Rudrani ruhi - 46 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-46

રુદ્રની રુહી... - ભાગ-46

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -46

રુચિ અત્યંત આઘાત અનુભવી રહી હતી.તેને સમજાતું નહતું કે કેમ તેને વારંવાર શોર્યનો ચહેરો દેખાતો,શોર્ય સાથે વિતાવેલો સમય યાદ આવતો કે કેમ તેનું મન આદિત્ય અને શોર્યની સરખામણી કરતું.

હજી બે કે ત્રણ દિવસ પહેલા મળેલો શોર્ય કેમ આટલો તેના મન પર કે હ્રદય પર હાવી થઇ ગયો હતો.
"પ્રેમ....શું આ સાચો પ્રેમ છે? તો અત્યાર સુધી આદિત્ય સાથે હતું તે શું હતું? કદાચ માત્ર આકર્ષણ.હા મે નક્કી કરી લીધું છે કે મારે શોર્ય સાથે લગ્ન કરવા છે.મને આદિત્ય સાથે લગ્ન નથી કરવા.હું શોર્ય વગર નહીં જીવી શકું." રુચિ મનોમન નિર્ણય લેતા બોલી.તેની મમ્મી રૂમની બહાર જતી હતી.
"મમ્મી,ઊભા રહો.અહીં આવો અને બેસો મારી પાસે.મારે કઇંક જરૂરી વાત કરવી હતી."રુચિએ તેની મમ્મીને રોક્યા.

"શું થયું રુચિ? જવા દે મને ચેક કરવા દે કે ડિનર રેડી થયું કે નહીં તારા પપ્પા સમયના અને નિયમોનાં કેટલા પાક્કા છે તને ખબર છે ને?"રુચિની મમ્મી બોલી.

"હા મમ્મી,તે બધું સર્વન્ટ્સ જોઇ લેશે.તું બેસ મારી પાસે મારે કઇંક જણાવવું છે તમને"રુચિ બોલી.

"ઓ.કે સ્વિટી."રુચિની મમ્મી તેની પાસે બેસતા બોલી.

રુચિએ તેની અને શોર્યની મુલાકાત વિશે બધું જ જણાવ્યું,તેણે તેની મમ્મીને શોર્ય અને તેણે સાથે વિતાવેલા સમય વિશે,તે રાત્રે તેની ખાનદાની વિશે અને તેના અને શોર્યના પ્લાન વિશે જણાવ્યું.તેણે તેના અને શોર્યના ફોટોઝ બતાવ્યા.રુચિની મમ્મી અત્યંત શોક્ડ થઇ ગઇ.

"મતલબ?ન્યુઝ પેપરમાં આવેલા સમાચાર અને ફોટો સાચા હતા?"તેની મમ્મીએ આઘાત સાથે પુછ્યું.
"હા મમ્મી."રુચિ બોલી.

"હે ભગવાન,તારા પપ્પાને આ બધું ખબર પડશે ને તો તારી અને મારી હાલત ખરાબ કરશે."રુચિની મમ્મી ખુબ જ ડરેલી હતી.

"મમ્મી,મારે કઇંક કન્ફેસ કરવું છે કે આઇ લવ શોર્ય.મને શોર્ય સાથે સાચો પ્રેમ થઇ ગયો છે.પહેલી નજર વાળું આકર્ષણ નહીં.જનમો જનમ સાથ નિભાવવાના સમ ખવાય તેવો પ્રેમ અને હું આદિત્ય સાથે લગ્ન કરવા નથી માંગતી.તે જોયુંને કે છેલ્લા કેટલાય દિવસથી તે રુહી અને આરુહ વચ્ચે અટવાયેલો છે.

તે મારી સાથે હોવાછતા મારી સાથે નથી હોતો અને મારા પર અવારનવાર ગુસ્સો કરે છે જાણકે હું તે ગવાર રુહી હોઉં.તે મને કહે છે કે હું લગ્ન પછી રુહીની જેમ બનું એટલે કે બિઝનેસના કરું.

મમ્મી તે મારી સ્વતંત્રતા છિનવવા માંગે છે.આજે મને અહેસાસ થયો છે કે હું તેની સાથે નથી રહેવા માંગતી.મારે શોર્ય સાથે લગ્ન કરવા છે."રુચિએ મક્કમતાથી તેનો નિર્ણય સંભળાવ્યો.રુચિની મમ્મી આઘાત પામી અને તેમણે રુચિને બે થપ્પડ મારી દીધાં.

સટા...ક સટા...ક રુચિ આઘાત પામી જ્યારે તેની મમ્મી ગુસ્સામાં કાંપી રહી હતી.

"ખબરદાર,આ વાત આજ પછી તારા મોઢેના આવવી જોઇએ.તને ખબર નથી પપ્પાનો ગુસ્સો.પોતાની ઇજ્જત અને નામ જાળવી રાખવા માટે તે કઇં પણ કરી શકે છે.ભુલી ગઇ ભુતકાળની તે ગોઝારી ઘટના."ના ઇચ્છવા છતા રુચિના મમ્મીએ ભુતકાળની તે વાત યાદ કરી.તેમની બન્ને આંખ આંસુઓથી ભરેલી હતી.

* * *

"રુદ્ર ..રુહી, કિરન આવી ગઇ લાગે છે.ચલ રુહી જા દરવાજો અને તેનું સ્વાગત કર."રિતુ બોલી.

"હા.."રુહી ખુશ થતાં દરવાજા પાસે ગઇ.તેણે દરવાજો ખોલ્યો.દરવાજાની સામે ઊભેલી વ્યક્તિઓને જોઇને તે આઘાત પામી.તે બે ડગલા પાછળ ખસી ગઇ અને આંખોમાં અાંસુઓના દરિયામાં ભરતી આવી છલકાઇને તે બહાર દળ દળ નિકળવા લાગ્યાં.

સામે ઊભેલા શ્યામ ત્રિવેદી,રાધિકા ત્રિવેદી અને આરવ ત્રિવેદીનો તે જ હાલ હતો.પાછળ ઊભેલી કિરન થોડી ડરેલી હતી.રુહીના પપ્પાના ગુસ્સાનીચિંતા હતી તેને.

રિતુની આંખો પણ આઘાત સાથે પહોળી થઇ ગઇ રુહીના માતાપિતા અને ભાઇને કિરન સાથે જોઇને.રુદ્ર આ સ્થિતિ સમજી નહતો શકી રહ્યો.તેણે રિતુને ઇશારો કરીને પુછ્યું.જેના જવાબમાં રિતુએ ધીમા સ્વરે કહ્યું,

"રુહીના માતાપિતા અને ભાઇ." રુદ્ર ખુશ થયો તે આગળ તેમનું સ્વાગત કરવા જાય તે પહેલા જ સટા...ક સટા...ક રુહીના ગાલ પર બે થપ્પડ શ્યામ ત્રિવેદીએ જડી દીધાં.બધાં જ ખુબ જ આઘાત પામ્યા.

"પપ્પા!!!"રુહી રડતાં રડતાં માત્ર આટલું જ બોલી શકી.તે જમીન પર ફસડાઇ ગઇ.

"શ્યામ,આ શું રીત છે? તેની એકવાર વાત તો સાંભળો.પછી કોઇ તારણ પર આવો.સીધું તેને ગુનેગાર ઠેરવીને સજા આપી દેવી તે ક્યાંની રીત છે?"રાધીકાબેન બોલ્યા.

"સજા! સજા તો મળવી જ જોઇએ તેને અને એ પણ તે ગુનાની જે તેણે કર્યો છે અને મારી નજરો સમક્ષ સાબિત પણ થયો છે.
ચલ ઉઠ રુહી રડવાનું બંધ કર અને મારા સવાલોના જવાબ આપ."શ્યામ ત્રિવેદીએ પોતાની લાડકીના બાવળા જોરથી પકડીને તેને ઊભી કરી ગુસ્સાપુર્વક.
રુહીએ રડવાનું બંધ કરી દીધું અને તે હિબકાભરતી ઊભી હતી.રુદ્ર,કિરન અને રિતુ આઘાતમાં જ હતા.તેમનાથી રુહીની આ હાલત નહતી જોવાતી.

"તને ખબર છે તારો જન્મ થવાનો હતો તે વખતે તારી મમ્મીની તબિયત ખુબ જ ખરાબ રહેતી પણ તેણે આ બધું હસતા મોઢે સહન કર્યું તારા માટે,તારો જન્મ થયોને તે પળ અમારા જીવનની સૌથી અમુલ્ય પળ હતી.અમે નસીબદાર માનતા હતા અમારા ભાગ્યને કે અમને તારા માતાપિતા થવાનું સૌભાગ્ય મળ્યું.

તું થોડી મોટી થઇ અને જ્યારે તે સમય આવ્યોને કે તું જાતે સ્કુલ જઇ શકે સ્કુલબસમાં,ત્યારે જ્યાંસુધી તું પાછી ના અાવે ત્યાં સુધી રાધિકાને ચેન નહતું પડતું. અરે પાણી સુધ્ધા નહતા પીતા તું ના આવે ત્યાં સુધી.

મારા માટે તું મારું માન,સન્માન અને મારો આત્મવિશ્વાસ હતી.તો કેમ બેટા કેમ તને એક વાર પણ વિચારના આવ્યો કે તારા મૃત્યુના સમાચાર કેવા અને કેટલા હદે અમારા માટે આઘાત જનક હશે.

શું તને એકવાર પણ અમારો વિચાર ના આવ્યો? જ્યારે તને અહેસાસ થયો કે તું જીવતી છે,તને એકવાર પણ મનના થયું કે તું અમને ફોન કરીને જાણ કરે કે તું જીવતી છે.

તારા સાસરીના જુના નોકરાણીએ અમને તારી બિમારી વિશે કહ્યું.કદાચ તું છેલ્લે મને તેના વિશે જ કહેવા આવી હોઇશ પણ હું અભાગો તારી પુરી વાત જ ના સાંભળી.તારા મૃત્યુ માટે એક એક પળમે મારી જાતને દોષિત માન્યો.

બેટા,એક ફોન કરી દેત ખાલી કે હું જીવું છું.ભલે તું પાછી મુંબઇ આવવા નહતી માંગતી પણ અમે તું ખુશ છે તે જાણીને રાહત અનુભવત કે મુશ્કેલ પરિસ્થિતિમાં તારી હિંમત બનત."શ્યામ ત્રિવેદી ગરીબડું મોઢું કરીને ઊભા હતા.આ બોલતા તેમની આંખો પણ ભીની હતી જ્યારે રુદ્ર જેવા કઠણ અને મજબૂત પુરુષની આંખો પણ ભીની હતી.

"પપ્પા સોરી."રુહી ધ્રુસકે ધ્રુસકે રડતા માંડ આટલું જ બોલી શકી.શ્યામ ત્રિવેદીએ પોતાની લાડલીને છાતીસરસી ચાંપી દીધી.રાધીકા ત્રિવેદી અને આરવ પણ તેમને ફરતે વળગી ગયાં.

રાધિકા ત્રિવેદીએ પોતાની દિકરીને ગળે લગાવી અને તેને ચુમીઓથી નવડાવી દીધી.
"મારી પરી.."

રુદ્ર પોતાની જાતને સંભાળીને આગળ આવ્યો.

"સર મેમ પ્લીઝ તમે અંદર આવોને."રુદ્રએ વિન્રમતાથી તેમને આવકાર્યા.

રિતુ કિરનને લઇને અંદર આવી.રિતુને અહીં જોઇને શ્યામ ત્રિવેદીને બીજો આઘાત લાગ્યો.

"રિતુ,તું અહીં? મતલબ એક અમારા ત્રણ સિવાય બધાને જાણ હતી કે રુહી જીવીત છે."શ્યામ ત્રિવેદી બોલ્યા.

તેટલાંમાં આરુહના વેલકમની તૈયારી કરી રહેલા માણસો આવ્યા.

"સર,તમારા બેડરૂમમાં તમે અને રુહીમેડમે જે કહ્યું તે પ્રમાણે ચેન્જીસ થઇ ગયા છે અને આરુહબાબાનો સ્ટડીરૂમ અને પ્લે એરિયા પણ લગભગ રેડી જ છે.કાલ બપોર સુધીમાં બધું જ થઇ જશે." તે ઇન્ટીરીયર ડિઝાઇનર બોલ્યો.

તેટલાંમાં રુદ્રનો મેનેજર આવ્યો.

"સર,આરુહ બાબાનું આપણા હરિદ્વારની બેસ્ટ સ્કુલમાં એડમીશન માટે ટ્રસ્ટી સાથે વાત થઇ ગઇ છે.સર તેમના ડોક્યુમેન્ટ વકિલ સાહેબે મોકલી દીધાં છે પણ તેમનું નામ શું લખાવવાનું છે?"મેનેજરે પુછ્યું.

"નામ? તેમા શું પુછવાનું વકિલસાહેબે બધી લીગલ ફોર્માલીટી પતાવી દીધી છે.તો તમે તેનું નવું નામ જ લખાવો.આરુહ રુદ્રાક્ષ સિંહ."રુદ્ર મજબુત અવાજ સાથે બોલ્યો.

"અને હા ડિઝાઇનર સાહેબ.મને અહીં વેલકમ આરુહ રુદ્રાક્ષ સિંહ ના નામનું એક મોટું પોસ્ટર તેના ફોટા સાથે જોઇએ.આખરે રુદ્રાક્ષ સિંહનો દિકરો આવી રહ્યો છે.તેના સ્વાગતમાં કોઇ જ કમી ના રહેવી જોઇએ."રુદ્ર બોલ્યો.

શ્યામ ત્રિવેદી,રાધિકા ત્રિવેદી અને આરવ અત્યંત આશ્ચર્યથી આ બધું જોઇ રહ્યા હતાં.તેટલાંમાં હેરી અને સેન્ડી આવ્યાં.

"અરે રુહીભાભી,આ શેની તૈયારી ચાલી રહી છે?"સેન્ડીએ પુછ્યું.

"સેન્ડીજી,મારો દિકરો આવી રહ્યો છે અહીં મારી પાસે.સેન્ડીજી આ મારા મમ્મીપપ્પા અને ભાઇ.આજે હું ખુબ જ ખુશ છું."રુહી ખુશ થતાં બોલી.

"અરે વાહ.નમસ્કાર અંકલ આંટી.રુહી ખુબ જ સારી છે અને તેના હાથની રસોઇ તો બેસ્ટ છે.તેમની અને રુદ્રભાઇની જોડી એ તો ધ બેસ્ટ છે." આટલું કહીને સેન્ડી અને હેરી તેમના રૂમમાં જતાં રહ્યા.

"રુહી,આ બધું શું ચાલી રહ્યું છે? આરુહ અહીં આવી રહ્યો છે?મને કશુંજ સમજાતું નથી.તને પેલા બહેન રુહીભાભી કેમકહેતા હતા અને તારી અને રુદ્રની જોડી મતલબ.જે પેલા પેપરમાં સમાચાર આવ્યાં હતાં તે સાચા હતા?"રુહીના પિતા.

"પપ્પા મારી પુરી વાત સાંભળો."રુહી કઇ બોલે તે પહેલા ઘરમાં કોઇ આવ્યું જેને જોઇને શ્યામ ત્રિવેદી અને શ્યામ ત્રિવેદીને જોઇને તે વ્યક્તિ ચોંકી ગઇ.

* * *
શોર્ય,કાકાસાહેબ અને કાકીમાઁ તેમની હવેલી પર પાછા આવી ગયા હતાં.

" પપ્પા,તમારો એટમ બોમ્બવાળો પ્લાન શું છે?અહીં આવી તો ગયા આપણે,પાર્ટી આપો છો તે રુદ્ર અને રુહીના માનમાં.તમે કરવા શું માંગો છો પપ્પા?મારો કેટલો સરસ પ્લાન હતો પણ તમે બધું બરબાદ કરી નાખ્યો.મે રુચિ સાથે મળીને કેટલો સરસ પ્લાન બનાવ્યો હતો.

મારે તમને આ પ્લાન વિશે જણાવવાનું જ નહતું."શોર્ય ગુસ્સામાં બોલી રહ્યો હતો.

"અરે શાંત બેટા.કાલે આપણી હવેલી પર પાર્ટી છે રુદ્ર અને રુહી માટે તો તેની તૈયારી તો કરવી પડશેને.બે દિવસ માટે જ આપણે અહીં આવ્યા છે.

રહી વાત મારા પ્લાનની તો એ ફુલપ્રુફ જ છે.કાલ પછી રુદ્ર અને રુહીના જીવનની દીશા અને દશા બન્ને બદલાઇ જશે."કાકાસાહેબ બોલ્યા.તેમણે પોતાનો પ્લાન શોર્યને જણાવ્યો જે કાકીમાઁ છુપાઇને સાંભળી ગયા.

"હે ભગવાન,કેમ હું તમારી આટલી પ્રાર્થના અને સેવા કરું છું તો પણ આ સુધરતા કેમ નથી.અગર તેમણે ધાર્યા પ્રમાણે થયું તો બહુ ખરાબ થશે.ક્યારે રુદ્ર પ્રત્યેની તેમની નફરત અને નારાજગી દુર થશે?

તેમનો આ પ્લાન હું સફળ નહીં થવા દઉં.કઇંક તો કરવું પડશે હા હું રુદ્રને ફોન કરીને જણાવી દઉં."કાકીમાઁ ફોન લગાવવા ગયા અને ત્યાં અચાનક શોર્ય આવી ગયો.

શું રુહીના પિતા રુહીની તકલીફ અને પીડા સમજી શકશે?શું તે પોતાની દિકરીનો સાથ આપશે કે તેને રુદ્રથી દુર કરી દેશે?કાકીમાઁ શોર્યના કાવાદાવાને નિષ્ફળ બનાવી શકશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Vraj Kher

Vraj Kher 3 months ago

Jinu Kapuriya

Jinu Kapuriya 12 months ago

Bhimji

Bhimji 12 months ago

Appy Shingala

Appy Shingala 1 year ago