેૈયા,હું શું કરું મને તો ડેડ અને મમ્મી જ જોઇએ છે પણ તે લોકો કહે છે કે એ નહીં થાય.હું શું કરું ?કોની સાથે જઉં?એકસાથે જઇશ તો બીજાની યાદ નહીં આવે.કેવી રીતે રહીશ તેમનામાંથી કોઇપણ એક વગર."આરુહ બોલ્યો.

મોન્ટુને તેની દયા આવી.તેણે આરુહને ગળે લગાડી દીધો.

"એય આરુહ,રડ નહીં.તું આમ રડતો નહીં પણ બકબક કરતો અને માથું ખાતા જ સારો લાગે.એક વાત કહું મને નથી ખબર કે તારે કોની સાથે જવું જોઇએ પણ પ્લીઝ તું અહીંથી જતો રહે.આ જગ્યા તારા માટે નથી.તું અહીં વધારે રહીશને તારી આ માસુમીયત અને રમતીયાળ સ્વભાવ ક્યાંક ગાયબ થઇ જશે.તું પણ મારા જેવો થઇ જઈશ.

એક કામ કર આપણા મેઈનહોલમાં ગણપતિબાપાની મુર્તિ છેને તેમની સામે આંખો બંધ કરીને પ્રાર્થના કર તે તને જરૂર હેલ્પ કરશે.બસ તું જતો રહે અહીંથી."આટલું કહીને મોન્ટુએ આરુહને ગળે લગાવીને કપાળે કીસ કરી.

આરુહને ઘણું સારું લાગતું હતું.તે સીધો ગણપતિ બાપાની.મુર્તિ પાસે ગયો અને તેણે બે હાથ જોડ્યા અને આંખો બંધ કરી.તેને હવે ખબર હતી કે તેને શું કરવાનું હતું.

* * *

લગભગ આડત્રીસ કલાક થઇ ગયા હતા.લાંબી કંટાળાજનક ટ્રેનની મુસાફરી ખતમ થઇ.શ્યામ ત્રિવેદી,રાધિકા ત્રિવેદી અને આરવ ટ્રેનમાંથી નીચે ઉર્તયા.બીજા કોચમાં બેસેલી કિરન પણ નીચે ઉતરી.

રુહીના મમ્મી હવે પોતાની લાડકીને મળવા આતુર હતા.તેમનાથી રાહ નહતી જોવાતી.તે લોકો સ્ટેશનની બહાર નિકળ્યાં.

"શ્યામ,તમે રુહીના ઘરનું એડ્રેસ લીધું?"રાધિકાબેને તેમના પતિને પુછ્યું.જેમનો જવાબ તેમને તેમના પતિની પોતાની સામે જોવાની રીતથી જ સમજાઇ ગયો.

"સરસ,હવે આટલા મોટા શહેરમાં ક્યાં શોધીશું?"રાધિકાબેન બગડ્યા.

તેટલાંમાં જ તેમનું ધ્યાન રીક્ષા શોધી રહેલી કિરન પર ગયું.તેને અહીં જોઇને તે ત્રણેય જણાને આંચકો લાગ્યો.

શું નિર્ણય લેશે આરુહ? આરુહ આદિત્ય શેઠ બનીને રહેવાનું કે આરુહ રુદ્રાક્ષ સિંહ બનીને નવું જીવન શરૂ કરવાનું?રુહીનું શું રીએકશન હશે પોતાના માતાપિતાને પોતાની સામે જોઇને?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Geetaben

Geetaben 1 year ago