Rudrani ruhi - 45 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-45

રુદ્રની રુહી... - ભાગ-45

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -45

"આ કિરન અહીં શું કરે છે?"શ્યામભાઇ બોલ્યા.

ત્રણેયના મનમાં એક ઝબકારો થયો.
"રુહી.."
રાધિકાબેને કિરનને બુમ પાડી.

"એય કિરન....કિરન."

કિરનનું ધ્યાન તે બુમ તરફ ગયું.તે રુહીના મમ્મી પપ્પા અને ભાઇને જોઇને ચોંકી ગઇ.તે મનોમન બોલી,

"આ રુહીના મમ્મીપપ્પા અહીં શું કરે છે?શું રિતુએ તેમને જણાવી દીધું હશે કે પેલા આદિત્યએ.હે ભગવાન.."તે તેમની પાસે જઇને તેમને પગે લાગી.

"કિરન,સીધો સવાલ.અહીં શું કરે છે તું?જો મને સાચે સાચો જવાબ જોઇએ."રાધિકાબેને કડક અવાજમાં પુછ્યું.

કિરન જરાક ખચકાઇ અને બોલી,
"આંટી,હું રુહીને મળવા અહીં આવી છું અને તેની મદદ કરવા પેલા નાલાયક આદિત્ય વિરુદ્ધ."

" આદિત્ય વિરુદ્ધ? કઇ સમજાયું નહીં."શ્યામભાઇ બોલ્યા.

"અંકલ,બહુ લાંબી વાર્તા છે.પહેલા આપણે જઇએ અને રુહીને મળીએ તે તમને જોઇને ખુબ જ ખુશ થશે."કિરન આટલું કહીને તેમના બધાં માટે રીક્ષા બોલાવીને લાવી અને એડ્રેસ સમજાવ્યું રીક્ષાવાળાને.

અહીં રુદ્ર આંખો બંધ કરીને તેની રોકીંગ ચેરમાં બેસીને વિચારોમાં ખોવાયેલો હતો.તે આજે બનેલી ઘટનાઓ વિશે યાદ કરી રહ્યો હતો.

ગઇકાલે ......
રુહીને તેની રુહી ગૃહઉદ્યોગની ફેક્ટરીમાં લઇ જઇને થોડા કેન્ડીડેટનો ઇન્ટરવ્યુ તેની સાથે લેવડાવ્યા પછી રુહી ઘણું સારું અનુભવી રહી હતી.હેરી અને સેન્ડી પણ તે ફેક્ટરી જોઇને પ્રભાવિત હતા.તે અન્ય કોઇોણ વાતમાં પડ્યા વગર રુહીના આ સાહસમાં તેની સાથે જોડાવા માંગતા હતા.

બીજા દિવસની સવાર રુદ્ર માટે ખુબ જ ખાસ હતી.અાજે રુદ્રને આરુહનો જવાબ મળવાનો હતો.
રુદ્ર બેચેનીમાં આંટા મારી રહ્યો હતો.
"રુદ્ર,આમ આંટા માંરવાથી કઇ ફાયદો થશે?મને વિશ્વાસ છે કે આરુહ તમારા પ્રસ્તાવને અસ્વિકાર નહીં કરે."રુહી બોલી.તેણે રુદ્રનો હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યો.તેણે રુદ્રના ખભા પર પોતાનું માથું મુકી દીધું.
"કોઇ તમને પ્રેમ કર્યા વગર કઇરીતે રહી શકે રુદ્ર?તમે છો જ એવા કે કોઇપણ તમારા પ્રેમમાં સરળતાથી પડી જાય.મને બીજીવાર પ્રેમ અને લગ્નના સંબંધ પર વિશ્વાસ માત્ર તમારા કારણે આવ્યો છે."

રુહીએ રુદ્રનો ચહેરો પોતાના બે હાથમાં પકડ્યો અને તેના હોઠ પર એક હળવું ચુંબન કર્યું.રુદ્રના ચહેરા પર સ્માઇલ આવી.
તેટલાંમાં રુદ્રના મોબાઇલમાં આરુહનો વીડિયો કોલ આવ્યો જેમા તેણે આદિત્યને પણ જોઇન્ટ કર્યો હતો વીડિયોકોલમાં.આરુહ,રુદ્ર-રુહી અને આદિત્ય વીડિયો કોલમાં લાઇવ હતાં.આદિત્યને જોઇને રુહીના ચહેરા પર કડવાટ આવી ગઇ અને રુદ્રના ચહેરા પર ગુસ્સો.રુહીને આમ રુદ્ર સાથે જોઇને આદિત્યને પણ ગુસ્સો આવ્યો.રુહી દ્રારા પોતાને આપેલી ધમકી યાદ આવતા તેનું મોઢું કડવું થઇ ગયુ.

જે સ્ત્રી હજી આ વર્ષ શરૂ થયું ત્યારે પોતાના ગાઢપ્રેમમાં હતી.પોતાની પત્ની અે આજે અજાણ વ્યક્તિ છે તેની સાથે હવે કોઇ જ સંબંધ નથી રહ્યો.

"હાય ડેડ,હાય મમ્મી અને હાય બડી રુદ્ર અંકલ.રુદ્ર અંકલ કાલે તમારો ફોન આવ્યો પછી ડેડનો ફોન પણ આવ્યો.તેમણે પણ મને તેમની સાથે રહેવા માટે કહ્યું."આટલું કહીને આરુહે આદિત્યએ તેની સાથે જે વાત કરી તે બધું જ કહ્યું.જે સાંભળીને રુહીને ખુબ જ ગુસ્સો આવ્યો.

"આદિત્ય,તમારી હિંમત કેવીરીતે થઇ રુદ્ર વિશે જાણ્યા વગર જેમતેમ બોલવાની?તમે આરુહની કસ્ટડી મને આપ્યા પછી તું તેને પોતાની પાસે રહેવા સમજાવી છે.મારી વિરુદ્ધ ભડકાવે છે?"રુહી ગુસ્સે થઇને બોલી.

"હા તો આરુહ મારો પણ દિકરો છે.તું કહે અને મારે તેને તને આપી દેવાનો અને તેને ભુલી જવાનું?"આદિત્ય બોલ્યો.
આદિત્ય અને રુહી ઝગડી રહ્યા હતા.

"મમ્મી,ડેડ પ્લીઝ.શાંત થાઓ.મને કઇંક બોલવા દેશો?" આરુહ બોલ્યો.

રુદ્રએ રુહીનો હાથ પકડીને તેને શાંત રહેવા ઇશારો કર્યો.આદિત્ય પણ શાંત પડ્યો.
"મે મારો ડીસીઝન લઇ લીધો છે અને તે એ છે કે મારે અહીં નથી રહેવું.આ બોર્ડીંગ સ્કુલમાં હું રહીશને તો હું મારું બાળપણ ગુમાવી દઇશ.ડેડ મમ્મીના આત્મહત્યાવાળા ન્યુઝ પછી હું તમારી સાથે જ રહ્યો.લગભગ ઘણાબધા મહિના હું મમ્મી વગર રહ્યો."આરુહ અટક્યો.આદિત્ય તેની વાતથી ખુશ થયો તેણે ધારી લીધું કે આરુહ તેની સાથે રહેવા માંગતો હતો.રુદ્ર અને રુહીને આઘાત લાગ્યો.

"વાહ મારો દિકરો.મને વિશ્વાસ હતો કે તું મારી સાથે જ રહેવા માંગીશ.આમપણ તને હવે તારી મમ્મી વગર રહેવાની આદત પડી ગઇ છે."આદિત્ય બોલ્યો.

"વેઇટ ડેડ.મે એમ નથી કહ્યું કે હું તમારી સાથે આવવા માંગુ છું.ડેડ હવે હું મમ્મી સાથે રહેવા માંગુ છું.મને તેની ખુબ જ યાદ આવે છે.તમારી કહેલી વાત મને ધ્યાનમાં છે.હું હવે મારું સેકન્ડ ટર્મ જે છ મહિનાનું છે તે મમ્મી અને રુદ્ર અંકલ સાથે રહેવા માંગીશ.મારો ફાઇનલ ડિસીઝન હું મારું નવું એજ્યુકેશનલ યર શરૂ થશે તે પહેલા જણાવીશ જેથી મારું સ્ટડી વેસ્ટના થાય.મારે ભણીગણીને ખુબ મોટા માણસ બનવું છે.

રુદ્ર અંકલ આ શનિવારથી મારે ફોર ડેઝની હોલીડે છે.તમે ત્યારે અાવીને મને લઇ જાઓ.હા મારું એડમીશન ત્યાંની સારી સ્કુલમાં કરાવી દેજો.ડેડ પ્લીઝ ડોન્ટ બી સેડ.તમે મને મળવા આવી શકો છો ત્યાં."આરુહે પોતાનો નિર્ણય જણાવ્યો રુદ્ર અને રુહીના ચહેરા પર અડધી જીત મેળવી લીધાનો આનંદ હતો જ્યારે આદિત્યના ચહેરા પર હારનો ગુસ્સો હતો પણ આરુહ સામે પોતાની છબી ના બગાડવા માંગતો આદિત્ય ચુપ રહ્યો.

આરુહે ફોન મુકી દીધો.રુદ્રએ ફોન કરીને આ ખુશખબર સૌથી પહેલા પોતાના વકિલને આપ્યા અને તેમને જલ્દી જ આરુહને બધી કાનુની વીધી પતાવીને અહીં લાવવા કહ્યું અને અહીં તેનું ધ બેસ્ટ સ્કુલમાં એડમીશન કરાવવા કહ્યું.

બીજો ફોન તેણે હરિદ્વારના બેસ્ટ ઇન્ટીરીયર ડિઝાઈનરને ફોન કરી પોતાના ઘરે આવી આરુહ માટે પોતાનો બેડરૂમ ડિઝાઇન કરવા કહ્યું.રુદ્રએ રુહીને આરુહની પસંદ અને ના પસંદ તેમને જણાવવા કહ્યું.
"આરુહ,અહીં આ જ રૂમમાં રહેશે.હું તેને મારાથી દુર નહીં રહેવા દઉં.હા તેના માટે એક સ્ટડી અને પ્લેરૂમ જરૂર બનાવીશું અલગ."રુદ્રે ફોન પર કહ્યું.

બન્ને ફોન પત્યાં પછી રુદ્ર રુહીની સામે જોયુ.રુહી તેને પલક ઝપકાવ્યા વગર વિસ્મયથી જોઇ રહી હતી.
"ઓહ રુહી,આઇ એમ સો હેપી.ફાઇનલી આરુહ આવી રહ્યો છે.હું પણ પિતા બનીશ તેના આવવાથી મને મારા જીવનનો એક નવો મુકામ મળશે.મે ક્યારેય નહતું વિચાર્યું કે મારું જીવન આટલું બધું બદલાઇ જશે.આ બધું તમારા કારણે.થેંક યુ સો મચ રુહી."રુદ્ર રુહીનો હાથ પકડતા બોલ્યો.
"થેંક યુ તમને પણ મારા જીવનમાં આવવા માટે.હું આ સમાચાર બહાર બધાને જણાવીને આવું."રુહી આટલું કહીને બહાર જતી રહી.

રુદ્રને રુહીના ગયા પછી આદિત્યની હરકત વિશે યાદ આવ્યું.તેણે તુરંત જ તેના વકિલને ફોન લગાવ્યો.
"વકિલસાહેબ,આજના પેપરમાં માફી પત્ર આવ્યું કે નહીં."રુદ્ર.

"સર ગઇકાલે જાહેર રજા હોવાના કારણે તેમનું ન્યુઝપેપર બંધ હતું તો આજે ન્યુઝપેપર પબ્લિશ જ નથી થયું પણ ડોન્ટ વરી મેવાત કરી લીધી છે અને તેમને લિગલ નોટિસ પણ મોકલી છે.તે કાલના સમાચારપત્રમાં માફીનામુ છાપશે રુહીજીને લગતા સમાચાર માટે.

અને સર રહી વાત તે રિપોર્ટરની કે જેમણે આ ન્યુઝ આપ્યા હતા તેની સાથે મે રોકેલો ડિટેકટીવ પુછપરછ કરી રહ્યો છે.જલ્દી જ ખબર પડી જશે કે કોણે આ સમાચર તેને આપ્યા હતા."વકિલસાહેબ બોલ્યા.

"વકિલસાહેબ,આદિત્ય અને રુચિની જન્મકુંડળી વિશે કામ આગળ વધ્યું ?"રુદ્રએ વકિલસાહેબને યાદ દેવડાવ્યું.

"હા સર,તે પ્રાઇવેટ ડિટેક્ટીવ એ માહિતી પણ બે દિવસમાં આપી દેશે."વકિલસાહેબે કહ્યું.

"વકિલ સાહેબ,મારે રુહી સાથે લગ્ન કરવા છે."રુદ્રએ પોતાના મનની વાત કરી.
"અરે વાહ સર,ફાઇનલી તમે મારી વાત માની લીધી.ગુડ.ડોન્ટવરી સર હું પેપર્સ તૈયાર કરાવું છું લિગલ મેરેજ માટે અને તેના રજીસ્ટ્રેશન માટે.બાકી વીધી પ્રમાણે તો તમે તમારી રીતે તૈયારી કરી શકો છો.

કાલે સવારે મારો ત્યાંની ઓફિસનો માણસ આવીને તમારી અને રુહીમેમની સહી લઇ લેશે."વકિલસાહેબે ફોન મુકી દીધો.

રુદ્ર ખુશ હતો.તેના ધીમેધીમે બધાંજ કામ સારીરીતે પાર પડી રહ્યા હતા.બસ આમ જ બધું ઠિક ચાલે તો આદિત્ય અને રુચિને પણ તે જલ્દી જ સબક શીખવાડશે અને તેમને રુહીના પગે પડવા મજબુર કરશે.

સમયને શું મંજૂર હોય તે કોઇ નથી જાણતું રુદ્રનું ધારેલું કામ તે પ્રમાણે થશે કે નહીં તે તો સમય જ જણાવશે.

આદિત્ય સખત ગુસ્સામાં હતો.આ રુહીની પ્રથમ જીત હતી અને તેની હાર.રુહીને તેણે કદાચ ક્યારેય પ્રેમ કર્યો જ નહતો.તે માત્ર તેની જરૂરિયાત હતી અને હવે તે જરૂરિયાત પતી ગઇ હતી તો હવે રુહી તેના માટે માથાનો દુખાવો બની ગઇ હતી.આ બધા ટેન્શનમાં તે રુચિને સમય નહતો આપી શકતો.તેને એવું લાગ્યું કે રુચિની સાથે થોડા સમયથી તેનું વર્તન યોગ્ય નહતું અને તે ન્યુઝ વાંચીને તેણે રુચિ સાથે જે વર્તન કર્યું તેની માફી માંગવા અને રુચિને મનાવવા તે એક રોમેન્ટિક ઇવનીંગ તેની સાથે પસાર કરવાનું નક્કી કર્યું.તે શહેરની સૌથી મોંઘી અને મસ્ત સેવનસ્ટાર હોટેલમાં ટેબલ બુક કરી અને એક રોમેન્ટિક ઇવનીંગ પ્લાન કરી તે આ બધું રુચિને એક સરપ્રાઇઝ તરીકે આપવા માંગતો હતો.

અહીં રુચિ બેચેન હતી,ગુસ્સામાં લાલપીળી હતી.એક તો આદિત્યનું વર્તન અને બીજું શોર્યનું પોતાને ઇગ્નોર કરવું.તે મનોમન આદિત્ય અને શોર્યની સરખામણી કરૂ હતી.

તેટલાંમાં રુચિની મમ્મી અંદર આવ્યા.

"રુચિ,બેટા તને કઇંક જણાવવું હતું મારે."રુચિની મમ્મી ચેયર લઇને બેસી.

"શું થયું મોમ?"રુચિ બોલી.

"રુચિ,તારા લગ્ન જે પંદર દિવસ પછી હતા તે હવે આવતા રવિવારે જ છે.આ સમાચાર ન્યુઝ પેપરમાં છપાયા પછી તારા પપ્પાએ આ નિર્ણય લીધો હતો.તો તૈયારી શરૂ કર.મે બેસ્ટ ડિઝાઇનરને બોલાવી લીધાં છે.તારી મહેંદી ,હલ્દી,સંગીત,વેડીંગ અને રીસેપ્શનના લહેંગા કાલ સુધીમાં ફાઇનલ થઇ જવા જોઇએ.

તારા ફેવરિટ જ્વેલરી ડિઝાઇનરને પણ બોલાવી લીધાં છે તારી બધી જ્વેલરી પણ ફાઈનલ કરી નાખજે.તારી બધી સહેલીને અહીં રહેવા બોલાવી લેજે જેથી તારી હેલ્પ કરે આ બધ‍ાંમાં અને હા આદિત્યકુમાર સિવાય તું કોઇને પણ મળવા નહીં જાય.સમજી તારા પપ્પા ખુબ જ ગુસ્સામાં છે.અગર કોઇ ગડબડ થશે કે તેમનું નામ તેના પર કિચડ ઉછળશે તો તેમના સ્વભાવને તું જાણે જ છે.તે શું શું કરી શકે છે અને ભુતકાળમાં તેમણે શું શું કર્યું હતું?"આટલું કહેતા રુચિના મમ્મી ખુબ જ ગંભીર થઇને ભુતકાળમાં ખોવાઇ ગયાં.

આ વાત સાંભળી રુચિ અત્યંત આઘાત પામી.તે જે ક્ષણનો આટલા વર્ષોથી ઇંતજાર કરતી હતી તે આવી ગયો પણ તેને ખુશી નહતી અંતરથી કોઇ ઉમળકો નહતો.તેણે આંખો બંધ કરી તેને શોર્યનો ચહેરો દેખાયો.તેણે આઘાત સાથે અાંખો ખોલી નાખી.
* * *

અહીં રુહી અને રિતુ ખુબ જ એક્સાઇટેડ હતા તેમની ત્રીજી સહેલી કિરન ગમે ત્યારે આવી શકે એમ હતી.
રુદ્ર અને રુહીએ આરુહના નિર્ણય વિશે અભિષેક અને રિતુને જણાવ્યું તે લોકો પણ આ વાતથી ખુશ થયાં.
રુદ્રના બેડરૂમને રીડેકોરેટ કરવાનું કામ પ્રોફેશનલ ઇન્ટીરીયર ડિઝાઇનરે શરૂ કરી દીધું હતું.રુદ્ર ખુબ જ એક્સાઇટેડ હતો.તે અત્યંત ઉત્સાહપુર્વક કામ કરી રહ્યો હતો.

"રુહી,તે જોયું રુદ્ર કેટલો ઉત્સાહિત છે?"રિતુ બોલી.

"હા એ તો છે પણ આ કિરનને કેમ આટલી બધી વાર લાગી રહી છે.તેને એડ્રેસતો આપ્યું હતુંને?ટ્રેનને અહીં આવ્યે તો ખાસો સમય થઇ ગયો છે."રુહી પોતાની બાળપણની સખીને મળવા આતુર હતી.

તેટલાંમાં જ બે રીક્ષા આવવાનો અવાજ આવ્યો.
"લાગે છે આવી ગઇ કિરન."રુહી અને રિતુ એકસાથે બોલી.

કેવી રહેશે રુહીની તેમના માતાપિતા સાથે મુલાકાત?શું રુચિ શોર્ય તરફ પોતાનું આ આકર્ષણ પ્રેમ છે તે વાત સમજી શકશે?આદિત્ય અને રુચિના લગ્નમાં શું ધમાલ થશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Karnelius Christian