Rudrani ruhi - 47 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-47

રુદ્રની રુહી... - ભાગ-47

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -47

"જો રુચિ,એક વાત તો તું બરાબર રીતે જાણે છે કે ભલે તારા પપ્પા તને ખુબ જ પ્રેમ કરતા હોય પણ તે સૌથી વધારે પ્રેમ પોતાની ઇજ્જત અને નામને કરે છે.

બેટા શોર્ય તરફનો તારો આ પ્રેમ નથી પણ માત્ર આકર્ષણ જ છે.બે દિવસ પહેલા મળેલા છોકરાને તું એટલે ગાઢ પ્રેમ કરવા લાગી કે નાનપણથી જેમે ચાહ્યો તેને ભુલી ગઇ?"રુચિની મમ્મી બોલી તેની અને રુચિની બન્નેની આંખમાં આંસુ હતા.

"મમ્મી ઘણીવાર તમને વર્ષો લાગી જાય કોઇને ઓળખવામાં અને ઘણીવાર એક ક્ષણ જ બસ હોય છે."રુચિ બોલી.

"આ ફિલ્મી ડાયલોગ ફિલ્મમાં જ સારા લાગે.જો તું આદિત્યને નાનપણથી પ્રેમકરતી હતી તું કોલેજમાં આવી ત્યારે જ તારા પપ્પા તો તારા અને આદિત્યના લગ્ન કરી નાખવા માંગતા હતા.

તમે બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો.અલગ થવા છતાં તું એક પરણેલા પુરુષની સાથે સંબંધમાં રહી.તને ખબર છે કે પેલી રુહીએ આ વાતની પોલીસ ફરિયાદ કરી હોતને તો તું અને આદિત્ય જેલમાં હોત.નારી સંરક્ષણમાં ફરિયાદ કરી હોત તો આપણા પર થું થું કરતા હોત બધાં. છોડી દે આ બધાં વિચારો અને રાજીખુશીથી આ લગ્ન માટે તૈયારી કર."રુચિની મમ્મી આટલું બોલીને અટકી તેટલાંમાં જ છુપાઇને તેમની વાતો સાંભળી રહેલા હેત ગજરાલ અંદર ગુસ્સામાં ધુંઆપુઆ થતાં આવ્યાં.

"હું તો અહીં તમને બન્નેને જમવાં માટે બોલાવવા આવ્યો હતો.થયું કે હવે દિકરી અઠવાડિયાની જ મહેમાન છે પછી તો સાસરે ચાલી જશે.તો હવે જેટલા દિવસ બચ્યા છે તે તેની સાથે વિતાવીશ પણ અહીં આવ્યો તો તમારા બન્નેની વાત સાંભળી.

રુચિ,તારી મમ્મીની તને સમજાવેલી એક એક વાત સાચી છે અને હું પહેલી અને છેલ્લી વાર શાંતિથી કહી રહ્યો છું.તે શોર્ય કે જે પણહોય તેના વિચાર કરવાનું છોડી દે નહીંતર તેનું પરિણામ તારા અને તે શોર્ય બન્ને માટે ખરાબ આવશે." હેત ગજરાલ બોલ્યા.

તેટલાંમાં આદિત્યનો ફોન આવ્યો.હેત ગજરાલે રુચિને ફોન સ્પિકર પર મુકવા કહ્યું.રુચિએ ફોન સ્પિકર પર મુકીને ફોન રીસીવ કર્યો.

"હેલો."

"હાય બેબી,સોરી આઇ એમ રીયલી વેરી સોરી મે કાલે તારા પર રાડો પાડી,ગુસ્સો કર્યો પણ હું શું કરું તે સમાચાર વાંચીને મારું મગજ ફરી ગયું હતું.પ્લીઝ મને માફ કરી દે."આદિત્ય બોલ્યો.

"હા ઇટ્સ ઓ.કે આદિ."રુચિ બોલી.

"રુચિ ,ઇફ યુ ડોન્ટ માઇન્ડ કાલે લંચ સાથે કરીએ.આ રીતે હું તને સોરી કહીને મનાવી લેવા માંગુ છું.આઇ એમ સો હેપી કે આપણા મેરેજ છે નેક્સ્ટ વીક."આદિત્યએ પુછ્યું.

હેત ગજરાલે ઇશારો કરીને તેને હા પાડવા કહ્યું.રુચિએ કમને તેને હા પાડી અને ફોન મુકી દીધો.

"રુચિ,એક વાત સાંભળી કે કાલે આદિત્યકુમાર સાથે લંચ પર જાય ત્યારે મને કોઇ જ નાટક ના જોઇએ તારા અને શોર્યનું નામ તારા હોઠો પર ના જોઇએ.નીચે જમવા આવો પછી."આટલું કહીને હેત ગજરાલ નિકળી ગયાં.રુચિ હવે બરાબર ફસાઇ ગઇ હતી.રુહીની બરબાદી ઇચ્છવા વાળી રુચિ આજે પોતે બરબાદીના એક એવા રસ્તે ઊભી હતી.જ્યાં તેનો એક નિર્ણય બધાની બરબાદી નોંધી શકતી હતી.

"આ બધું રુહીના કારણે જ થઇ રહ્યું છે.ના હું તેના કારણે શોર્યને મળતી અને ના આ બધું થતું.રુહી હું તને નહીં છોડું.હું આ લગ્ન કેન્સલ કરવાનો કોઇને કોઇ રસ્તો તો શોધી જ લઈશ."

**********************

"અભિષેક."શ્યામ ત્રિવેદી બોલ્યા.

"ડોક્ટર શ્યામ ત્રિવેદી,સર તમે અહીંયા."આટલું કહીને બહારથી હમણાં જ આવેલો અભિષેક તેમના પગે પડી ગયો.શ્યામ ત્રિવેદીએ તેને ઉઠાવીને પોતાને ગળે લગાવ્યો.તે બન્ને ખુબ જ ભાવુક થઇ ગયાં.

બાકી બધાં આશ્ચર્યચકિત હતા.

"અભિષેક,તું કઇ રીતે ઓળખે છે સરને."રુદ્રએ પુછ્યું.

"રુદ્ર,આ મારા ગુરુ,મારા પિતા સમાન અને મારા ફેવરિટ પ્રોફેસર.હું તેમની પાસેથી જ શીખ્યો છું.સર મારી કોલેજમાં ગેસ્ટ લેક્ચરર તરીકે આવતા હતા.ત્યારથી તે મારા ફેવરિટ છે.હું તેમની પાસેથી ઘણું શીખ્યો.તે મને તેમના દિકરાની જેમ માને છે."અભિષેક બોલ્યો.

"હા તો તું છે જ એવો પરાણે વ્હાલો લાગે.તું પણ મારો પ્રિય સ્ટુડન્ટ હતો.તારી શીખવાની ધગશ અને તારી મહેનત હંમેશાં મને આકર્ષતી હતી.તારો સ્વભાવ પણ એટલો જ પ્રેમાળ હતો"શ્યામ ત્રિવેદી બોલ્યા.

"સર,ખુબ જ ખરા સમયે આવ્યા છો મને તમારી હેલ્પની જરૂર છે.સર મારી એક પેશન્ટ તેને એક રેર સાયકોલોજીકલ બિમારી છે.મારી પાસે તેના બધા જ ફાઇનલ રિપોર્ટસ આવી ગયા છે.સર આઇ નીડ યોર હેલ્પ."અભિષેક બોલ્યો.

"કમ ઓન આપણા શહેરના વન ઓફ ધ બેસ્ટ સાઇકાઇટ્રીક છે તું વન ઓફ ધ બેસ્ટ ડોક્ટર.તનેમારી હેલ્પની શું જરૂર.અત્યારે આ બધું શું ચાલી રહ્યું છે તે મારે જાણવું છે."શ્યામ ત્રિવેદી બોલ્યા.

"અભિષેક,તેઓ રુહીના પિતા છે અને આ રુહીના માતાજી અને તેમના ભાઇ." રુદ્રએ ઓળખાણ આપતા કહ્યું જે સાંભળી અભિષેક શોક્ડ થઇ ગયો.

"અભિષેક,તું મારો પ્રિય સ્ટુડન્ટ છે પણ તું આજ સુધી ક્યારેય મારા પરિવારને નથી મળ્યો.આજે છેક મળવાનું થયું."શ્યામ ત્રિવેદી બોલ્યા.

"હા સર સાચી વાત છે."અભિષેક બોલ્યો.

" આ બધું શું ચાલી રહ્યું છે? વાત શું છે? રુહી અહીં કેવી રીતે અાવી?તે પાછી મુંબઇ આદિત્ય પાસે કેમના આવી?અને આરુહ અહીં કેમઆવી રહ્યો છે? અને તેના નામની પાછળ રુદ્રાક્ષ સિંહનું નામ કેમ ?અભિષેક અહીં શું કરી રહ્યો છે? મારું માથું ચકરાઇ રહ્યું છે." આટલું કહીને શ્યામ ત્રિવેદી લથડીયું ખાઇ ગયાં.તે પડી ગયાં.
"પપ્પા...." રુહીએ ચીસ પાડી.બધા તેમને રૂમમાં લઇ ગયાં.

થોડીવાર પછી તેમને ભાન આવ્યું.સામે રુહી બેસેલી હતી જેની આંખો ભીની હતી.રૂમમાં રુદ્ર,અભિષેક,રિતુ,કિરન,રાધીકાબેન અને આરવ હાજર હતાં.

"પપ્પા,હું તમને બધું જ જણાવું.હું જ્યારે ડુબી ત્યારે મને એટેક આવ્યો હતો જેમા થોડીવાર માટે હું હાથપગ હલાવી શકતી નહતી.મને જ્યારે તે એટેક પુરો થયો ત્યારે હું પહેલેથી તણાઇ રહી હતી.અચાનક એક પથ્થર સાથે અથડાઇ અને રુદ્રજીએ મને બચાવી.તેમણે લાંબો સમય મારો ઇલાજ કરાવ્યો એપણ એકદમ ધીરજથી.

તે પોતે સ્ત્રીઓને કોઈ કારણોસર નફરત કરતા હતા છતાપણ તેમણે મને તેમના ઘરે રાખી હું કોમામાં હતી છતાપણ તેમણે મારો ઇલાજ કરાવ્યો મને સાજી કરી.દેશ વિદેશના કાબેલ ડોક્ટરની સલાહ લીધી.

પપ્પા મને ભાન આવ્યું ને હું તરત જ મુંબઇ આવવા નિકળી ગઇ પણ કાકાસાહેબ એટલેકે રુદ્રજીના કાકા જે કોઇ કારણોસર તેમના દુશ્મન છે.તેમણે મને કિડનેપ કરી કેમકે તે એવું માનતા હતા કે હું રુદ્રજીની પત્ની છું.મારો જીવ બચાવવા રુદ્રજીએ એ ખોટું બોલીને મારો જીવ બચાવ્યો કે હું તેમની પત્ની છું.

કાકાસાહેબ તમને નુકશાન ના પહોંચાડે તેટલે મે તમને લોકોને તે ના જણાવ્યું કે હું જીવતી છું."આટલું કહેતા રુહી રડી પડી.

"આગળની વાત હું જણાવું."આટલું કહીને રિતુએ અત્યાર સુધી બનેલી બધી જ વાત અતથી ઈતી સુધીની તેમને જણાવી.રુહીના માતાપિતા અને ભાઇ આઘાત પામ્યા.

"આદિત્ય સાવ આવો નિકળ્યો.મને વિશ્વાસ નથી આવતો કે રુહી જેવી પત્ની હોવા છતા તે રુચિની સાથે લગ્નેત્તર સંબંધમાં હતો અને હવે તે ,અદિતિ અને રુચિ મળીને મારી દિકરી વિરુદ્ધ કાવાદાવા કરે છે.

તમે કહ્યું હતુંને આદિત્યને કે જે દોષી હશે તેને સજા આપશો.તો હવે શું કરશો?બોલો સજા આપો તેને.એક વાત સાંભળી લો હું મારી દિકરી સાથે છું અને હવે તેનો જ સાથ આપીશ."રાધિકા ત્રિવેદી બોલ્યા.

"હું પણ પપ્પા, તે આદિત્ય રુહીદીદીને લાયક નથી." આરવ પણ તેની બહેનનો સાથ આપવા તૈયાર થઇ ગયો.

શ્યામ ત્રિવેદી નીચું જોઇ ગયા તેમની દિકરી સાથે ઘણું ખરાબ થયું હતું.

" સર,આદિત્ય અને રુહીના ડિવોર્સ પ્રોસેસ થઇ ગયા છે અને આદિત્યએ રુહીને આરુહની કસ્ટડી પણ આપી દીધી છે.આરુહ સાથે મારે અને રુહીને લગભગ રોજ વાત થાય છે.તે પણ મારી સાથે રહેવા તૈયાર છે.
સર,આજે હું તમને કઇંક પુછવા માંગુ છું."રુદ્રએ કહ્યું.શ્યામ ત્રિવેદી આશ્ચર્ય સાથે તેની સામે જોવા લાગ્યાં.
જ્યારે રુહીના મમ્મી અને ભાઇ આ સાંભળીને ખુબ જ ખુશ થયા.આરુહની અહીં આવવાની વાત સાંભળીને કિરન પણ ખુશ થઇ ગઇ.

"શું આરુહ આવી રહ્યો છે? ક્યારે? "રાધીકા ત્રિવેદીએ પુછ્યું.

"લગભગ શનિવારે."રુહીએ કહ્યું.

"સર મેમ હું અને રુહી એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમે એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ.સર શું હું તમારી દિકરી સાથે લગ્ન કરી શકું છું.

સર,મેમ હું તમને વચન આપું છું કે તેની આંખમાં માત્ર ખુશીના આંસુ જ આવશે.હું તેને હરપળ,હરસમય પ્રેમ કરીશ.તેની બહારની સુંદરતા નહીં પણ તેની અંદરની સુંદરતા મને આકર્ષે છે. આરુહને હું સગા પિતાથી પણ વિશેષ પ્રેમ આપીશ.

સર,પ્લીઝ હું માનું છું કે મારા જીવનમાં ભુતકાળમાં કઇંક અનિચ્છનીય ઘટના બની હતી જેથી મારા સગા કાકાસાહેબ મારા દુશ્મન બની ગયા છે પણ મારું તમને વચન છે કે રુહીને તે તકલીફ નહીં પહોંચાડી શકે કેમકે રુહી પોતે હવે ખુબ જ મજબુત અને આત્મવિશ્વાસથી ભરપૂર છે."રુદ્ર નીચે બેસીને બેહાથ જોડતા બોલ્યો.

"પપ્પા,રુદ્રજી સાચું કહે છે તેમણે જ મને સેલ્ફ ડિફેન્સ,ગન ચલાવતા અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવી છે.
તમને ખબર છે પપ્પા મારા રસોઇના શોખને તેમણે મારા ગૃહઉદ્યોગનું સ્વરૂપ આપ્યું.તેમણે રુહી ગૃહઉદ્યોગ કરીને એક મારી પોતાની કંપની સ્થાપી જેની ઓનર હું હોઇશ.હું મારા પોતાના પગ પર ઊભી રહીશ પપ્પા.મારી કલાને તેમણે મારો આત્મવિશ્વાસ બનાવી દીધો.મમ્મી આજે બધાંની સામે મને કહેતા બિલકુલ શરમ નથી આવતી પણહા ગર્વ જરૂર થાય છે કે આઇ લવ રુદ્રજી." રુહી આત્મવિશ્વાસ સાથે બોલી.

શું શ્યામ ત્રિવેદી રુહી અને રુદ્રના સંબંધ સ્વિકારશે?રુચિ શોર્યને ભુલાવીને આદિત્ય સાથે લગ્ન કરી લેશે કે તેનો શોર્ય પ્રત્યેનો પ્રેમ બધાં માટે મુસીબત બની જશે?કાકાસાહેબ પાર્ટીમાં શું ધમાલ કરશે?

જાણવા વાંચતા રહો...

Rate & Review

Jigna

Jigna 4 weeks ago

maya shelat

maya shelat 1 month ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 6 months ago

sandip dudani

sandip dudani 12 months ago

Jinu Kapuriya

Jinu Kapuriya 12 months ago